The ring - 18 in Gujarati Detective stories by Jatin.R.patel books and stories PDF | ધ રીંગ - 18

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ રીંગ - 18

The ring

( 18 )

અમન સાથે રીનાનાં ડાયવોર્સ થઈ શકે એ હેતુથી રીના અને અપૂર્વ એક યોજનાને સફળતાપૂર્વક અંજામ આપે છે.. પણ એક અકસ્માતમાં અમનનું મોત થાય છે જે હકીકતમાં અપૂર્વ નું કાવતરું હોય છે એવી ખબર છતાં અપૂર્વ નાં પ્રેમમાં આંધળી બનેલી રીના એની સાથે લગ્નનું નક્કી કરી દે છે. આલિયા ગોપાલ પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે.. ગોપાલ હનીફ ને પકડવા એનાં મોબાઈલ ની લોકેશનનો ઉપયોગ કરવાની યોજના અમલમાં મૂકે છે.

સવાર પડતાં જ ચા નાસ્તો પૂર્ણ કરી જેવો ગોપાલ નવરો પડે છે ત્યાં એનાં મોબાઈલ પર રોની નો કોલ આવે છે. કોલ રિસીવ કરતાં જ ઉત્સુકતા સાથે ગોપાલ પૂછે છે.

"હા રોની, બોલ.. મળી ગયો નંબર..? "

"ભાઈ, ટોટલ સાત નંબર એ દિવસે રાતે તારાં આપેલાં નંબર જે નેટવર્ક ફ્રિકવન્સી હતી એની આજુબાજુ મોજુદ હતાં.. જેમાંથી એક નંબર તારો ખુદનો છે.. "રોની આટલું બોલ્યો ત્યાં ગોપાલ વચ્ચે બોલી પડ્યો.

"હા, હું પણ એ રાતે ત્યાં ગયો હતો.. પણ બાકીનાં છ નંબર.. "

"બાકીનાં છ નંબરમાંથી ચાર નંબર તો એવાં છે જે ફક્ત ચાલીસ-પચાસ સેકંડ સુધી જ એ વિસ્તારનાં મોબાઈલ નેટવર્કની રેન્જમાં હતાં.. "રોની બોલ્યો.

"તો બાકીનાં બે..? "અધીરો બનેલો ગોપાલ બોલી પડ્યો.

"અરે ભાઈ કહું છું.. આમ કેમ અધીરો થાય છે.. ક્યાંક તારી કોઈ પ્રેમિકા નો તો નંબર નથી શોધતો ને..? "ગોપાલની ખેંચતા રોની બોલ્યો.

રોનીની વાત સાંભળી ગોપાલને એકવાર તો થયું કે કહી દઉં કે પ્રેમિકા નો નંબર નથી શોધતો પણ પ્રેમિકા ની મદદ કરવાં નંબર શોધું છું.. પણ આલિયા બાજુમાં બેસી હોવાથી મનની વાત મનમાં જ ધરબી રાખી ગોપાલે કહ્યું.

"ભાઈ એક કેસની ઇન્કવાયરી માટે આ નંબર કોનાં છે એ જાણવું જરૂરી છે.. તો પ્લીઝ તું ફટાફટ જણાવીશ એ બંને નંબર.. "

"ગોપાલ આ બે નંબરમાંથી એક નંબર રાતનાં નવ થી દસ વચ્ચે એ વિસ્તારમાં હતો.. જ્યારે બીજો સાડા દસથી લઈને છેક દોઢ-બે વાગ્યાં સુધી.. તું બંને નંબર લખી લે.. "આટલું કહી રોની એ બંને નંબર ગોપાલને લખાવ્યાં.

"સારું દોસ્ત આભાર.. મળીએ નજીકમાં.. "આટલું કહી ગોપાલે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

પોતાની જોડે રહેલી ચબરખીમાં રહેલાં બંને નંબર ને એકીટશે જોઈ રહેલાં ગોપાલે પોતાનાં પોલીસ સ્ટેશનનાં જુનિયર ઈન્સ્પેકટર સતીશ ગાયતોન્ડે ને કોલ કરી આ બંને નંબર કોનાં છે અને એ બંને નંબર જેનાં હોય એનું બેકગ્રાઉન્ડ સત્વરે જાણીને પોતાને જણાવવા કહી દીધું.

"આલિયા, આજ સાંજ સુધીમાં તારી હત્યા કરવાનું કાવતરું કરનાર અપૂર્વ અગ્નિહોત્રી વિરુદ્ધ ઠોસ સબુત મારાં હાથમાં હશે અને અપૂર્વ જેલમાં.. "સતીશ સાથે જેવી વાત પૂર્ણ થઈ એ સાથે જ ગોપાલે આલિયા ની તરફ જોતાં મક્કમ સ્વરે કહ્યું.

"ગોપાલ, તું મારાં માટે જે કરી રહ્યો છે એ બદલ તારો જેટલો આભાર માનું એ ઓછો છે.. "આલિયા ગોપાલ ની તરફ જોઈ આભારવશ સ્વરમાં બોલી.

"અરે આ તો મારી ફરજ છે.. અને હું તને.. "આટલું બોલી ને ગોપાલ અટકી ગયો.. અને પોતે પાણીની બોટલ ભરીને આવે એવું બહાનું બનાવી ત્યાંથી નીકળી ગયો.

ગોપાલ શું કહેવા માંગતો હતો એ જાણતી આલિયા એનાં આમ ત્યાંથી જતાં જ સ્મિત સાથે બોલી.

"અને તું મને પ્રેમ કરે છે.. "

બે કલાક બાદ ગ્લુકોઝ ની એક બોટલ જ્યારે આલિયા ને ચડાવી દેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ અને ડોકટર દ્વારા આલિયા ને ઘરે જવાની છૂટ આપવામાં આવી ત્યારે આલિયાનાં ચહેરા પર ઉપસી આવેલાં અજાણ્યાં ડરને મહેસુસ કરતો ગોપાલ એની તરફ જોઈ બોલ્યો.

"આલિયા, તું ડરીશ નહીં.. તારે અહીંથી તારાં ઘરે નથી જવાનું, પણ જ્યાં સુધી તારી હત્યાનો પ્રયાસ કરનાર કોણ છે એ જાણીને એમને જેલ ભેગાં ના કરું ત્યાં સુધી તું મારી સાથે જ મારાં ઘરે રહીશ. કોન્સ્ટેબલ મોકલી મેં તારાં કોટેજને બે દિવસ પહેલાં જ લોક કરાવી દીધું છે.. માટે તું કંઈપણ જાતની ચિંતા કર્યા વગર મારી સાથે ચાલ.. "

"પણ ગોપાલ તું મારાં માટે નકામી તકલીફ ના લઈશ.. હું મારી રીતે મેનેજ કરી લઈશ.. "ગોપાલની સાથે જવાની આનાકાની કરતાં આલિયા બોલી.

"કંઈ પણ કે બણ કર્યાં વગર ચુપચાપ મારી સાથે મારાં ઘરે ચાલ.. "હક કરી આલિયાનો હાથ પકડી એને પોતાની સાથે લઈ જતાં ગોપાલ બોલ્યો.

ગોપાલે પોતાનાં એક કોન્સ્ટેબલ ને કોલ કરી આલિયાનાં કોટેજ પરથી એનાં કપડાં મંગાવી લીધાં હતાં. ગોપાલનું આમ પોતાની ઉપર હક કરવું આલિયાને જે સુખદ અહેસાસ ની અનુભૂતિ કરાવી રહ્યું હતું એ ખરેખર અકલ્પનિય હતું.. આલિયા કોઈ છુપા અહેસાસ હેઠળ ગોપાલની પાછળ-પાછળ દોરવાઈ રહી હતી. !

***

એકતરફ જ્યાં ગોપાલ આલિયા નાં ભાનમાં આવતાં જ એની ઉપર જીવલેણ હુમલો કરાવનાર વ્યક્તિ અપૂર્વ અગ્નિહોત્રી છે એ જાણી ચુક્યો હતો તો બીજી તરફ પોતે અને રીના એ મળીને અમન ની જોડે એમ યોજના મુજબ એની હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપ્યું હતું એ વાતની નાનામાં નાની સાબિતી પણ અમનનાં ઘરમાંથી મિટાવવાની મુહિમ સાથે અપૂર્વ અને રીના એ આખું ઘર ફેંદી વળ્યું.

ઘરમાંથી અપૂર્વનાં અમુક કપડાં, રીના અને અપૂર્વનાં ફોટો બધું જ અપૂર્વ પોતાની કારમાં મુકતો આવ્યો.. અને હવે રીના ની જોડે રોકાવવામાં રીના ને પણ જોખમ હોવાનું લાગતાં અપૂર્વ રીના ને સાચવીને ધ્યાનથી રહેવાની હિદાયત આપીને ત્યાંથી નીકળી ગયો.

એ દિવસે તો અપૂર્વ પોતાનાં ઘરે જઈને આરામથી સુઈ ગયો.. પણ સવારે આઠ વાગે એની ઉપર હનીફનો કોલ આવતાં અપૂર્વની નીંદર પળભરમાં ઉડી ગઈ.

"હા, બોલ હનીફ કેમ સવાર સવારમાં કોલ કરવાની નોબત આવી પડી..? "અપૂર્વ કોલ રિસીવ કરતાં જ બોલ્યો.

"મને પણ શોખ નથી કે તમારાં જેવાં માલેતુજાર લોકોની નીંદર બગાડું.. પણ હવે કારણ જ એવું છે કે ના છૂટકે તમારી ઊંઘમાં ખલેલ પાડવી પડી.. "હનીફ બોલ્યો.

"સીધી રીતે બોલ કે કોલ કેમ કર્યો..? "ગુસ્સો કરતાં અપૂર્વ બોલ્યો.

"દસ લાખ.. હજુ મારાં કામની રકમ મારી સુધી નથી પહોંચી.. ગઈકાલનો વાયદો હતો દસ લાખ મોકલાવવાનો પણ ના મોકલાવ્યાં એટલે અત્યારે સવારનાં પહોરમાં કોલ કરવો પડ્યો.. "મૂળ મુદ્દાની વાત પર આવતાં હનીફ બોલ્યો.

"અરે કાલે ખૂબ જ કામમાં હતો એટલે ભૂલી ગયો.. આજે સાંજ સુધીમાં તને ત્રણ લાખ મળી જશે બાકીનાં પછી.. "અપૂર્વ બોલ્યો.

"શું કહ્યું ત્રણ લાખ.. ભાઈ હું કંઈ શાકભાજી નથી વેચતો કે તમે આમ ભાવતાલ કરો.. મારે દસ લાખ પૂરાં જોઈએ.. "કકર્ષ અવાજમાં હનીફ બોલ્યો.

"ભાઈ મેં ક્યાં કહ્યું કે ફક્ત ત્રણ લાખ આપીશ.. પણ હાલ આટલાં રાખ બાકીનાં પછી.. "અપૂર્વ બોલ્યો.

"તો પછી ત્રણ લાખ નાં પાંચ લાખ કરી દો.. બાકીનાં એક મહિના પછી જ્યારે મુંબઈ પાછો આવું ત્યારે.. "હનીફે કહ્યું.

"સારું.. હું પાંચ લાખની વ્યવસ્થા કરું છું.. પણ તું જાય છે ક્યાં..? "અપૂર્વ હનીફ ની વાત સાંભળી નવાઈ સાથે બોલ્યો.

"અહીંથી એક મહિનો ક્યાંક બીજાં રાજ્યમાં જતો રહીશ.. કેમકે ઈન્સ્પેકટર ગોપાલ કોઈપણ ભોગે મારી સુધી પહોંચીને જ રહેશે.. અને જો એવું થયું તો તમે અને પેલાં મેડમ પણ જેલમાં હશો.. "રુક્ષ સ્વરે હનીફે કહ્યું.

"હા, તો તો તું આજે રાતે જ અહીંથી નીકળી જા.. હું પાંચ નહીં પણ સાત લાખ મોકલાવું છું.. તું આજે રાતે જ મુંબઈ મૂકીને નીકળી જા.. "હનીફ દ્વારા ઈન્સ્પેકટર ગોપાલનો ઉલ્લેખ થતાં જ અપૂર્વ બોલ્યો.

"સારું.. તો પછી આજે સાંજે મારે કુરિયર ઓફિસમાં મારાં કામનું કુરિયર આવી જશે એટલે આ હનીફ મુંબઈથી ક્યાંક બીજે પાર્સલ થઈ જશે.. "આટલું કહી હનીફે કોલ કટ કરી દીધો.

***

ગોપાલ જે ઘરમાં આલિયા ને પોતાની પત્ની બનાવીને લાવવા માંગતો હતો એ ઘરમાં આલિયા સંજોગવશાત આવી તો હતી.. ગોપાલે આલિયા ને આરામ કરવાનું કહી પોતાનાં હાથે જમવાનું બનાવીને આલિયાને જમાડયું.. ત્યારબાદ આલિયા ને ઘરે જ અંદરથી લોક કરીને રહેવાનું કહી ગોપાલ પોલીસ સ્ટેશન જવાં નીકળી પડ્યો.

સાંજનાં છ વાગ્યાં હશે ત્યાં સતીશ હાથમાં અમુક કાગળો લઈને ગોપાલની કેબિનમાં આવ્યો અને એ કાગળો ગોપાલને આપતાં બોલ્યો.

"સર, આ કાગળોમાં તમે આપેલાં બંને સિમ કાર્ડ નંબરની કોલ ડિટેઈલ છે અને સાથે એનાં માલિકો નાં નામ.. "

"ગુડ વર્ક, ઓફિસર.. "ગોપાલે સતીશ ની જોડેથી કાગળ લેતાં કહ્યું.

"સારું તો સર, હું નીકળું.. જય હિન્દ.. "આટલું કહી સતીશ ગોપાલની કેબિનમાંથી બહાર નીકળી ગયો.

ગોપાલે બંને નંબર નાં માલિકોનાં નામ ઉપર નજર નાંખી.. જે નંબર એકાદ કલાક સુધી જ આલિયાનાં ઘરની આસપાસ હતો અને જેની ઉપર ગોપાલને ઓછો શક હતો એ નંબર નાં સિમકાર્ડ ધારક નું નામ હતું પ્રકાશ દુબે.. ગોપાલે એ નંબર પર કોલ લગાવ્યો તો બીજી જ રીંગમાં કોલ રિસીવ થઈ ગયો.. પુછપરછ કરતાં ગોપાલને માલુમ પડ્યું કે આલિયા ની કોટેજની જોડે આવેલાં ચંદ્રવિલાસ ફાર્મહાઉસ પર એની સિક્યુરિટી ગાર્ડની ત્રણ દિવસ પછી નોકરી લાગવાની હોવાથી એ જગ્યા જોવાં ત્યાં આવ્યો હતો.

પ્રકાશ દુબે નો જવાબ ગોપાલને સંતોષકારક લાગ્યો.. અને આમ પણ આલિયા પર હુમલો તો છેક બાર વાગ્યાં પછી થયો હતો એટલે પ્રકાશ પર શક કરવાનું કોઈ યોગ્ય કારણ પણ ગોપાલ પાસે નહોતું.

હવે ગોપાલે જેવી જ પોતાને સૌથી વધારે શક ઉપજાવતાં નંબર નાં સિમકાર્ડ ધારકનાં નામ તરફ નજર ફેંકી એ સાથે જ ગોપાલ નો શક વિશ્વાસમાં બદલાઈ ગયો કે નક્કી એ વ્યક્તિ જ આલિયા ની હત્યા કરવાં ત્યાં આવ્યો હતો.. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ હનીફ મસુદ ઈકબાલ હતો.

હનીફ એક પોલીસનાં ચોપડે ચડેલો અપરાધી હોવાનું ગોપાલ જાણતો હતો.. એટલે હનીફ જ અપૂર્વ નાં કહેવાથી આલિયાની હત્યા કરવાં આવ્યો હોવો જોઈએ એવું ગોપાલ સમજી ચુક્યો હતો.. હનીફ ને કોલ કરી એને સાવચેત કરવાનો કોઈ મતલબ નહોતો એટલે ગોપાલે પોતાનાં એક ખબરીને કોલ કરી હનીફ અત્યારે ક્યાં હશે એની માહિતી મેળવી અને માહિતી મળતાં જ ગોપાલ પોતાની સ્કોર્પિયો લઈને ત્રણ કોન્સ્ટેબલો સાથે નીકળી પડ્યો હનીફ ને ધર દબોચવા માટે.

***

વધુ આવતાં ભાગમાં.

ગોપાલ હનીફને પકડી શકશે..? અમન સાચેમાં મૃત્યુ પામ્યો હતો તો પછી આલિયા કોને મળી હતી..? ગોપાલ અપૂર્વ અને રીના સુધી કઈ રીતે પહોંચશે. ? આલિયા ની રિંગ કોણ લઈ ગયું હતું..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***