The ring - 20 in Gujarati Detective stories by Jatin.R.patel books and stories PDF | ધ રીંગ - 20

Featured Books
Categories
Share

ધ રીંગ - 20

The ring

( 20 )

અપૂર્વ નાં પ્રેમમાં આંધળી બનેલી રીના પોતાનાં પતિ અમનની હત્યા બાદ પણ અપૂર્વની સાથે લગ્નનું નક્કી કરી દે છે. આલિયા ગોપાલને પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે. મુંબઈ છોડવાની તૈયારી કરી રહેલાં હનીફને ગોપાલ પકડી પાડે છે.. હનીફ સીધી રીતે સત્ય કબુલતો ન હોવાથી ગોપાલ એની રિમાન્ડ લેવાનું પોતાનાં સાથીદારો ને જણાવે છે.

રાતનાં લગભગ સાડા અગિયાર વાગે ગોપાલ અને આલિયા ગોપાલનાં ઘરે પહોંચ્યા.. ઘરે પહોંચવામાં મોડું થઈ જશે એમ વિચારી એ લોકોએ રસ્તામાં જ એક રેસ્ટોરેન્ટમાં જમવાનું પતાવી લીધું હતું. ઘરે પહોંચતાં જ આલિયા એ ગોપાલનો આભાર માનતાં કહ્યું.

"ગોપાલ, તું ભલે ગમે તે કહે પણ તું મારાં માટે જે કંઈપણ કરી રહ્યો છે એ તારી ફરજથી અધિક છે.. "

"હા, કેમકે તું મારી મિત્ર છે.. "ગોપાલ આલિયા ની વાતનો પ્રતિભાવ આપતાં બોલ્યો.

આજે તો પોતે સામે ચાલીને પોતાનાં દિલની વાત ગોપાલને કહીને જ રહેશે એવો નિશ્ચય કરી આલિયા ગોપાલનો હાથ પકડી એની આંખોમાં આંખો નાંખી બોલી.

"તો બસ તું મને ફક્ત તારી મિત્ર જ માને છે..? "

આલિયા એ જે રીતે આ સવાલ કર્યો હતો એનો જવાબ શું આપવો એનો નિર્ણય ગોપાલ તાત્કાલિક તો ના લઈ શક્યો.

"બોલ ને કેમ ચૂપ છે..? "ગોપાલને આમ નિરુત્તર ઉભો જોઈ આલિયા બોલી.

ગોપાલે આલિયા ને એ કહી દેવાં માટે હોઠ ખોલ્યાં કે હું તને પ્રેમ કરું છું.. પણ કોઈ કારણોસર એ શબ્દો ગળામાંથી નીકળી જ ના શક્યાં અને ગોપાલે પોતાનો ચહેરો ઘુમાવી લીધો.. આખરે હવે પોતે જ ગોપાલને સામે ચાલીને પ્રપોઝ કરશે એવું નક્કી કરી આલિયા એ પોતાનાં હાથ વડે પકડીને ગોપાલ નો ચહેરો પોતાની તરફ કર્યો.. અને ધીરેથી એની નજીક આવી, એની આંખોમાં આંખો પરોવીને બોલી.

"I love you.. "

"I love you too.. "ગોપાલનાં મોંઢેથી અનાયાસે જ દિલની લાગણી શબ્દો બની બહાર આવી ગઈ. આટલું બોલતાં જ ગોપાલે આલિયા ને ગળે લગાવી દીધી.. ગોપાલ ની બાહોમાં આલિયા પોતાને જાતને સુરક્ષિત મહેસુસ કરી રહી હતી.. ગોપાલની બાહુપાશમાં જકડાયેલી આલિયા ને ગજબની હૂંફ મળી રહી હતી.

આજે ગોપાલને એનો પહેલો પ્રેમ સાચેમાં મળી ગયો હતો.. પોતે વર્ષો સુધી જે પ્રેમની તલપમાં તરસ્યો હતો એ તલપ પુરી થઈ ગઈ હતી.. આજે આલિયા એ સામે ચાલીને પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો જે એ દર્શાવવા કાફી હતું કે જો કોઈને દિલથી સાચો પ્રેમ કરવામાં આવે તો એક દિવસ કુદરત એને તમારો બનાવવાંનો પ્રયાસ કરશે જરૂર.

પ્રેમ નો સ્વીકાર તો થઈ ગયો હતો પણ હવે સમય આવી ચુક્યો હતો એ પ્રેમ ની લાગણીનું સ્પર્શ થકી આદાન-પ્રદાન કરવાનો.. આલિયા એ પોતાનાં અધરોની જોડ ને ધીરેથી ગોપાલનાં અઘરો પર રાખી દીધી. ફુલોમાંથી ભમરો જેમ રસ ચૂસે એમ ગોપાલ પ્રેમથી આલિયા નાં નાજુક અધરોનું રસપાન કરી રહ્યો હતો.

પોતે જે ચાંદ ની ઝંખના ચકોર બની કરી હતી એ ચાંદ આજે ખુદ ફલક ઉપર આવી પોતાનાં આગોશમાં હોવાની જે અવર્ણનીય લાગણી હતી એ ગોપાલ સાચેમાં મહેસુસ કરી રહ્યો હતો.. જાણે-અજાણે ગોપાલે જે આલિયા સાથે હસીન સમય વિચારવાની કલ્પનાઓ ફક્ત પોતાનાં સપનાઓમાં માણી હતી એ સપનાંઓને હકીકતમાં ફેરવવાની રાત હવે આવી ગઈ હતી.

અઘરો ની નીચે ઉતરીને ગોપાલે આલિયાની નાજુક નમણી ગરદન પર એક હળવું ચુંબન કર્યું ત્યાં તો આલિયા નો દેહ કંપી ઉઠ્યો.. આલિયા અત્યાર સુધી સેંકડો લોકો સાથે શારીરિક સંબંધ બાંધી ચુકી જરૂર હતી.. પણ એની તરસ તો ગોપાલ નાં પ્રેમનાં પૂર્ણ અનુભવ પછી જ બુઝાશે એ જાણતી આલિયા એ ગોપાલ નાં શર્ટ નાં બટનને ખોલી એની ફૌલાદી છાતીમાં ચુંબનોની વર્ષા કરી દીધી.

હવે એ બંને વચ્ચે ફક્ત વસ્ત્રો રૂપી આવરણ વધ્યું હતું.. જે દૂર હતાં જ સરિતા સમાન આલિયા સાગર સમાન ગોપાલની અંદર પોતાની જાતને સમાવવાનું મન બનાવી ચુકી હતી.. એકબીજાની મદદથી આલિયા અને ગોપાલે એકબીજાનાં પરિધાન દૂર કર્યાં અને અનાવૃત દેહે પથારીમાં જઈને એકમેકમાં ઓળગોળ થવાની ભરચક કોશિશમાં લાગી ગયાં.

વર્ષોથી તરસી ધરા પર જાણે પાગલ બનેલી વાદળી વરસી પડે એમ આજે ગોપાલ મન મુકીને આલિયા પર વરસી પડ્યો હતો.. આલિયા પર પોતાની રીતે ગોપાલનો કામક્રીડા માં શક્યત સાથ આપી રહી હતી.. આખરે દોઢેક કલાક સુધી એકમેકને તૃપ્ત કરવાની પૂર્ણતઃ કોશિશ બાદ આખરે ગોપાલ અને આલિયા એકબીજાની બાહોમાં લપાઈને સુઈ ગયાં.

***

સવારે ગોપાલ જ્યારે ઉઠ્યો ત્યારે આલિયા એની બાજુમાં નહોતી.. આલિયા ક્યાં ગઈ એ જોવાં ગોપાલ બેડરૂમમાંથી બહાર આવ્યો તો એને જોયું કે આલિયા એનાં માટે ચા-નાસ્તો બનાવી રહી હતી.. જે છોકરી પોતાનાં માટે જીંદગી બની જાય એવું ગોપાલ ઈચ્છતો હતો એ છોકરી સાચેમાં પોતાની જીંદગીમાં આવી ચૂકી હતી એ વિચારી ગોપાલની આંખમાં ખુશીનાં આંસુઓ ઉભરાઈ આવ્યાં.

આલિયા એ તૈયાર કરેલો ચા-નાસ્તો આરોગ્યા બાદ ગોપાલ આલિયાને પોતાનું ધ્યાન રાખવાનું કહી પોલીસ સ્ટેશન જવાં નીકળી પડ્યો.

પોતાની કેબિનમાં પગ મુકતાં જ ગોપાલે રઘુ અને સતીશ ને પોતાની કેબિનમાં તાત્કાલિક આવવાં કહ્યું. એ બંને નાં ત્યાં આવતાં જ ગોપાલે એમની તરફ જોઈને કહ્યું.

"કંઈ કીધું કે નહીં એ હરામી એ..? "ગોપાલનો ઈશારો હનીફ તરફ હતો.

"સાહેબ, પહેલાં બે કલાક સુધી તો સાલો એક હરફ ઉચ્ચારવા તૈયાર નહોતો.. પણ જેવું એને દોરડાથી બાંધીને એની ઉપર ખાંડનું પાણી નાંખી અમે બહાર આવ્યાં એટલે કલાકમાં તો એ કરગરી પડ્યો અને બધું કબુલવા તૈયાર થઈ ગયો.. જે કામ અમારાં દંડા ના કરી શક્યાં એ કામ ખાંડ ની મહેકનાં લીધે એનાં શરીર પર જમા થયેલી કીડીઓએ કરી બતાવ્યું.. તમારી રિમાન્ડ દરમિયાન ઉપયોગમાં લેવાતી યુક્તિ ખરેખર ભલભલા ગુનેગારો નાં મોં ખોલવામાં કારગર છે.. "રઘુ બોલ્યો.

"એટલે જ કહ્યું છે અમુક કામ તલવારથી નાં થાય પણ સોય થી થઈ જાય એવું બને.. તો શું કીધું એને..? "ગોપાલ બોલ્યો.

"આ રહ્યું એ જે કંઈપણ બોલ્યો એનું રેકોર્ડિંગ.. અને આ રહી એની કબુલાત નામાં પર સહી. "એક કાગળ ગોપાલને આપતાં સતીશે પોતાનાં મોબાઈલમાં હનીફની કબૂલાત નું જે રેકોર્ડિંગ હતું એ ઓન કરી દીધું.

"હું હનીફ મસુદ ઈકબાલ પોતાનાં હોશ અને અવાજમાં કોઈપણ જાતનાં દબાણ વગર કબુલું છું કે આલિયા ની હત્યા ની સુપારી મને મળી હતી અને એટલે જ હું એની હત્યા કરવાં એનાં કોટેજ ઉપર ગયો હતો.. આલિયા ની હત્યા માટેની સુપારી આપનાર છે બ્રાઈટ કોર્પોરેશન કંપનીનો માલિક અપૂર્વ અગ્નિહોત્રી.. "

"હું ભલે આલિયા ની હત્યાનાં પ્રયાસમાં સંડોવાયેલો છું પણ મુખ્ય સૂત્રધાર છે અપૂર્વ અગ્નિહોત્રી.. હું તાજનો સાક્ષી બનવા તૈયાર છું.. કોર્ટમાં પણ હું આ જુબાની આપીશ. તો મહેરબાની કરીને મારી સજા ઓછી કરવામાં આવે એવી વિનંતી.. "

હનીફનું કબુલાતનામું જેવું પૂર્ણ થયું એ સાથે જ સતીશે મોબાઈલ પાછો પોતાનાં ખિસ્સામાં સેરવતાં કહ્યું.

"તો બોલો સાહેબ શું કરવું છે હવે..? "

"કરવાનું શું હોય.. આલિયા ની હત્યાની સુપારી આપનાર અપૂર્વને ગિરફ્તાર કરવાં જઈએ.. તમે ટીમ રેડી કરો હું હમણાં આવું.. "ગોપાલ સતીશ તરફ જોઈને બોલ્યો.

ગોપાલ નો આદેશ મળતાં જ સતીશ અને રઘુ ગોપાલની કેબિનમાંથી નીકળવા જતાં હતાં ત્યાં ગોપાલ રઘુને ઉદ્દેશીને બોલ્યો.

"રઘુ.. તું અહીં આવ.. મારે તારું કામ છે . "

ગોપાલ ની વાત સાંભળી રઘુ પાછો ફર્યો અને ગોપાલની સામે ટેબલની બીજી તરફ અદબભેર ઉભાં રહીને બોલ્યો.

"બોલો, સાહેબ.. શું કામ છે મારાં લાયક..? "

"કામમાં તો એવું છે કે તમને એક ખુશ ખબર આપવાની છે.. "ગોપાલ બોલ્યો.

"ખુશખબર.. બોલો... બોલો... શું ખુશખબર છે... ? "ઉત્સાહમાં આવી રઘુ એ પૂછ્યું.

"રઘુ હું અને આલિયા નજીકમાં લગ્ન કરવાનાં છીએ.. અને આ આલિયા વિશેનો ભૂતકાળ તું જાણે છે એટલે તને મેં સૌથી પહેલાં આ વિશે જણાવ્યું.. કેમ જણાવ્યું એ ના સમજે એવો ડફોર તું નથી.. "રઘુ ની તરફ જોઈ એકદમ સ્પષ્ટ શબ્દોમાં વાત કરતાં ગોપાલ બોલ્યો.

"સાહેબ, સમજી ગયો તમે શું કહેવા માંગો છો.. હવે એ વાત કાયમ માટે મારાં મનમાં રાઝ બનીને દફન થઈ જશે.. તમે ચિંતા ના કરશો.. "રઘુ બોલ્યો.

"સરસ.. તો પછી ચાલો એ વ્યક્તિની ધરપકડ કરવાં જેને તમારી થનારી ભાભી ની હત્યાની સુપારી આપી હતી.. "રઘુ નાં ખભે હાથ મૂકી મંદ મુસ્કાન વેરતાં ગોપાલ બોલ્યો.

આ સાથે જ ગોપાલ પોતાની ટીમ સાથે નીકળી પડ્યો અપૂર્વ અગ્નિહોત્રી ની ધરપકડ કરવાં.

***

હનીફ ની ધરપકડ થઈ ગઈ છે એવી ખબર તાત્કાલિક હનીફનાં કોઈ માણસ સુધી પહોંચી ન હોવાથી આ વાત અપૂર્વ નાં કાન સુધી પહોંચી નહીં. અપૂર્વએ બે-ત્રણ વાર હનીફને એ પુછવા કોલ કર્યો કે એ ક્યાં પહોંચ્યો..? હનીફ નો ફોન સ્વીચઓફ આવતાં અપૂર્વને ચિંતા જરૂર થઈ પણ એને આ વાત ને વધુ મગજમાં ના ધરી.

સવારે જ્યારે અપૂર્વ ની નીંદર ખુલી ત્યારથી જ એનું મગજ કંઈક અજુગતું બનવાનાં એંધાણ આપી રહ્યું હતું.. પણ એ શું અણધાર્યું બનવાનું હતું એ વિશે અપૂર્વને ત્યાં સુધી કોઈ ખ્યાલ નહોતો જ્યાં સુધી એની પર હનીફ નાં સાગરીત એવાં મોઈન નો કોલ ના આવ્યો.

મોઈન નો નંબર પોતાનાં મોબાઈલમાં સેવ હતો નહીં એટલે અપૂર્વ એ મોઈન જો કોલ રિસીવ કરતાં સવાલ કર્યો.

"હેલ્લો, કોણ બોલો..? "

"સાહેબ, હું મોઈન વાત કરું.. હનીફ ભાઈ નો માણસ.. "સામેથી મોઈન નો અવાજ સંભળાયો.

મોઈનને અપૂર્વ ઓળખતો હતો.. અને બે વાર એ હનીફને મળ્યો ત્યારે મોઈન હનીફની જોડે હતો એટલે હનીફનાં ખાસ માણસ એવાં મોઈનથી અપૂર્વ સારી રીતે પરિચિત હતો.

"હા, બોલ મોઈન.. કેમ અત્યારે કોલ કરવો પડ્યો? .. તારાં અવાજ પરથી તું થોડો ડરેલો લાગે છે..? "મોઈનને પ્રશ્ન કરતાં અપૂર્વ બોલ્યો.

"સાહેબ, હનીફ ભાઈ પોલીસનાં હાથે ચડી ગયાં છે.. "હનીફ નાં ધરપકડની ખબર મોઈનને મળી એ સાથે જ એને અપૂર્વને કોલ લગાવ્યો હતો.. કેમકે મોઈનને ખબર હતી કે અપૂર્વએ ખૂબ મોટી રકમમાં હનીફને કોઈ મોટું કામ આપ્યું હતું.

"પણ કઈ રીતે.. હનીફ તો ગઈકાલ સાંજે જ મુંબઈ છોડીને જવાનું કહેતો હતો... તો પછી એ કેમ મુંબઈ છોડીને ના ગયો..? "મોઈનની વાત સાંભળી આશ્ચર્ય સાથે અપૂર્વએ પૂછ્યું.

"હનીફભાઈ મુંબઈ છોડવાની વેતરણમાં જ હતાં ત્યાં ઈન્સ્પેકટર ગોપાલ ઠાકરે એ એમને દાદર રેલવે સ્ટેશન પરથી પકડી લીધાં.. "અપૂર્વનાં સવાલનો જવાબ આપતાં મોઈન બોલ્યો.

"સારું.. "આટલું કહી અપૂર્વએ મોઈનનો કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

આખરે અપૂર્વને જે વસ્તુનો સૌથી વધુ ડર હતો એ જ થઈ ગઈ.. ઈન્સ્પેકટર ગોપાલ ઠાકરે પહેલાં હનીફ સુધી પહોંચી ગયો અને હવે એનો ઉપયોગ કરી પોતાનાં સુધી પહોંચી જશે એ ભીતિ ક્યારનીય અપૂર્વ સેવી રહ્યો હતો.. આલિયા ની હત્યાનાં પ્રયાસની વાત સુધી બધું હોય તો ઠીક હતું પણ ગોપાલની કાયમી આદત હતી કે નાનામાં નાનો સબુત મેળવીને જ જંપવું.. એટલે જ ગોપાલ પોતાની તપાસ ક્યાંક અમન વર્મા નાં એક્સિડન્ટ સુધી લઈ ગયો તો પોતે નક્કી જેલનાં સળિયા પાછળ હશે. એ વિચારે ડરપોક અપૂર્વ ને વધુ ડરાવી મુક્યો. આ ઉપરાંત અપૂર્વ એવું માનતો હતો કે આલિયા નામની જે યુવતી અમનની તપાસ કરી રહી હતી એ નક્કી અમનની મોત નું રહસ્ય જાણે છે.

"ગોપાલ... તું મને ક્યારેય પકડી નહીં શકે... "ક્રોધવેશમાં આવી જોરથી ચિલ્લાતા અપૂર્વ બોલ્યો.

ગોપાલ ગમે ત્યારે પોતાનાં સુધી આવી પહોંચશે એ વિચારી અપૂર્વ પોતાની કારમાં બેઠો અને ઓફિસ જવાનાં બદલે પોતાની કારને હંકારી મુકી અમનનાં ઘરની તરફ.. જ્યાં રીના આ બધી વાતથી બેખબર આરામ ફરમાવી રહી હતી.. !

***

વધુ આવતાં ભાગમાં.

ગોપાલ અપૂર્વને પોતાની પકડમાં લઈ શકશે..? અમન સાચેમાં મૃત્યુ પામ્યો હતો તો પછી આલિયા કોને મળી હતી..? ગોપાલ અપૂર્વ અને રીના સુધી કઈ રીતે પહોંચશે. ? આલિયા ની રિંગ કોણ લઈ ગયું હતું..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***