princess _143 - 6 in Gujarati Love Stories by vasani vasudha books and stories PDF | princess _143 (ભાગ 6)

Featured Books
Categories
Share

princess _143 (ભાગ 6)

(ગયા ભાગમા તમે જોયું કે, રાજવી અને રોહનનું પેચઅપ અવની કરાવી આપે છે. રાજવીનાં examમા સારા માર્ક આવે છે અને એ માયાથી પણ દુર થય જાય છે. exam પછી રોહન, રાજવી , અવની અને વિકી ફરવા માટે જાય છે જયાં અવનીએ વિવેક સામે પોતાના પ્રેમનો એકરાર કરે છે..પરંતું બીજા જ દિવસથી વિકી ગાયબ થઇ જાય છે. તેનો કોઈ કોન્ટેક્ટ no નથી મળતો..હવે આગળ......)

***

રાજવીને ડેસ્ટીનેશન વેડિંગનો ખુબ શોખ હતો માટે જ જયપુરમા મેરેજ રાખ્યા હતાં. હુ એરપોર્ટ પર ઉતરી મને પેલેસ ની કાર પીકઅપ કરવા આવી હતી. મને ગુસ્સો આવ્યો , રાજવી કે રોહન બે માંથી એક પણ મને લેવા ન આવ્યાં. હુ મો ચડાવી ને કારમા બેઠી. તો બાજુમાં જ રોહન બેઠો હતો. મને ખુબ જ આંનદ થયો.

પેલેસ સુધી પહોચતા સુધીમા મે રોહન સાથે બધી જ જૂની યાદોને તાજા કરી. મેરેજનાં પ્લાનિંગની ચર્ચા કરી. પેલેસ પર પહોચ્યા બાદ તરત જ મને મારો રૂમ આપવામા આવ્યો. હુ ફ્રેંશ થઇને હોલમાં પોહચી તો રાજવી દોડતી આવીને મને ભેટી જ પડી. મે પણ એને હગ કરી. રોહન આ બધુ જોતો હતો.

મેરેજમા હજી 3 દિવસની વાર હતી આથી જ મે રાજવીને મને વેલા શા માટે બોલાવી એ વિશે પુછ્યું. તો એ બોલી..

" અવની તને ખબર છે, મેરેજનું કેટલું કામ હોય એમ ...? "

મે કિધુ ,

" મારા તો નથી થયાં એટલે ખબર નય હો..."

તો એ બોલી,

" so funny..!!

મે એની સામે નાના છોકરાંની જેમ મો બગાડ્યું...

ત્યાં જ રાજવીનાં મમ્મી આવ્યાં અને બોલ્યા કે,

" છોકરીઓ તૈયાર થઇ જાવ. હમણાં જ્વેલર્સ આવે છે. થોડી જ્વેલરી લેવાની છે એટલાં માટે..જાવ જલદી..."


**

હુ તો હમણાં જ તૈયાર થઇને ઉતરી હતી એટલે રાજવી એકલી જ તેનાં રૂમમા ગઇ. રાજવીનાં મમ્મીએ મને કિધુ કે,

" હવે તુ ક્યારે મેરેજ કરે છે...? "

મે મજાકમા કિધુ કે ,

" તમે છોકરો ગોતી આપો તો રાજવીને રોહનની સાથે જ મેરેજ કરી લવ..."

તો આંટી બોલ્યા,

" કેમ તને રાજવીની જેમ કોઈ ન મળ્યું...? "

મારે આંટીને કેમ કેવું કે, કોઈ દિલમા આવીને અદ્રશ્ય થય ગયું...! આ મનની વાત મનમા જ રાખીને મે આંટીને કિધુ કે,

" અમારાં એવાં નશીબ ક્યાં...? "

આંટી બોલ્યા ,

" ચિંતા ન કર. બધાંને એનાં સમયે અને લાયક હોય એવું મળી જ રહે છે...! "

પેલી વાર રોહન બોલ્યો ,

" સહી બાત બોલી સાસુમોમ ને.."

અમે વાત કર્તા હતાં ત્યાં જ જ્વેલર્સ આવ્યાં. આંટી એમને આવકાર્યા અને બેસ્ટમા બેસ્ટ જ્વેલરી બતાવવા માટે કિધુ.હજી તો જ્વેલર્સ જ્વેલરી બતાવતા હતાં ત્યાં જ રાજવી નીચે આવી. આવીને તેં આંટીની બાજુમા બેઠી. પેલા તો આંટીએ જ્વેલરને નાકની નથની બતાવવા માટે કહ્યુ. આંટી બોલ્યા કે ,

" નાકની નથનીએ સુહાગની એક નિશાની હોય છે માટે સૌથી પહેલા એ જ બતાવો.."

જ્વેલર્સે એકથી ચડિયાતી એક નથની બતાવી. રાજવીને મારી જેમ એમા કાઈ વધું ટપ્પો ન પડે એટલે એણે આંટીને કિધુ કે,

" મમ્મી તને ગમે એ લઇ લે મને એમા ઓછી ખબર પડે. મને નાની ચૂક બતાવો હુ એ મારી પસંદગીથી લઈશ. "

આંટી બોલ્યા ,

" જેવી તારી મરજી. હુ તારા માટે એક મોટી નથ પસંદ કરૂ એ તુ જોઇ લે જે.."

આંટીએ બે એક સરખી નથની પસંદ કરી. મને નવાઈ લાગી એટલે મે પુછ્યું,

" આંટી બે નથની કેમ ?? "

આંટી એ કિધુ ,

" એક તારા માટે "

મને આશ્ચર્ય થયુ અને મે આંટીને ના પડતાં કિધુ કે,

" ના આંટી મારે જરુર નથી. અને મને આવી જ્વેલરી ગમતી પણ નથી. "

આંટી બોલ્યા ,

" અવની તુ રાજવીની જેમ જ મારી દિકરી છે. માટે જે રાજવી માટે લઈશ એવું તારા માટે પણ હુ લઈશ જ. અને તુ ભલે એ બધુ ન પહેરતી હો પણ એ તારા મેરેજ માટે છે. "

મે કહ્યુ,

" આંટી પણ આ બધાંની શી જરૂર છે ? અને આમે ય મારા મેરેજની મને પણ ખબર નથી કે ક્યારે હશે એમ. "

તો આંટી બોલ્યા,

" અવની, બસ હવે. તારા માટે હુ સુહાગની નિશાની કેવાયએ નથની, ચુડલી અને પાયલ તો લેવાની જ છું હો. તુ નાં પાડીશ તો પણ."

આખરે મે નમતું જોખ્યું,

" તમે કહો એમ બસ."

આંટીએ મારી અને રાજવી માટે એક સરખી જ ચુડલી અને પાયલ પસંદ કરી. રાજવી એ મેરેજ માટેનો આખો લાલ અને સફેદ ચુડો લીધો. મને પણ એ ખુબ જ ગમ્યો. મારી નજર એ ચુડા પર જ હતી. રાજવીએ જોઇ ગય. અને બોલી,

" આવો જ એક બીજો ચુડો પણ બનાવજો. "

રોહન બોલ્યો,

" એક ઓર કિસ કે લિએ..? "

રાજવી મારી સામે જોઇ ને બોલી,

" ઇસ મેડમ કે લિએ. "

હુ ઇમોશનલ થયને બોલી,

" રાજવી તુ બોલ્યા વગર જ મારી ફીલિંગ સમજી જા છો યાર."

તો એ હસી ને બોલી,

" ગાંડી, દોસ્ત કોને કેવાય..?"

હુ એને ભેટી પડી...રોહન અને આંટી અમને જોઇ ને હસી રહ્યાં હતાં. આજ ની આ જ્વેલરી ની શોપિંગ તો પતી ગય. હુ આજે ખુબ થાકી હતી એટલે મારા રૂમ મા જઇ ને સુતી. ત્યાં તો અડધી કલાક માં જ રાજવી આવી. રૂમ નોક કર્યો અને બોલી,

" મેડમ ખોલો તમે આરામ કરવા નથી આવ્યાં અહીં..."

મે ડોર ખોલ્યો. એ આવી ને મારી સાથે મારા બેડ પર જ બેસી ગય. એણે મારી બધી જ CID કરવાની ચાલુ કરી.

" અવની કહે તો ખરાં, તને કોઈ મળ્યું કે નય..?"

મે પણ એને રમુજ મા કિધુ કે,

"તમે તો ભાઈ બગીચા નું ફુલ હતાં એટલે ભમરો મળી ગયો. પણ આ મારી જેવી લેડી ટારઝન ને કોણ પસંદ કરે...? "

એણે પણ મને રમુજ મા જ જવાબ આપ્યો,

" આ મારી લેડી ટારઝન કાઈ ઓછી થોડી છે..! બોલ ને અવની કેટલા છોકરાઓ જોડે તુ ડેટિંગ કરે છે..? "

મે ઉદાસ થતા કિધુ કે,

" રાજવી એક નહીં એકવીસ છોકરાં સાથે ડેટિંગ કર્યું છે પણ મને હવે કોઈ પર મન જ નથી આવતું."

રાજવી વિચારી ને બોલી,

" તને હજી વિવેક ની યાદ આવે છે..? "

હુ પણ એમનામ જ બોલી ગય કે ,

" એને ભૂલી તી ક્યારે જો એની યાદ આવે..? "

રાજવી પણ ઉદાસ થય ગય અને બોલી,

" તો અવની હવે તારો શુ વિચાર છે..? સાચે તુ કોઈ બીજા સાથે મેરેજ નય કર..? "

મે રાજવી ને મક્કમતા થી કિધુ કે,

" રાજવી મને ક્યાંક ઊંડે ઊંડે લાગે છે કે, આજે નહીં તો કાલે મને વિવેક જરુર મળશે અને કોઈ બીજા સાથે મેરેજ કરી ને હુ એ વ્યક્તિ જીંદગી બગાડવા નથી ઇચ્છતી. વિવેક નહીં તો કોઈ બીજુ નહીં. "

અંતે વાત બદલતા રાજવી બોલી,

" અવની ચાલ બહાર ખુલ્લી હવા મા આટૉ મારી આવીએ. તારો મૂડ પણ થોડો સારો થય જશે. "

મે કિધુ કે,

" મારો મૂડ તો સારો જ છે છતા પણ ચાલ નીચે જઈ જ આવીએ."

**

હુ અને રાજવી નીચે ગયા. ત્યાં રોહન પણ આવ્યો. અમે ત્રણેય વાતો કર્તા હતાં. મે પુછ્યું કે,

" હવે કાલ નો શુ પ્લાન છે.....? કાલે પણ શોપિંગ કે બીજુ કાઈ.....? "

તો રોહન બોલ્યો,

" નહીં શોપિંગ તો હો ગયી હે. કલ હમે પ્રીવેડિંગ ફોટોશૂટ કે લિએ જાનાં હે. "

અચાનક જ રાજવી મારી બાજુ ફરી ને બોલી કે,

" મેડમ તમારે પણ આવવાનું છે. તને એ બહાને હુ જયપુર ની સુંદરતા બતાવું. તને તો જંગલની સુંદરતા શિવાય બીજી એકેય સુંદરતા દેખાય એમ જ નથી.."

હુ જવાબ મા ખાલી હસી. મે પુછ્યું કે,

" હવે બધાં ગેસ્ટ ક્યારે આવાનાં છે..?"

રાજવી એ જ જવાબ આપ્યો ,

" ગેસ્ટ તો બધાં પ્રમદિવસે બપોર પછી આવશે. અરે રોહન આપણાં વેડિંગ માટે ઇવેન્ટ મેનેજર ક્યારે આવે છે..?"

રાહુલે જવાબ દેતા કહ્યુ કે,

" વેડિંગ કે લિએ ઇવેન્ટમેનેજર સયાદ પરસો સવેરે તક આ જાયેંગે. ઉનકી કલ કિ ફ્લાઇટ હે. વો ઓસ્ટ્રેલિયા કે બહુત બડે વેડિંગ મેનેજર હે. ઉનકી બ્રાન્ડ કા બહુત બડા નામ હે. વો ખુદ કભી કહી નહીં જાતે મગર મેરે ભૈયા કે બહુત ક્લોઝ ફ્રેન્ડ હે ઇસી લિયે વો ખુદ આ રહે હે ઉનકી ટિમ કે સાથ."

અમારી વાતો બસ આમ જ ચાલુ હતી. અને ઘણીવારએ બન્નેની એ પ્રેમ ભરી વાતો પણ. એ જોઇ ને મને એકાદ ક્ષણ પુરતો વિકી યાદ આવી જતો. પરંતું મારા માટે હવે એ એક સપનું બનીને જ રહી ગયો છે. આખરે એવું તો શુ થયુ કે અચાનક આમ ગાયબ થય ગયો....?!

**

આજે તો બસ આટલું જ પુરતું હતુ. આજનું ડિનરએ મારા ઘર જેવું જ લાગ્યું. તફાવત ખાલી એટલો જ હતો કે આ મારા ફેમિલીમા રાજવી મારી સગી બહેન જેવી છે. આંટી સમાન મમ્મી હતાં અને રોહન જેવો એક દોસ્ત હતો. પપ્પા સમાન અંકલ હતાં પણ એ અત્યારે હાજર ન હતાં, બિઝનેસનાં કામમા એ ફસાયેલા હતાં. મેરેજમા પહોચી જશે.

***

રાત્રે તો વધું કાઈ વાત થય ન હતી. બસ સવારે બ્રેકફાસ્ટનાં સમયે અમે બધાં મળ્યા. હવે જ આજ નું થકવી દેતું છતા મોજ પડે એવું કામ ચાલુ થવાનું હતુ. અમે ત્રણેય આંટીનાં આશિર્વાદ લઇને નીકળ્યા. સૌપ્રથમતો અમે પન્નામીણાની વાવ ગયા. ત્યાં નો નજારો જોઇને તો ઘડીભર માટે બધુ જ ભુલાઈ ગયુ. એ જુના સમયની એક પ્રકારની વાવ જ જોઇલો. એટલું સરસ અને નવાઈ પમાડે તેવું આર્ટીટેક છે એ વાવ નું...! મોટા મોટા મિરર અને લાઈટસ ગોઠવાય ગયાં.

ડિઝાઇનર અને કલરફુલ રાજસ્થાની ચોલી અને ઓર્નામેન્ટસમા રાજવી prinses જેવી લાગતી હતી. તો તેની સામે પ્યોર રાજસ્થાની ડ્રેસમા રોહન પણ કોઈ prince થી કમ ન હતો. અલગ અલગ પોઝમાં ફોટોશુટ સતત એક કલાક ચાલ્યું. ત્યાં સુધીમાં મે મારા લેપટોપમા અમુક મેઈલ ચેક કરી લીધાં.

અમારું next પ્લેસ હતુ અંબર ફોર્ટ. શુ જગ્યા છે...?!! બોવ જૂનું રાજા હિન્દૂસ્તાની મૂવીમા જોયો હતો એનાં કર્તા પણ વધું ભવ્ય અને સુંદર છે આ મહેલ. રાજવી અને રોહન અત્યારે તો પોતાના એ રજવાડી ડ્રેસ મા કોઈ કિંગ અને ક્વીન જેવા લાગતા હતાં. શુ રૂઆબ દેખાતો એ બન્નેનાં ચહેરા પર. સૌથી પેલા જ એ એલિફન્ટ રાઈડ અને તેનાં પર ફોટો અને ત્યાર બાદ એ ફોર્ટનો મેઈન ડોર...! એ ઉપરાંત દીવાન-એ-ખાસ અને દીવાન-એ-આમ, એ અલગ અલગ ગેલેરી... વાત ન પુછો શુ કારીગરી છે મહેલમાં...અને એ બન્નેનાં અલગ અલગ પોઝ...!

સાચું કહુ તો હુ મારી આખી લાઈફમા પહેલી વાર જ કોઈ મેરેજ ને પહેલે થી લઇને છેલ્લે સુધી માણવાની હતી. તેમાં સામેલ થવાની હતી. હુ સાચે જ રાજવી અને રોહનનાં મેરેજ થી ખૂબ જ ખુશ હતી. તેમનાં ફોટોની સાથે સાથે રાજવી ક્યારેક મારા પણ અચાનક ન ધારેલા ફોટો ક્લિક કરાવી લેતી હતી...!

છેલ્લે નાઈટ ફોટોશૂટ માટે અમે હવામહેલ ગયા. ત્યાં નો નજારો તો કાઈ અલગ જ હતો. શુ લાઇટીંગ હતુ...! એ વાતાવરણ જ કૈક અલગ હતુ.... માહોલ ની તો વાત જ જવા દો....!! અને નાઈટ નાં ફોટોશૂટ માટે તેઓ એ વેસ્ટન ડ્રેસ પર પસંદગી ઉતારી હતી. મને તો 12th નાં દિવસોની યાદ આવી ગય.

આજે ખુબ જ થાકી ગયા. કેટલું ટ્રાવેલિંગ કર્યું હતુ...? કેટલી બધી જગ્યાએ ફર્યા હતાં..? મજા પણ એટલી જ આવી હતી. રાતે ડિનર પછી તરત જ હુ રૂમમા જઇ ને સુઈ ગય. અને મને બેડ પર પડતાં વેંત જ ઉંઘ આવી ગય. ખુબ જ સુંદર ઉંઘ.

***

સવારે આરામથી 8 વાગે ફ્રેશ થઇને પછી જ હુ રૂમની બહાર નીકળી. સવારે નીચે ગઇતો જાણવા મળ્યું કે, રાજવી હજુ સુધી સૂતી જ હતી. રોહન અને આંટી સાથે મે બ્રેકફાસ્ટ કર્યું. આજે તો બધાં ગેસ્ટ આવવાના હતાં.

10 વાગ્યામા જ રોહન અને રાજવીનાં ફ્રેન્ડ્સ લોકો આવવા લાગ્યા હતાં. ફેમિલી ગેસ્ટ તો બધાં બપોર પછી આવવાના હતાં. અને એમનાં મેરેજની તૈયારી કરવા માટેની ટીમ તો આવી ચૂકી હતી. પણ તેઓના મેઈન CEO મેનેજર હજી આવ્યાં ન હતાં.

હવે તો રાજવી પણ ફ્રેશ થય ને નીચે આવી હતી. રોહન પણ અમારી સાથે જ હતો. ત્યાં જ એક કાર આવીને અમારી સામે જ ઊભી રહી. તેમાંથી એક અપ ટુ ડેટ તૈયાર થયેલો, એકદમ હેન્ડસમ અને આકર્ષક પર્સનાલિટી ધરાવતો એક યુવક બહાર આવ્યો. તેણે રોહનની સામે હાથ ધરી ને કિધુ કે,

" Hello Mr. Rohan my self Vivek , Vivek Jethava your event manager. "

રોહને એની સાથે હાથ મેળવ્યો અને એક ક્ષણ તેની સામે જોઇને એને ભેટી પડ્યો. હુ અને રાજવી હજી આઘાતમા જ હતાં. રોહન અને વિવેક છુટા પડ્યા...

વિવેકનું ધ્યાન હવે મારી તરફ ગયુ. અમે બન્ને એક બીજાની સામે અનિમેષ જોતાં હતાં. લાગતું હતુ કે સમય ત્યાં જ અટકી ગયો છે. અમે બન્ને એક બીજા મા ખોવાઇ ગયા હતાં. મારા બધાં જ સવાલો બધી જ ફરિયાદો મારી અંદર જ રહી ગય મને કાઈ યાદ ન રહ્યુ. અમારું અસ્તિત્વ એક થતુ જતું હતુ ત્યાં જ એક ટેક્ષી તેની કારની પાછળ આવીને ઊભી રહી. તેમાંથી એક ચાર- સાડા ચાર વર્ષની છોકરી દોડીને બહાર આવી અને વિવેકને ડેડી કહેતાં ભેટી પડી...! વિવેકે પણ નીચે નમીને તેને ગાલ પર બચી કર્તા બોલ્યો કે,

" love you my sweet princess....!! "

અને ટેક્ષી માંથી તેની પાછળ જ એક યુવતી બહાર આવિ.....

(ક્રમશ**)


**************************************


ટેક્ષી માંથી બહાર આવેલી યુવતી કોણ છે...? હવે આગળ રાજવી અને રોહન નાં મેરેજ મા કેવી ધૂમધામ થસે...? હવે અવની નું શુ થસે....?? વિવેક ની જીંદગી માં અવની ને લઇને કેવો બદલાવ તશે....??