The dark secret - 16 in Gujarati Horror Stories by Pooja books and stories PDF | ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૬

The Author
Featured Books
Categories
Share

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૬

આસ્થા આધાત થી જોઈ રહી. ટોચૅ ના આછા પ્રકાશ માં આસ્થા ને શૈલા સામે ઉભેલી દેખાય. પણ આ શૈલા કંઈક અલગ જ રૂપ માં હતી. તેણે જોકર નું કોસ્ચયુમ પહેર્યું હતું.
તેના ચહેરા પર જોકર નો મેકઅપ કરેલો હતો. બંને ગાલ ગુલાબી રંગ થી રંગાયેલા હતા. હોઠ એકદમ લાલ રંગ ના હતા. આંખો માં એક વિચિત્ર ચમક હતી.
તે એકદમ વિચિત્ર રીતે આસ્થા સામે હસી રહી હતી.‌ શૈલા નું આ રૂપ જોઈને આસ્થા ડરી ગઈ . તે અચકાતા બોલી," શૈલા.."
" ના, આસ્થુ. તું તારા પપ્પા ને ન ઓળખી શકી ?" શૈલા એ જોર થી હસતા કહ્યું.
" પપ્પા.." આસ્થા નવાઈ થી બોલી.
" હા, હું મહેશ છું. કેટલા વર્ષો થી તારી રાહ જોતો હતો !!!" શૈલા એ કહ્યું. તેનો અવાજ એકદમ જાડો ને ધોધરો થઈ ગયો હતો. તે ધીમે ધીમે આસ્થા તરફ આગળ વધી રહી હતી.
આસ્થા ના આખા શરીર માંથી ભય નું લખલખું પસાર થઈ ગયું. આસ્થા બોલી," પણ તમે તો મૃત્યુ પામ્યા હતા"
" હા, તારી માં એ મારી જાન લીધી." શૈલા ના ચહેરા પર ગુસ્સો આવી ગયો.
" ના, તમે તો કોઈ જંગલી જાનવર ના હુમલા ને કારણે મૃત્યુ પામ્યા હતા." આસ્થા એ કહ્યું.
આ સાંભળી ને શૈલા હસી પડી ને અટૃહાસ્ય કરવા લાગી.
તે બોલી," ના, હું જીવતો જ હતો. તે લાશ બીજા કોઈ ની હતી." શૈલા ના શરીર માં રહેલ મહેશ ની આત્મા બોલી.
" કોની ? " આસ્થા એ પુછ્યું.
" ઓહહ..તને બધું જણાવું છું ને હું તને બધું જણાવીશ. આમ પણ મેં તને એક સમયે મારી દીકરી માની હતી." તેણે આસ્થા ની એકદમ નજીક આવી ને તેના ચહેરા પર હાથ ફેરવતા કહ્યું . તેના હાથ ના નખ ખુબ તીક્ષ્ણ ને ધારવાળા હતા. તેણે આસ્થા ના ગાલ પર નખ ખુચાવી દીધો.
આસ્થા દુર ખસી ગઈ ને તેની ચીસ નીકળી ગઈ. તેના ગાલ પર થી લોહી નીકળવા લાગ્યુ.
" તમે આમ શું કામ કરો છો ? હું તમને જ મારા પપ્પા માનતી આવી છું." આસ્થા એ રડતા કહ્યું.
" તું મારી દીકરી નથી. તું પાપ નું સંતાન છે. તારી મા એ મારી સાથે દગો કર્યો હતો. તું પહેલા કમીના જોસેફ નુ સંતાન છે." તેણે ક્રોધ માં આવીને કહ્યું.
" તે મમ્મી ની એક ભુલ હતી. તેણે હંમેશા તમને જ પ્રેમ કર્યો છે." આસ્થા એ કહ્યું.
શૈલા જોર થી હસી પડી ને તેના હાસ્ય ના પડધા ઘર માં ભયંકર રીતે ગુંજી રહૃાા. તેની આંખો અંધારા માં રાની પશુ ની જેમ ચમકી રહી હતી.
" તારી માં મને પ્રેમ કરતી હોત તો મારી વાત માનત. પણ ના તેણે મને જ મારી નાખ્યો." તેણે કહ્યું.
"મમ્મી એ તમને માર્યા?" આસ્થા એ આધાત થી પુછ્યું
શૈલા ના શરીર માં રહેલી મહેશ ની આત્મા બોલી,
" તે દિવસે હું ગુસ્સામાં જંગલ તરફ જતો રહ્યો હતો. ત્યાં મને એક ગુંડા એ લુંટી લીધો. મારા કપડા પણ તેણે લઈ લીધા ને મને ગાઢ જંગલ માં બેભાન કરીને મરવા માટે મુકીને ભાગી ગયો. તેણે મારા હાથ પગ પણ બાંધી નાખ્યા હતા. હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે કોઈ ઝુંપડી માં હતો. એક તાંત્રિક એ મને બચાવી લીધો હતો.‌ મને રોઝી ના દગા પછી સંસાર માંથી મોહ‌ ઉઠી ગયો હતો.મને તે સમાચાર મળ્યા કે બધા મને મૃત્યુ પામેલો સમજતા હતા. મેં પહેલા તાંત્રિક ના ચેલા બનાવું નક્કી કર્યું. હું તેની પાસે ૩ વર્ષ રહૃાો હતો.
૩ વર્ષ વીતી ગયા હતા. તે તાંત્રિક સાથે હું અલગ અલગ જગ્યાએ ફરતો રહ્યો . તેણે મને થોડી વિદ્યા ઓ પણ શીખવાડી હતી. પણ હું હજી રોઝી ને ભુલ્યો ન હતો. એક વાર ચોરી છુપી થી હું તેને જોવા માટે અહીં આવ્યો હતો.‌
તે ત્યારે એકલી જ હતી ને બહાર ગાર્ડન માં આવીને બેઠી હતી. તે મારા ફોટા ને લઇને રડી રહી હતી ને માફી માંગી રહી હતી. તેને હજી પણ આશા હતી મારા જીવતા હોવાની ને હું પાછો આવીશ તેવો તેને વિશ્વાસ હતો. તેની આંખ ના આંસુ જોઈને મારું મન પીગળી ગયું. હું દુર થી ઝાડ ની પાછળ સંતાઈ ને બધું જોઈ રહ્યો હતો. ત્યાં તું દોડતી આવી ને તેને ભેટી પડી. તને જોઈને મને ફરી થી તેની બેવફાઈ યાદ આવી ગઈ. હું પાછો જતો રહ્યો.
મને મારી રોઝી જોઈતી હતી. પણ તું નહોતી જોઈતી. મને મારી રોઝી જ પાછી જોઈતી હતી. મેં તેને મળવાનું નક્કી કર્યું.
તે તાંત્રિક ની મંજુરી લઈને હું તે રાત્રે રોઝી ને મળવા ગયો. રોઝી મને જોઈને એક પળ ચોંકી ગઈ. મારી વધેલી દાઢી ને લાંબા વાળ ને જોઈને તે એક પળ માટે ડરી ગઈ પણ તે છતાં તે મને ઓળખી ગઈ.
મને તે ભેટી પડી. મેં તેને બધી વાત કરી. મેં તેને હમણાં મારા જીવિત હોવાની વાત કોઈ ને પણ કરવાની ના પાડી. ત્યાર પછી હું રોજ રાત્રે રોઝી ને મળવા જતો હતો. હું તને મારા રસ્તા માંથી દુર કરવા ઈચ્છતો હતો એટલે યોગ્ય સમય ની રાહ જોતો હતો.
મારા મૃત્યુ ના સમાચાર જાણ્યા પછી જોસેફ અવારનવાર રોઝી ને મળવા આવતો. પણ રોઝી તેને એક મિત્ર ની જેમ જ મળતી હતી. જોસેફ પણ રોઝી ની સાથે મિત્ર ની જેમ જ વર્તતો હતો. રોઝી એ જોસેફ ને તને મળવાની છુટ આપી હતી. આખરે તું તેની દીકરી હતી. મને આ બધી વાત રોઝી એ કરી હતી.
રોઝી ના દ્વારા મને ખબર પડી હતી કે જોસેફ સર્કસ માં કામ કરતો હતો ને હમણાં તેનો શો અહીં ગામ માં ચાલતો હતો.‌ તે તને જોકર ના કોસ્ચયુમ માં મળવા આવતો ને તું એને જોઈને બહુ ખુશ થતી હતી. તે તારા માટે જોકર અંકલ હતો.
રોઝી ના મન માં મેં એવી જ છાપ પાડી હતી કે હવે હું તેનાથી નારાજ નથી. પણ મેં તેને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે મને આસ્થા ને અપનાવતા સમય લાગશે. એટલે હમણાં તે મારા જીવિત હોવાની વાત કોઈ ને ન કરે. મેં એક વાર તેને સમજાવાની કોશિશ કરી કે તે તને જોસેફ ને સોંપી દે. ને મારી સાથે નવી જગ્યા એ નવી જિંદગી શરુ કરે પણ રોઝી તને બહુ ચાહતી હતી. તે તારા થી દુર નહોતી જવા માંગતી.
અંતે તે દિવસે મને એક રસ્તો સુઝી આવ્યો તને મારા માર્ગ માંથી હટાવવાનો‌. તે દિવસે જોસેફ તને મળવા આવ્યો ત્યારે તે ભુલ થી તેનો જોકર નો કોસ્ચયુમ જ્યુસ થી ખરાબ કરી નાખ્યો. રોઝી એ જોસેફ ને મારા જુના કપડા આપી દીધા ને તેનું કોસ્ચયુમ ધોઈ નાખ્યું.‌
હું જ્યારે રાત્રે તેને મળવા આવ્યો ત્યારે તે કોસ્ચયુમ બહાર સુકાતું હતું ‌ . તે જોઈને મારા મન માં એક ખતરનાક વિચાર આવ્યો.‌રોઝી તે દિવસે બહુ ખુશ હતી. તે મને જોઈને ભેટી પડી. તેણે મારી સોનાની ચેઇન મને પહેરાવી. તેણે કહ્યું કે હું જે દિવસે ઘર છોડીને ગયો તે દિવસે તે ચેઈન ઘરે જ પડી ગઈ હતી.‌ તે ચેઈન મારી ફેવરીટ હતી.
મેં રોઝી ને અમારા બંને માટે દુધ બનાવવાનું કહ્યું.‌મારી પાસે એક દવા હતી જેનાથી વ્યક્તિ ગાઢ નિદ્રા માં સરી પડે.‌મને તે તાંત્રિક પાસે થી મળી હતી.‌ મેં રોઝી ના દુધ માં તે દવા ચુપકે થી નાખી દીધી. ત્યાર પછી હું બાથરૂમ માં ગયો ને જ્યારે પાછો આવ્યો ત્યાં સુધી માં રોઝી એ દુધ પી લીધું હતું. થોડી વાર માં તે સુઈ ગઈ.
હું બહાર ગયો ને પહેલો કોસ્ચયુમ લઈ આવ્યો.‌ મેં તે પહેરી લીધો.‌
મારા મન માં એક ખતરનાક પ્લાન તૈયાર થઈ ગયો હતો.‌તુ બીજા રૂમમાં સુતી હતી. મારા આવ્યા પછી રોઝી તને અલગ જ રૂમમાં સુવડાવતી હતી. મારી ઉંચાઈ ને કદ કાઠી જોસેફ જેવા જ હતા. તારા ચહેરા પર હાથ ફેરવતા મેં તને જગાડી. રુમ માં નાઈટ લેમ્પ નું આછું અજવાળું હોવાથી તું મને જોકર અંકલ જ સમજી.
મેં તને મારી પાછળ આવવાનો ઈશારો કર્યો ને તું મારી પાછળ ચાલવા લાગી. હું તને ઘર ની બહાર બગીચા તરફ લઈ જઈ રહ્યો હતો. તું આ બધા ને રમત સમજી ને મારી પાછળ આવી રહી હતી.‌ હું તને બગીચા પાસે આવેલા રુમમાં લઈ ગયો ને તારા હાથ પગ બાંધી નાખ્યા. તું હવે ડરી ગઈ હતી ને જોર થી રડી રહી હતી. મારો પ્લાન તને મારી ને બધો આરોપ જોસેફ પર લગાવાનો હતો.
મેં મારી પાસે પડેલી થેલી માંથી એક છરો કાઢ્યો. હું તને મારવા માટે આગળ વધી રહ્યો હતો ત્યાં પાછળ થી કોઈ એ મારા માથા માં જોર થી ફટકો માર્યો.‌ મેં પાછળ ફરીને જોયું તો રોઝી ઉભી હતી. તેની આંખોમાં ગુસ્સો દેખાય રહૃાો હતો. તેના હાથ માં લાકડી હતી.
તે ગુસ્સામાં બોલી," મેં તને મારા દુધ માં કંઈક નાંખતા જોઈ લીધો હતો. એટલે જ મેં તે દુધ ઢોળી નાખ્યું. મને ખબર ન હતી કે તું આ ફુલ જેવી છોકરી ને મારવાની નીચ હરકત કરીશ. મને અફસોસ થાય છે કે મેં તારા જેવા માણસ ને પ્રેમ કર્યો" તે આટલું બોલીને તને લઈને જવા લાગી. હું ફશૅ પર થી ઉભો થયો. મારા માથા માંથી લોહી નીકળી રહ્યું હતું પણ મારા મન પર તને મારી નાખવાનું જુનુન સવાર હતું.
મેં રોઝી પાસે થી તને લઈ લીધી. રોઝી મારા હાથ માંથી તને છોડાવા પ્રયત્ન કરવા લાગી. મેં રોઝી ને ધક્કો મારી દીધો ને હું તને લઈને રૂમ માં જવા લાગ્યો. રોઝી ને ગુસ્સો આવ્યો ને તેણે બગીચા માં પડેલી કુહાડી ઉપાડીને જોર થી મારા માથા માં મારી દીધી. હું ત્યારે જ જમીન પર ઢળી પડ્યો . મારા માથા માં બહુ ઊંડો ધા થયો હોવાથી હું ત્યાં જ મરી ગયો. "
તેણે વાત પુરી કરતા કહ્યું.
" તમે‌ મારી હત્યા કરવા માટે તૈયાર થયા હતા. ૩ વર્ષ સુધી તો તમે મને જ તમારી છોકરી માની હતી. છતાં તમે મને મારવા તૈયાર થયા." આસ્થા એ લાગણીશીલ થઈને કહ્યું.

" તે મારો એક ભ્રમ હતો. રોઝી એ મને દગો દીધો હતો. ને તેણે તારા માટે થઈને મારો જાન લીધો. મને નફરત છે તારા થી." તેણે ગુસ્સામાં કહ્યું.

આ સાંભળી ને આસ્થા ને આધાત લાગ્યો. શૈલા એ આસ્થા ના વાળ પકડીને ખેંચ્યા ને કહ્યું," હજી આગળ ની વાત સાંભળી લે.‌ રોઝી એ મારી લાશ તે બગીચા પાસે ના રૂમ માં રાખી દીધી. બીજે દિવસે જોસેફ જ્યારે આવ્યો ત્યારે તેણે મારા જીવતા હોવાની ને રાત્રે થયેલી બધી ધટનાની વાત કરી. જોસેફ એ જ સુઝાવ આપ્યો મારી લાશ ને બગીચા પાછળ દફન કરવાનો. રોઝી અને જોસેફ એ મોડી રાત્રે મારી લાશ ત્યાં દફન કરી દીધી."

" તે કંકાલ જે બગીચા ની પાછળ થી મળ્યા હતા તે તમારા ..?" આસ્થા એ પુછ્યું.

".હા ..તે મારા જ છે.‌પણ રોઝી એ ફક્ત મારું શરીર માર્યું હતું. મારી આત્મા તો ભટકતી જ રહી. મારી ઈચ્છા જ્યાં સુધી પુરી નહીં થાય ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. તારું મૌત એ જ મારી અંતિમ ઈચ્છા છે." આમ કહીને તેણે આસ્થા ને ધક્કો માર્યો.‌
આસ્થા ફર્શ પર પડી ગઈ. તેને તમ્મર આવી ગયા. તેને મહેશ પર ગુસ્સો આવ્યો.‌
તેણે ગુસ્સામાં કહ્યું," તમે કેટલા નીચ માણસ છો. મને અફસોસ છે કે મેં તમને મારા પિતા માન્યા."

શૈલા એ આ સાંભળી ને આસ્થા સામે સ્મિત કર્યું ને ખડખડાટ હસતાં કહ્યું," આસ્થુ.. હજી તો મારા બધા કારનામા તે સાંભળ્યા નથી. એની પહેલા તું મને નફરત કરવા લાગી."

" મતલબ ?" આસ્થા એ ચોંકી ને કહ્યું.

" તારી પ્યારી ગ્રેની ની હત્યા મેં કરી હતી. તે ડોશી ઘણું બધું જાણી ગઈ હતી એટલે મને તેને મારવી પડી. તેનુ ગળું દબાવીને મારતાં મને બહુ આનંદ આવ્યો. પણ તે ડોશી મરતાં પહેલાં બહુ તરફડી હતી. ભગવાન તેની આત્મા ને શાંતિ આપે." શૈલા એ મોઢું ગંભીર કરીને કહ્યું.

" અમર પર નો હુમલો ને ફઈ ની આવી હાલત ?" આસ્થા એ ચોંકીને પુછ્યું.

"હા.. મેં જ બધું કર્યું હતું.‌તારો તે આશિક અમર બહુ હોશિયાર બનાવા જતો હતો. હું તારી નજીક ની દરેક વ્યક્તિ ને તારા થી દુર કરી નાખવા માંગતો હતો પણ તે સાલો બચી ગયો. તેના ઘરે થી આવતા મને સરલા જોઈ ગઈ એટલે મારે તેની આ દશા કરવી પડી . તેની જાન તો હું ન લઈ શકું એટલે તેની જુબાન જ બંધ કરી દીધી."
તેણે કહ્યું.

" તમે તો તમારી સગી બહેન ને પણ ન છોડી.‌" આસ્થા એ ધિક્કાર થી કહ્યું.

" હું તને પણ નહીં છોડુ" એમ કહીને તેણે આસ્થા નું ગળું પકડી લીધું.‌
ધીમે ધીમે તે ભીંસ વધારવા લાગ્યો. આસ્થા નો શ્વાસ રુંધાય રહૃાો હતો.
તેને લાગ્યું કે હમણાં તેના પ્રાણ નીકળી જશે.

ત્યાં એક જ અવાજ આવ્યો.‌," પ્લીઝ.. આસ્થા ને છોડી દો."
આ સાંભળી ને શૈલા ની પકડ ઢીલી પડી ને તેણે પાછળ ફરીને જોયું તો સામે જોસેફ ઉભો હતો.
શૈલા એ ધક્કો મારી ને આસ્થા ને છોડી દીધી. તેણે જોસેફ તરફ જોતા કહ્યું," તારી જ કમી હતી."
જોસેફ એ બે હાથ જોડતા કહ્યું," આસ્થા ને છોડી દે . મારી જાન લઈ લે."
" ના, હું તારી જાન નહીં લંઉ. હું આસ્થા ને મારી ને તને જીવતો રાખીશ એ જ તારી સજા છે." શૈલા એ કહ્યું.
" પ્લીઝ પપ્પા.. તમે આ બધા થી દુર રહો.." આસ્થા બોલી.
જોસેફ આસ્થા ના મોઢે થી પપ્પા સાંભળી ને ખુશ થયો . તેણે ગળગળા અવાજે કહ્યું," હવે મને મૌત આવે તો પણ મંજુર છે. તારા મોઢે થી પપ્પા સાંભળવા હું આટલા વર્ષો થી તરસતો હતો."

" વાહ ...વાહ... શું સીન છે !!! " શૈલા એ તાળીઓ પાડતા કહ્યું.

" આસ્થા જેને તું પપ્પા પપ્પા કહીને પ્રેમ વરસાવે છે તેણે જ તારી માં નો જીવ લીધો છે." આટલું બોલીને તે હસવા લાગી.

આસ્થા આધાત થી જોસેફ સામે જોઈ રહી. જોસેફ નુ માથું નીચે ઝુકી ગયું.
***************
હેલ્લો મિત્રો, તમારા પ્રતિભાવો જરૂર થી આપજો..