સાહેબ રાજસ્થાનમાં જેસલમેરમાં ખત્રી સાહેબની હવેલી છે.તે અહીં ઘણીવાર છોકરી પસંદ કરી અહીંથી લઈ જાય છે.અને તેની હવેલીમાં જ રાખે છે.રિયા તેની હવેલીમાં જ હશે.તે ખત્રીની હવેલીને જોઈ છે?નહીં સાહેબ મેં નથી જોઈ.
*********
કુંજ આપણે રાજસ્થાન જવું પડશે ત્યાં જઈને રાજેશ ખત્રીની હવેલીની તપાસ કરવી પડશે.
ઇન્સપેક્ટર સાહેબ હું અત્યારે જ તમારી સાથે આવા ત્યાર છું.હું ગમે તેમ કરીને રિયા પાસે જવા માંગુ છું.
હા,કુંજ રિયા અહીંથી ગઇ એને અઠવાડિયુ જ થયું છે.ત્યાં આપડે જલ્દી પોહસી જવું જોઈએ નહીં તો રાજેશ ખત્રી રિયાનું શું કરે તે નક્કી નહિ..!!!હા,ઇન્સ્પેક્ટર સાહેબ હું પણ એ જ અનુમાન કરી રહયો હતો.
મગનાને અને લાલજીને જેલમાં નાંખી કુંજ અને ઇન્સ્પેક્ટર સાહેબ બંને રાજસ્થાન જવા રવાના થયા.
તું અને રિયાને કેટલા સમયથી રિલેશનશિપમાં હતા.
સાહેબ એક વર્ષ જેવું થયું હશે શાયદ.પણ રિયાને હું ખૂબ પ્રેમ કરતો હતો.અને રિયા પણ મને ખુબ પ્રેમ કરતી હતી.અમે સાથે ઘણીવાર ફરવા પણ જતા.
રિયાના માં-બાપ પણ ન હતા.તે તેની જિંદગીમાં કંઈક બનવા માંગતી હતી.પણ આ બંને લોકો એ તેને વેશ્યા બનાવી દીધી.
કુંજ તું સાચે જ રિયાને ખૂબ પ્રેમ કરે છો.એક વર્ષ સુધી તું રિયાની પાછળ ગાંડો થઈ રહયો છે.મને ખુશી
છે કે તે રિયા જેવી છોકરીનો હાથ પકડ્યો.મારે એક નાનકડી એવી બેબી છે.તેનું નામ ઉર્વશી છે.એક દિવસ અમે મનાલી ફરવા માટે એકસાથે ફેમીલીમાં ગયા હતા.
અચાનક ગાડીને બ્રેક લાગી.કુંજ તું ચા લઈશ કે કોફી?
સર ચા.. !!!
બે ચા આપજો ને..!!!હા,સાબજી..!!!
તે દિવસે અચાનક મારી ઉર્વશી ખોવાય ગઈ.એક કલાક બે કલાક થઈ પણ તે મળે જ નહીં.મારુ શરીર આખું કાંપી રહ્યું હતું.ઉર્વશીને કોણ લઈ ગયું હશે.
મારી પત્ની મારી પાસે આવીને રડી રહી હતી.ક્યાં હશે
ઉર્વશી તમેં તેને ગમે ત્યાંથી શોધી લાવો.
પછી શું થયું સાહેબ ઉર્વશી મળી કે નહી?
અચાનક તે મારી પાછળ પપ્પા પપ્પા કરતી આવી
અને મારા ગળે વળગી પડી.તેની મમ્મી એને ચૂમવા લાગી.અમને ખબર નથી તે ક્યાંથી આવી.કોણ લઈ ગયું હતું.પણ તે દિવસે મને ખબર પડી કે જ્યારે કોઈ તમારા દિલની નજીક હોઈ અને તે અચાનક ખોવાઈ જાય તેનું ખૂબ દુઃખ લાગે.
આજ રિયા ખત્રીની હવેલી માંથી બહાર નીકળી રાજસ્થાનના જેસલમેરના થૈયત ગામમાં આવી ગઈ હતી.રિયા કુંજ પાસે મુંબઈ જવા આતુર હતી.તો કુંજ
રાજેશ ખત્રીને ત્યાં જઈને રિયાને મળવા માંગતો હતો.
બંને પ્રેમીઓ એકબીજાને મળવા માંગતા હતા પણ બંને બીજી દિશા પર અત્યારે જઈ રહિયા હતા.
આજે મને કંઈ ચેન નથી પડતું,બસ તું અને તારી સાથે
વિતાવેલા પળ ખુબ જ યાદ આવે છે,કુંજ તારો એ પહેલો સ્પર્શ તારી પહેલી મુલાકત હું કેવી રીતે ભૂલી શકુ.હું તને મન ભરીને પ્રેમ કરવા માંગતી હતી
તને ખબર છે કુંજ હું કુદરત સાથે વાત કરતી હતી.કે હું ખુશ છું કે તે મને કુંજ જેવો મિત્ર મને મળ્યો.પણ કુદરતેને કઈ બીજું જ જોતું હશે.
બેટા આજે તો કોઈ જેસલમેર જતું નથી પણ કાલે મારો એક મિત્ર જવાનો છે.તે તને તેની સાથે લઈ જશે.જેસલમેરથી તને મુંબઈ જવા માટેની બસ મળી જશે.પણ,અત્યારે કોઈ વાહન અહીંથી મળેશે તો હું તેમાં ચાલી જશ.
નહીં બેટા અહીં કોઈ છોકરી રાત્રીના સમયે એકલા જતી નથી.કોઈને કોઈ તેને પકડી લે છે.અને તેને લઈ
જાય છે.અને આમ પણ રાત્રે આ ગામમાંથી કોઈ વાહન જતું નથી.માટે એક દિવસ તો અહીં રોકાવું જ પડશે.આ તારું જ ગામ અને તારું જ ઘર છે,એમ સમજીને તું અહીં રોકાય જા.
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)