Hereditary love - 11 in Gujarati Fiction Stories by આર્યન પરમાર books and stories PDF | વારસાગત પ્રેમ ( ભાગ ૧૧ )

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

વારસાગત પ્રેમ ( ભાગ ૧૧ )

વારસાગત પ્રેમ ( ભાગ ૧૧)

- આર્યન પરમાર

દરવાજો ખોલતા જ નંદિનીની આંખોમાં અજવાળા
થઈ ગયા. હોશ ખોઈ બેઠેલી નંદિની બોલી,
"પ....પ્પ..આ....પપ્પા તમે ?? "
નાનો જગ્ગુ પણ જબરો હોંશિયાર મમ્મીના અવાજથી ત્યાં આવીને નંદનીના પગ પકડીને ઉભો રહી ગયો કે તરત જ તેના દાદાએ તેને ઉચકી લીધો અને કહ્યું,
જગ્ગુ કઈ બોલે તે પહેલાં તો બધા ઘરમાં આવી ગયા.
નંદિનીની ખુશીઓનો પાર આજે તો નહોતો જ કોણ કોને બોલે તે જ મોટું આશ્ચર્ય હતું કારણ કે આટલા વર્ષો પછી નંદીનીના પપ્પા, મમ્મી મોટા ભાઈ ભાભી અને ભાભીની એકની એક છોકરી,
બધા જ સાથે કઈ બોલી શકે એવી હાલતમાં નહોતા,
નંદિનીએ ઈશારો કર્યો અને ભાભીની છોકરીને પાસે બોલાવી,
બેટા.....મને ઓળખું છું ???
હા ચાચી હું તમને ઓળખું છું અને જગ્ગુ ભૈયાને પણ, પપ્પા એ કીધું તું મને પણ મને ખબર છે તમે મને નથી જાણતા હે ને??
આવા જવાબથી જ સ્તબ્ધ નંદિની મજાકીયા મૂડમાં બોલી, ઓહો....હો....
બોલ બોલ બેટા !!
હું તો તને ઓળખતી જ નથી તું કોણ છે??
મોં નું (પાઉટ) બનાવીને તે બોલી ચાચી....
આપણી ઘણી બનશે હન...
મારું નામ પણ નવ્યા છે. નંદીનીએ પણ વળતા જવાબમાં કશું પણ બોલ્યા વગર નવ્યાને ઉચકી લીધી અને એક પપ્પી કરતા કહ્યું,
એ લે.....
" આપણી તો રાશિ પણ સરખી બહુ બનશે હ નવી ",
નવ્યા પણ પોતાના જેવા સરખા મૂડવાળી ચાચી જોઈને ખુશ થઈને ભેટી પડી,
અને બોલી, ચાચી " I Love You "
નંદીનીને પણ ક્યાંક મનમાં થયું હશે કે આ એ જ પરિવાર છે મારો ??
કેટલો બદલાઈ ગયો છે, પછી તો વાતોનો દોર શરૂ થયો.
મેં તમને નંદીનીને પપ્પા વિશે નથી કહ્યું હોં,

નંદીનીના પપ્પા સ્વાભાવે કડક ત્યારે જ બનતા જ્યારે જરૂર પડતી બાકી સામાન્ય દિવસોમાં તો એ એકદમ રમુજી મૂડવાળા માણસ અને ફ્રેન્ડલી રહેતા એટલે જ નંદિનીની ખાસ બનતી પપ્પા જોડે,
પરંતુ હા પપ્પા ભલે મજાકીયા મૂડમાં હોય પણ પોતાનું શિસ્ત અને આદર્શવાદિતા તેમની પાસે જ રહેતી,
કદાચ એટલે જ આજથી ૧૦ વર્ષ પહેલાં નંદીનીના પ્રેમલગ્નની વિરુદ્ધમાં ગયા હતા.નંદિનીની મમ્મીએ ઘણું કીધું એ વખત તો મોટો ભાઈ L.Lb નો અભ્યાસ લરો રહ્યો હતો વડોદરામાં એટલે વધારે પડતી અવર જવર ઓછી જ રહેતી તેની અને નંદનીના પપ્પા મનસુખલાલ આવી વાતો છોકરાઓ આગળ તો કરતા જ નહીં એ સમયે તો કોઈએ સાથ પણ ન આપ્યો.
શાયદ જેવા હાલાત નંદીનીને થયા છે તેવા હાલત અને પરિસ્થિતિ સર્જાતી હોય છે એટલે તેમાંથી બોથપાઠ લઈને લોકો પ્રેમ-લગ્નની વિરુદ્ધમાં હોય છે. હવે દરેક વ્યક્તિ સાથે સરખું બને તેમ પણ નથી હોતું,
કોઈના નસીબમાં જ દુઃખ પછી સુખ લખાયેલું હોય છે.

***
બધું સરળ થઈ ગયું નંદિનીને એના પપ્પા પોતાની પાસે લઇ ગયા. દાદા-દાદી ભાઈ- ભાભી નવી અને જગ્ગુ બધા સાથે રહેવા લાગ્યા.નંદિનીનું જૂનું મકાન અને ત્યાંની તમામ મિલકત મનસુખલાલે જેમની તેમ રહેવા દીધી અને તેમાં જ નંદીનીના ભાઈએ પોતાનો નવો ધંધો સ્થાપિત કર્યો.
ભાભી થોડા અવડા જરૂર હતા પણ મનસુખલાલ આગળ થોડું ઓછું ચાલે એમ હતું. ધીરે ધીરે જગ્ગુ પણ મોટો થવા લાગ્યો ભણવામાં થોડો ઓછો હતો જગ્ગુ પણ ખૂબ જ રમુજી મસ્ત મોજીલો સ્વાભાવ.
રડતાને હસાવી દે એવી એની હરકતો હતી.

જીવનમાં ખૂબ જૂજ લોકો હોય છે જે ઇચ્છતા હોય છે કે પોતાની લાઈફમાં તકલીફો પારાવાર આવતી રહે અને સફળતા મેળવતા રહે, બાકી મોટાભાગના લોકોને એક સરળ અને શાંત સુખી જીવન જ જોઈતું હોય છે.
બસ એમ જ નંદીનીનું પણ જીવન ધીમે ધીમે સરળ શાંત અને સુખી થયું તેની ઈચ્છા મુજબ.
જગ્ગુ પણ ધીમે ધીમે મોટો થયો.
એક વખત એવું થયું કે,
મમ્મી......મમ્મી....બહારથી બુમો કરતો જગ્ગુ ઘરમાં આવ્યો અને તેણે જેવી ઘરની પેઢી પર પગ મુક્યો,
કે તરત જ તેના હોઠ જાણે સિલાઈ ગયા (ચૂપ થઈ ગયો). શાયદ તેણે કઈક જોયું હતું,
ઘરની આગળની હોલમાં દાદા દાદીને છોડીને બધા જ બેઠા હતા અને કંઈક પોત પોતાની સલાહ આપતા દેખાઈ રહ્યા હતા જગ્ગુ પણ ધીમેથી ત્યાં ગયો અને સાંભળવા લાગ્યો.

ક્રમશ :