Coffee Shop - 2 in Gujarati Love Stories by મનીષ વાડદોરીયા કલાકાર books and stories PDF | કોફી શોપ - ૨

Featured Books
Categories
Share

કોફી શોપ - ૨

કદાચ બની શકે કોઈ આવાનું હોય અને ના આવ્યું પણ્! જૉ એવું જ હોય તો એ પેલી વ્યક્તિને ફોન તો કરતો કે કયાં છે કેટલી વાર લાગશે અને એવો કોઈ ફોન કોલ એને કર્યો નહોતો મતલબ કોઈ આવાનું નહી હોય છત્તા સીટ માટે ના પાડી, But Wait, ના પાડતી વખતે એને ખૂબ નમ્રતા થી કહ્યું હતું, એના ચહેરા પર સાફ દેખાતું હતું જાણે સાચ્ચે કોઈ આવશે એટલે નક્કી કોઈ આવાનુ હશે અને નથી આવ્યું” આ સારીકા માટે અજીબ અનુભવ હતો, દિવસ માં ઘણી વાર કામની વચ્ચે આ વિચાર આવ્યા હતા , પણ એ નક્કી ના કરી શકી કે એ યુવાનનો ખરાબ સ્વભાવ હતો કે સાચ્ચે જ કોઈની રાહ જોવાતી હતી, છત્તા જરૂરી વાત નહોતી એટલે એ બઉ વિચારોમાં ના પડી.

આ ઘટના બાદ સારીકા જ્યારે પણ કૅકે આવતી એ પેલા કોર્નર વાળા યુવાન ને જરૂર માર્ક કરતી , જે હંમેશા એકલો જ બેસતો, બને ત્યાં સુધી હવે એ બીજા કોઈ ખાલી ટેબલ પર બેસવાનું પહેલા પસંદ કરતી, એ હંમેશા કંઈક ને કંઈક લખ્યા જ કરતો, ઘણી વાર લખતા લખતા એની કોફી ઠંડી પડી જ઼તી અને લખવાનું પૂરું થયા બાદ એને યાદ આવતું ત્યારે ઠંડી કોફી થી કામ ચલાવી લેતો, અને લગભગ 4-5 દિવસ બાદ ફરી એજ પરિસ્થિતિ આવી કે આખા કોફી શોપમાં ક્ક્ત એક જ઼ ટેબલ બાકી હતું, સારીકા પાસે બીજો કોઈ વિકલ્પ તો નહોતો પણ આજ એ પૂછતાં ખૂબ સંકોચ અનુભવતી ફક્ત પેલા દિવસે બનેલી એ ઘટના ને કારણે, તેમ છતાં એ ચાલી ગઈ અને ટેબલની પાસે આવી ને કહ્યું "Excuse me, all the seat are taken so do u mind if I take this seat please ?"
"Am sorry but, its reserved" ફરી એ જ અંદાજમાં સમરે જવાબ આપ્યો, ચહેરા પર નમ્રતા નો ભાવ પણ એક પ્રકાર ના ખરાબ સ્વભાવની હલકી ઓળખ સાફ દેખાઈ આવતી હતી. સારીકા એક શબ્દ પણ બોલ્યા વિના ત્યાં થી ચાલી નીકળી, એણે કોફી શોપ ની બહાર જ઼ ઉભા ઉભા કોફી પીવી પડી અને આ વખતે પણ એ ખુરશી, સમયની સાથે ખાલી જ દેખાઈ રહી હતી, સારીકા માટે આ વાત હવે એક પહેલીની જેમ બની ગઈ હતી, એ યુવાન ના આ સ્વભાવ પાછળ નક્કી કોઈક કારણ હોવું જોઇએ કારણકે ચેહરા પરનો એક સાથે વિનમ્ર અને ક્રૂરતા ની ઝલક એ એટલી સહેલાઇથી ગળે ઉતરતી નહોતી. સારીકા તરત કાઉન્ટર પર બિલ ચૂકવવા આવી અને ત્યાં બિલ કલેક્ટ કરતી જાનવીને એ યુવાન તરફ ઇશારો કરીને પૂછ્યું

“આ લાસ્ટ કોર્નર પર જે છે, કોણ છે એ ? તમે જાણો છો? “ “હા મેમ, એ તો સમર સર છે, છેલ્લા 3 વર્ષ થી રેગ્યુલર કસ્ટમર છે અને થોડુંક વિશેષ કહું તો, એમનો સ્વભાવ ખૂબ સરસ છે, honestly speaking બહુ ઓછા લોકોનો સ્વભાવ આવો હોય છે ” આટલું સાંભળતા જ સારીકાએ ફરી પૂછ્યું “અરે Sorry But એ નહીં, લાસ્ટ ટેબલ પર જ્યાં એક સીટ ખાલી છે એના વિશે પૂછું છુ હુ” જાનવીએ સ્પષ્ટતા કરતા કહ્યું “હા મેમ, મેં એમના વિશે જ કહ્યું."

સારીકા આ સાંભળીને ચોકી ઉઠી, સમરનો રૂબરૂ અનુભવેલો સ્વભાવ અને સારીકા એ આપેલું મંતવ્ય સહેજ પણ મેચ નહોતું થતું જે માણસ એક ખાલી પડી રહેલી સીટ આપી ના શકે એ માણસ વિશે આટલુ સારું મંતવ્ય કઈ રીતે મળી શકે, સારીકાએ પોતાના સાથે બનેલી આ વાત શેર કરી, અને જાનવીને એના મંતવ્ય પાછળ નું કારણ પૂછ્યું ત્યારે જાનવીએ કહ્યું

“I dnt know mam કે તમારી સાથે કેમ આ રીતે વાત કરી પણ જ્યાં સુધી હુ ઓળખું છુ ત્યાં સુધી એમનું ખૂબ મોટું નામ છે ખાસ કરીને ચેરિટી માટે, કહેવાય છે કે આવક ના લગભગ 70% ભાગ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ માં મોકલી આપે છે, મેં ઘણી વાર આ બાબતે એમનું નામ પેપર માં પણ વાંચ્યું છે, તમને જરૂર કઇ મિસ અંડરસ્ટેન્ડિંગ થઈ હશે એમને લઇ ને”

સારીકાને આ વાત સહેજ પણ માનવામાં ના આવી, ચેરિટી અને આ માણસ, બની જ ના શકે, આ વાત એણે ઓફીસમાં ખાસ મિત્રો સાથે પણ શેર કરી અને ત્યાં પણ 1-2 જણ સમર ને ઓળખતા હતા, એમના પણ એ જ મંતવ્ય હતા. હવે સારીકા માટે આ વાત એક ખૂબ રહસ્યમય બની ગઇ હતી, સમરના કામની પ્રશંસા સાંભળી એનું મન પણ હવે સમર માટે સકારાત્મક થઈ ગયું હતું પણ સારીકાને હવે એ ખાલી સીટ વાળી વાતનો જવાબ જોઈતો હતો.

મુંબઈમાં ફરી એક સવાર થઈ, રોજ ની જેમ સિલ્વર કેફે ખુલી ગયું હતું, પણ આજ સારીકા સમય કરતાં પહેલાં આવીને લેફ્ટ સાઇડ લાસ્ટ ટેબલ પર બેસી ગઈ હતી, થોડાક સમય બાદ સમર કેફે માં એન્ટર થાય છે, રોજની જેમ એ લેફ્ટ સાઈડ એના ટેબલ તરફ આવે જ છે કે તરત એની નજર સારીકા પર પડે છે, ટેબલ પર પહેલાથી જ કોઈ વ્યક્તિ બેસેલી જોઈ સમરની ચાલ પલભર માટે ધીમી થઇ જાય છે,આસ પાસ ઘણા ખાલી ટેબલ હતા પણ સમર એ ટેબલ તરક જ જાય છે અને ખુરશી તરફ ઈશારો કરી પૂછે છે..…


continue....