લેમ્બો અમેરિકન
હે! ગાઈસ. મારું નામ લેમ્બો. I am vice President in Banners Life Insurance Company. મારું નામ આમ તો રુચિતા છે. પણ મારી ઉચાઈ વધારે છે તો ભારતમાં મને ચીડાવા લોકો મને લંબુ કહેતા. અને USA માં હવે એ લેમ્બો થઇ ગયું છે. અને હવે મારું ઓફિસયલ નામ લેમ્બો અમેરિકન પાસપોર્ટ પણ એજ નામ નો છે. મારી જીંદગીથી આમ તો હું ખૂબજ નસીબદાર ગણું છું કેમ કે ભારત માં ૧૨ પાસ છોકરી અમેરિકા ની નામાંકિત ઇન્સ્યોરન્સ કંપનીમાં વાઈસ પ્રેસીડન્ટ બનીજાય એ ખૂબજ મોટી વાત છે.
આજે અમે એક નવો Plan લોન્ચ કરી રહયા છે અને તેની પ્રેસ કોન્ફરન્સ રાખી છે હું આમતો એના માટે તૈયારજ છું પણ ફસ્ટ કોન્ફરન્સને લીધે થોડી નર્વસ છું. હું અને મારો સ્ટાફ કોન્ફરન્સ માં પહોચી ગયા. હુએ બોલવાનું ચાલુ કર્યું અને plan ની વિગતો કહી દીધી અને સાથે પ્રશ્નોતરી ચાલુ થઇ શરૂના પ્રશ્નો માત્ર ઇન્સ્યોરન્સ ને લગતા હતા પણ સાથે સાથે ઇન્ડિયા ના વાયસ પ્રેસીડન્ટ એ પણ જવાબ તો આપવાનો હતો.
મેમ એક પર્સનલ પ્રશ્ન છે. તમે આ ઉચાઈ પર પહોચીને શું અનુભવી રહયા છો.? એક રીપોટરે પૂછ્યું.
હું હસી ને એક જ વાક્યમાં જવાબ આપ્યો. કે બહુજ સારું.
મેમ હજુ તમે આવા કેટલા હજી પદો પર બીરાજમાન થવાના છો.?
આમ તો મારું કામ હું કરતી રહું છુ. પદ પરતો લોકો મને બેસાડી દે છે. મને કોઈ પદ ની લાલચ નથી. મને સારા કામ કરવાની લાલચ છે અને એ હું કરતી જ રહીશ.
મેમ તમે જિંદગી ને કેવી રીતે જુઓ છો?
હું એક જ વાક્ય બોલી Everything will easy to come and easy to go.
મેમ તમે આ ઉચાઈ પર છો. તો તમારા ફેમીલીનું શું રીએક્શન છે ?
હું એટલું બોલી ને ઉભી થઇ ગઈ. No More Question Please.
Thank you so much for this great press support. Now you all will go for High Tea. Thanks Again.
ઓફીસનો સ્ટાફ પણ મારા પહેલા પ્રેસ કોન્ફરન્સ ને જોઈ ને ખુબજ પ્રભાવિત હતો. ઓફીસમાં દાખલ થતા જ લોકો Clap કરતા થાકતા ન હતા. પણ મારા મોઢા પર એક સ્મિત હતું અને લોકો સામે એ સ્મિત આપતા આપતા હું મારા કેબીન માં જતી રહી.
મારા સ્ટાફને નવા plan ની સૂચનો માટે બોલાવ્યા અને તેની માર્કેટીગ ટીમને પણ સાથે જ બોલાવ્યા. મારા મત મુજબ આજે આ ન્યુઝ માં પ્રસારિત થશે અને કાલે સવારે જયારે લોકો પોતાની કારથી, મોર્નિંગ વોક માટે અથવા કોઈ પણ કામ પર જાય ત્યારે દરેક ને આપણા હોડીંગસ દેખાવા જોઈએ. એટલે આજે રાત્રે આખા સ્ટફ ને Night Shift કરવી પડે તો કરો પણ આવતી કાલે પુરા અમેરિકા માં આપનો નવો plan લોકોના દિમાગ માં હોવો જોઈએ. અને કાલે આપણા સ્ટાફને કહો કે મોલ, સ્ટેશન, મેટ્રો વગેરે આપનો સ્ટાફ ત્યાં stall લગાવીને લોકો ને જોઈતી બધીજ માહિતી આપે અને જરૂર પડે તો ત્યાંજ પોલીસી નો ચેક પણ લઈલે.
માર્કેટીગહેડ બોલ્યા મેમ અમે આવી રીતે કામ નથી કરતા આપણે લોકો ને થોડો સમય આપીએ છે અને આપણા એજન્ટ કામ કરી જ રહયા છે. અને તેઓ લોકો ટાર્ગેટ પ્રમણે કામ કરે છે.
હું વચ્ચે થી વાત કાપતા બોલી કે બધા એજન્ટ ને સાંજે ૫.૦૦ વાગે બોલાવો મારે એબધા ને આજે અને આજે જ મળવું છે.
એજન્ટસાથે જે વાત કરે છે બોલી પડ્યા કે એવું શોર્ટ નોટીસ થી કોઈ નહિ આવે, એમને કહો આ મીટીંગમાં નહિ આવે તો અમને બહુજ મોટો લોસ થશે. બધા ને કોલ કરીને સાંજે ૫.૦૦ નો સમય આપીને બોલાવો.
પણ મેમ એલોકો જોબ કરતા લોકો પણ છે તો ??
એમને કહો કે જોબ છોડી ને અથવા રજા લઈને પણ આવું તો પડશે જ.
મેમ એવું!
મિટિંગ પૂરી થઇ. ૫.૦૦ વાગે બધા જ એજન્ટ સાથે મીટીંગ છે આખા સ્ટાફને જાણ કરી દેજો. ૭.૦૦ વાગે મીટીંગ પૂરી થશે અને કેટલા એજન્ટ છે?
મેમ ૧૨૦૦.
સારું ૧૦૦૦ એજન્ટની High Tea ની વ્યવસ્થા પણ કરી દેજો.
મેમ એટલા એજન્ટ નહિ આવે.
હું ખાલી એટલું જ બોલી જે પ્રમાણે કીધું છે તમે કરો. એજન્ટ આવશે જ.
મારા કેબીન માંથી બધા બહાર ગયા. રૂબી મારી PA મારા રૂમમાં જ ઉભી રહી. અને કહેતી હતી કે મેમ એક વાત કહું.
હું થોડું હસીને બોલી કે તારે એમજ કેહવું છે ને કે મેમ એવું કરશો તો સ્ટાફ તમારી વિરુદ્ધ થઈ જશે. તું એની ચિંતા ના કરીશ થોડા દિવસ પછી એમને સમજાય જશે કે હું આ બધું એમના જ માટે કરી રહી છું.
રૂબી OK મેમ કહી ને જતી રહી પણ મારા જવાબ થી એને સંતોષ નથી થયો એમ લાગ્યું.
હું મારા ઓફીસ ના રૂટીન કામ માં વસ્ત હતી પણ પ્રેસ રીપોટર ની એક વાત મને ખૂચ્યા કરતી હતી. તમારા ફેમિલી......!
એટલા માં જ કંપનીના Chair Person નો મારી પર કોલ આવ્યો. અને એમણે એક જ પ્રશ્ન મને પૂછ્યો. તમને ખબર છેને તમે શું કરી રહયા છો?
હું હસી ને બોલી સર હું બધું જ કંપની પોલીસી પ્રમાણેજ કરી રહી છું અને ...
બોસ મારી વાત કાપતા બોલ્યા તમે બધી જ જવાબદારી સ્વીકારીછે તો મને કોઈ પણ વાંધો નથી.
Thank You સર મારો જવાબ.
હું Lunch નથી કરતી મોર્નિંગ માં હેવી બ્રેકફાસ્ટ કરીને આવું છું માટે પણ આજે હું કેન્ટીન માં પહોચી અને સ્ટાફ ને કદાચ ના ગમ્યું. હું ડેસ્ક પર મારું લંચ લઈ ને બેઠી અને રૂબી તરતજ મારી બાજુમાં આવી ને ઉભી રહી અને મને પૂછે છે કે મેમ હું તમારી સાથે લંચ કરી શકું.
હું હસી ને બોલી, હા કેમ નહિ. રૂબી કહે મેમ તમે એકલા લંચ માટે ?
હું ફરીથી હસીને બોલી કે મને આદત છે. ચુપચાપ ખાવાની. રૂબી ના હાવભાવ જુદા હતા. એટલે મેં વાત ને ટાળતા કીધું કે જમતા જમતા મને વાત કરવાનું નથી ફાવતું. તો મેમ હું બોલી ના શકુને!. ના એવું પણ કાઈ નથી.
મેમ આ લોકો તમારો સખત વિરોધ કરશે. અને તમને આ પોસ્ટ પર ટકવા જ નહિ દે. હું બોલી પડી કેટલા દિવસ લાગશે.? મને અહિયાં થી હટાવતા ? કેમ એવું પૂછો છો.? ના જવાબ આપ કેટલા દિવસ લાગશે એમને? કદાચ એક મહિનો.
ઓકે મારે તો એક જ દિવસ જોઈએ છે. બાકી બધું હું જોઈ લઈશ. રૂબી તું રીલેક્ષ થા. બધું પરફેક્ટ જ છે.
હું મારી જીંદગી નું એવું કામ કરી રહી હતી જે ઇતિહાસ રચશે. તો થોડી તો અડચણો આવાની. અને મને બોસ નો ફોન આવ્યો ત્યારે જ લાગ્યું કે લોકો મારી વિરુદ્ધ થઇ રહ્યા છે પણ કાલે સવારે આ માહોલ જુદો હશે.
હું સાંજે જે મીટીંગ ની તૈયારી કરતી હતી ત્યારે રૂબી મારા રૂમમાં આવી તે ખુબજ ખુશ હતી. મેમ એક સારા સમાચાર છે. હમણાં જ ફોન પુરા થયા છે બધા એજન્ટ ને ફોન થઇ ગયા છે અને તેમાંથી ૧૦૨૨ એજન્ટ આવી રહયા છે. તમે સાચા પડ્યા. ઓફીસમાં પણ બધા આજ ચર્ચા કરે છે કે મેમ સાચા પડ્યા આપને એમજ વિચારતા હતા કે એજન્ટ નહિ આવે. પણ મેમ તમે આટલું પરફેક્ટ ડીસીઝન કેવી રીતે? હું ખાલી હસી જ મને જવાબ આપવું યોગ્ય ના લાગ્યું. હું ખાલી એટલુજ બોલી કે સેમીનાર હોલ માં બધી જ તૈયારી કરવી રાખો. મારે કોઈ પણ પ્રકાર ની ટેકનીકલ એરર નથી જોઈતી. તો બધી વ્યવસ્થા ઠીક હોય તેમ જોઈ લેજો.
માર્કેટિંગ મેનેજર ના મોઢા પર પણ એક નવોજ ઉત્સાહ હતો એચ.આર.ડીપાર્ટમેન્ટ, અને બાકી નો આખો સ્ટાફ હું કાઈ પણ બોલું તેની રાહ જોતો હતો. સેમીનાર હોલ માં બધા ને બેસાડી દીધા હતા. ઓફીસનો સ્ટાફ પણ રાહ જોતો હતો કે એમને પણ સેમીનાર હોલ માં જવાની સુચના મળે તેમ વિચારતા હતા. પણ હું રૂબી ને સુચના આપીને ગઈ કે મને ઓફિસનો કોઈ પણ સ્ટાફ મને સેમીનાર હોલ માં નથી જોઈતો. રૂબી તું પણ નહિ. મને એક પ્યુન જ જોયે છે. જોસેફ મારી સાથે રહેશે.
હું અને જોસેફ ત્યાં સેમીનાર હોલમાં પહોચી ગયા. જોસેફ ચુપચાપ સ્ટેજ ની ડાબી બાજુ ઉભો રહ્યો. હું મારી ppt. સ્ટાર્ટ કરીને પ્રેશનટેશન આપ્યું. દરેક ને એવો એહસાસ કરાવ્યો કે આ પોલીસી માર્કેટને અને દરેક એજન્ટ ને નવી ઓળખ આપશે. અને દરેક એજન્ટ ની આવક માં ખુબજ વધારો થવાનો છે. પણ તે માટે આપણે એક ટીમ બનીને કામ કરવું પડશે. આપણે કોઈ એજન્ટ ની વિરૂધ્ધ નહિ પણ સાથે કામ કરવું છે માટે કંપની ખુબજ મોટો ખર્ચ કરીને આવતીકાલે માર્કેટ માં ખુબજ મોટું કેમ્પ્નીંગ કરી રહી છે. તો આપણે આખા અમેરિકા ને કાલે આપણા કસ્ટમર બનાવી દેવા છે. તો આપ સૌ મારી સાથે છો.?
બધાનો એક મોટો અવાજ આવ્યો. YES!!! WE ARE….
બસ તો આપણે થોડું plan કરી દઈએ. બધા નો ફરીથી એક સાથે અવાજ આવ્યો કેવી રીતે???
હું હસી ને clap કરવા લાગી બધા ને પ્રશ્ન થયો. કે કેમ આવું કરે છે.ત્યારે મેં હસી ને કહ્યું કે તમે જે કંપની માં એજન્ટ છો ત્યાં બધા એવું વિચારે છે કે તમારામાં પોલીસી વહેચવાની આવડત ઓછી છે. અને તમે કામ ખુબજ ઓછુ કરો છો. પણ તમારો જુસ્સો જોઇને મને એવું નથી લાગતું.
બધા ના હુતિંગ નો અવાજ આવ્યો. અને બધા મોટે મોટેથી બોલવા લાગ્યા કે અમે કરી ને બતાવી શું. હું એક Gentlemen ની તરફ આંગળી કરી ને કહ્યું કે તમે કેટલી પોલીસી વહેચશો. એમણે ઉભા થઇ ને કહ્યું કે હું ગણી બધી વહેચીશ. હું ફરીથી હસીને બોલી કે ઘણીબધી નહિ ખાલી એટલું કહો કાલે કેટલી? એ થોડા ગુચવાયા અને ચુપ થઇ ગયા. હું એમની સામે જોઈને બોલી કે આવતીકાલે તમે ૧૨ પોલીસી વહેચશો. બધાજ એકબીજા ની સામે જોઈને ચુપ થઇ ગયા.
એક વ્યક્તિ ઉભા થઇ ને બોલ્યા કે મેમ અમે ૧૨ પોલીસી તો વર્ષમાં વહેચીયે છે. હું ફરીથી બોલી કે આવુંજ તો કહે છે મારી કંપની માં કે એજન્ટ ને કામ જ નથી કરવું. માટે જ તો આપણે ભેગા થયા છે. જો વર્ષમાં જ ૧૨ પોલીસી વેહચવી હોત તો શું કામ બોલાવત.
તો મેમ એક દિવસમાં ૧૨ કેવી રીતે પોસીબલ છે.? ત્યારે ફરીથી મારા મુખ પર એક સ્મિત આવી ગયું. અને કીધું કે કંપની જે માર્કેટિંગ માટે જે ખર્ચ કરી રહી છે. તેમાં અધુરી જ વિગત હશે અને તમે તે બાકી ને વિગત આપશો તો તરતજ કસ્ટમર તમારી પાસે થી પોલીસી લઇ જ લેશે.
પણ અમારી પાસે કેમ માંગશે.? અમને ક્યાં શોધશે.? ?
તમે ત્યાં જ હશો. તમારે કસ્ટમરને નહિ એ જ તમને શોધશે. આપણે જુદા જુદા વિસ્તારોને વહેચી લઈએ. અને જે જ્યાંથી આવે છે તે ત્યાં નહિ રહે. એ જુદાજ વિસ્તારમાં જશે. દરેક એજન્ટ પોતાની એક ટીમ બનાવે અને ચોકકસ એરિયા માં વહેચીલે અને જોસેફ ને તે કમ્પ્યુટર માં એન્ટ્રી કરાવી ને જઈ શકે. બહાર તમારા માટે HIGH TEA ની વ્યવસ્થા કરેલી છે અને જરૂરી પોલીસીની માહિતી નું મટીરીયલ પણ છે તમે તે લઇને જજો. મને તમારી પર પૂરો વિશ્વાસ છે કે આતીકાલે તમે તમારી જુદી છબી ઉભી કરશો અને તમે આ બધી જ પોલીસી પર ૫% EXTRA કમીશન મેળવશો. પરંતુ માત્ર ને માત્ર કાલના દિવસ પુરતું. ALL THE BEST. એટલું બોલી ને હું સેમીનાર હોલની બહાર આવી ગઈ. જોરદાર clap થતી હતી ઓફીસમાં દરેક સભ્યને સંભળતી હતી. માર્કેટિંગ ટીમને ફરીથી ઓફીસમાં બોલાવી ને updates લીધા. પરંતુ અત્યારે ટીમનો માહોલ જુદોજ હતો તે દરેક એમજ કેહતા હતા મેમ બધુજ થઇ જશે કોઈ પણ તકલીફ નહિ પડે.
રૂબી આવી મેમ તમે કોફી લેશો? હું હવે થોડો થાક અનુભતી હતી પણ મારી જિંદગીનો યાદગાર દિવસ બનાવતી હતી તો થાકી જવું એ મને પોસાય તેમ ન હતું. હા રૂબી. Ya please Black Coffee Without sugar.
રૂબી થોડી સહજતાથી પૂછ્યું મેમ તમારી ઘરે કોણ કોણ છે? એ એવા ટોપિક વિષે પૂછી ને ફરીથી મને માનસિક રીતે Disrtub કરે તેમ હતું. સવારેથી રૂબી બીજી વ્યક્તિ હતી જેણે મને મારા ફેમિલી વિષે પૂછ્યું. હું રૂબી ને વાત ને ટાળતા બોલી કે મને જોસેફે જે લીસ્ટ તૈયાર કર્યું છે તેની પ્રિન્ટ આઉટ આપ. મારે કોણ ક્યાં ક્યાં જવાના છે. અને આપણા હોડીગ ની place મેચ થાય છે કે નહિ મારે તે ચેક કરવું છે. થોડી વાર પછી રૂબી મને પ્રિન્ટ આપવા આવી કદાચ એના પ્રશ્નને હું અવોઇડ કરું છું એ તેને સમજાય ગયું હતું. લીસ્ટ ચેક કરતાં ૧૨ વ્યક્તિઓ ને કોલ કરવાની જરૂર હતી. રૂબીએ કહ્યું મેમ હું ફોન કરી દઈશ. પણ હું એવું નહતી ઇચ્છતી માટે એવું કીધું કે જો હેલ્પ કરવી હોય તો મને નંબર ડાયલ કરીને આપ. ૧૨ એજન્ટ સાથે વાત કરી ને હું ઓફીસ થી ઘરે જવા નીકળતી હતી અને Chair Person નો મારા સેલફોન પર ફોન આવ્યો અને બોસ ખાલી એટલું જ બોલ્યા Very Good Lembo. I really appreciate your Efforts. All the Best For Tomorrow. And Call me anytime if required any help. I just replied thank you so much sir. Sure if needed I will. Thanks again.
હું રૂબી ને કહી ને નીકળી આવતી કાલે સ્ટાફ ને કહજે કે ટાઈમ પર આવી જાય. રૂબી બોલી ઓક મેમ
પાર્કિગમાં પહોચી. ડ્રાઈવર કાર લઈને આવી ગયો. નોર્મલી હું ઘરે મોળી જ જતી પરંતુ આજે ૨ વ્યક્તિઓ મને અંદર થી હલાવી દીધી હતી. કારમાં બેઠી પણ મારું ધ્યાન સહેજ પણ રોડ, કે ડ્રાઈવર પર હતું જ નહિ કેમ કે હું ભૂતકાળની વાતો માં સરી પાડી હતી. હું મારા સ્કુલના દિવસો યાદ કરતી હતી જેમાં હું ખુબજ શરમાતી અને છોકરાઓ થી ખૂબજ ગભરાતી. પપ્પા મને.... ડ્રાઈવરનો અવાજ આવ્યો મેમ ઘરે આવી ગયુ છે આવતીકાલે મોર્નિંગ માં કેટલા વાગ્યે આવું? કોલ કરીશ કલાક પેહલા. હું થોડી ડીસ્ટર્બ થઈ માટે અવાજ માં ચીડચીડ્યા પણું હતું. ઓક મેમ ગુડ નાઈટ.
હું ઘરમાં જઈને શેફને કહ્યું કે મારી સાંજે જમવાની ઈચ્છા નથી એટલે તમે જાઓ.ઘરે જેટલા પણ સર્વન્ટ હતા બધાને કહી દીધું કે ૧૦ મિનીટ માં કામ પતાવી ને તમારા કવોટરસમાં જતા રહે. બધા જ ચુપચાપ એમનું કામ પતાવી ને ધીરે ધીરે ગૂડ નાઈટ કહી ને જવા માંડ્યા. હું મારા રૂમ માં ફ્રેશ થવા ગઈ. મારા ઘરે એક ઇન્ડીયન માયા માસી રહે છે જે ઘરની બધીજ બાબતો નું ધ્યાન રાખે છે. એમનો દીકરો અહિયાં અમેરિકામાં જ છે પણ એ એમને નથી રાખતો માટે હું એમને મારી સાથે રાખું છું. એમને કદાચ સમજાય ગયું છે કે હું અંદરથી આજે ખુબજ તૂટી ગઈ છું. એટલે મારા રૂમમાં અવતા ની સાથે જ બોલી પડ્યા બેટા રૂચી હું તારા માટે કાઈ બનાવી લાઉં. હું બાથરૂમમાં થી જ બોલી બહુ થાકી છું માટે મારે કઈ પણ નથી ખાઉ.
હું ફ્રેશ થઇ ને બેડ પર બેઠી. મારું ફેવરેટ સ્લો મ્યુસિક ચાલુ કર્યું. અને પ્રેસ કોન્ફરન્સ ના પેલા માણસના શબ્દો મારા કાન માં ગુંજી ઉઠ્યા. રૂબી પણ પૂછતી હતી કે તમારી ઘરે કોણ કોણ છે મેમ. શું કહું લોકોને કે
खुदके ही लोको ने भरोषा तोडा हे. गेरो से क्या सिकवा करे,
आजभी हम रोते हे, हम लोगोको सहारा खोके...
હું સ્કુલે થી ઘરે આવતી તો પપ્પા મને હોમવર્ક કરવાજ ના દેતા એવું કેહતા કે બેટા આખો દિવસ ભણભણ ના કરવાનું હોય ચાલ અપને કેરમ રમીએ. મને વિડીયો ગેમ બહુજ ગમતી તો એ પણ મારી સાથે રમતા. અને અમે ખુબજ મજા કરતા; મમ્મી પપ્પાને બોલે પણ ખરી કે તમે છોકરીને બગાડો છો. અને પપ્પા કહેતા એને એની ઈચ્છા મુજબ જીવતા શીખવાડું છું. એતો આપણી બીકે હોમવર્ક કરે છે હે ને બેટા. અને હું મોટેથી બોલી પડતી હા પપ્પા. પપ્પા high five માટે હાથ ધરતા અને હું જોર થી તાલી પાડી દેતી. અને મમ્મી બહુજ ગુસ્સે થતી અમને ખુબજ મઝા આવતી. આમજ મારા તો સારા દિવસો પસાર થતા હતા. હું ધોરણ ૧૨ માં હતી પપ્પા મને ખુબજ હેલ્પ કરતા જયારે રાત્રે મોડા સુધી વાંચતી ત્યારે EXAM માં પણ પપ્પા સ્કુલ ની બહાર મારી રાહ જોતા. અને રીઝલ્ટને દિવસે તો પપ્પાએ આખું ફળીયું ભેગું કર્યું હતું કેમ કે મારા ૮૭.૮૯% આવ્યા હતા. અને મારે B.Com કરવું હતું પણ પપ્પા ની ઈચ્છા BBA કરવાની હતી અને હું BBA ભણવા તૈયાર થઇ ગઈ. મારું બેસ્ટ કોલેજ માં એડમીશન થઇ ગયું. હું કોલેજ માં જવાની હતી એના પહેલા દિવસે પપ્પા એ ખુબજ સારી રીતે મને સમજાવ્યું હતું કે બેટા કોલેજ માં જુદા જુદા પ્રકારના વ્યક્તિઓ હોય છે તો તારે એ બધાથી સાચવાનું. હું પપ્પા ને hug કરીને બોલી આ બધું ના કહેશો.
કોલેજ ના પેહલા જ દિવસે રેગીંગ નો હું ભોગ બની ગઈ. કોલેજ માં જતાજ એક Young પ્રોફેસરે મને બોલાવી અને કહ્યું કે તમારું ID મને આપીને જાઉ કોલેજ પતે એટલે તમે મારી પાસે થી લઇ લેજો. અને હું ક્લાસમાં ગઈ થોડીવાર માં ID માંગવામાં આવ્યું. મારી પાસે તો નહતું એટલે કીધું કે હું એક પ્રોફેસરને આપ્યું છે કોલેજ પતે એટલે લેવા જવાનું છે. મને ક્લાસની બહાર કાઢી મૂકી. હું ક્લાસ ની બહાર ઉભી હતી અને તેજ પ્રોફેસર આવ્યા. અને કીધું કે મારી સાથે આવો. એ બીજા મારા જેવા ફ્રેશર પણ હતા. ત્યારે ખબર પડી તેનું નામ દેવ હતું. એ ખુબજ હેન્ડસમ હતો. મને જયારે ખબર પડી કે તે MBA કરે છે. હું ખબર નહિ પણ ખૂબજ ખુશ થઇ ગઈ. અમે રોજ કેન્ટીન માં મળીયે અને તે પણ મને એમ જ કહે ID આપો. અને એક દિવસ અમે બધાજ ફ્રેન્ડ મુવી જોવા જતા હતા અને પપ્પાનો એક ફ્રેન્ડ મને જોઈ ગયો. ખબર નથી કે એણે પપ્પા ને જઈને શું કહ્યું.
હું ઘરે આવી તો પપ્પાએ એક જ વાક્ય કીધું હતું મેં તને સાચવાનું કહ્યું હતું. હું થોડી આશ્ચર્ય થઈ ને મેં કહ્યું શું સાચવાનું? પપ્પા કઈ પણ બોલ્યા વગર મને એક લાફો મારી દીધો. મમ્મી બોલી કે શું કરો છો તમે. પપ્પા મમ્મી પર પણ ગુસ્સે થઇ ને બોલ્યા ચુપ રહેજે તું.
પપ્પા રૂમની બહાર જતા રહયા અને થોડી વાર પછી મમ્મી પર કોલ આવ્યો કે પપ્પા રાત્રે ઘરે નહિ આવે. એ બહાર ગયા છે. હું રૂમમાં ચુપચાપ બેઠી હતી. મમ્મી ને સમજાવતી હતી કે મેં કોઈ પણ ભૂલ નથી કરી. મમ્મી બોલી મને તારી પર પુરેપુરો વિશ્વાસ છે પણ. તારા પપ્પા ... શું પપ્પા.! ચુપ ચાપ સુઈ જ તું.
વિચારતા વિચારતા સુઈ ગઈ કે મેં એવી શું ભૂલ કરી? પપ્પા નો કોલ મમ્મી પર આવ્યો કે રૂચી કોલેજ નહિ જાય. એટલે મમ્મી એ મને ૯.૦૦ વાગે ઉઠાડી. જેવી હું પલંગ માંથી ઉતરું પપ્પા મારા રૂમ માં આવ્યા અને બોલ્યા તારે ૨૦ મિનીટ માં તૈયાર થઇ ને નીચે આવાનું છે. હું ચુપચાપ સાંભળ્યા કરતી હતી. મમ્મી રૂમમાં આવીને પપ્પાને કહ્યું કે હું આવું છું તેણે તૈયાર કરીને. હું મમ્મી ને પૂછું છું કે શું છે આ બધું. મમ્મી ખાલી એટલુજ બોલી કે છોકરાવાળા જોવા આવે છે તને. શું છોકરાવાળા? કોના માટે? મમ્મી હજી તો મારે ભણવાનું બાકી છે. મમ્મી ની આંખમાં આંસુ હતા પણ તે મને તૈયાર થવા માટે હાથ જોડતી હતી. એટલે હું ચુપચાપ તૈયાર થઇ ને નીચે પહોચી. મને જે જોવા આવ્યા તે છોકરો નહિ પણ મારાથી ડબલ ઉમર નો વ્યક્તિ હતો. એમને હું પસંદ પડી ગઈ, પપ્પાએ મને પુછવાની પણ તસ્દી ના લીધી ૩ દિવસ પછી મારા લગ્ન એક મંદિર માં કરવાના હતા. એ ત્રણ દિવસ હું પપ્પા ને પગે પડી ને આજીજી કરતી હતી કે મારી કોઈ ભૂલ થઇ ગઈ હોય તો મને માફ કરીદો. પપ્પા મને લગ્ન નથી કરવા પણ પપ્પા ના દિમાગ માં શું ચાલતું હતું ખબર નહિ. મમ્મીએ પણ પપ્પા ને ખૂબજ મનવાનો પ્રયત્ન કર્યો પણ તે કોઈ નું સાંભળવા તૈયાર જ નહતા.
૩ દિવસ પછી ખબર પડી કે મારા લગ્ન અમેરિકા માં કરવામાં આવ્યા છે અને ૨૫ દિવસ પછી કાયમ માટે મને અમેરિકા મોક્લી દેવામાં આવશે. મારા લગ્ન વસંત શેઠ સાથે કરવામાં આવ્યા. તેની પાસે ખુબજ રૂપિયા હતા અને ગ્રીન કાર્ડ પણ હતું. હું જીવતી લાશ બની ગઈ. વસંતને મારી સાથે કોઈ ખાસ લગાવ ન હતો એને એના મમ્મીપપ્પા ની જીદ પૂરી કરવા આવ્યો હતો. એ ૭ દિવસ માં અમેરિકા જતો રહ્યો અને હું પછી ૧૫ દિવસ માં હું પણ અમેરિકા આવી ગઈ. પણ અમારા બંને વચ્ચે કાઈ પણ સમાન નહતું. થોડા દિવસ પછી ખબર પડીકે અમેરિકા માં એનું કોઈ ની સાથે લફરું હતું તે બાબતે મારો એની સાથે ઝગડો થતા.એ વચ્ચે મમ્મીનો ફોન આવતો હતો પપ્પાએ મારી સાથે વાત જ નથી કરી અમેરિકા આવી ત્યારે પણ નહિ. પણ મારા અને વસંત વચ્ચે દિવસે દિવસે ઝગડા વધતા જતા હતા.
એક દિવસ એવો આવ્યો કે અને મને ઘરમાંથી બહાર સમાન સાથે કાઢી મૂકી. બસ સ્ટોપ પર જઈને હું ખુબજ રડી. ત્યાં મને માયામાસી મળ્યા હતા એમણે મને સમજાવ્યું હતું કે આવી પરિસ્થિતિ માં શું કરવું જોઈએ.
ત્યારબાદ હું શેલ્ટર હાઉસ માં ગઈ અને ત્યાંથી વસંતસાથે ના સંબંધ ને તોડવા માટે હું કોર્ટમાં કેસ કર્યો.
ફોન ની રીંગવાગી ટાઈમ જોયો તો રાતના ૧૨ વાગ્યા. માર્કેટિંગ મેનેજરનો કોલ હતો એવું કેહવા ફોન આવ્યો કે બધુજ કામ પૂરું થયું છે. અને તેઓ પોતે જઈને જોઈ આવ્યા છે. હું થોડી વધારે જ disturb હતી માટે હું ઓક જ બોલી શકી. ગૂડ નાઈટમેમ કહી ને ફોન મુક્યો.
વસંતે મને ડિવોર્સ આપ્યો અને સાથે થોડા રૂપિયા પણ આપ્યા જેથી અહિયાં મેં મારું ભણતર પૂરું કર્યું. આ બધા ની જાણ પપ્પા ને તથા મમ્મી કહેતી હતી કે પપ્પા તારી સાથે વાત કરવા માંગે છે પણ હું હમેશા ના જ પાડતી ઘણીવાર પપ્પા જાતે પણ ફોન કરતા પણ જેવો પપ્પાનો અવાજ સંભળાતો, પણ હું ફોન કટ કરી દેતી. મમ્મી ઘણીવાર કેહતી કે પપ્પા એમના દરકે નિર્ણયથી ખુબજ પસ્તાય છે પણ હું એવું જ કેહતી કે એમના પસ્તાવાથી મારી જીંદગી ક્યાં બદલાવાની છે. મમ્મી પણ ખુબજ રડતી મારી સામે પણ હું એમ જ કહી દેતી કે મમ્મી રડવું હોય તો ફોન ના કરીશ.
માયામાસી ની બુમ સાંભળી બેટા રૂચી બહુ મોડુ થઇ ગયું છે મને ખબર છે કે તું જાગે છે. દીકરા સુઈજા હવે કાલે ઓફિસે પણ જવાનું છેને. હા માસી સુઈ જ જાઉ છું. તમે પણ હવે સુઈ જાઓ. સારું બેટા. કહી ને માયામાસી જતા રહયા. વિચારું છું કે કેવી છે મારી જીંદગી આલીશાન મકાનમાં બીકની પેહરી ને પોતાના જ રૂમ માં એકલી પડી છું. ઘણીવાર વિચાર આવે છે કે કોઈ ની સાથે સંબંધ બાંધી લઉ, પોતાના શરીરને જેપણ ઈચ્છા છે એ સંતોષી જ શકું છુ પણ, પપ્પાની કીધેલી વાત આજે પણ યાદ છે. એજ વિચારતા વિચારતા સુઈ ગઈ.
સવારે ૬.૩૦ વાગ્યે માયામાંસીએ મને બુમ પાડી કે બેટા રૂચી સવારથઇ ગઈ છે ઓફીસ જવાનું છે. કે આજે ઘરે જ રહીશ. હા માસી થોડુ જલ્દી જવાનું છે. માટે મારા માટે ગરમ નાસ્તો રેડી કરાવી દો. હું ડ્રાઈવર ને ફોન કરી ને કીધું કે ૮.૩૦ મને લેવા આવી જજો. અને ગઈકાલે માટે સોરી, ડ્રાઈવર બોલી પડ્યો મેમ એમાં શું સોરી. તમે તમારા કામ ના વિચારોમાં હોય તો શું છે. હું તમારો નાનો ભાઈજેવો છું મને ક્યાં સોરી કેહવાની જરૂર છે. thanks કહી ને હું બાથ લેવા જતી રહી. માયામાસી એ મારા માટે ઉતપ્પા અને સંભાર રેડી રાખ્યો હતો. હું બોલીકે આટલો હેવી નાસ્તો કેમ બનાવ્યો. મારી નજીક આવી ને કીધું કે બેટા તુંએ ગઈકાલે આખો દિવસ કશું ખાધું નહિ હોય. કેમ કે જયારે પણ તને ભૂતકાળ વળગે છે ત્યારે તું વર્તમાન માં જીવવાનું ભૂલી જાય છે. પણ વર્તમાન તારી મેહનત થી તું એ વર્તમાન બનાવ્યું છે અને તારું ભૂતકાળ તારું વર્તમાન અને ભવિષ્ય બગાડી શકે તેમ નથી. હા માયામાંસી હું હવે ઠીક બધું. આજે મારી ઓફિસમાં મારા માટે એતિહાસિક દિવસ છે કાતો આજે જીંદગીની ફરીથી શરૂઆત કરવી પડશે અથવા જે જગ્યાએ છું એનાથી પણ વધારે સફળતા હશે. બેટા એમાં બે ઓપ્શન હોય જ નહિ રૂચી જે પણ કરે એ વધારે આગળ વધવાનું જ હોય. માસી આજે મેં જે કર્યું છે. એ ... એટલા માં ગાડી નો હોર્ન વાગ્યો અને માસી બોલી પડ્યા બેટા તારી ગાડી આવી ગઈ. હા માસી હા હું જઈ જ રહી છું. માસી ને પગે લાગતા બોલી માસી આશીર્વાદ આપો કે હું મારા કામ માં સફળ થાવ.
ગાડીમાં બેસ્તાજ હું રૂબી ને ફોન લાગાવ્યો. રૂબી ફોન ઉપાડતા બોલી ગુડ મોર્નીગ મેમ સ્ટાફ આવી ગયો છે. અને બધાજ તમારી રાહ જોઈ રહયા છે. તે બધાજ આજના દિવસને લઈ ને બહુજ આતુર છે. Ya I know, I will be there in few minutes Thanks.
ઓફીસ પર પહોચીને તરત જ કોન્ફરન્સ રૂમ માં સ્ટાફ મીટીંગ બોલાવી અને ૨૦ મિનીટ માં બધા ને ત્યાં હાજર રહેવા કીધું. મારા લેપટોપ માંથી ppt કોપી કરીને રૂબી ને આપતા કહ્યું કે ચેક કરીલો pptને ૨૦ મિનિટમાં સેમીનાર હોલમાં બધાજ હાજર જોઈએ. અને ૨૦ મિનીટ સુધી મને મારા કેબીન માં કોઈ પણ કોલ કે વ્યક્તિ નથી જોઈતી. હું એકલી રહવા માંગું છું. ઓકે મેમ કહી ને રૂબી કેબીન ની બહાર નીકળી ગઈ.
હું ૨૦ મિનીટ પછી સેમીનાર હોલ માં પહોચી ગઈ. અને બધાજ મને રીસ્પેક્ટ આપવા ઉભા થઇ ગયા. હું થોડી ઈમોશનલ થઇ ને બોલી આપ સૌ મારી સ્ટ્રેન્થ છો. આજે હું તમારી સાથે કામ કરવા તથા મદદ માંગવા આવી છું હું આજે તમારા બધાજ વગર અધુરી છું. શું આપ મારી સાથે છો? આજે જે પણ કામ થશે તેમાં આપસૌ તેમાં ૧% ના ભાગીદાર છો. જે વ્યક્તિ ફોન પર જે તે એજન્ટ સાથે વાતચીત કરીને એને guide કરશે તેમને Salary + ૧% કમીશન મળશે. અને તમે ૫૦ પોલીસી પર ૧% અને તેના થી વધારે પોલીસી પર ૨% કમીશન અને ૧૫૦ પોલીસી થી વધારે પર ૩% કમીશન મેળવશો. તો શું આપ સૌ તૈયાર છો?
આખો સ્ટાફ સખત ઉર્જા સાથે બોલી પડ્યો અમે રેડી છે. તો આપ સૌને જુદા જુદા અમેરિકાના એરિયા અને એરિયા ના એજન્ટના નામનું લીસ્ટ આપવામાં આવશે. તમે એમને guide કરતા રહો. અને મને દર એક કલાકનો રિપોર્ટ જોઈશે. જો જરૂર પડે તો મને દરેક બાબતે જાણ કરજો. આપને હવે કામની શરૂઆત કરીએ.
થોડો ગણગણાટ સંભાળ્યો. બધાજ એવું કઈ બોલતા હતા કે આજે તો હું સૌથી વધારે એજન્ટ પાસે કામ લઈશ.ફટફટ બધા કામે લાગ્યા. રૂબી મારી સાથે કેબીનમાં આવી અને કીધું કે સ્ટાફ ના કમીશન બાબતે બીગ બોસને તમે પૂછ્યું? રૂબીને મેં વળતો જવાબ આપતા કહ્યું કે તારે કાલની જેમ ફોન કરવો હોય તો તું કરી શકે છે. હું એમની સાથે Evening માં જ વાત કરીશ. રૂબી ના હાવભાવ બદલાઈ ગયા. અને બોલવા માળી કે મને ..... હું વચ્ચેથી વાત કાપી ને બોલી રૂબી મને કોઈ કામ હશે તો તને બોલાવી દઈશ.
હું ઓફીસ ના કેબીન માં બેસી ને લોકો ને જોતી હતી બધાજ કામમાં વ્યસ્ત હતા.સવારે શરુઆત માં જોરદાર અપેક્ષા છે કે લોકો પોલીસી વિશે જાણવા ખુબજ આતુર હશે. અને ધીમે ધીમે સ્ટાફનો ફોન વ્યસ્ત આવા માંડ્યો. સ્ટાફ વાતો કરતા ખુશ હતા. અને સવારે ૧૦.૩૦ પેહલો રીપોર્ટ આવ્યો. ૫૨ પોલીસી વહેચ્યાનો. પણ મારી આપેક્ષા તો ... એટલા માં ચેર પર્સન નો કોલ આવ્યો. લેમ્બો તમે શું કરી રહયા છો.! હા સર મેં હમણાજ રૂબી ને કહ્યું હતું કે સર જોડે હું Evening માં કોલ કરીને બધીજ વિગતો આપી દઈશ. આમ પણ તે તમને ગઈકાલે જે પ્રમાણે કોલ કર્યો હતો તે પ્રમાણે આજે પણ કોલ કરશે એવું મને ખ્યાલ હતો. તો સર હમણાં હું થોડું કામ કરી લઉ. evening માં રીપોર્ટ આપીશ અને તે પણ તમારે રૂબી ને નહિ પૂછવું પડે સર. બોસ નો ફોન તરત કટ થઇ ગયો. હું બીજા કલાક ના રીપોર્ટ ની રાહ જોતી હતી. થોડી વાર માં બીજો રીપોર્ટ આવ્યો જેમાં ૫૫૭ પોલીસી વહેચા ગઈ હતી last year પ્રમાણે ૧ મહિના નું સેલ્સ ૨ કલાક માં પૂરું થયું છે તે બાબત ને લઇ ને હું ખુશ હતી પણ આ એતિહાસિક મને લાગ્યું નહિ પરતું. હું એજન્ટને કોલ કરવા માટે જાતે જ લોકો ફોન કરતા હતા હું ત્યાં આવી ગઈ. અને ડાયરેક્ટ હું પોલીસી ની ઇન્ફોર્મેશન આપવા માડી. અને આખો સ્ટાફ સખત મહેનત કરી રહયા હતા. લંચ સુધી ના સમય સુધી માં ૨૨૩૪ પોલીસી વહેચાય હતી. પરંતુ મારી અપેક્ષા થી થોડું ઓછુ હતું. લંચ માટે સ્ટાફને જવાની વાત કરી પણ સ્ટાફ એક પછી એક જશે એવી રીતે કામ પણ ચાલુ રહે અને અમેરિકા જયારે લંચ માટે નીકળે તો એજન્ટ સાથે વાત કરે અને ઓફીસમાં વાત કરવાની જરૂર પડે તો સ્ટાફ હોય. અને evening ની હવે રાહ જોતી હતી. હું લંચ પછી મારા કેબીન માં હતી
રૂબી પૂછવા આવી કે મેમ ૨ hours ના રીપોર્ટ ભેગા થયા છે. તમે જોયા નથી. તો તમે એક વાર જોઈ લો. મારો જવાબ હતો હવે મને ૮.૦૦ વાગ્યા નો રિપોર્ટ આપજો. અને ત્યાં સુધી મને રીપોર્ટ ની જરૂર નથી. પણ મેમ.... રૂબી મારી સુચના પ્રમાણે થાય એવું મને ગમે છે. તો Please Follow My Instruction. And Don’t disturb me again and again.
ઓફીસમાં હતી અને મમ્મી નો કોલ આવ્યો આમ તો હું મમ્મીને ના પાડું છું મને ઓફીસ ના સમયે ફોન કરવો નહિ. તરતજ ફોન કટ કર્યો. પણ મમ્મી નો ફોન ફરીથી આવ્યો. એટલે થોડું ચિડાયને ફોન ઉપાડ્યો. અને મમ્મી કાઈ પણ બોલે તે પહેલા જ હું વર્ષી પાડી. તને ખબર છે કે હું ઓફીસ માં છું તો શું કામ ફોન કરે છે. એટલે તો ફોન કટ કર્યો હતો. મમ્મી કાઈ પણ બોલી નહિ ખાલી રડવાનો જ અવાજ આવ્યો. એટલે મારો અવાજ થોડો સોફ્ટ થયો અને બોલી કે શું થયું.? પપ્પા ની હાલત ખુબજ ખરાબ છે એમની આખરી ઇચ્છા તારી સાથે વાત કરવી છે. પણ હું એટલુજ બોલી શકી. સારું હું વાત કરીશ પણ Evening માં કોલ કરું તો ચાલશે? મમ્મીએ હમમમ બોલીને ફોન કાપ્યો.
હું હવે ઓફીસના Update લેવા એક આટો મારી ને આવી પણ બધા ખુશ હતા અને બધા મને Thumps Up સાઈન બતાવી ને મને ફીડબેક આપતા હોય તેમ મને જવાબ આપી રહયા હતા. હું ઓફીસ માં આજે કોફી પર કોફી પીતી હતી. અને ૮.૦૦ વાગ્યા ની રાહ જોતી હતી.
હું મમ્મી ના ફોન વિષે વિચારતી હતી કે પપ્પા ને એવું શું થયું હશે વગેરે અને એટલા માં રૂબી નોક કરી ને આવી અને કહે છે કે મેમ આખો સ્ટાફ તમને મળવા માંગે છે. હું કેબીન ની બહાર આવી આખો સ્ટાફ પોતાની ખુરશી પર થી ઉભા થઇને ક્લેપ કરતા ચીયર કરતા હતા અને સ્ટાફ ઓફીસમાં થી ઘરે જવાનો સમયથી ૯૦ મિનીટ પાછળ હતા તો પણ બધાજ ફ્રેશ હોય તેમ કામ કરવા તત્પર હતા. મને માત્ર એક આંકડો સાંભળવો હતો. ત્યારે રૂબી મોટેથી બોલી મેમ. We are making a History 67888 policy are sold. Still Agent are on Duty. And Number are keep moving. હું બધાને સારું કામ કરવા બદલ આભાર વ્યક્ત કરી ને મારા કેબીનમાં આવી ગઈ અને બોસ ને ફોન કર્યો. બોસ બોલી પડ્યા કે લેમ્બો હું તને જ કોલ કરતો હતો. Very Good, You Are making History. How? Thank You સર, હું ઓફીસ થી ઘરે જઈ રહી છું અને આવતી કાલે સર વાત કરીએ. મારે ઘરે જવું પડે તેમ છે. સર બોલ્યા હા હા કેમ નહિ.
હું ઘરે આવી ગઈ અને ફ્રેશ થઈ ને રૂમ માં પહોચીને માયામાંસી મને કેહવા આવ્યા કે બેટા તારા માટે જમવાનું પીરસી દઉ. હું વિચારો માં જ ખોવાયેલ હતી થોડી વાર પછી. એમ કહી ને હું રૂમ ની બહાર નીકળી અને મમ્મી ને કોલ કર્યો. મમ્મીએ જ ફોન ઉપાડ્યો બોલ મમ્મી શું થયું. એટલે મમ્મી રડતા રડતા બોલી કે તારા પપ્પા ની તબિયત ખુબજ ખરાબ છે અમને લીવર ખરાબ થઇ ગયું છે કેમ કે તારા વાત ન કરવામાં તે રોજ ને રોજ જુદો જુદો નશો કરતા હતા એના લીધે ૧૦ વર્ષથી આવું તે રોજ કરતાં હતા. રોજ હું તને ફોન કરતી હતી પણ એ ફોન પપ્પા જ લગાવી આપતા હતા. અને હવે હોસ્પિટલમાં એવું કીધું છે કે જેને બોલવા હોય તેમને બોલાવી લો. હવે એમની પાસે બહુ સમય નથી. તું એક વાર વાત કરીશ તો એમણે જે ભૂલ કરી છે તેની તે માફી શકે, એવું એ હમેશા કેહતા અને રોજ તારા રૂમ માં બેસી ને તારા પપ્પા રોજ રડતા અને તે દિવસો ને યાદ કરી ને તે સુઈ નહતા શકતા માટે તે નશા તરફ વળ્યા. તું એકવાર વાત કરીલે.
હેલો પપ્પા નો અવાજ આવ્યો. હું પણ હેલ્લો બોલી. પપ્પા રડતા રડતા બોલ્યા બેટા મને માફ કરી દે. હું તારો ગુનેગાર છુ. મને લોકો પર વિશ્વાસ હતો પણ તારી પર નહિ હું મારા ફાલતું મિત્ર ની વાત સંભાળી ને તારી પર ગુસ્સે થયો અને તારી ભણવાની ઉમરે મેં તારા લગ્ન કરાવ્યા અને તે પણ ખોટા વ્યક્તિ સાથે. Please બેટા તું મને માફ કરી દે. હું તારા સમયને પાછો નથી લાવી શકવાનો. પણ એકવાર તું મને માફ કરી દઈશ તો હું શાંતિથી મરી શકીશ. હું પહેલી વખત વાત સાંભળતા રડી પડી અને બોલી પપ્પા હું કઈ પણ ગુસ્સે નથી અને તમારે મારી માફી માંગવા ની જરૂર નથી અને તમને કશું પણ થવાનું નથી તમે અહીયા આવી જાવ સારા ડૉ. ને આપણે બતાવીશું. પપ્પા હસતા બોલ્યા બેટા મારી પાસે દવા કરવાના પૈસા નથી ને તું અમેરિકા ની વાત કરે છે?
કેમ પપ્પા આવી વાત કરો છો! હું તમારી દીકરી નથી. હું તમારી દવા કરાવીશ. તમે જરા પણ ચિંતાના કરો મમ્મી ને ફોન આપો. હેલ્લો મમ્મી મને ત્યાંના ડોક્ટર સાથે વાત કરાવો. હું એમની સાથે વાત કરીશ. બેટા અહિયાં હમણાં ડોક્ટર નથી આવે એટલે તારી વાત કરાવું છું. કહી ને મમ્મી મનોમન ખુબજ ખુશ હતી. હું રૂમમાં જ બેઠી હતી અને બોસ નો ફોન આવ્યો. આપણે ૧૦૦૦૦૦ પોલીસી થી ૧૨ પોલીસી દુર છે. અને આજ થી લેમ્બો તમારી સેલરી ડબલ કરું છું. આજે કંપનીને તમારી હિમત અને બુદ્ધિ થી ખુબજ ફાયદો થયો છે. અને ઇતિહાસ માં એકજ દિવસ માં આટલી પોલીસી વહેચવાનો રેકોર્ડ કોઈ તોડી નહિ શકે. thanks બોસ કહી ને હું એ ફોન મુક્યો.
માયામાસી ને રૂમમાં બોલાવ્યા અને તેમને ગળેલાગી ને ખુબજ રડી. માયામાસી ખુશ હતા કેમ કે મેં પપ્પા સાથે વાત કરી હતી. અને ઓફીસ માંથી પણ સેલરી ની જાણ એમને હતી.
આ બે દિવસ ખુબજ ટેન્શનવાળા હતા.....
૧૦ દિવસ પાછી.
પપ્પાને અહિયાં અમેરિકા બોલાવી દીધા હતા અને પપ્પા ની દવા નો ખર્ચ પણ કંપની જ ચુકવાની છે. ડોકટરોનું પણ એવુજ માનવું છે કે હવે પપ્પા ને થોડા દિવસ માં બધું સારું થઇ જશે. ઓફીસ નો સ્ટાફ હવે રોજ ૮૦૦૦ પોલીસી વહેચતું થઇ ગયું છે. અને એજન્ટ પણ હવે ખુબજ સારું કામ કરે છે.
જિંદગી જયારે પણ તમને ચુનોતી આપે ત્યારે એના ગર્ભમાં તમારી પ્રગતિ જ છુપાયેલી હશે તો જિંદગી ની ચુનોતીઓ ને સ્વીકારો તમારી સફળતા તમારા કરેલા સંઘર્ષ નો હિસાબ હશે.
Bimal Thakkar
Email:Bimalthakkar86@gmail.com
Mobile No: 91 9825823353
(Managing Director of Theta One School Of Science & Founder of Human Wings & CEO of VIPO)