Jivan ane jiv nu satya in Gujarati Philosophy by Bhavika books and stories PDF | જીવન અને જીવ નું સત્ય

The Author
Featured Books
Categories
Share

જીવન અને જીવ નું સત્ય

આ વાત છે બે મિત્રોની જે બાળપણ માં એક સાથે ભણતા હતા.જેમા થી અેક નું નામ શ્યામલ હતું અને બીજા નું નામ રામુ હતું. રામુ ખૂબ જ સમજદાર, દયાળુ અને નિઃસ્વાર્થી હતો પણ શ્યામલ ખૂબ જ ગમંડી અને સ્વાર્થી હતો. શ્યામલ ના પિતા નગરશેઠ હતાં જ્યારે રામુ નાં પિતા એક સાધારણ ગરીબ ખેડૂત હતા.

વર્ષો વિતી જાય છે અને બન્ને નાં લગ્ન થઇ જાય છે બાળકો પણ આવી જાય છે શ્યામલ હવે શ્યામલ માંથી શ્યામલદાશ શેઠ બની ગયો હોય છે અને રામુ હજીપણ રામુ થી જ ઓળખાય છે બન્ને એક જ ગામમાં રહેતા હોવા છતાં એકબીજા બહુ ઓછાં જ મળતા ક્યારેક રસ્તા માં મળી જાય તો એકબીજાને રામરામ કહેતા અને છુટા પડી જતા ક્યારેય એકબીજાને ઘરે આવવાનું જવાનું હતું નહીં કારણ કે શ્યામલદાશ શેઠને ગરીબ રામુ ની મિત્રતા જોઇતી ન હતી એટલે તે હંમેશા રામુ ને જોઈ ને મોઠુ ફેરવી દેતા હતા જેના લીધે રામુ પણ શ્યામલદાશ થી અંતર રાખતો હતો.

હવે શ્યામલદાશ શેઠ વૃદ્ધ અવસ્થામા આવવાથી તેમની તબિયત પણ સારી રહેતી ન હતી ગમે ત્યારે જીવ નીકળી જશે એવી સ્થિતિ આવી તો પણ એમને જોવા કે પુછા કરવા માટે કોઇ ન આવ્યું પણ જ્યારે રામુ ને આ વાત ની જાણ થઈ કે તેનો બાળપણ નો મિત્ર આટલો બંધો બીમાર છે તો એ માન- અપમાની ચિંતા વગર શ્યામલદાશ ને મળવા જાય છે અને ત્યાં જઈને જુવે છે કે શ્યામલદાશ મરણપથારીએ છે પણ એનો જીવ હજીપણ રૂપિયા પૈસા ની મોહમાયા માં અટવાયેલો છે તો આને મુક્તિ કેવી રીતે મળશે? અને મુક્તિ નહિ મળે તો અહીં જ પૃથ્વી ઉપર ભુત બની ને ભટક્યા કરશે! એવું વિચારતાં વિચારતાં રામુ ને એક ઉપાય સુઝે છે શ્યામલદાશ ને મુક્તિ આપવા નો . રામુ શ્યામલદાશ ને કહે છે કે મને તમારું એક કામ છે પણ તમે એ કામ કરવાની હા કહો તો જ હું તમને તે કહીશ! અને હા આજનો દિવસ તમે વિચારી લો કાલે ફરીથી હું તમને મલવા માટે આવીશ ત્યારે તમે મને તમારો નિર્ણય કહેજો! આટલું કહીને રામુ તો ઘેર જતો રહ્યો પણ અહીં શ્યામલદાશ ની તો આંખ માંથી ઊંઘ જતી રહી હતી શ્યામલદાશ એ વિચારી ને કનટાડી ગયા કે આ રામુ જેવા ગરીબ અને સાધારણ માણસ ને વળી મારાં જેવા શેઠ નું શું કામ હશે? આમ વિચારતા વિચારતા સવાર પડી ગઈ ત્યારે શ્યામલદાશે નિર્ણય લીધો હતો કે તે રામુ નું કામ કરી આપશે!


રામુ સમયસર શ્યામલદાશ ને મળવા માટે આવે છે અને પુછે છે કે તમેણે શું નિર્ણય લીધો? ત્યારે શ્યામલદાશ આતૃરતાથી કહે છે હું તારૂં કામ કરી આપીશ પણ તું મને તે કામ શું છે ? તે જાણવ

રામુ મુછમા હશીને કહે છે કે હું તમને એક વસ્તુ આપીશ. જ્યારે તમારૂં મૃત્યુ થાય અને તમે ભગવાન પાસે પહોંચો ત્યાર પછી મારા સ્વર્ગવાસી દાદા ની એક વસ્તુ છે જે મારી પાસે છે એને આપવાની છે બહુ જ નાની વસ્તુ છે જે હું તમને કાલે આપીશ અને એ વસ્તુ શું છે એ હું કાલે આવીશ ત્યારે કહીશ! આમ કહી ને રામુ તો ત્યાં થી જતો રહ્યો અને શ્યામલદાશ ફરી વિચારવા લાગ્યો કે એવી કંઈ વસ્તુ હશે જે મારે રામુ નાં દાદા ને આપવાની હશે? આજે પણ શ્યામલદાશ નું પુરૂ ધ્યાન રૂપિયા પૈસા ની મોહમાયાથી હટીને રામુ કાલે શું ભેટ આપવાનો છે? એનાં દાદા ને એ વિચારતો થઈ ગયો અને વિચારતા વિચારતા સવાર પડી ગઈ અને ફરી રામુ એનાં સમયસર શ્યામલદાશ ને મળવા આવે છે અને કહે છે કે આ સૉય લો અને મારા દાદાજી ને આપી દેજો આ સૉય માં જ એમનું મન બંધાયેલું હતું જેથી અમે ક્યારના પ્રયત્ન કરતા હતા તેમને આ સૉય મોકલવાનો પણ કોઈ લઈ જવાં માટે તૈયાર ન હતું પણ તમે લઈજવા માટે તૈયાર છો એ જાણીને હું ખુબ જ તમારો આભારી છું તમારૂં આ અહેસાન હુ જીવન ભર નહીં ભુલુ તમારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે આમ કહી ને રામુ તો પોતાના ઘરે જતો રહ્યો અને શ્યામલદાશ તો પાછા વિચારવા લાગ્યા કે આટલી નાની સૉય ને લઈ જવા માં શું મોટી વાત છે અને હું તો આરામથી લઈ જઈશ ! મારા કપડા માં ભરાવીને આરામથી લઈ જઈ શકીશ પણ ક્યાક વચ્ચે નિકળી ને પળી ગઈ તો શું કરીશ? પછી પાછો વિચાર આવ્યો કે સૉય ને હું મારા મોઠા માં દાંત નીચે દબાવી ને લઈ જઈશ પણ કેવી રીતે ??? આમ વિચારતા વિચારતા શ્યામલદાશ ને મૃત્યુ પછી ની બધી વિધિઓ યાદ આવે છે કે શરીર ને તો બાળવામાં આવે છે અને એના સાથે રહેલી તમામે વસ્તુઓ અહીં જ બળીને રહી જાય છે આ વિચાર આવતા ની સાથે એને યાદ આવે છે કે પોતે એવા કોઈ દાનપૂન કે કોઈને ક્યારે પણ મદદ તો ઠીક, કોઈ ને મીઠા બે બોલ પણ નથી કીધાં આખું જીવન રૂપિયા પૈસા કમાવા અને ભેગા કરવા કેટલાય લોકો નાં મન દુઃખી કરીયા છે આવા વિચારો આવતા ની સાથે જ શ્યામલદાશ ને પસ્તાવો થાય છે અને એ કાલથી જ પોતાની બધી સમપતિ દાન માં આપી દેશે એવો નિર્ણય લે છે અને બીજે દિવસે સવારે જ પોતાની બધી સમપતિ દાન કરી આપે છે ત્યારબાદ પોતાના સાચા મિત્ર રામુ ને ભેટી ને એનો આભાર માને છે અને ત્યાં જ ૐ નમઃ શિવાય નાં છેલ્લા શબ્દો સાથે પોતાના પ્રાણ શરીર માંથી નીકળી જાય છે અને કોઈ પણ જાતની મોહમાયા રાખીયા વગર ભગવાન ને મોકલેલા દુત સાથે ભગવાન ને મળવા જતા રહે છે.

આમ, જીવન ના અંત સમય રામુ આવી ને શ્યામલદાશ ને જીવન અને જીવ નું સત્ય સમજાવી જાય છે!!!



Bhavika