*અપરાધ બોજ* લઘુકથા...
આરવ ચાર બહેનો પછી જન્મ્યો એટલે કુળનો વારસ આવ્યો કહી વધારે પ્રમાણમાં લાડ પ્યાર મળ્યા અને આરવે એ લાડ પ્યાર નો દૂર ઉપયોગ કર્યો. આરવ નવમાં ધોરણથી જ ખરાબ ભઈબંધ દોસ્તારોના રવાડે ચડી ગયો. દસમા ધોરણમાં તો નાપાસ થયો પછી હવે ભણવું જ નથી કહી આખે આખો દિવસ ભાઈબંધ સાથે ફરી ખાય તે રાત્રે મોડે થી આવે જો કંઈ સલાહ કે સારું સમજાવા જાય મા બાપ કે મોટી બહેન તો આખું ઘર માથે લે અને કકળાટ કરી મુકે. આમ હવે તે પોતાની મરજી પ્રમાણે વર્તવા લાગ્યો. તેના આ વર્તનથી મમ્મી અને પપ્પા બન્નેના ચહેરા પરની રેખાઓ વધુ ચિંતામાં ગરકાવ થઇ જતી હતી.
‘તમે શું જોયા કરો છો ? જુઓ તો ખરા આટલી મોડી રાતે આજે કોનો ફોન આવે છે? આરવના મમ્મીએ તો જે રીતે ‘આજે’ શબ્દ પર ભાર મુક્યો તેના પરથી તેના પપ્પા સમજી ચુક્યા હતા કે તેઓ બન્નેના મનની સ્થિતિ એકસરખી છે.
‘આજે’ શબ્દ કહેવા પાછળ આજનો ફ્રેન્ડશીપ ડે જ જવાબદાર હતો. આરવના પપ્પાએ ઘડિયાળ સામે જોયું રાત્રીનો એક વાગ્યો હતો. તેઓ બંને આરવની રાહ જોતા હતા.
આરવની સવારથી તબિયત સારી ન હોવા છતાં તેના ફ્રેન્ડસ સાથે બહાર ગયો હતો અને આ ફોન આવ્યો કે આરવ બેભાન થઈ પડી ગયો છે અને અમે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કર્યો છે તમે જલ્દી આવી જાવ આરવના પપ્પા મમ્મી હોસ્પિટલ પહોચયા ત્યારે રૂમમાં આરવ એકલો જ હતો.
ડોકટર આવ્યા વધુ ડ્રગસ લેવાથી બેભાન થઈ પડી ગયો હતો એના મિત્રો અહીં એડમીટ કરી જતા રહ્યા.. બીજા દિવસે સાંજેં ફરી તબિયત વધુ લથડી ગઇ. સાંજે દવા લીધી પણ તાવ ઓછો થવાનું નામ નહોતો લેતો. આરવ થોડીથોડીવારે કણસી રહ્યો હતો. મમ્મી લગભગ બે કલાકથી તેના માથા પર મીઠાવાળા પાણીના પોતા મુકી તેના માથા પર હાથ ફેરવી રહી.
આરવ ખરેખર ખૂબ સમજુ દિકરો હતો. જો કે સુખી પરિવારમાં આજે 'ડ્રગસ ' ચિંતાનું કારણ બનીને આવ્યું હતું.
આરવે સાંજે આવીને તેના મમ્મી પપ્પાને કહ્યું હતુ કે મારા ફ્રેન્ડ મેહુલ અમને પાર્ટી આપે છે ત્યારથી જ મમ્મી પપ્પાના ચહેરા પર ફ્રેન્ડશીપ ડેની ચિંતા ઉપજાવે તેવી લકીરો તો સર્જાઇ ચુકી હતી.
યુવાન દિકરા, દિકરીઓ ફ્રેન્ડશીપ ડે નામે પાર્ટી કરે અને વળી મોડી રાતે આવે એ સંતાનોના માં-બાપની ઉંઘ હરામ થઇ શકે છે તે આજના યુવાનોને સમજાવવું સહેલું નથી.
બન્ને જાણે પોતાની દિકરાની ડર અને અવિશ્વાસથી તેની સેવા કરી રહ્યા હતા કે જાગીને ધમાલ તો નહીં કરેને??
માનું હૃદય સંતાનો માટે ભલે કુણું હોય પણ આવી પરિસ્થિતિમાં કઠોર બની જતુ હોય છે.
‘મમ્મી....!!’ અચાનક જ આરવ હળવેથી બોલ્યો તેની આંખો બંધ હતી.
‘બોલ બેટા...!!’ મીના બેન સતર્ક થયા.
‘ઉલ્ટી જેવું થાય છે...!!’ ખૂબ કણસતા અવાજે આરવ બોલ્યો.
‘હા... ચિંતા ન કર... હું છું...!’ મીના બેન તેના પડખા પર હાથ ફેરવવા લાગ્યા.
પણ અચાનક જ તેને ઉલ્ટી કરી. સામે બેસેલા તેના પપ્પાએ તરત જ કીડની ડીસ તેના મુખ સામે ધરી તેની પથારી, તેનું શરીર કે તેના કપડાં બગાડે નહી તે રીતે ઝીલી લીધી.
ઉલ્ટી પછી આરવને સહેજ રાહત થતા તેને સહેજવાર આંખો ખોલી. તેની નજર સામે પડેલા મોબાઇલ પર પડી.. તેને મોબાઇલ હાથમાં લીધો કોઈ મિત્રોના મેસેજ કે ફોન ન હતા.
આરવ થોડી મિનિટો માટે યાદોમાં ખોવાઇ ગયો આજે ફ્રેન્ડશીપ ડેના દિવસે બધા મિત્રોએ સાથે પાર્ટી કરી હતી. બધા જ છોકરાં છોકરીઓ હતા અને પોતે શરત લગાવી વધુ ડ્રગસ અને ડ્રિકસ લઈ લીધું. અને જિંદગી ની વાસ્તવિકતા સમજાણી. અપરાધ બોજથી પ્રાયશ્વિત કરી રહ્યો.
પપ્પા, મમ્મી તમે આરામ કરો થોડીવાર આરવે કહ્યું.
‘દિકરો માંદો હોય અને માં બાપને શાંતીથી ઉંઘ આવે એવું બને ખરું...?’ પપ્પા બોલ્યા.
આરવ સૂતા સૂતા વિચારી રહ્યો.
‘ફ્રેન્ડસ સાથે ફ્રેન્ડશીપ ડેની પાર્ટી કરતા મમ્મી-પપ્પા સાથેની વ્હાલભરી રાતે મને ઘણું શીખવ્યું છે. હવે નવેસરથી નવું જીવન જીવીશ....
ભાવના ભટ્ટ અમદાવાદ.....