Bharatni vyatha.. shikshan in Gujarati Moral Stories by Nilesh Gangani books and stories PDF | ભારતની વ્યથા...શિક્ષણ - શિક્ષણ વ્યવસ્થા

Featured Books
Categories
Share

ભારતની વ્યથા...શિક્ષણ - શિક્ષણ વ્યવસ્થા

*હાલના ભારતની શિક્ષણની સ્થિતિ અને તેના મુખ્ય કારણો*

શિક્ષણ કોઇ પણ દેશની સભ્યતા અને સંસ્કૃતિનું અનિવાર્ય અંગ હોય છે. શિક્ષણ દ્વારા વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થાય છે, એટલું જ નહીં, સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ પણ થાય છે. નવી પેઢી પોતાની સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને નિષ્ઠા એ શિક્ષણના માધ્યમથી જ ટકાવી શકે છે કે જે શિક્ષણનો આધાર તેની પોતાની સંસ્કૃતિ હોય.

*ભારતીય શિક્ષણમાં રાષ્ટ્રપ્રેમની વિચારધારાનો સીધો સંબંધ ભારતીયતા અને રાષ્ટ્રીયતા સાથે રહ્યો છે. 1947માં ભારત સ્વતંત્ર થયું, ત્યારે ભારતના મોટા ભાગના લોકોએ માન્યું કે ભારતીય શિક્ષણમાં ભારતીયતા અને રાષ્ટ્રીયતા સ્વાભાવિકપણે જ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે, પરંતુ અંગ્રેજી ભાષાની સાથે અંગ્રેજી માધ્યમના હિમાયતી અને થોડો ઘણો સંસ્કૃતિ ઉપર પ્રેમ હોય એવા લોકો ભારતની લોકશાહીમાં ઉચ્ચ પદો ઉપર આસીન છે. આ લોકોને કારણે જ ભારતમાં બેવડી શિક્ષણપદ્ધતિ ચાલી રહી છે. પૈસાવાળાના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે અને મધ્યમ તેમજ નિમ્ન વર્ગના બાળકો પ્રાદેશિક ભાષામાં ભણે, પરિણામે ભારતીય શિક્ષણમાં મૂળ તત્વોની ઉપેક્ષા થઈ રહી છે. અને પૈસાવાળાનું આંધળું અનુકરણ કરીને આજે મધ્યમ વર્ગના બાળકો આ શિક્ષણમાં ઘાચીના બળદની જેમ ફરી(ભણી) રહ્યા છે, અને એ દુષચક્રનું પરિણામ આપણી સામે છે.આજે આ પરિસ્થિતિ માથી લગભગ કોઈપણ બાકાત નથી.
આપણી સંસ્કૃતિ મા સમાન શિક્ષણ વ્યવસ્થા કરેલી હતી..કે જયાં દરેક વર્ગના બાળકો ને વૈદિક શિક્ષણ મળી શકે.
*ભારત એટલે શું અને તેની વિચારધારાઓ*

ભારત પોતાના જીવનના ઉષ:કાળથી જ જ્ઞાનની સાધનામાં રત રહ્યું છે. સમભવત: તેથી જ તેનું નામ *'ભા' અર્થાત પ્રકાશ = જ્ઞાનમાં રત 'ભારત'* પડ્યું છે. પોતાની વિશિષ્ટ તેમજ ઉત્કૃષ્ટ શિક્ષણપદ્ધતિ ને કારણે જ ભારતે હજારો વર્ષો સુધી વિશ્વનું સાંસ્કૃતિક નેતૃત્વ તેમજ માર્ગદર્શન કર્યું, એટલું જ નહીં, પરંતુ ઉધોગધંધાઓ, કલાકૌશલ્યો અને વિજ્ઞાનનો પાયો નાખ્યો. તેમણે કાળ તેમજ અવકાશ બન્નેને ગણનાબદ્ધ કર્યા અને અંતરીક્ષનું માપ કાઢ્યું. ભારતીય ઋષિઓએ પદાર્થની રચનાનું વિશ્લેષણ દર્શન, તત્વજ્ઞાન, ઔષધિજ્ઞાન, શરીરરચનાવિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં મહાન પ્રગતિ કરી.
*ભારતીય સમાજના નૈતિક ગુણો વિશે ઇ.સ.પૂર્વે 300માં ગ્રીક રાજદૂત મેગેસ્થનિઝે લખ્યું છે, "કોઈ પણ ભારતીય જુઠું બોલવાનો અપરાધી નથી. સત્યવાદિતા અને સદાચાર તેમની દૃષ્ટિએ બહુ જ મૂલ્યવાન ગુંણો છે." આ રીતે ભારતીય શિક્ષણપદ્ધતિ દ્વારા ભારતે જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે જ નહીં, પરંતુ નૈતિક સ્તરની દ્રષ્ટિએ પણ ઘણી પ્રગતિ કરી હતી. પ્રાચીન કાળમાં શિક્ષણનો સામાન્ય જનસમાજમાં પણ પ્રસાર હતો. તે જ કારણથી તેનો સમાજજીવન ઉપર પ્રભાવ હતો.*
*ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થામાં કેવી કેવી પાઠશાળાઓ અને વિદ્યાલયો હતી ??*

ડો. અળતેકર અનુસાર ઉપનિષદ કાળમાં ભારતમાં 80% સાક્ષરતા હતી.
(સાક્ષરતા એટલે ખાલી વાંચતા લખતા આવડે એમ નહીં પરંતુ જીવન જીવવા માટેનું જેની પાસે ધ્યેય હોય, રાષ્ટ્ર માટે કઈ પણ કરી છૂટવાની તૈયારી હોય અને કોઈ પણ એક કુશળતા હોય કે જેનાથી એ કોઈપણની લાચારી કર્યા વગર પોતાના જીવનની આજીવિકા ચાલવી શકે.)

*ઉપનિષદ કાળમાં એક રાજાનું કથન "મારા રાજ્યમાં કોઈ નિરક્ષર નથી, નિરાધાર નથી"*
તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમશિલા, ઓદન્તપુરી, મિથિલા, નદિયાં અને કાશી વગેરે વિશ્વવિદ્યાલયોની ખ્યાતિ સંપૂર્ણ વિશ્વમાં પ્રસરેલી હતી. બોદ્ધ કાળમાં જનસામાન્યમાં શિક્ષણ પ્રસારને વધુ પ્રશ્રય પ્રાપ્ત થયો. ભારતના દરેક ગામમાં એક પાઠશાળા હતી. *ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહારમાં 'ટોલ' તથા દક્ષિણ ભારતમાં 'અગ્રહાર' નામે હજારોની સંખ્યામાં વિદ્યાલોયો હતા.*
અઢારમી સદીમાં મધ્યમાં માત્ર બંગાળમાં 80 હજાર 'ટોલ' હતા. ભારતીય શિક્ષણનો વિશિષ્ટ ઉદ્દેશ્ય હતો-- માનવ જીવન અને માનવ વ્યક્તિત્વનો ઉચ્ચત્તમ વિકાસ. ભૌતિક અને આધ્યાત્મિક, બન્ને ક્ષેત્રોમાં ભારતીય વિદ્યાલયોએ એવા જ્ઞાનનો આવિષ્કાર કર્યો કે જેના વિશ્વના દાર્શનિકો અને વૈજ્ઞાનિકો ઋણી છે.

માટે વાંચવાનું ચાલુ રાખો