Pyar to hona hi tha - 9 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | પ્યાર તો હોના હી થા - 9

Featured Books
Categories
Share

પ્યાર તો હોના હી થા - 9

( આપણે આગળ જાણ્યું કે આદિત્યના પપ્પા મિહીકાના ઘરે જઈ આદિત્ય અને મિહીકાના મેરેજનો પ્રસ્તાવ મૂકે છે. જે સાંભળી આદિત્ય અને મિહીકા બંનેના હોશ ઊડી જાય છે. પણ બંને એવું માને છે કે તેઓ એકબીજાના પેરેન્ટ્સને ના પાડી દેશે તો તેઓની પ્રોબ્લેમ દૂર થઈ જશે. અને તેઓ નિયતીએ એમનાં માટે શું નક્કી કર્યું છે એનાથી અજાણ ચેનની નિંદર માણે છે. હવે જાણીશું આગળ શું થાય છે.)

સવારે મિહીકા વહેલી ઊઠીને જલ્દી જલ્દી કામ પતાવી તૈયાર થઈ કૉલેજ જાય છે. એણે આદિત્યને પણ મેસેજ કરી દીધો હોય છે કે એ એને લાયબ્રેરી માં મળે. આ બાજુ આદિત્ય પણ મિહીકાનો ફેંસલો શું હશે એ વિચારી બેફિકર થઈ કૉલેજ જવા નિકળે છે.

આદિત્ય કૉલેજ પહોંચીને આમતેમ ફાંફા મારે છે. એ વિચારે છે કે, મિહીકા અહીં જ મળી જાય તો જલ્દી જ બધું સોલ્વ થઈ જાય. પણ એને ક્યાંય મિહીકા નથી દેખાતી. એ મિહીકા પર ગુસ્સે થતા વિચારે છે કે આ મિહીકાને પણ વાત કરવાં માટે લાયબ્રેરી જ મળી !! આજ સુધી ક્યારેય પણ લાયબ્રેરીની અંદર પગ નથી મૂકયો અને આ મિહીકાના કારણે આજે ત્યાં પર જવું પડશે. અને તે આમતેમ જોવા લાગ્યો સામેથી આવતા એક ગૃપને રોકીને એક છોકરાને લાઈબ્રેરી ક્યાં છે એમ પૂછે છે. પહેલા તો એ છોકરાને વિશ્વાસ જ નથી આવતો કે એ લાઈબ્રેરી વિશે પૂછે છે ! એ છોકરો બાઘાની જેમ આદિત્યને જોયાં કરે છે. કેમ કે આખી કૉલેજ જાણે છે કે આદિત્ય ફક્ત ટાઈમપાસ માટે જ કૉલેજ આવે છે. અને લાઈબ્રેરી સાથે તો એનો જન્મોજન્મનો કોઈ સંબંધ જ નથી. આદિત્ય અકળાઈને એને ફરીથી લાઈબ્રેરી ક્યાં છે એમ પૂછે છે. પેલો છોકરો એને લાયબ્રેરીનો રસ્તો બતાવે છે. આદિત્ય લાઈબ્રેરી તરફ વળે છે. જતાં જતાં એ મનમાં બબડે છે કે આ મિહીકાના કારણે મારી ઈમ્પ્રેશન ડાઉન થાય છે. એક તો એ પ્રોજેક્ટના કારણે મારા ક્લાસ એટેન્ડ કરવા પડ્યા અને હવે મને લાઈબ્રેરીમાં જતાં જોઈ બધાં મારા માટે શુ વિચારશે !!

લાઈબ્રેરીની અંદર પ્રવેશતા એ વિચારે છે કે અત્યારે ત્યાં કોઈ ના હોય તો સારું. અને ભગવાન પણ જાણે એની એ વીશ પૂરી કરતા હોય તેમ આખી લાઈબ્રેરી ખાલી હોય છે. એ આમતેમ જુએ છે એની નજર એક ખુણાના ટેબલ પર બેસેલી મિહીકા પર પડે છે. એ એની સામેની ચેર પર બેસી જાય છે અને મિહીકાને ખિજવાઈ છે. શુ મિહીકા તને પણ વાત કરવા માટે લાઈબ્રેરી જ મળી. મારી ઈમેજનો જરા તો ખ્યાલ કરવો જોઈતો હતો.

મિહીકા : સોરી આદિત્ય, ટેન્શનમાં બીજો કોઈ વિચાર જ ના આવ્યો. અને મારા મનમાં લાઈબ્રેરીનો જ વિચાર આવ્યો એટલે તને અહીં મળવા બોલાવ્યો. અને મને ખબર છે આ સમયે લાઈબ્રેરીમાં કોઈ આવતું નથી. તો તારી ઈમેજને કોઈ ખતરો નથી. તો જસ્ટ ચીલ.

આદિત્ય : શું ઈમેજને કોઈ ખતરો નથી !! બાહર એક છોકરાને લાઈબ્રેરી ક્યાં છે એમ પૂછ્યું તો જાણે મે એની પાસેથી એની ગર્લફ્રેન્ડ ઉધાર માંગી હોય એવી રીતે મને જોતો હતો.

મિહીકા : હાહાહા શું આદિત્ય તુ પણ હાથે રહીને તારી ઈમેજ બગાડે છે. કોઈને પૂછવાની શું જરૂર ! બાહર સાઇનબોર્ડ વાંચી લેવાય ને કે લાઈબ્રેરી કયા ફ્લોર પર છે એને એનો કયો રૂમ નં છે.

આદિત્ય : ઓહ એવો તો મને ખ્યાલ જ ના રહ્યો. પણ એ બધી વાત છોડ એ કહે તું ટેન્શનમાં શા માટે છે. તે તારા મમ્મી - પપ્પાને ના તો પાડી દીધી છે ને...

મિહીકા : ના આદિત્ય મે ના નથી કહી. એવી પરિસ્થિતિ ઊભી થઈ કે હું કંઈ કહી જ ના શકી. પણ તે તારા પોપ્સીને ના કહી જ દીધી હશે.. !!

આદિત્ય : what... તે ના નથી કહ્યું. આદિત્ય એકદમ આવેશમાં આવીને બરાડે છે.

મિહીકા : અરે તુ આટલો હાઈપર કેમ થાય છે..! અને પ્લીઝ મને કહે કે તે તારા પોપ્સીને ના કહી છે ને.. ??

આદિત્ય : ના યાર.. હું પણ ના નથી કહી શક્યો. મારા પોપ્સીએ શર્ત એવી મૂકી કે હું પણ કંઈ કહી ના શક્યો.
અને બંને જણાં એમનાં પેરેન્ટ્સ સાથે શું વાત થઈ તે ટૂંકમાં કહે છે.

મિહીકા : સોરી આદિત્ય હું મારા મમ્મી પપ્પાને નિરાશ નહી કરી શકું. તેઓએ આજ સુધી મારી બધી ઈચ્છા પુરી કરી છે. એમણે પહેલી વખત મારી પાસે કંઈ માંગ્યુ છે હુ એમને ના નહી કહી શકુ.

આદિત્ય : યાર તુ મારું તો વિચાર અત્યાર સુધી મે એક જ સપનું જોયું છે અને એ સપનું પોપ્સી વગર પૂરું નહી થઈ શકે. અને પોપ્સીની પણ એક જ શર્ત છે તારી સાથે કે હું મેરેજ કરુ. એટલે હુ પણ ના નહી કહી શકું.

બંને જણાં મૂંઝવણમા મૂકાય છે. એટલાં મા આદિત્યનો મોબાઈલ રણકે છે. એ મોબાઈલમાં જુએ છે તો સમીરનો કૉલ આવેલો હોય છે. અને તે ફોન એટેન્ડ કરે છે.

સમીર : ક્યાં છે ભાઈ તું.. ? ધરા ને મે ક્યારના તને શોધીએ છીએ. મિહીકા પણ ક્યાંય દેખાતી નથી.

આદિત્ય : યાર અમે લોકો લાઈબ્રેરીમાં છીએ મિહીકા મારી સાથે જ છે..

સમીર : શું લાઈબ્રેરીમાં...?? તુ અને મિહીકા સાથે... !! શું વાત છે યાર તે તો મિહીકાના પ્રોમિસને સીરીયસલી લઈ લીધુંને યાર...

આદિત્ય : ના યાર બહું મોટો લોચો થઈ ગયો છે યાર એટલે જ અમે અહીં મળ્યાં છીએ. એ છોડ એ કહે કે તમે લોકો ક્યાં છો. અમે ત્યાં આવીએ પછી વાત કરીએ.

સમીર : અમે બંને આપણાં ક્લાસની બાહર છે. તમે આવો પછી વાત કરીએ..

આદિત્ય : હા તો તમે ત્યાં જ ઊભાં રહેજો અમે હમણા ત્યાં જ આવીએ છીએ. અને તે મિહીકાનો હાથ પકડીને એને ઊભી કરે છે અને કહે છે ચાલ આપણે સમીર અને ધરા પાસે જઈએ. એમની સાથે આપણી પ્રોબ્લેમ શેર કરીશું તો કદાચ કોઈ રસ્તો મળે. અને મિહીકા પણ તેનો હાથ પકડી ઊભી થાય છે અને તેઓ એમના ક્લાસ તરફ જાય છે.

ટેન્શનના કારણે એ બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હોય છે જેનો ખ્યાલ બેમાંથી એકને પણ નથી. એ લોકો સમીરને જોઈને એમની પાસે આવે છે. સમીર એ બંનેને એકબીજાના હાથ પકડીને આવતા જુએ છે અને કહે છે,

સમીર : ઓહઓઓ... તો વાત એમ છે.. !!! ભાઈ તમે તો બહુ ફાસ્ટ નિકળ્યા હો... આખરે મિહીકાએ તને ક્લિનબોલ્ડ કરી નાંખ્યો...

ધરા : મિહીકા હું તારાથી નારાજ છું. તે મને પણ કંઈ ના કહ્યું...!!

મિહીકા અને આદિત્ય બંને સાથે ચિલ્લાઈને કહે છે, " ચૂપ રહો તમે બંને. એવું કંઈ નથી અમારી વચ્ચે. અહીં કેટલી મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે ને તમને મજાક સૂજે છે."

સમીર : અરે તમે બંને એકબીજાના હાથ પકડીને આવો તો અમને તો એવું જ લાગે ને કે તમે પણ એકબીજાના પ્રેમમાં પડી ગયા છો.

આદિત્ય અને મિહીકાને ત્યારે ખ્યાલ આવે છે કે તેમણે હજી સુધી એકબીજાના હાથ પકડી રાખ્યાં છે. તેઓ એકબીજા તરફ જુએ છે અને તરત જ પોતપોતાના હાથ છોડાવી દે છે.

આદિત્ય : સારુ ચાલો હવે મજાક બહુ થઈ ગઈ. પણ યાર અમને તમારી હેલ્પ જોઈએ છે. Please help us to handle the big mashup.

ધરા : પણ એ તો કહે પ્રોબ્લેમ શું છે તો કંઈ સમજ પડે ને...

મિહીકા : guys ચાલો આપણે ક્યાંક બાહર જઈએ. અહી આપણે શાંતિથી વાત નઈ કરી શકીશું.

આદિત્ય : good idea.. ચાલો આપણે સામેના કેફેટેરીયામાં જઈએ ત્યાં અત્યારે વધારે ભીડ પણ નઈ હોય.

અને બધાં કેફેટેરીયામાં જાય છે. ત્યાં ખાસ કોઈ ભીડ નોહતી. બસ એક ટેબલ પર કૉલેજનું જ એક ગૃપ અને બીજા બે ટેબલ પર બે કપલ બેસેલા હતાં. આદિત્ય તેમને ખૂણાના ટેબલ પર લઈ જાય છે. ચારેય જણાં ચેર પર ગોઠવાઈ છે. વેઈટર ઓર્ડર લેવા આવે છે.

મિહીકા : ફ્રેન્ડ મને તો કંઈ પણ ખાવાની કે પીવાની ઈચ્છા નથી.

આદિત્ય : ઈચ્છા તો મારી પણ નથી. પણ આપણે કંઈક તો ઓર્ડર કરવો પડશે. આ લોકો આપણને એમ જ તો બેસવા દેશે નહી.

ધરા : હા આદિત્ય સાચું કહે છે. અને મને તો બહું ભુખ લાગી છે આમ પણ ભૂખ્યા પેટે મને કોઈ આઈડીયા નથી સૂઝતો.

ધરાની વાત સાંભળી બધાં હસવા લાગે છે. આદિત્ય ચાર ક્લબ સેન્ડવીચ અને ચાર કેપેચીનો ઓર્ડર કરે છે.

સમીર : હા તો આદિ બોલ શું પ્રોબ્લેમ છે.

આદિત્ય અને મિહીકા આદિત્યના પપ્પાનું મિહીકાના ઘરે જઈ મેરેજ માટે કેહવાથી માંડી બંનેનું પોતાના પેરેન્ટ્સ સાથે વાત કરવું ત્યાં સુધીની બધી વાત કહે છે. સમીર અને ધરા પણ એકદમ શોક્ડ થઈ જાય છે. એટલાંમા વેઇટર ઓર્ડર લઈને આવે છે. મિહીકા કંઈ પણ ખાવાની ના પાડે છે.

આદિત્ય : જો મિહીકા નહી ખાવાથી કોઈપણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી. મને ખબર છે તે કાલનું કંઈ ખાધું નહી હોય. તો પ્લીઝ થોડું ખાય લે. મિહીકા એની વાત માની સેન્ડવીચનો એક ટૂકડો મોં માં નાખે છે.

ધરા : મને સોલ્યુશન મળી ગયુ.

શું ??? સમીર, આદિત્ય અને મિહીકા ત્રણેય જણા એક સાથે પૂછે છે.

ધરા : મારા ખ્યાલથી તો તમે બંને મેરેજ કરી લો. મને તો તમે made for each other જ લાગો છો. તમે બંને એક સાથે કેટલાં ક્યુટ લાગો છો. અને તે બંને હથેળી એના ચેહરા પર રાખી એમની તરફ જોઈને સ્માઈલ કરે છે.

મિહીકા : પ્લીઝ ધરા આ મજાકનો સમય નથી. હું અને આદિત્ય એકદમ અલગ છીએ. અમારી પસંદ નાપસંદ જુદી છે. અને મારે હમણાં મેરેજ જ નથી કરવા. મારા પણ સપના છે જે મારે પુરાં કરવા છે. આદિત્યનું પણ એક પેશન છે. તો આ બધી જૂની બકવાસ બંધ કર અને કોઈ આઈડીયા હોય તો કહે.

ધરા : સોરી મિહીકા મને જે મનમાં આવ્યું એ કહ્યું. પણ હવે કોઈ મજાક નહી. અને પહેલા એ કહો કે આ બધું થયું કેવી રીતે !!

આદિત્ય : આ મિહીકા છે ને એને બવ શોખ છે મોટાંઓને નમસ્તે કરવાનો એમની સામે સારું સારું બોલવાનો. તે એના આ જ ગુણ મારા પપ્પાને ગમી ગયા અને તેમના દિમાગમાં આ શેતાની વિચાર આવ્યો.

મિહીકા : ઓય મને કંઈ શોખ નથી હો હું જેવી છું તેવી જ બધાં સામે રહું છું. વડીલોને માન આપવું તને ખોટું લાગે છે !! ઉલટાનું તને સુધારવાના ચક્કરમાં હું ફસાઈ ગઈ. જો તું તારા પપ્પાની ઈચ્છા પ્રમાણે રેહતે તો તેઓ આવો નિર્ણય ના લેત.

આદિત્ય : સોરી મિહીકા મારો કોઈ એવો ઈરાદો નોહતો. પણ ટેન્શનના કારણે મારાથી આમ બોલાઈ ગયું. અને તું સાચું જ કહે છે મારા કારણે જ તુ ફસાઈ ગઈ. જો મારા પપ્પા તને નહી જોતે તો એમના મનમાં એવો કોઈ વિચાર નહી આવતે.

મિહીકા : it's ok.મારે પણ વિચારવું જોઈતું હતું.આમ તારા પર ગુસ્સે નહી થવું જોઈતું હતું.

સમીર : યાર તમારી બધી વાત સાભળતા તો મને એવું જ લાગે છે કે તમારે તમારા પેરેન્ટ્સની વાત માની લેવી જોઈએ.

આદિત્ય : શુ યાર તુ પણ ધરાની સાથે રહીને મજાક કરતા શીખી ગયો.

સમીર : ના યાર હુ મજાક નથી કરતો મારી વાત તો સાંભળો. જો તુ મિહીકા સાથે મેરેજ નહી કરે તો તારા પપ્પા તને બાઈક રેસમાં ભાગ લેવાની પરમીશન નહી આપે અને મિહીકા તુ પણ તારા મમ્મી પપ્પાની ખુશી છીનવી ના શકીશ. તો યાર તમે મેરેજ માટે હા કહી દો. મેરેજ પછી તો તારા પપ્પા પરમીશન આપી જ દેશે. તો એ પછી તમે એકબીજા સાથે નથી ફાવતું એમ કહી મેરેજ તોડી નાખજો. પછી તો એ લોકો પણ કંઈ કહી ના શકે અને તમે તમારા રસ્તે. પછી તુ તારી બાઈક રેસમાં પાર્ટીસીપેટ કરજે. અને મિહીકા તુ પણ તારું રિસર્ચનું કામ કરી શકશે.

મિહીકા : આ તુ શું કહી રહ્યો છે. હુ મારી મમ્મી પપ્પા સાથે ખોટું નહી બોલીશ. હુ કોઈ પણ સંજોગોમાં આ રીતે મેરેજ નહી કરી શકું.

સમીર : મારુ માને તો આ જ બેસ્ટ ઓપ્શન છે. આનાથી તમારા બંનેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.

ધરા : હા મિહીકા સમીર સાચું કહે છે. અત્યારે તો આદિત્ય સાથે મેરેજ માટે ના કહે. પણ એની શું ગેરંટી કે તારા મમ્મી પપ્પા જેની સાથે તારા મેરેજ કરે તે તને તારા સપના પુરા કરવા દે ?? અત્યારે તુ એમની વાત માની આદિત્ય સાથે મેરેજ કરી લેશે અને પછી તમારું મેચ ના થાય અને તમારો ડિવોર્સ થઈ જાય તો પણ તેઓ એટલું તો માનશે જ કે તે એમની ઈચ્છાને માન આપીને મેરેજ તો કર્યાં. પછી તો તેઓ પણ તને રિસર્ચ કરવા માટે ના નહી કહી શકે.

આદિત્ય : હા મિહીકા મને પણ આ આઈડીયા જ બેટર લાગે છે. પણ હુ તને ફોર્સ નથી કરતો તુ ઘરે જઈને શાંતિથી વિચારજે કાલે આપણે અહી જ મળીશું.

અને બધાને આ વાત યોગ્ય લાગે છે. બીલ પે કરીને એકબીજાને બાય કહી પોત પોતાના ઘરે જવા નિકળે છે.

** ** **

વધું આગળ ના ભાગ માં...

** ** **