વૈભવ અને વૈભવીએ તનની તૃપ્તિનો આનંદ માણી લીધો. બંન્ને ખૂબ ખુશ અને તૃપ્ત હતાં. વૈભવીએ કહ્યું "સવારમાં આવીને જ મારાં પિયુ મારો દિવસ સવારી લીધો. વૈભવે એનાં હોઠ ચૂમતાં કહ્યું હું તો તારોજ તરસ્યો છું બધાં રૂપમાં તને જ પામી જઇશ તને ક્યારેય નહીં છોડું બસ પ્રેમ કરતો રહીશ અને તૃપ્ત થતો રહીશ અને પાછી અધૂરી તૃપ્તિની તડપે પાછો પ્રેમ કરીશ.
વૈભવીએ કહ્યું "એય તને જ સમર્પિત છું બસ તારીજ બાવરી છું તું જ છે બસ તું જ પારો વિભુ પ્રિયતમ બંન્ને જણાં આમ પરોવાયેલા એક મેકમાં હતાં અને સખારામે બૂમ પાડી.... તમે લોકો બહાર આવી જાવ એ પિશાચી આત્માઓ ત્યાં જ ફરે છે અને વૈભવ અને વૈભવી બંન્ને એકબીજાની સામે જોઇ રહ્યાં અને અચાનક જ ખડખડાટ હસવાં લાગ્યાં. એ લોકો ઠહકા લઇ લઇને હસી રહ્યાં હતાં. છેક બહાર સુધી એમનાં હસવાનાં પડધાં પડતાં હતાં. રૂમમાં જાણે તોફાન ઉમટ્યું હતું બંન્ને જણાં પિશાચી હાસ્યથી હસી રહેલાં એમનાં ચહેરલાં સાવ જાણે બદલાઇ ગયાં હતાં. રૂમની વસ્તુઓ પવનનું તોફાન ચઢયું હોય એમ બધું ફેંકાઈ રહ્યું હતું. ઓશીકાનાં રૂ ઉડયાં હતાં. બધી ચીજવસ્તુઓ જેમ તેમ ફેંકાઇ રહી હતી. અને બધુંજ અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.
કર્નલે સાંભળ્યું એમનાં રૂમમાં વૈભવી હતી અને વૈભવ આવીને સીધો રૂમમાં ગયો હતો એમણે લક્ષ્મણ અને સખારામને બૂમ પાડી જલ્દી રૂમમાં જોવા કહ્યું ? સખારામને અંદાજ આવી ગયેલો એણે બહાર નીકળો તમે લોકો કહીને સીધી રૂમ તરફ દોટ મૂકી હતી પાછળ લક્ષ્મણ અને કર્નલ પણ દોડ્યાં રૂમ બંધ હતો અંદરથી સખારામે અને લક્ષ્મણે ખૂબ બારણાં ખટખટાવ્યાં કોઇ હવે જવાબ ન હોતો મળતો. જાણે અંદર બધું જ શાંત થઇ ગયું હતું.
મનિષાબહેને બહાર રડવાનું ચાલુ કરી દીઘું. પાછું મારી દિકરીને વૈભવને શું થયું હશે ? કર્નેલે તુરંતજ એમની વીંગનાં ચોકીદારને ફોન કરી તાત્કાલીક બોલાવ્યો. સખારામ-લક્ષ્મણને કર્નલે કહ્યું દરવાજો ખોલો ના ખૂલે તો તોડી નાંખો. લક્ષ્મણે ખૂબ કળ અજમાવી દરવાજો ખેંચ્યો ધબધબાવ્યો તો સ્ટોપર નીચે પડવાનો અવાજ આવ્યો.
લક્ષ્મણે કહ્યું સ્ટોપર નીચે પડી ગઇ છે હવે દરવાજો ખુલવો જોઇએ. એણે જોરથી ખેંચવા પ્રયત્ન કર્યો પરંતુ ના જ ખૂલ્યો અને અંદરથી ચીસ જેવા અવાજે વૈભવ બોલ્યો દરવાજો ખોલુત નકો ત્યાંજ બીજો પિશાચી અવાજ આવ્યો. ખબરદાર અમને ડીસ્ટર્બ કર્યા છે તો બધુજ ખેદાનમેદાન કરી નાંખીશુ કર્નલથી ના રહેવાયું કોણ છો તમે ? મારાં રૂમમાં કેવી રીતે આવ્યાં ? તમારે શું કામ છે ? શું જોઇએ છે ? મારાં છોકરાં ક્યાં છે ? થોડીવાર ચૂપકીદી છવાઇ ગઇ.
વિદ્યુતનાં અવાજનાં પાછો અવાજ આવ્યો એ બોલ્યો વૈભવી અને વૈભવમાં જ અમે વાસ કરી લીધો છે હવે અમે મજા મારીએ છીએ તમે ડીસ્ટર્બ કર્યા તો એ લોકો જીવ ખોશે હા... હા... હા... અને પ્રચંડ અવાજે પિશાશી પ્રેતાત્માઓ હસ્યાં
સખારામથી ના રહેવાયું એણે કહ્યું "તમારે જે જોઇએ એ મળશે પહેલાં દરવાજો ખોલો નહીંતર.... એણે કંઇક મંત્રરૃચા બોલવાનું ચાલુ કર્યું અને સખારામનો ચહેરો જ ભયાનક થઇ ગયો. એણે જોર જોરથી બોલાવાનું ચાલુ કર્યું લક્ષ્મણ સમજી ગયો હોય એમ જલ્દી જઇને રસોડામાંતી તાંબાના કળશમાં પાણી ભરીને લઇ આવ્યો. સખારામે એનાં હાથમાંથી કળશ લઇને મંત્રોચ્ચાર બોલતો જાય અને દરવાજા પર છંટકાવ કરતો જાય.
કર્નલતો આ બધું આભા બનીને જોયાં કરતાં હતાં એમનાં મનમાં જ ઉતરી નહોતું રહ્યું કે આ બધું શું થઇ રહ્યું છે. અને અચાનક જ દરવાજો ખૂલી ગયો. સખારામે અને લક્ષ્મણે દરવાજો આખો ખોલીને અંદર જોયું તો સોંપો પડી ગયેલો મનીષાબહેન જોવા દોડી આવતાં કર્નલે કહ્યું તું જા અંદર જોતો ખરી તારી દીકરી તો .... સખારામ દ્રષ્ટિ કરીને બંન્ને પાછા બહાર નીકળી ગયાં. મનીષાબહેને વૈભવીને વસ્ત્રોથી ઢાંકી દીધી એ ચાદર ઢાંકી કર્નલેથી જોવાતું નહોતું એમણે મોં ખરાબ કરીને બહાર નીકળી ગયાં કર્નલ જોવાં બહાર નીકળ્યા અને દરવાજા પાછા બંધ થઇ ગયાં.
સખારામ અને લક્ષ્મણ આશ્ચર્ય પામી ગયાં સખારામને ખૂબ આધાત લાગ્યો એમણે જોયું કે મનીષાબહેન અંદર છે અને દરવાજો બંધ થઇ ગયો. કર્નલને ખૂબ ડર પહેલીવાર લાગી ગયો.
સખારામે અને લક્ષ્મણે દરવાજા ફરીથી ખટખટાવ્યાં પરંતુ કોઇ જાતનો અવાજ નહોતો આવતો સાવ નિરવ ડરામણી શાંતિ જ પથરાઇ ગઇ હતી. કર્નલે બૂમો પાડી મનીષા મનીષા... વૈભવી.... વૈભવી... વૈભવ પણ કોઇ જ જવાબ નહોતો આવતો. કર્નલ ગભરાયચા એમણે તુરંત પોલીસને ફોન કર્યો.
સખારામ કહે "સર આ પોલીસ કેસ નથી આ કંઇક બીજીજ દુનિયાનો કેસ છે આત્માં આવી રીતે નિવેડો નહીં આવે અને એણે ફરીથી બારણાની સામે જ પદમાસન લગાવીને પાછો મંત્ર ભણવા ચાલુ કર્યા અને જોર જોરથી બોલવા લાગ્યો.
લક્ષ્મણે ધીરજ ખોઇ દીધી હતી એણે દરવાજો ખૂબ જોરથી ખોલવા પ્રયત્ન કર્યો પરંતુ સ્હેજ પણ હલતો નહોતો અને અંદરથી મનીષાબહેનની ચીસ સંભળાઇ નાના.... જોડ મને મારી દીકરીનું જીવન બરબાદ કર્યું છે અને સાલા નરાધમ મારાં પર નજર બગાડે છે ? કોણ છે તું ? સાથે સાથે વૈભવીની ચીસ સંભળાઇ મારી મંમીને છોડો કોણ છો તમે ? અને વૈભવીનો અવાજ બદલાઇ ગયો એનાં સંબોધન બદલાઇ ગયાં "એણે કહ્યું એય વિદ્યુત આવું શું કરે છે ? આ કોણ છે ? અને તું મને આવુ ના કર આ મંમી સાથે કોણ છે ? આ મારી મંમી છે એને....
અને ભયંકર બિહામણું બિભત્સ અટ્ટહસ્ય સંભાળ્યું અને કહ્યું તારી માં.... તો... અને વિદ્યુત સિવાય બીજો ખૂબ જાડા અવાજમાં અવાજ આવ્યો હા હા અરે હું તો આની પાછળ પાછળ આવ્યો અને મારી લોટરી લાગી ગઇ આવી જા આવીજા અને સખારામે અને લક્ષ્મણ જોરથી બારણું તોડીને રૂમમાં પ્રવેશ કર્યો. કર્નલ પાછળ દોડી આવ્યાં. કર્નેલ એમનાં રૂમમાં દોડીને પ્હેલાં ટેબલનાં ડ્રોવરમાંથી એમની રીવોલવર લઇ લીધી અને બૂમો પાઠવા લાગ્યા કોણ છે સામે આવ સામે આવ.... કોણ છો તમે ?
લક્ષ્મણે કર્નલને કહ્યું "સર આ રીવોલ્વર કામ નહીં આવે અહીં દેહ સાથે કોઇ આત્મા નથી આતો પ્રેતાત્મા છે અહીં રખડતા પિશાચી પ્રેતાત્મા સર એ વધુ બાજી લગાવશે. તમે બહાર જાવ. કર્નલે લક્ષ્મણને ધક્કો મારી કર્યું ના હું આજે આનો અંત લાવી દઇશ.
સખારામે અંદર આવીને મંત્રોચ્ચાર કરતાં કરતાં બધેજ જળનો છંટકાવ કરવા માંડ્યો વૈભવનું શરીરનો લાશની જેમ જ બેભાન પડ્યું હતું એનાં શરીરમાંથી હમણાંજ પ્રેત નીકળ્યું હોય એવું લાગતું હતું વૈભવી ખૂબ થાકેલી અને શોષાયેલી લાગતી હતી એની આંખમાંથી આંસુ વહી રહેલાં એ મંમી કહીને બૂમો પાડતી હતી. સૌથી ખરાબ હાલત મનીષાબહેનની હતી એમનાં પર સાથે જ હુમલો થયેલો હતો. એમનાં વાળ વીખરાઇ ગયેલા એ એમનાં કપડાં અસ્તવ્યસ્ત થઇ ગયાં હતાં.
સખારામે બધે જળનો છંટકાવ કર્યો મોટે મોટેથી મંત્રોચ્ચાર કર્યો અને એકદમ જ જાણે બધું પાછું ગોઠવાઇ ગયું હોય સરખું થઇ ગયું હોય એવું વાતાવરણ થઇ ગયું.
લક્ષ્મણે પહેલાં જ સવિતાને કહ્યું "તું શેઠાણી અને બેબીને અહીંથી લઇજા અને સ્વસ્થ કર. સખારામ તરત જ સત્તાવાહક અવાજે કહ્યું હમણાં કોઇએ ક્યાંય બહાર નથી જવાનું મને અહીં બધુ જોઇ લેવા દે એ પ્રેતાત્મા હજી અહીંજ છે કે ઘરમાં બીજો ફરે છે. આનો અંત લાવવો પડશે. તું વૈભવ જમાઇબાબુને ઉઠાડ એમને ઠીક છે ને ?
લક્ષ્મણે વૈભવને ઢંઢોળ્યો જાણે કેટલીય નીંદરમાંથી ઉઠતો હોય એમ વૈભવ કણસતો ઉઠયો. અને બધે જોવા લાગ્યો એની આંખોમાં ભય સાથે સામે કંઇક અગમ્ય અહેસાસ હતો.
સખારામે વૈભવ અને વૈભવને કહ્યું તમે લોકોતો બંન્ને જણાં એકલાં હતાં અને લોકો બહાર હતાં. પછી કર્નલ સામે જઇને કહ્યું સર તમે બેનને લઇને બહાર જવા હું પછી વાત કરીશ. કર્નલ મનીષાબહેનને પકડીને બહાર લઇ ગયાં.
સખારામે વૈભવ સામે વૈદ્યક દ્રષ્ટિથી જોયું અને પૂછ્યું તમે બંન્ને જણાં એકલાં હતાં પછી શું થયું વૈભવે નજર ઊંચી કરીને સખારામ સામે એવી રીતે જોયું અને પછી પાછી નજર નીચી કરી અને પછી એકદમ જ ઊંચા અવાજે બોલ્યો એ અમારાં બે જણની અંગત વાત છે તું કોણ પૂછનારો ? તું અહીંથી બહાર નીકળ સાલા ચંડાળ, તુઝા માહીતી આહે ? અને સખારામ સમજી ગયો એણે સામે જોરથી મંત્રોચ્ચાર કરી પાણીની છાલક મારી અને વૈભવ શાંત થઇ ગયો.
પ્રકરણ - 21 સમાપ્ત.
આગળ પ્રકરણ રોમાંચીત સફરે લઇજશે વાંચો પ્રેમ વાસનાં અનોખો બદલો અધૂરી તૃપ્તિનો.