Shant neer - 3 in Gujarati Biography by Nirav Chauhan books and stories PDF | શાંત નીર - ૩

Featured Books
Categories
Share

શાંત નીર - ૩

મારી સાથે બનેલી કાંચવળી આ ઘટનાનું વિચારીને આગળ શું થયું હશે ??? કેવી રીતે હું છુટ્યો ??? મારા ઘરે કોઈ ને બોલાવશે કે શું??? મને પાછો મમ્મી ના હાથ નો માર પડશે કે શું?? બધાના જવાબ આ પાર્ટ માં આપેલા છે.

હવે વિચારતો હતો કે આગળ શું થશે એટલી વાર માં કૃણાલ ગાડીવાળાના બંગલામાં મને જોવા આવ્યો અને પેલા માલિકે કૃણાલને કીધું કે “તુ આનો ફ્રેન્ડ છે ને ???”

“હા અંકલ.. પણ એને જવા દો ને હવે થી એ નઈઆવું નઈ કરે..!!!! પ્લીઝ અંકલ...!!!” કૃણાલ પણ રડતા બોલ્યો.

“જા એની મમ્મી ને બોલવી લાવ પછી જવા દઈશ...” અંકલ બોલ્યા. કૃણાલ ત્યાં થી જલ્દી થી ભાગતો ભાગતો ઘરે ગયો અને મારી મમ્મ્મી ને બોલાવી લાયો.

પેહલા તો આવી ને મારી મમ્મી એ મને જોરથી તમાચ માર્યો અને પછી અંકલ ને સમજાવી ને જવા દીધા. રસ્તા માં જતા વખતે મારી મમ્મી એ મને જે બોલી છે... એ આજે પણ યાદ છે. અને ઘરે હું મારી મમ્મી ના વેલણ નો શિકાર બની ગયો.

મારી મમ્મી બહુ સારી , એક તો પેહલા મને મારસે અને પછી મને વહાલ કરી ને બોલશે “કેમ આવું કરે છે કે તને મરવું પડે.??? આવું ના કરતો હોય તો માર ના પડે ને ...!!!” અને પછી જ્યાં માર્યું હશે ત્યાં વહાલ કરે.. આવી મારી મમ્મી.

બધા નો પેહેલો સંબધ કોઈ પ્રેમી અથવા બીજા કોઈ સાથે થયો હશે ..મારો પણ થયો પણ કોઈ છોકરી સાથે નઈ પણ વેલણ સાથે.. કેમ કે હું જયારે પણ કોઈ મસ્તી કરું ને તો મમ્મી મને વેલણ થી મારે. કોઈ વાર તો એમ થાય કે એ માર્યું ના હોય તો ઊંઘ ના આવે. મારા ઘર માં વેલણ દર અઠવાડીએ નવું લાવું પડે કારણ કે જયારે પણ મારી મમ્મી મને વેલણ થી મને મારે તો કાં તો વેલણ તૂટે કાં તો મારો પગ... જે આજે યાદ કરી ને ખુબ હસું આવે..

કેટલીક પળો સરસ યાદ રહી જાય છે.. જેને આગળ જતા યાદ કરી ને સારું લાગે કે કદાચ એ પાછુ આવી જાય. એવી જ સારી પળો મારા મિત્રો સાથે વિતાવી હોય છે..

મારા ઘરની આજુ-બાજુ જેટલા પણ મિત્રો રહે છે એ બધા અમે રાત્રે જમ્યા પછી ભેગા થઇ ને બધી રમતો રમતા. કોઈ વાર નાની બાબતે ઝગડો થાય પણ થોડી વાર માં પાછા રમવા લાગી જઈ.

એક સરસ મજા નો કિસ્સો થયો તો મારી સાથે જે પછી મારી કોઈ પણ છોકરી ને જોવાની દ્રષ્ટી બદલાઈ ગઈ.

વાત એમ હતી કે હું ૫ ધોરણ માં અમને છોકરાઓ ને ૨ છોકરી વચ્ચે બેસડી દેતા કારણ કે કોઈ છોકરો મસ્તી ના કરે ને એટલે. મારી બાજુ પણ ૨ છોકરી ને બેસાડી દીધી. એક વાર હું અને પાછળ બેસેલો મારો મિત્ર મસ્તી કરી રહ્યા હતા અને ભૂલમાં થી મારા મિત્ર ને આંખ મારવા ને બદલે મારી બાજુ માં બેસેલી છોકરી ને આંખ મારી દીધી.

પછી તો પેહલા મને જોરથી લાફો માર્યો અને અમારી ખતરનાખ “મૃદુલા ટીચર” ને જઈ ને કહી આવી. ત્યાર બાદ ટીચરે મને બોલાવીને મને લોખંડ ની ફૂટપટ્ટી મારી અને પૂછ્યું “કેમ નિરવ..??? એટલો સારો અને હોશિયાર છોકરો થઇ ને આવું કરે છે.??? હે ....??? છોકરી ને આંખો મારે છે.??? તારી મમ્મી ને બોલવું??? બોલ....!!”

હું એ ડરતા જવાબ આપ્યો ”ટીચર સચું કહું છુ કે એને આંખો નહતો મારતો... મારો ફ્રેન્ડ જે મારી પાછળ બેસે છે ને એની સાથે મસ્તી કરતો હતો.. ખોટું બોલતુ હોય તો એને પૂછી લો...!!! ” “કેમ લા આ સાચું બોલે છે..??? એ તને આંખો મારીતી કે પેલી છોકરી ને... ”

“હા ટીચર એ સાચું બોલે છે. એ મને જ આંખો મારતો હતો પણ ભૂલ માંથી એ છોકરી ને આંખ મારી...” અને ત્યાર પછી તો એ છોકરી ને બોલાવી ને મારી પાસે માફી પાસે મંગાવી અને હું એ પણ માફ કરી દીધો. અને સાથે એ મારી ફ્રેન્ડ પણ બની ગઈ.. પણ એ કિસ્સા બાદ મારી કોઈ પણ છોકરી જોવા ની દ્રષ્ટી બદલાઈ ગઈ.

હું , મારો મિત્ર કૃણાલ અને રાજા અમે ત્રણ ખાસ મિત્રો અને અમારા ઘરે એક બીજા ના ઘરની અજુ-બાજુ હોય એટલે અમે સાથે રમતા અને સાથે બહાર ફરવા જતા. અને આજ ના સમય માં પણ આજે એકબીજા ના મિત્ર ઓછા પણ એકબીજા ના ભાઈ છે.. કોઈ એક ને પણ કઇ પણ તકલીફ હોય ને તો બધી ખબર પડી જાય એટલી અમારી મિત્રતા..

હું મારું ૭ ધોરણ પતાવી અને મારી મમ્મી એ મારું એડમીસન બીજી સ્કુલ શ્રી નવયુગ વિદ્યાલય માં કરાવ્યું જ્યાં મારી બહેન સાઇન્સ કરતી હતી. એટલે મારા પાછા નવા મિત્રો અને નવી સ્કુલ ના નિયમો જાણવાના હતા.

સ્કુલ માં મારો બીજો દિવસ હતો કારણ કે પેહલા દિવસે મારું એડમીસન અને થોડી સ્કુલ ની માહિતી લેવાની હતી. એ દિવસે હું ક્લાસ માં આવ્યો તો જોયું કે બધા નવા મિત્રો અને ક્લાસ ના નિયમો પણ અલગ.. મેં જોયું કે ક્લાસ લગભગ આખો ભરાઈ ગયો છે અને બેસવા ની જગ્યા નહતી તો પણ શોધવા નો પ્રયાસ કરો.થોડા સમય બાદ એક જગ્યા ખાલી જોઈ અને ત્યાં બેસવા ગયો. જેવો બેસવા ગયો એટલા માં તો “એ... અહી મારો ફ્રેન્ડ આવે છે .. બીજે જઈ ને બેસી જા...”.

હું એ મારું બેગ પાછુ ઉઠાવ્યુ અને જગ્યા શોધવા લાગ્યો અને એટલી વાર માં તો બાજુ માં બેસેલી એક છોકરી એ મને પાછળ થી બોલવી ”ઓયે...” હું એ પાછળ ફરી ને જોયું તો એક સુંદર અને સારા સ્વભાવની એક છોકરી મને બોલાવી રહી હતી અને “અહી બેસી જા મારી ફ્રેન્ડ આજે સ્કુલ નઈ આવે.. આવશે ત્યારે જોઈ લઈશ...” એમ બોલી.

હું પણ બેસવા ગયો અને પછી પેલી છોકરી ને લીધે ખાધેલો માર યાદ આવી ગયો. પણ મારી પાસે બેસવા ની જગ્યા નહતી એટલે બેસી જવું પડ્યું. “થેંક યુ...” હું બોલ્યો.

“તારું નામ શું છે???” એ છોકરી બોલી. જીવન માં પેહલી વાર કોઈ છોકરી એ મને સામેથી મારું નામ પૂછ્યું તો હું થોડો ચકિત થઇ ગયો. “નિરવ.. અને તારું નામ શું છે..??? ”

“મારું નામ સારિકા છે... એમ લાગે છે કે તુ અ સ્કુલ માં નવો છે.. એટલે જગ્યા શોધી રહ્યો છે.. ” સારિકા બોલી. “હા ૧ થી ૭ ધોરણ હું બીજી સ્કુલ માં હતો અને પછી મારી મમ્મી એ મારો દાખલો આ સ્કુલ માં કરાયું.” “અહી બધા ની જગ્યા નક્કી કરેલી હોય છે એટલે બીજા કોઈ ની જગ્ગ્યા પર બેસવા નઈ દેતા...” થોડા નીચા સ્વરે સારિકા બોલી.

“હા એમ લાગ્યું ... ” હું બોલ્યો. થોડી વારમાં પ્રાથ્રના ચાલુ થઇ ગયી અને બધા ઉભા થઇ ગયા અને હું પણ ઉભો થઇ ને પ્રાથર્ના કરવા લાગ્યો. ૨ વિષય ના ક્લાસ પછી ૨૦ મિનીટ ની રીસેસ પડી. અડધા ક્લાસ ની બહાર ગયા અને બીજા ક્લાસ માં જ બેસી રહ્યા હતા. “ચાલ ક્લાસ ની બહાર જઈએ સમોસા ખાવા...” સારિકા બોલી.

પાછો હું ચકિત થઇ ગયો કારણ કે પેહલી વાર કોઈ છોકરી એ મને બહાર નાસ્તો કરવા બોલાવી. “ના ચાલશે તુ તારા ફ્રેન્ડ સાથે જઈ આવ.. મારી બહેન મને મળવા આવે છે અહી.. એ પણ આજ સ્કુલ માં સાઈન્સ લીધું છે..”

“ સારું વાંધો નઈ..” એમ બોલી ને એના ફ્રેન્ડ સાથે જતી રહી અને બીજી બાજુ મારી બહેન આવી. “કેવો રહ્યો પેહલો દિવસ ???” મારી બહેન અનુ બોલી. “સારો ગયો... અને બધા મિત્રો પણ બનવા લાગ્યા..”

હું એ સારિકા અને સવાર માં બનેલી ઘટના ને છુપાવી ને બોલ્યો. થોડી વાર વાતો કરી અને પાછો બેલ વાગ્યો. “ચાલ હું જાઉં છુ અને સ્કુલ છૂટી ને સાઇકલ રાખી એ ને ત્યાં આવી જજે.” અનુ બોલી. અને હું ખાલી માથું ધુણાવી ને હા બોલ્યો.

“પેન્સિલ છે???” સારિકા બોલી. “હા છે ને... મારી પાસે ૨ પેન્સિલ છે. અને ૨ રબર પણ છે..” એની પાસે પેન્સિલ હતી પણ કદાચ અણી તૂટી ગઈ હશે એટલે માંગ્યું હશે. “અરે મારી પેન્સિલ ની અણી તૂટી ગઈ છે... અને બીજી પેન્સિલ નથી.” મારી બે પેન્સિલ માંથી એક પેન્સિલ સારિકા ને આપી અને ભણવાનું ચાલુ કર્યું.

લગભગ રીસેસ પતવાને ૨૦ મિનીટ પેહલા અમારા ટીચરે અમને ઘરકામ આપ્યું અને કીધુકે “ બીજા દિવસે બધા ઘરકામ કરી ને લાવજો.” અમારા અંગ્રેજીના કિશોર સર બોલ્યા.

“ચાલ હવે નાસ્તો કરવા તો આવીશ ને ??? કે પછી તારી બહેન સાથે નાસ્તો કરીશ???” સારિકા બોલી. “હા આવું... ડબ્બો લઈને હમણા આવું...” હું થોડા ઉંચા સ્વર માં બોલ્યો. પહેલી વાર હું કોઈ છોકરી સાથે નાસ્તો કરવા જતો હતો અને એક સરસ ખાલી જગ્યા જોઈ ને નાસ્તા નો ડબ્બો ખોલી અને ખાવા લાગ્યા.

સારિકાએ મને પોતાની થોડીક વાત અને કેટલા માર્ક્સ આવે છે એ બધું કીધું. “તુ કઈ બોલતો કેમ નથી..??? એકદમ શાંત બેસી રહે છે?? તારા વિશે કઈ બોલને ???”સારિકા બોલી.

એક તો હું પેહલી વાર કોઈ છોકરી સાથે બેસી ને નાસ્તો કરતો અને ઉપરથી મને પોતાના વિશે બોલવા નું કીધુ એટલે થોડો અટકયો અને મારા વિષે થોડું કીધું.

થોડા દિવસ નીકળી ગયા પછી હું અને સારિકા સારા મિત્ર બની ગયા. હવે હું એની સાથે બિન્દાસ્ત બેસીને નાસ્તો કરતો અને ભણતા. પછી તો મારા બીજા પણ મિત્રો બની ગયા અને જુના સ્કુલ ની જેમ બધા સાથે રમતા. પણ આ વખતે મારી સાથે સારિકા અને બીજી એની ફ્રેન્ડઓ પણ હતી એટલે કોઈ ને ઈજા ના એવી રમત રમતા.

એક વર્ષ માં તો હું બધા સાથે સારી રીતે ભળી ગયો હતો અને બધા સાથે મસ્તી કરતો. તેમ છતાં હું બધા માટે એક શાંત છોકરો હતો કારણ કે હું બધા સાથે બહુ બધી મસ્તી ના કરું અને પોતાનું ભણવા નું કામ કરું.

એક રોમાંચક વાત એ હતી કે અમારો સ્કુલનો આચાર્ય બહુ કડક સ્વભાવ ના હતા. એક તો ઉમર વાળા હતા ને બીજું એ કે આચાર્ય પોતે એ સ્કુલ માં ભણેલા હતા. મારી સ્કુલના નિયમો પણ અઘરા હતા. પેહલો એમ હતો કે કોઈ છોકરી કે છોકરા ક્લાસ માં એક પાટલીમાં સાથે બેસવાનું નઈ.

બીજો એમ હતો કે સવારમાં સ્કુલ ની અંદર આવ્યા પછી સીધો છૂટવા ના બેલ પછી જ બહાર જવાનું. અને સખત કડક ત્રોજો નિયમ એમ કે જો જોઈ છોકરો કોઈ પણ છોકરી સાથે હાથ માં હાથ નાખી ને ફરતા જોયો તો બંને ને સખત સજા મળશે અને એના માતા-પિતા ને બોલાવી લાવમાં આવશે.

અમરા સ્કુલનો એક પટાવાળો મારા આચાર્ય નો ચમચો હતો..કઈ પણ શંકાશ્પદ જેવું લાગે એટલે પેહલા એમને જઈ ને કઈ આવે. એક વાર એક છોકરી અને છોકરો પાળી કુદી ને ભાગવા નો પ્રયત્ન કરી રહ્યા હતા અને એ અમારા પટાવાળાએ જોઈ લીધું. તરત ત્યાં જઈને એ બંનેને પકડ્યા અને આચાર્યના કક્ષ માં લઇ ગયા.

પહેલા તો છોકરા ને આખા સ્કુલની વચ્ચે લઇ ગયા અને ત્યાં બધા ની સામે મુરઘી બનવ્યો. થોડી વાર માં તો એના અને છોકરીના માતા-પિતા ને બોલાવ્યા અને બંનેનું નામ સ્કૂલમાંથી નીકાળી કીધું.

આ ઘટના પછી હું પણ જરા સાવચેત થઇ ગયો અને સારિકા ને બીજી છોકરી સાથે થોડું અંતર રાખતો. “ચાલ ને નાસ્તો કરવા જઈએ.. ” સારિકા બોલી.. “ના આજે હું નાસ્તો નથી લાયો એટલે હું નઈ આવું.. તું જઈ આવ..” હું બોલ્યો. “વાંધો નઈ મારા માંથી નાસ્તો કરી લેજે એમ પણ હું આજે ઘણો નાસ્તો લઇ છું.” સારિકા બોલી. અને હું સારિકાની સાથે બહાર નાસ્તો કરવા ગયો. પેલા પટાવાળાની નજર મારા અને સારિકા પર જ હતી એટલે હું એ પેહલા થીજ સારિકા ને સમજાવી દીધું હતું.

મારા શાંત અને સારા સ્વભાવ થી બધા મારા થી પ્રભાવિત હતા એટલે ક્લાસ નો મોનીટર બનાવી દીધો. સ્કુલનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો મને પેહલા આવી ને મારું નામ લખી નાખતા. તેમ છતાં હું બહુ મિત્રો સાથે વાતો ના કરતો અને મારું ભણવાનું કરતો. મારા શાંત અને સારા સ્વભાવને લીધે સારિકા મારા થી ખુબ પ્રભાવિત થઇ હતી. પણ મારી સ્કુલ અને એના નિયમો ને લીધે હું એની સાથે વધારે વાત નહતો કરી શકતો જેનું એને પસંદ નહતું.

મારા સ્કુલમાંથી અમને સાઈન્સ સીટી,સાપુતારા,મીની વૈશ્નૌદેવી અને બીજી ઘણી જગ્યાએ પ્રવાસે લઇ જતા પણ મારા ઘરથી મને પરવાનગી આપતા ન હતા.પણ એક વાર સ્કુલમાંથી મિત્રો અને સારિકાએ મને ઘણો સમજાવ્યો અને સ્કુલ ના કિશોર સરે પણ ઘરે વાત કરી ને મને પ્રવાસે જવા ની પરવાનગી આપી.

અમારો પ્રવાસ સાપુતારા નો હતો એટલે મારા ઘર માંથી બધું મને કહી રાખ્યું. સવારે સ્કુલમાં હું સાઇકલ ને રાખી ને ગેટ ની બહાર એક જગ્યા એ ભેગા થયા અને બધા ને લાઈનમાં ને ચડવા કીધું. લાઈન હોવા છતાં બધા ધક્કા મારી ને આગળ ચડી ગયા અને હું છેલ્લે ચડ્યો. બસ માં ચડ્યો અને જોયું તો સારિકા એ મારી માટે બાજુ માં જગ્યા ખાલી રાખી હતી અને મને બેસવા બોલાવી રહી હતી.હું પણ જગ્યા ના હોવા ને લીધે સારિકા ની બાજુ માં બેસી ગયો.

બધા મારી સામે જોઈ રહ્યા હતા કારણ કે મારા સિવાય કોઈ પણ છોકરો છોકરીની બાજુ માં નહતો બેઠો. થોડી વાર માં અમારી બસ સ્કુલ થી ઉપડી ગઈ. શિયાળાનો સમય હતો એટલે ઠંડી પણ ઘણી હતી સાથે સવાર નો સમય હોવાથી થોડું અંધારું હતું.

“તું મારી સાથે વાત કેમ નહિ કરતો...??? બોલવું છુ તો પણ સામે જોતો નથી... કીટ્ટા છે મારા થી???” સારિકા બોલી. “ના એવું નથી.. કીટ્ટા નથી તારા થી.. આ સ્કુલ ના નિયમો મને બીક લાગે છે કે મારા લીધે તને સજા મળે....” હું બોલ્યો. “અચ્છા એમ છે.. પણ હવે તો આપણે સ્કુલ ની બહાર નીકળ્યા છે તો વાત કરીશ ને???” સારિકા બોલી. “હા હવે વાત કરીશ..” હું હસતા બોલ્યો.

થોડી વાર પછી પાછળ જોયું તો ક્લાસના બધા સુઈ ગયા હતા , હું અને સારિકા જ જાગતા હતા. અમે બંને લાંબા સમય વાતો કરી... પણ વધારે ટાઇમ સારિકા બોલતી હતી અને હું ખાલી સંભાળતો હતો. એમ લાગતું હતું કે સારિકા મારી સાથે એક વર્ષ સુધી વાત ના કરી હોય એટલી વાત કરી.

લગભગ સવારે અગિયાર વાગે એક સતલજ હોટલે અમારી બસ ઉભી રહી. સારિકા એની ફ્રેન્ડ સાથે બહાર ગઈ અને હું ધવલ સાથે ગયો. સ્કુલથી જમવા અને નાસ્તો બનવા માટે એક મહારાજા ને સાથે લઇ ગયા હતા એટલે બધા ને ગરમ બટાકા-પોહાનો નાસ્તો કરવ્યો. અડધા કલાક બાદ અમારી બસ પછી ઉપડી ગઈ. પણ આ વખતે હું ધવલ સાથે બેઠો કારણ કે સારિકા સાથે તેની ફ્રેન્ડ બેઠી હતી.

૫ કલાક ના સફર બાદ અમે બધા સાપુતારા આવી ગયા હતા. અમને બધા ને એક ધરમશાળા માં લઇ ગયા અને ત્યાં રેહવા નું કીધું. સાંજ થઇ ગઈ હતી એટલે અમને સવારે બધે ફરવા લઇ જવા ના હતા. છોકરા અને છોકરી ના રૂમ અલગ હતા પણ એક બીજા ની સામે જ હતા. રાત્રી નું ભોજન કર્યું અને થોડી વાર બહાર ફરી ને બધા સુવા રૂમ માં ચાલવા લાગ્યા.

“સારિકા થોડી વાર બેસને.. કેટલી જલ્દી સુઈ જાય છે.. ” હું બોલ્યો. મારી વાત સાંભળી ને સારિકા તો પેહલા ચકિત થઇ ગઈ અને બોલી “અરે વહ્હ નિરવ તુએ પેહલી વાર સામેથી મને બેસી ને વાત કરવા કીધું..??? તું બોલે પણ છે??? ” સારિકા બોલી. “હા આવે... બેસવું છે કે નઈ??? નઈ તો હું સુવા જાઉં છું....” હું થોડો ઉતાવળમાં બોલ્યો.. “હા શાંત થઇ જા..બેસું છુ બસ.. પણ થોડી વાર જ કારણ કે પેલી મારી ફ્રેન્ડ સેજલ ને ઊંઘ આવે છે...” સારિકા બોલી. “હા ઠીક છે.” હું બોલ્યો. થોડી વાર વાત કરી ને હું અને સારિકા સુવા ગયા. અમારા રૂમ માં કિશોર સર અને છોકરીઓ ના રૂમ માં મંજુલા મેડમ હતા. સાથે બીજા સર અને મેડમ હતા.

સવારે વહેલા ઉઠી અને નાહી-ધોઈ ને બધા બહાર એક ઝાડ નીચે ઉભા થઇ ગયા. “ચાલો છોકરોઓ... આજે આપણે બધા સાપુતારા નું મ્યુઝીયમ જોવા જવા નું છે.. બધા બસ માં બેસી જાઓ જલ્દી.” કિશોર સર અને મંજુલા મેડમ બોલ્યા. બધા મ્યુઝીયમ પહોચી ને લાઈન માં અંદર ગયા અને બધે જોવા લાગ્યા. સારિકા મારી બાજુમાં આવી ને ચાલવા લાગી.

“ચાલને ત્યાં પુતળું જોવા જઈ એ....!!!! ” સારિકા બોલી. “ હા ચાલ... પણ વધારે દુર નઈ જવું નહી તો આપણે ખોવાઈ જઈશું..” હું થોડા શાંત સવારે બોલ્યો.

આમ અમે બધા ક્લાસ વાળા આખો દીવસ સાપુતારાના અલગ અલગ જગ્યા એ ફરી ને પાછું સાંજે વડોદરા આવવા માટે નીકળ્યા. બીજા દિવસે સવારે અમે બધા સ્કુલે આવી ગયા. સારિકા ને લેવા એના પપ્પા સ્કુટર લઇને આવ્યા હતા. એક બીજા ને સ્મિત આપીને ઘરે જવા નીકળ્યા.

એ પ્રવાસ મારા માટે યાદગાર રહ્યો હતો. એના બે કારણ હતા. પેહલો એ હતો કે હું પેહલી વાર પ્રવાસે ગયો હતો અને બીજો એ હતો કે સારિકા સાથે હું પેહલી વાર કલાક સુધી વાત અને એક સાથે બધે ફર્યા હતા.

પણ પછી ધોરણ દસમાં સારિકા.....