પ્રિય વાચક મિત્રો,
આ વખતે વ્યવસાઈક વ્યસ્તતાના લીધે રેઈકી સીરીઝ નાં રેગ્યુલર પ્રકરણ પ્રકાશિત કરવામાં વિલંબ થયેલ છે તે બદલ હૃદપૂર્વક ક્ષમા માંગુ છું. આશા રાખું છું કે હવે થી આપ ને નિયમિત પ્રકરણ વાંચવા મળી રહેશે.
રેઈકી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો મારા મોબાઇલ નંબર 9925012420 ઉપર સંપર્ક કરી પ્રશ્નનો ઉકેલ મેળવી શકો છો. જો આપને મારી આ સીરીઝ પસંદ આવી હોય તો કોમેન્ટ કરશો અને લાઈક કરશો.
રેકી પ્રકરણ 5 - શક્તિપાત
રેઈકી ઉપચાર પદ્ધતિથી કુદરતી સારવાર આપણા હાથ દ્વારા આપી શકાય છે. રેઈકી શીખવી ખૂબજ સરળ છે અને ફક્ત બે દિવસમાં પહેલી અથવા બીજી ડીગ્રી અંદાજીત 12 થી 14 કલાકમાં શીખી શકાય છે. તેમાં શક્તિપાત એટલેકે એટ્યુનમેન્ટ કરવામાં આવે છે.
પહેલી ડીગ્રીમાં રેઈકીની પ્રાથમિક જાણકારી, રેઈકીનો ઈતિહાસ તેમજ પોતાને અને બીજાને સારવાર કેવી રીતે આપી શકાય તેના વિષે જાણકારી આપવામાં આવે છે. એમ કહેવાય છે કે રેઈકીની પહેલી ડીગ્રીમાં શક્તિપાત દ્વારા 20% જેટલી શક્તિ મળવાની શરૂ થાય છે અને બીજી ડીગ્રીના સેમીનારમાં શક્તિપાત પછી બીજી લગભગ 80% જેટલી શક્તિ વધે છે. આમ, કુલ 100% શક્તિ મળે છે.
રેકી ઊર્જા મેળવવા માટે શક્તિપાત મુખ્ય છે આ શક્તિપાત યોગ્ય રેઈકી નું શિક્ષણ મેળવેલ રેઈકી માસ્ટર જ કરી શકે છે. આ એક અતિ પ્રાચીન એવી ભગવાન બુદ્ધ દ્વારા શોધાયેલી વિદ્યાનો સિલસિલો છે. આ શક્તિપાત કરવાથી બ્રહ્માંડમાં રહેલ સર્વવ્યાપી જીવનશક્તિ વ્યક્તિ મેળવવા માટે શક્તિમાન બને છે. પછીથી તેને વિકસાવી શકાય છે. તેનો વિસ્તાર કરી શકાય છે અને વ્યક્તિની ચેનલ (નાડી) ખુલી જાય છે અને સર્વવ્યાપી જીવનશક્તિ વ્યક્તિના માથાના ઉપરના ભાગે સહસ્ત્રાર ચક્ર માંથી દાખલ થઈને શરીરના ઉપરના ભાગોમાં આવેલાં અલગ અલગ શક્તિ કેન્દ્રો એટલેકે ચક્રો – કપાળ ની વચ્ચે આવેલ આજ્ઞાચક્ર, ગાળામાં આવેલ વિશુદ્ધ ચક્ર અને હૃદય પાસે આવેલ અનાહત ચક્રમાંથી પસાર થઇ હાથોમાં થઈને બહાર આવે છે.
દરેક વ્યક્તિ ઉપર આ શક્તિપાતની અસર જુદી જુદી જોવા મળે છે કારણ કે દરેક વ્યક્તિનું શારીરિક સ્તર બીજા વ્યક્તિ કરતાં અલગ અલગ હોય છે. રેઈકી નો પ્રથમ ડીગ્રીનો શક્તિપાત વ્યક્તિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનું એક માધ્યમ બને છે અને તેજ સમયથી તેનો વિકાસ ઝડપી બને છે તેમજ નકારાત્મક વિચારોનું વલણ બદલાય છે. તેથી શક્તિના કે ઊર્જાના અવરોધો ઢીલા પડી ધીમે ધીમે દૂર થઇ જાય છે. માં અને શરીર વચ્ચે આ પ્રક્રિયા દ્વારા સંતુલન સ્થાપિત થાય છે.
રેઈકીના પ્રથમ ડીગ્રીના શક્તિપાતમાં વ્યક્તિના શારીરિક વિકાસમાં તેનો શ્વાસોશ્વાસ ઉપરાંત પોતાના ચક્રો દ્વારા વધારાની પ્રાણશક્તિ લઇ શકે તે ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. રેઈકીનો પ્રથમ સેમિનાર બે દિવસનો હોય છે. જેમાં પહેલાં દિવસે વ્યક્તિના શક્તિપાતમાં તેના સ્થૂળ શરીરમાં રહેલ હૃદય તથા થાયમસ ગ્રંથીને વિકસાવામાં આવે છે. જયારે પ્રાણશરીરમાં રહેલ હૃદયચક્રનો પણ વિકાસ થાય છે. સાથે સાથે સ્થૂળ શરીરમાં રહેલ થાયરોઇડ ગ્રંથિ તથા પ્રાણશરીરમાં રહેલ વિશુદ્ધચક્રનો વિકાસ થાય છે.
બીજા દિવસે શક્તિપાતમાં સ્થૂળ શરીરમાં રહેલ પીટ્યુટરી ગ્રંથિ તથા પ્રાણ શરીરમાં રહેલ આજ્ઞાચક્રનો વિકાસ કરવામાં આવે છે. જે ઉચ્ચ પ્રકારની ચેતનાનું કેન્દ્ર છે. જેના દ્વારા આપણને અંતઃપ્રેરણા અને ટેલીપથીના સંકેતો મળતા રહે છે. સાથે સાથે સ્થૂળ શરીરમાં રહેલ પિનીયલ ગ્રંથિ તથા પ્રાણ શરીરમાં રહેલ સહસ્ત્રાર ચક્રનો પણ વિકાસ થાય છે. સહસ્ત્રાર ચક્ર એ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસનું કેન્દ્ર છે. આ શક્તિપાત પછી તરતજ આ દિવ્ય ચેનલને સીલ કરી દેવામાં આવે છે જેથી વ્યક્તિની આખી જિંદગી સુધી આ રેઈકીનો પ્રવાહ ચાલું રહે છે.