Pahelo Prem - 2 in Gujarati Love Stories by MR.PATEL books and stories PDF | પહેલો પ્રેમ - 2

Featured Books
Categories
Share

પહેલો પ્રેમ - 2

હેલો મિત્રો આ મારી પહેલી લવ સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ box અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો.
આગળ નાં ભાગમાં આપણે જોયું કે શ્વેતા કમ્પ્યુટર Engineering માં એડમિશન લે છે અને રાહુલ ની નજર તેના પર પડતા તે તેનો દિવાનો થઈ જાય છે. હવે આગળ.
આ બાજુ શ્વેતા ની ખૂબસૂરતી જોઈને ક્લાસ ના દરેક છોકરાઓ આંખનો પલકારો પણ મારવાનું ભૂલી જાય છે. ક્લાસ માં એન્ટર થઈને શ્વેતા બીજી બેંચ પર જઈને બેસી જાય છે. થોડી વાર રહીને લેક્ચર પુરો થવાનો બેલ વાગે છે અને પ્રોફેસર ક્લાસ ની બહાર જતા રહે છે. હવે જ્યાં સુધી બીજા કોઈ પ્રોફેસર ના આવે ત્યાં સુધી બધા એ એકબીજાને જાણીને દોસ્તી કરવાનું નક્કી કર્યું.
આ બાજુ ક્લાસ ના દરેક છોકરાઓ શ્વેતા જોડે દોસ્તી માટે હાથ લંબાવે છે પણ શ્વેતા કોઈને દોસ્તી માટે હા નથી પાડતી કારણ કે તેને કોઈ રસ નથી હોતો છોકરાઓ જોડે દોસ્તી કરવામાં કારણકે એને એવું હોય છે આ બધો બાહ્ય દેખાવો હોય છે અને એમ કરતાં કરતાં તેની નજીક આવાના પ્રયાસ હોય છે.પણ એટલામાં શ્વેતા ની નજર એક સુંદર, દેખાવે એક્દમ સહેજે ભીને વાન, સપ્રમાણ બાંધો ધરાવતા એક છોકરા પર આવીને અટકી જાય છે.તે છોકરો બીજો કોઈ નઈ પણ તેને જોઈને તેના પ્રેમ માં પડેલો રાહુલ જ હોય છે. આ બાજુ શ્વેતા મનમાં ને મનમાં રાહુલ જોડે દોસ્તી નો હાથ લંબાવાનો વિચાર કરતી હોય છે પણ એમ કરતાં તેનો અહમ તેને રોકે છે અને એ સામેથી ફ્રેન્ડશિપ માટે હાથ લંબાવશે તો સ્વીકાર કરીશ એમ માનીને અટકી જાય છે ત્યાં પાછળ થી કોઈ તેના ખભે હાથ મૂકે છે અને શ્વેતા પાછળ જુએ છે તો પાછળ શિવાની કરીને એક છોકરી હોય છે એ તેને પોતાના ગ્રુપ માં એડ થવાનુ કે છે અને શ્વેતા પણ કાંઈ વિચાર્યા વગર તેમના ગ્રુપ માં એડ થઈ જાય છે.
આ બાજુ શ્વેતા ને જોઈને સ્વભાવે ભારાડી એવા રોનક ની નજર તેના પર પડે છે અને તેને મનમાં જ તેની સાથે લગ્ન કરવાના સપના જોવા માંડે છે. જે આગળ જતાં શ્વેતા માટે એક ડરામણો અનુભવ સાબિત થવાનો હતો. તે શ્વેતા સામે જઇને દોસ્તી નો હાથ લંબાવી ને દોસ્તી કરવા માટે કહે છે પણ શ્વેતા બધાં ની વચ્ચે તેને ઉતારી પાડતા તેને દોસ્તી માટે ના કહી દે છે આ સાંભળીને રોનક મનમાં ને મનમાં જ સહેમી જાય છે અને સમય આવ્યે બદલો લેવાનું વિચારે છે. ત્યાં પ્રોફેસર ક્લાસ માં એન્ટ્રી લે છે અને બધા ને પોતાનો પરિચય આપવાનું કહે છે. બધા ની સાથે શ્વેતા પણ તેનો પરિચય આપે છે હવે રાહુલ નો વારો આવે છે અને તે પોતાનો પરિચય આપે છે ત્યારે શ્વેતા ને ખબર પડે છે કે એ મહાશય નું નામ રાહુલ છે.
બપોર પડતાં બધાં કેન્ટીન માં લંચ માટે ભેગા થાય છે. શ્વેતા ના ગ્રુપ મા શિવાની, હર્ષ, કાજલ, મીત, શિવમ અને દીપાલી અને શ્વેતા એમ તેઓનું સાત જણાનું ગ્રુપ થાય છે. બપોરે લંચ પતાવી બધા પાછા લેક્ચર ભરવા ભેગા થાય છે. સાંજ પડે કોલેજ છૂટવાનો ટાઈમ થાય છે અને શ્વેતા પાર્કિંગ માં જાય છે પોતાનું સ્કુટી લેવા માટે અને સ્કુટી લઇને તે પોતાના ઘર તરફ ફુલ સ્પીડે હંકારી મૂકે છે.
બીજા દિવસે શ્વેતા કોલેજ પોહચી ને પાર્કિંગ એરીયા માં પોતાનું સ્કુટી પાર્ક કરીને પોતાના ક્લાસ તરફ જવા નીકળે છે. તે જ્યારે એડમિન બિલ્ડિંગ આગળ થી પસાર થાય છે ત્યારે ત્યાં સ્ટુડન્ટ નો મેળાવડો જામ્યો હોય છે. કુતૂહલવશ તે ત્યાં જોવા જાય છે અને તેને ખબર પડે છે કે સીનિયર લોકોએ પોતાના જૂનિયર એવા નવા સ્ટુડન્ટ માટે કોલેજ કેમ્પસમાં શનિવાર ના સાંજે ફ્રેશર પાર્ટી રાખી હોય છે.
આખરે શનિવાર આવી પોહચે છે અને સહુ 7 વાગ્યા ના ટાઇમે પોત પોતાની રીતે તૈયાર થઈને કોલેજ પોહચે છે. રાહુલ પણ આજે જલ્દી કોલેજ આવીને તેનું પ્રિય પાત્ર એવી શ્વેતા ની રાહ જોતો હોય છે અને શ્વેતા ની એંટ્રી થાય છે. શ્વેતા ની એંટ્રી થતાં જ સીનિયર સ્ટુડન્ટ ની જોડે જોડે જૂનિયર સ્ટુડન્ટ ના શ્વાસ પણ થંભી જાય છે. શ્વેતા એ આજે બ્લૂ કલરનું એક્દમ ફિટ વેસ્ટર્ન આઉટફિટ પહેરીને તેની એન્ટ્રી થાય છે. શ્વેતા આવીને પોતાના ગ્રુપ જોડે જાય છે અને તેના ગ્રુપ ની ફ્રેન્ડ દીપાલી કોમેન્ટ કરે છે કે ઓહો શ્વેતા મેડમ આજે શું શાનદાર દેખાઓ છો આખા કોલેજ માં થી આજે તો તું જ સહુથી વધારે સુંદર દેખાય છે. ત્યાંજ એન્કર announcement કરે છે અને કાન ફાડી નાખે એટલા લાઉડ વોલ્યૂમ એ DJ ના તાલ પર સ્ટુડન્ટ DJ ના તાલે થીરકી રહ્યા હોય છે. આખરે લંચ પતાવીને બધા પાર્ટી પતાવીને વાતો કરતા કરતા છૂટા પડે છે.અલમોસ્ટ બધાં લોકો જતા રહ્યા હોય છે અને શ્વેતા નું ગ્રુપ હજી નીકળ્યા યા નથી હોતા. છેવટ એ આખા કેમ્પસ માં શ્વેતા એમના એકલા નું ગ્રુપ જ વધ્યું હોય છે. છેવટએ બધાં નીકળવાનું નક્કી કરે છે. બધા પોતાના પર્સનલ સાધન લઈને આવ્યા હોય છે અને નીકળી જાય છે. શ્વેતા પણ નિકળવાની તૈયારી કરતી હોય છે ને અચાનક તેને યાદ આવે છે કે તે તેનું પર્સ તો તે લોકો જ્યાં સોફા માં બેઠા હોય છે ત્યાં જ રહી ગયું હોય છે. પર્સ માં મોબાઇલ, સ્કુટી ની ચાવી ઘણું બધું હોય છે. શ્વેતા પર્સ લેવા પાછી કોલેજ માં એન્ટર થાય છે. બધા નિકળી ગયા હોવાથી કોલેજ માં અંધકાર હોય છે. શ્વેતા અંધારા ના લીધે ડર લાગી રહ્યો હોય છે તેથી તે લાઇટ ની સ્વિચ શોધવા આગળ વધે છે અને ત્યાંજ પાછળ થી કોઈ વજનદાર હાથ તેના ખભે મૂકાય છે અને શ્વેતા ના દિલ ની ધડકનો વધી જાય છે અને તે પાછળ ફરે તે પેહલા જ તે હાથ શ્વેતા ના મોઢા પર દબાય છે અને શ્વેતા ના મોઢા પર પટ્ટી બાંધી દે છે જેથી તે અવાજ ના કરી શકે અને તેના હાથ બાંધી દે છે એટલે તે કોઈ પ્રતિકાર કરવાની સ્થિતિ માં નથી હોતી અને તે માણસ તેને ખેંચીને કોલેજ ના ક્લાસરૂમ તરફ લઈ જતો હોય છે.અંધારું હોવાના લીધે શ્વેતા તે માણસ નું મોઢું નથી જોઈ શકતી હોતી. તે શ્વેતા ને ક્લાસ માં લાવીને તેના પર હાવી થવાનો પ્રયાસ કરતો હોય છે અને ત્યાંજ અચાનક......
વધુ આવતા ભાગમાં....
કોણ હશે શ્વેતા ને આ રીતે પકડીને લઈ જનાર માણસ ??? તેના પાછળ તેનો શું ઇરાદો હતો ??? શું શ્વેતા ની દોસ્તી રાહુલ જોડે થશે ??? અને જો દોસ્તી થશે તો કેવા સંજોગો માં થશે ??? તે જાણવા માટે વાંચતા રહો આગળ નો ભાગ પહેલો પ્રેમ - 3
હેલો મિત્રો આ મારી પહેલી લવ સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો મારી લખવામાં કોઈ ભૂલ થતી હોય તો આપ મને મારા Whatsapp નંબર 8511493260 પર આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો.