kathputali - 11 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 11

Featured Books
Categories
Share

કઠપૂતલી - 11

સમિરના મગજમાં ઝબકારો થતાં જ એ ચોકી ઉઠ્યો હતો.
એને જે વિચાર મનમાં ઉદભવ્યો હતો.
એનો સીધો જ ઈશારો એક નવા મર્ડર તરફ હતો.
એને આખાય ખંડને બારીકાઈથી નિરખ્યો.
Cctv કૂટેજ જોયા ત્યારે કેમેરાનુ એને ભાન થયેલુ.
એક ભૂલ તો એનાથી પણ થઈ ગઈ હતી..
આવતાંવેત મીરાંને ગળે લગાવવાની ભૂલ..
કેમકે આખોય કમરો કેમેરાની નજરકેદમાં હતો.
પર્સનલ બેડરૂમમાં કેમેરો જોઈ સમિરને કરણદાસનુ બિહેવિયર અરુચિકર લાગ્યુ.
પોતાનો મીરાં સાથેનો ભૂતકાળ કોઈની નજર સામે ઉજાગર થાય તો પોતે ગુનેગારની બની જવાનો એ નક્કી હતુ.
જેમ જેમ વિચારતો ગયો એને પરિસ્થતિની ગંભીરતા સમજાતી ગઈ.
મીરાંને જોયા પછી પોતે કેટલી હદે ભાન ભૂલેલો એનો એને અહેસાસ થયો.
મીરાંની ગેરહાજરીમાં મર્ડર થયુ. અને પોલિસે લાશ કબજે કરી લીધી છે. જો ઈસ્પેક્ટરે આ મર્ડરને ગંભીરતાથી લીધુ હોયતો બંગલાની ઓનલાઈન સિક્યોરિટી અત્યારે એની નજર કેદમાં હોવી જોઈએ.
આખી વાત ભેજામાં ઉતરતાં જ એને પરસેવો વળી ગયો.
જોકે હવે જે થશે જોયુ જશે.
ઇસ્પેક્ટરનો સામનો થવાની એને માનસિક તૈયારી કરી રાખી.
જોકે અત્યારે મીરાંને મળવુ જરૂરી હતુ.
કેટલીક વાતો જાણવી હતી..
એ જાણવા મળે તો ખૂનીના આગળના સ્ટેપને સમજી શકાય એમ હતુ.
જે ઈન્ફરમેશન જોઈએ છે એ ધાર્યા પ્રમાણે મળે તો પોતાનુ અનુમાન 100 પર્સન્ટ સાચુ છે એની ખાતરી થઈ જાય..
સમિરની બેચેની વેગવંતી બનેલી.
આ અટપટા કેસ પર થોડુ પોતાની રીતે ઈન્વેટિગેશન કરવુ જરુરી હતુ.
સમિરે પછી તરત હંસા માસીને જણાવી દીધુ કે પોતે થોડા કામથી બહાર જાય છે.
મીરાં આવે તો કહેજો જલદી પાછો ફરીશ..!"
'ભલે'..!
કહી હંસા માસી મીરાંના બાળક પાસે ચાલ્યાં ગયાં.
સમિરે પોતાની કાર સ્ટાર્ટ કરી પાર્કિંગમાંથી બહાર કાઢી .
અને હળવેથી હંકારી રાઇટ સાઈડ ટર્ન લીધો.
એક રાહગીર જોડે બ્રેક કરી રમણનગરમાં ઠમઠોરસિંગના બંગલાનુ એડ્રેસ જાણીને ગાડી રાઈટ સાઈડે ભગાવી.
ટીવી ન્યૂઝમાં ઠમઠોરનો બંગલો જોયો હતો.
પોલિસ ઈસ્પે. ખટપટિયા આ મર્ડર કેસનુ ઈન્વેસ્ટિગેશન કરી રહ્યા છે એ સમિરે જાણી લીધેલુ.
બધુ જ મગજમાં ગોઠવણ વિચારતાં વિચારતાં દસ મિનિટમાં ઠમઠોરના બંગલા આગળ ગાડી પાર્ક કરી.
અને ઉતાવળે સમિર પાછળના ગેટેથી બંગલામાં દાખલ થયો.
સ્વાભાવિક છે જે ધરમાં મર્ડર થયુ હોય એ ઘરનો માહોલ માતમ છાયો હોય.
મેઈન ડોર બંધ જોઈ સમિરે ડોરબેલ સ્વિચ દાબી.
એણે જ્યાં ઉભો હતો એ ઓસરી જેવા ખુલ્લા કમરામાં નજર ફેરવી.
સામે જ ખૂણામાં ટીવી પડ્યુ હતુ.
એની પડખેની દિવાર પર લોહીયાળ અક્ષરે 'કઠપૂતલી' લખાયેલ હતુ.
સમિરને જાજી વેઈટ ન કરવી પડી.
દરવાજો ખુલ્યો.
નજર સામે જ સહેજ ભીનેવાન સ્ત્રીને ઉભેલી જોઈ..
"આપ કોણ..?" સમિરની આંખોમાં ઝોંકતાં એણે શાશંક દ્રષ્ટીએ પૂછ્યુ.
જરા પર હિચખિચાટ વિના સમિરે કહ્યુ.
ખટપટિયા સરે મને મોકલ્યો છે..
દુશ્યંત ભાઈ જોડેથી એક બે વાત જાણવી છે ઠમઠોર સિંગના ખૂની વિશે ઠોસ સબૂત મળે એમ છે..!
પેલી સ્ત્રી તરત જ ભીતર સરકી ગઈ.
એકાદ મિનિટ પછી સમિર સામે એક યુવક આવીને ઉભો..
"તમારા સવાલોના જવાબ આપવાની માનસિક સ્થિતિમાં હું નથી.. છતાં આવો..!"
નહી..!
સમિરે ઈનકાર કરતાં કહ્યુ.
" સમય બહુ ઓછો છે મારી પાસે.. બસ એટલુ જાણવુ હતુ કે તમારુ ફેમિલિ ઓરિસ્સા છોડીને સૂરત આવ્યુ ત્યારે તમને ખબર છે તમારી સાથે બીજુ પણ કોઈ ફેમિલી તમારા શહેરથી સ્થાનાન્તર કરી સૂરત આવ્યુ હોય..?"
"હા.. પપ્પાએ કહેલુ. પાંચ મિત્રો હતા જેઓ સ્થાનાન્તર કરી સૂરત આવી ગયેલા..!"
માય ગોડ..! જેમાંથી બે વ્યક્તિનાં મર્ડર થઈ ગયાં છે..!
"એમ...?" દુશ્યતની આંખો પહોળી થઈ ગઈ.
"નામ જાણી શકુ બાકીના મિત્રોનુ..?"
સમિરને ચિંતા થવા લાગી હતી.
હા એક નામની ખબર છે.. પપ્પા કહેતા હતા સૂરત પોતાની સાથે ભાગી આવનાર એક ખાસ મિત્રનુ નામ પૂરૂષોત્તમ છે..
"થેક્સ..!"
બધી કડીઓ મળી ગઈ હોય એમ સમિરનુ મન ઉછળી પડ્યુ.
તમને ખબર છે મિ. પૂરૂષોતમ ક્યાં રહે છે..!
પપ્પાની પર્સનલ ડાયરીમાં એમનો નંમ્બર છે
જે અત્યારે પોલિસના કબજામાં છે..
ઓકે થેક્સ..! દુશ્યત તકલિફ બદલ માફી..
કહી સમિર ત્યાંથી નીકળી ગયો.
કાર સ્ટાર્ટ કરી મીરાંના બંગલા તરફ ભગાવી ત્યારે એનુ શરીર પરસેવે રેબજેબ હતુ.
કઠપૂતલીનો મતલબ એને સમજાઈ ગયો હતો..
કરશનદાસ... ઠમઠોર... અને પૂરૂષોતમ..
કઠપૂતલી એટલે મર્ડરરના હિટલિષ્ટની નામાવલિના ફસ્ટ મૂળાક્ષરો...!
સમિરના બદનમાં રોમાંચ વ્યાપી ગયેલો.
(ક્રમશ:)
આપના અભિપ્રાયોનો અભિલાષી..