Imagination world Secret of the Megical biography - 2 in Gujarati Adventure Stories by Kuldeep Sompura books and stories PDF | કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય - ૨

Featured Books
Categories
Share

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય - ૨

અધ્યાય-2 "અનાથ આશ્રમ "

આ વાર્તા અર્થ ની છે.શારદા નગર માં રહેતો એક દસમા ધોરણ નો છોકરો ,એક અનાથ છોકરો ,એક મન મોજીલો છોકરો. તેને કલ્પના બહુ ગમે છે હું જાણું છુ તમારા મન માં કલ્પના એક છોકરી છે પણ એવું નથી કલ્પના એટલે તેની પોતાની વિચારશ્રેણી તેના પોતાના સ્વપન તે જગ્યા અને ગમે તે સમય પર રચી શકે એક કલ્પના જ હતી જ્યાં તેને કોઈ દુઃખી થવાની સંભાવના દેખાઈ નહોતી. તેનું માનવું હતું કે ત્યાં તેને પોતાના માતાપિતા મળી જશે તેને વાસ્તવિકતા ગમતી પણ તેનું માનવું હતું કે વાસ્તવિકતા બસ દુઃખજ આપે છે. તેને ખબર પણ નહતી કે તેના માતા પિતા કોણ છે,પણ એક વખત તેના અનાથ આશ્રમ ના એક તેના થી મોટા છોકરા એ રમત માં કહયું કે “તને તો કોઈ શાક વેચવાની ટોપલી માં મૂકીને ગયું હતું અનાથ આશ્રમ ના દરવાજે” આ સાંભળી ને તેને ખુબ દુઃખ થયું ત્યારબાદ ઘણી વખત તેને થતું કે યાર આ વાસ્ત્તવિકતા બહુજ હરામી છે તેને ક્યારેય બે ઘડી સુખ પણ નશીબ નથી થવા દીધું કે નથી અત્યાર સુધી ની જીંદગી માં કંઈ મોટું સુખ ભોગવ્યું.તે કેટલીક વાર દુઃખી થઈને રડી પડતો.પહેલા તેને તેવી આશા રહેતી કે કોઈ આવશે અને તેને પણ પોતાનું સંતાન સ્વીકારી લઈ જશે પણ હવે તો તે પણ થોડું અશક્ય લાગતું કારણકે સૌ નાના બાળકો ને પોતાનું સંતાન સ્વીકાર કરવું વધારે પસંદ કરે છે છતાં પણ તેને એક એવી આશા હતી કે તેને એકવાર કાલ્પનિક દુનિયા માં જવું છે અને બસ પછી ત્યાંજ રહેવું છે અને ત્યાંજ ભણવું છે. કદાચ ત્યાં તેના માતાપિતા ને મળશે ત્યારે તેને કંઈક પ્રશ્નો પૂછશે કે જો તેને રાખવો જ ન હતો તો પછી આ દુનિયા માં જન્મ કેમ આપ્યો.તેણે સાંભળ્યું હતું કે કોઈ કાલ્પનિકતાની દુનિયા માંથી કોઈદૂત આવે છે અને જેને સાચેજ તે દુનિયા માં જવાની જંખના હોય તેને જ લઈ જાય છે.પણ હવે તેને આ બધું વાર્તા જેવું લાગતું કારણકે તે 15 વર્ષ નો થઈ ગયો હતો ના કોઈ દૂત આવ્યું ના અહીં વાસ્તવિક દુનિયાના રચયિતા એ સાથ આપ્યો.

તેને પુસ્તક વાંચવા નો ખુબ શોખ છે. પોતે અનાથ છે તેથી તે પુસ્તક નેજ પોતાના ગુરુ માને છે.તેની વિચારશ્રેણી મુજબ પુસ્તક તેને ઘણું આપ્યું છે. તે વાત સાચી પણ છે ઉપરાંત તે વાંચેલી બુક ને પણ ક્યારેય વેંચતો નથી તેનું વિભિન્ન અંગ હોય તેમ સાચવે છે નાછૂટકે તેને દેવી પડે તો ઠીક છે પણ બને ત્યાં સુધી તો તે તેના વિચારો માં કાયમ રહેતો. ટૂંક માં કહીયે તો પુસ્તક તેના માતા પિતા પણ છે તેના ગુરુ પણ છે .તેની પ્રેમિકા પણ છે.
તો આ હતો અર્થ હવે વાર્તા ને વર્તમાન માં લાવીએ..તો આર્યન અત્યારે તો ગાઢ નિદ્રા માં સૂતો છે.અત્યારે ઉનાળો ચાલી રહ્યો હતો અને ગરમી બહુજ વધી રહી હતી વળી આજે તો અનાથઆશ્રમના જમવામાં કેરી નો રસ હતો.તો આજે ભરપેટ જમી ને ગાઢનિદ્રા માં સૂતો હતો.ત્યાંજ પાછળ થી એક તેના મિત્રએ લાત મારી.અર્થ ઉઠ જલ્દી અમે જઈએ છીએ બુક ખરીદવા આ સાંભળીને તે સફાળો બેઠો થયો અને જોર થી બોલ્યો ઉભો રહે લાત ના માર વાગે છે. હું પણ તમારી સાથે આવું છું. તે લાત તેના મિત્રો આ પ્રેમ થી મારી હતી જેમ કોઈ દોસ્ત બીજા દોસ્ત ને મારે છે. તે દોડી ને મોં ધોવા ગયો મોઢું ધોવી ને અરીસા માં જુવે છે અને માથા ના વાળ સરખા કરે છે.આમતો અર્થ દેખાવે સામાન્ય હતો તે કપડાં પણ સામાન્ય જે અનાથ આશ્રમમાં થી આપવામાં આવતા તે પહેરતો.તે દોડી ને બહાર ગયો અને જોર થી બુમ મારી “બબલુ ક્યાં છે તું,હું પણ આવું છું.”,બાજુ ની રૂમ માંથી બબલૂ બોલ્યો “તૈયાર થઈ ગયો અર્થ”.અર્થે હકાર માં જવાબ આપ્યો બબલૂ તેના રૂમ ની બહાર આવ્યો.તે હતો બબલુ નામ તો બાલચંદ્ર હતું પણ બધા બબલૂ જ કહેતા.બબલુ પણ અર્થ ની જેમ અનાથ જ હતો તે અર્થ નો ખાસ મિત્ર હતો. તે જાણતો હતો કે અર્થ કલ્પનાપ્રેમી છે અને તેથીજ તે તેના મિત્ર હોવાના નાતે તેની ભાવનાઓ ની કદર હતી.તે જાણતો હતો કે અર્થ ને તેના માતાપિતાને મળવું છે.તે તેની ભાવનાઓ વધુ સારી રીતે સમજી શકતો કારણકે તે પણ અનાથજ હતો.તે જાણતો હતો કે અનાથ હોવું શું છે.અર્થ ની એક અતિમહત્વ ની ઇચ્છા હતી કે તે કલ્પનાઓની અંદર જાય અને ત્યાં પોતાના માતાપિતા ને મળે અને ભગવાન તેની ઈચ્છા પૂરી કરશે તેનો વિશ્વાસ બબલુ ને પણ હતો કારણકે ભગવાન માટે તો કંઈજ અશકય નથી.બબલુ અને અર્થ આમતો 15 વર્ષ ના હતા અને હજી કાચી દુનિયા જોયેલી હતી અને ખૂબ ભોળા હતા ક્યારેય કોઈનું દુઃખ કે કોઈનું ખરાબ જોઈ શકતા ન હતા.માતપિતા ના હતા પણ સંસ્કાર અને બુદ્ધિ અને ભોળાપણું એવું હતું કે ભગવાન ને પણ તેમની પાસે આવીને પાંચ દશ મિનિટ બેસી વાતો કરવાનું મન થાય અને તેમને જોઈતું વરદાન આપી દે વગર જ તપ કર્યે. આ બધાજ સંસ્કાર ગુણ અને ભોળપણ સારું જ્ઞાન બધુજ બુક ની દેન હતું.
તે જે કંઈ પણ શીખ્યા હતા તે સર્વે ચોપડી માંથી જ શીખ્યા હતા.
બબલૂ બહાર આવીને અર્થ સાથે ચાલવા લાગ્યો અને બંને તેમના આશ્રમ ની બહાર ઝાડ ની નીચે એક બાંકડા ઉપર બેઠા હતા અને બસ ની રાહ જોઇ રહ્યા હતા.બંને વાતો કરી રહ્યા હતા કે દશમાં નું પરિણામ આવતા બહુજ વાર લાગશે તો ત્યાં સુધી પોતે શું કરશે.અર્થે કીધું મારે તો ખૂબ બધી વાર્તા ની બુક વાંચવાનો પ્લાન છે.બંને વાતો કરતા હતા કે આપણે ત્રણ-ત્રણ ચોપડી લઈશું પછી એકબીજા વાંચીને અદલાબદલી કરી દઈશું.બબલુ એ વાતમાં સહમતી દર્શાવી.
બંને વાતો કરતા હતા ત્યાંજ બસ આવી અને તેઓ બસ માં બેસી ગયા.ટિકિટ લીધી બાદ બંને બારી માંથી વાહનો તથા માણસો નો આવરો જાવરો તથા માણસો ની ભીડ જોઈ રહ્યા હતા.વાહનો નો ટ્રાફિક પણ બહુ હતો બસ વારંવાર ઉભી રહેતી હતી અને જગ્યા મળતા ફરી ચાલવા લાગતી સુરજ હજી આથમ્યો ના હતો પણ તૈયારી હોય તેવું લાગતું હતું વાતાવરણ કેસરી થઈ ગયું હતું અને એક પુલ પરથી બસ જતા નીચેની નદી ના પાણી માં સુર્ય નો પડછાયો પડતો હતો અને તેનાથી આજુબાજુ સર્વે કેસરી રંગ માં ફેરવાયું હતું. થોડીક વાર બાદ બસ હવે એક સ્થાને ઉભી રહી. બંને બસ માંથી ઉતર્યા આજુબાજુ વાતાવરણ ખુબજ ભીડભાડ વાળું હતું બને નાની નાની ગલી માંથી થઈને એક દુકાને પહોંચ્યા જ્યાં તેવો બુક લેવા આવ્યા હતા.તે જ્યાં ઉભા હતા તે જગ્યા એ સર્વે દુકાનો ચોપડીયો નીજ હતી.સૌ કોઈ ત્યાં ચોપડી લેવા આવતું ત્યાં કોઈ ભાવતાલ તો કોઈ પૈસા ગણતું નજરે પડતું કેટલાક વેપારીઓ પોતાની દુકાનમાં ગ્રાહકોને લાવવા માટે બૂમો પાડી રહ્યા હતા તો કેટલાક ગ્રાહકો ને પ્રેમથી ફસાવી રહ્યા હતા.આ બધું અર્થ પણ જોતો હતો અને મનોમન હસતો હતો.પણ અર્થ અને બબલુ તો એક જ દુકાને આવી ને ઉભા રહ્યા હકીકત માં તે અનાથ આશ્રમની બાંધેલીદુકાનહતી.તેમને ત્યાં ફ્રી માં બુક મળતી કારણકે કોઈ ભલા માણસે સર્વે અનાથ આશ્રમ નો ચોપડી નો ખર્ચ પોતે આપવાનું નક્કી કર્યું હતું. બંને દુકાન માં ગયા અને પોતે અંદર બુક્સ જોવાનું ચાલુ કર્યું બહુ મોટા કબાટો માં બહુ બધી બુક્સ પડી હતી અર્થ તો તેને જોઈને જ રાજી થઈ ગયો. તેને તો મનોમન થયું કે બધી બુક્સ પોતાના રૂમમાં લઇ જાય અને બસ વાંચેજ રાખે. બને લાગી ગયા પોતપોતાના કામ પર બંને બહુ બધી બુક્સ જોઈ અને નક્કી કરવું મુશ્કેલ બન્યું કે કઈ બુક લેવી અર્થ ને રહસ્યમય વાર્તા બહુ ગમતી તો બબલૂ ને કવિતાઓ અને કલાસિક વાર્તા બહુ ગમતી ત્યાં અર્થે એક કબાટ ખોલ્યો ત્યાં એક જ લેખક ની લખેલી બહુ બધી બુક્સ હતી બધી કલ્પનાઓની દુનિયાની હતી લોકો બહુ માનતા નહતા કે તેવી કોઈ દુનિયા હોય છે. છતાં પણ લોકો ને તે લેખક ની બુક્સ બહુ ગમતી તેમાં એક અલગજ દુનિયાની સફર કરવા મળતી ઘણા તો તેમની બુક વાંચી તે દુનિયા ના ચાહક બની ગયા. આર્યને તે બુક્સ માંથી એક બુક ઉપાડી અને તે લેખક નું નામ વાંચ્યુ તેમનું નામ હતું “કવન” માત્ર કવન જ લખેલું હતું દરેક બુક્સ માં અને બહુ બધી કલ્પનાઓની દુનિયા ના દર્શન ની વાર્તાઓ હતી.
“કવન” તેમનું નામ બહુ ચર્ચિત હતું એટલા માટે કે તેઓ તેવું માનતા હતા કે વાસ્તવિકતા ની જેમ એક બીજી કાલ્પનિક દુનિયા છે.જે બહુ વિશેષ છે અને તેમના રેડિયો અને ટેલિવિઝન પર ના ઇન્ટરવ્યૂ પણ રસપ્રદ છે.પણ થોડા દિવસ પહેલાજ તેમનું રહસ્યમય મોત થયું હતું કોઈ જાણતું જ નથી કે તે મૃત્યુ કેવી રીતે પામ્યા આખરે ઘણા લોકો નું કહેવું છે કે તે બીજી દુનિયા ના લોકો એ તેમનો જીવ લીધો છે.
જોકે કાલ્પનિકતા ની દુનિયા ની વાતો માં બહુ ઓછા વિશ્વાસ કરતા હતા.
આર્યને તે તે લેખક ની બુક્સ લેવામાં જરાય વિલંબ ના કર્યો તે કબાટ માંથી ત્રણ બુક લીધી અને આગળ ટેબલ પાસે જતો રહ્યો.થોડી વાર બાદ બબલુ પણ પોતાને ગમતી બુક્સ લઈને આવ્યો બંને એ બુકસ બિલબનાવવા ના ટેબલ પર દેખાડી અને અને પોતાનું નામ લખાવી દીધું અને બિલ અનાથ આશ્રમ માં આપવા કહયું મુખ્યત્વે ત્રણ બુક ખરીદવાનો નિયમ હતો.
બંને બિલ તથા બુક્સ લઈને પાછા ફરતાં હતા બંને ચાલતા ચાલતા બસસ્ટેન્ડ પહોંચ્યા અને બસ ઉભીજ હતી બસ માં પહોંચ્યા અને ત્યાં જગ્યા મળતા બેસી ગયા બંને એકબીજાની બુક્સ બતાવતા હતા. બબલુ એ કહયું “કવન” આ લેખક વિશે મેં સાંભળ્યું છે થોડા દિવસો પહેલા તે તેમનો ઇન્ટરવ્યૂ રેડિયો માં દેવા આવ્યા હતા.બંને વાતો કરતા હતા ત્યાંજ એક નાનકડું બાળક લઈને એક બહેન બસ માં આવ્યા તેમની પાસે એક બાળક હતું તે આગળ ની જગ્યા એ બેઠાં. બાળક બાટલી માંથી દૂધ પીતું હતું અને તેની માં તેને માથા પર પ્રેમ થી પંપાડ તી હતી. અર્થ મનોમન હસ્યો અને તે આંખો બંધ કરી વિચારવા લાગ્યો કે કદાચ તેની પણ માતા હોત તો તે પણ ખૂબ સુખી હોત તેને પણ માતાપિતા ના ખોળા માં માથું રાખવા મળત.જગત માં જ્યારે માતાપિતા નો પ્રેમ વરસતો હોય. ત્યારે જગત આખુ શૂન્યાવકાશ થઈ જાય છે.બસ માતાપિતા નો પ્રેમ જ રહે છે બીજુ કશુંજ રહેતું નથી સુખ તથા દુઃખ બધું એક તરફ થઈ જાય છે. આ બધું વિચારતો હતો ત્યાંજ બાજુ માંથી અવાજ આવ્યો અર્થ શું થયું? ટિકિટ લઇ લે.અને હા..તે અચાનક બોલ્યો તે હેબતાઈ ગયો અને ટિકિટ માસ્ટર ની સામે જોઈ રહ્યો.
ટિકિટમાસ્ટર ગુસ્સે થયો “મારી સામે શું જુવે છે ટિકિટ લઇ લે લેવાની હોય તો નહીતો ઉતરી જા ટાઈમ ના બગાડ તું એકલો નથી અહીંયા.” તેને પૈસા આપ્યા અને ટિકિટ ખરીદી તે થોડો શરમાઈ ગયો આખરે બધાજ બસ ના લોકો તેની સામે જોતા હતા.થોડા સમય બાદ બસ અનાથ આશ્રમ આગળ ઉભી રહી ગઈ બંને ઉતરી ગયા અને અનાથ આશ્રમ તરફ ચાલતા થયા જમવાનો સમય થઈ ગયો હતો.
(ક્રમશ)
વાર્તા નો ત્રીજો અધ્યાય જલ્દીથી જ રજૂ કરવામાં આવશે આપના અમૂલ્ય પ્રતિભાવો મને જરૂરથી મોકલી આપો