Prashn in Gujarati Short Stories by Akshay Kumar books and stories PDF | પ્રશ્ન

Featured Books
Categories
Share

પ્રશ્ન

પ્રશ્ન(question) આ શબ્દ મને ગમતા શબ્દો પૈકીનો એક શબ્દ છે. આ શબ્દ ને લગતી કેટલીક ઘટના કે જે ઘણું શીખવી જાય છે તે રજુ કરું છું..
પ્રશ્ન એક જ એવો શબ્દ છે કે જે ઘણા બધા ભાવો ઉત્પન્ન કરી શકે છે. જેમ કે જો પરીક્ષામાં આવડતું પૂછાઈ જાય તો ખુશી, ના આવડે તો દુઃખ..
પ્રશ્ન જો આવડે તો જ્ઞાન વધે અને જો ના આવડે તો તે શીખવાની જિજ્ઞાસા. બસ આ એક શબ્દ જ જીવનમાં ઘણું શીખવી જાય છે...


ઘણા સમય પહેલા પ્રાયમરીમાં ભણતા ત્યારે દરેક પ્રશ્નનાં જવાબ બહુ સરળતાથી મળી આવતા. ત્યારથી જ મગજમાં એક ગ્રંથી બંધાઈ જાય છે કે જો પ્રશ્ન છે તો જવાબ પણ છે..

મોટા થયા બાદ અેક દિવસની વાત છે.
ઘણા સમય બાદ મારો બાળપણનો ખાસ મિત્ર મળ્યો. બાળપણમાં મસ્તીનો અમારા માથે રેકોર્ડ હતો. ખાસ્સી વાત-ચીત બાદ સાથે કરેલા તોફાનો યાદ કરીને ખુબ હસ્યા....

અને બસ એ જ ઘડી જેણે મને વિચારતો કરી દીધો અને મને એક નવી વસ્તુ શીખવા મળી.
હું:- બહુ દિવસ બાદ મળાયું યાર,એકાદ કોલ કે મેસેજ તો
કરવો હતો..
મિત્ર:-કેમ ભાઈ તે મને ઘણા મેસેજ કરેલાને તો હું કરું???

ત્યારે જાણવા મળ્યું કે પ્રશ્નનો જવાબ પણ પ્રશ્ન હોઈ શકે છે....
હા એ નમૂનાનો નંબર જ ન હતો મારી પાસે તે અલગ જ બાબત છે.. ત્યારથી આ શબ્દ પ્રશ્ન માટેનો મારો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો..

ત્યારથી દરેક પ્રકારના પ્રશ્નના જવાબ કોઈ પણ રીતે આપવા માટે પોતાની જાતને તૈયાર કરવા લાગ્યો અને તેના માટે જરૂરી હતું કોન્ફિડન્સ(confidence)...
આગળ જતાં કોલેજ લાઇફમાં એક તદન જ નવી વાત પ્રશ્ન વિષે મે જાણી...

કોલેજ લાઈફમાં પ્રેક્ટિકલ પરીક્ષાનો વિશિષ્ટ મહિમા રહેલો છે.
લેખિતમાં તો ગમે તે રીતે ગપ્પા સુધ્ધા લખી શકાય. પણ જયારે તે જ જવાબ શિક્ષક સામે આપવા ના થાય, ત્યારે મજા તો ભલભલા શૂરવીરની નીકળી જાય છે.

ફર્સ્ટ યરમાં જયારે મારી વારી આવી વિચારમાં આવી ગયો કેવા પ્રશ્ન પૂછાશે મને આવડશે કે નહીં પણ ગમે તેમ હિંમત કરીને ગયો.
એક પછી એક પ્રશ્ન તીરની માફક આવતા રહ્યા આવડે કે નહીં પણ ફુલ કોન્ફિડન્સથી મેં જવાબ આપ્યે રાખ્યા. આખરે આ દોર પૂણૅ થયો. બંને પરીક્ષકો મારી સામે શાંત બેસી મને જોઈ રહ્યા અને હું વિજયી આંખે તેમની સામે ટટ્ટાર બેસી રહ્યાે...
આજુ-બાજુના તમામ સહપાઠીઓ મારી સામે જોઈ રહ્યા હતાં.
તેવામાં જ એક પરીક્ષક બોલ્યા:-
"આ છોકરો જવાબ જ એટલા કોન્ફિડન્સથી આપે છે કે ખબર જ ના પડે સાચું બોલે છે કે ખોટું..."
અને હસી પડયા તેમનું આ વાકય સાંભળી ત્યાં હાજર સૌ કોઈ હસવા લાગ્યા.

એ દિવસે મે જાણ્યું કે જરુરી નથી કે જવાબ સાચો જ હોય. જવાબ આપવાની રીત પણ ઘણી મહત્વની હોય છે...


નર્સિંગના સ્ટુડન્ટ હોવાથી ઘણો-ખરો સમય વોડૅમાં દદીૅઓ સાથે તેમની સારવાર કરી પસાર કરવાનો હોય છે.
વોડૅની સૌથી સારી વાત એછે કે ત્યાં અલગ અલગ પ્રકારના લોકો સાથે કામ કરવા નું હોય છે. સારા-નરસા દરેક અનુભવ ત્યાંથી મળી રહે..
એક ઉંમર લાયક સ્ત્રી ત્યાં દાખલ હતી. હાલત ગંભીર હતી..
તેની સાથે હંમેશા એક નાની ફુલ જેવી છોકરી હોય જ, કોઈ પણ દવાં કે ઇંજેક્શન આપીએ ત્યારે અચૂક પણે પૂછે જ
"અંકલ અંકલ યે દવાઈ બુખાર કી હે?? યે ઇંજેક્શન દદૅ કા હૈ?"
આમ તો થોડું વિચિત્ર લાગે યાર હું માંડ 20 વષૅનો અને અંકલ???
પણ તેનું હાસ્ય અને ચહેરાની નિખાલસતા જોઈ આ અંકલ શબ્દ પણ સારો લાગતો.
જયારે પણ તેની મમ્મી ને તાવ હોય, તરત જ દોડતી આવે અને કહે "અંકલ અંકલ મમ્મી કો બુખાર હે દેખોના"
આ નાની કળી તેની મમ્મી ની ગંભીરતા વિષે સમજી શકે તેમ ના હતી. તે ફકત દવાની ભાષા જાણતી દર વખતે દવા બાદ તે તેની મમ્મી જોડે વાતો કરતી"મમ્મા આપકો યે દવાઈ દી હે અબ સબ ઠીક હો જાયેગા."

થોડા જ દિવસ બાકી હતા તે વોડૅમાં ડયૂટીનાં
અને એક દિવસ વોડૅમાં જતાં જ જણાયું કે તે સ્ત્રી મૃત્યુ પામી છે. પેલી નાની કળી માટે ઘણો અફસોસ થયો. તેને શોધવા પ્રયત્ન કર્યો પણ તે ના મળી.. અમે દરરોજ ની માફક બીજા દદીૅની સારવારમાં લાગી ગયાં,
અચાનક જ મારું પેન્ટ નીચથી થોડું ખેંચાયું નીચે જોયું તો એ જ નાની કળી....
મારી સામે આશા ભરી નજરે જોઈ રહેલ અને મને કહ્યું
"અંકલ મમ્મી કો જીંદા કરને કા ઇંજેક્શન નહીં હોતા કયાં?"


એ દિવસે જણાયું દરેક પ્રશ્ન નાં જવાબ આપવાનું સામથ્યૅ કોઈ પણ ધરાવતું નથી...


અક્ષય એ. વાણિયા