ક્યારેક હારી જતા હોઇએ છીએ આપણે જીંદગીથી....
ક્યારેક અંતિમ ક્ષણ સુધી પહોંચીને ત્યાં થાકી જતા હોઇએ છીએ.,
તો વળી ક્યારેક એટલાં થાકી જતા હોઇએ છીએ કે પ્રયત્નો કરવાનું જ ભૂલી જઇએ છીએ, તો વળી ક્યારેક એવું માની લઈએ છીએ કે આ મારાથી નહીં જ થાય...... પણ શુ ખબર ત્યાંથી જ જીંદગીની સુંદર ક્ષણોની શરૂઆત થવાની હોય???
પણ જે જીંદગીની દરેક ઓવર ને ફક્ત રમતો જ જાય છે. હાર-જીત ની કાંઇ પણ ચિંતા કર્યા વગર, એ કાંઇક તો મેળવે જ છે.
આવી જ રીતે જીંદગીને રમતાં રમતાં જીતી જનાર... એક વ્યક્તિત્વ સાથે મળવાનો મોકો મળ્યો.
એમનું નામ -કમલેશભાઈ,સ્વભાવે સરળ અને વાતો પણ સરળ જ કરે, મોટી મોટી વાતો કરીને મોટા દેખાવાનો થોડો પણ પ્રયત્ન ના કરે,અને શાયદ એટલેજ......એમની વાસ્તવિકતાવાળી મોટાઈને હુ પણ ના જાણી શક્યો.
મને કે સાહેબ... મારા પપ્પા કહેતા કે
..અમે જ્યારે નાના હતા ત્યારે એકવાર એવી પણ સ્થિતિ સર્જાયેલી કે દુકાનવાળાએ સાંજના ભોજન માટેનું'કરિયાણુ' આપવાનું પણ ના કહી દીધેલું.... ત્યારે મારા પપ્પાએ આજીજી કરીને કીધેલુ કે- "ભાઈ મારા છોકરાઓ નાના છે. અને ભૂખ્યા છે" ...આ વખતે આપી દો, કાલે પૈસા પહોંચાડી દઇશ.
મારુ જીવન અતિ સામાન્ય પરિસ્થિતિમાં ગુજરેલું. દસમું ધોરણ ભણ્યા પછી તો ઘરની સામાન્ય પરિસ્થિતિ જોઈને મે ભણવાનું છોડી દીધું અને ધંધે લાગી ગયો.પપ્પા ને એક હાથ વધું મળ્યો.
આમ થોડી મહેનતથી અને થોડા સાથ સહકારથી પછી તો કારિયાણા ની દુકાન પણ સ્થાપી. પછી ઓળખાણ વધી સંજોગે થોડો વધુ સાથ આપ્યો તો (માંડવી)મગફળી પછી ડુંગળીનો પણ વેપાર કર્યો.
વેપાર ના કામકાજે મિત્રો વધતા ગયા, એમાંના જ એક મિત્રે એક દિવસ અચાનક જ વાત છંછેડી, અને આજે હુ જે છું એની અર્ધી સફળતા ત્યાંજ મળી ગઇ .
મિત્ર એ એવું કિધેલુ કે -મારે સ્કુલ ખોલવી છે. ટ્રસ્ટીમાં તુ ભાગીદાર બને તો...
પેલા તો મે ના જ પાડી દીધી. કેમ કે -શિક્ષણ મારો વિષય જ નહોતો .હુ તો વેપારીલાઇન નો માણસ.
મે એને સીધું જ કહી દીધેલું-એ મારો વિષય જ નથી. શુ કરવાનું?શુ નહી? મને કાંઇ જ ખબર ના પડે.
પછી એના વધુ આગ્રહ થી હુ ફક્ત કહેવા માટેનો ભાગીદાર બની ગયો. મને કાંઇ જ ખબર ના હોય. સ્કુલમાં શુ ચાલે, શુ નહીં?
પણ દરેક વાત સરળ રીતે જ પૂરી નથી થઈ જતી, એવું મારી સાથે પણ થયુ.
એક દીવસ ભાગીદારોએ સ્કુલ ને અલગ કરવાનું કીધું -અને મને પણ કીધું કે આપણે હવે અલગ થવું પડશે..
જમીન મારી, મકાન મારા ખર્ચનું એટલે હુ થોડો મૂંઝવણમાં આવ્યો.
થોડી મથામણ થઈ, દિવસો વીત્યા અને અંતે સ્કૂલનો સામાન ,વિદ્યાર્થીઓ બધું તેમને સોંપીને હુ ફક્ત ખાલી મકાનનો ટ્રસ્ટી બનીને રહી ગયો. ત્યારે મે આ કાર્ય છોડી દીધું હોત તો શાયદ ,આજે આ વાત આમ ના કહી રહ્યો હોત... પરંતુ ત્યારે મે ફરીથી એકલા હાથે સ્કુલ ચાલુ રાખી.પછી થી નાના ભાઈ નો પણ સાથ સહકાર મળ્યો.
પહેલા વર્ષે ફક્ત 100 વિદ્યાર્થીઓ સંભાળ્યા, ભણાવ્યા, વાલીઓનો વિશ્વાસ વઘ્યો. આસપાસના વિસ્તારમાં સ્કુલની સફળતાનુ નામ વધ્યું અને આજે વિદ્યાર્થીઓમાં અને દરેક કામમાં મોખરે છે - મારી સ્કુલ.
અત્યારે એ વ્યક્તિઓમાનું કોઈ પણ શિક્ષણલાઇનમાં નથી અને હુ જે "શિક્ષણ"શબ્દથી પણ પૂરો પરિચિત નહોતો .આજે સ્કુલ અને હોસ્ટેલ બન્ને પૂરી નિપુણતાથી ચલાવું છું -' પાર્થ વિદ્યાલય' ,એમ બોલીને કમલેશભાઈ થોડું હસ્યાં.
Moral of story.... અને કહેવાનો મતલબ એટલો જ કે ..ઘણીય વાર્તાઓ આપણ ને life મા આગળ વધવાનો એક આશય બનતી હોય છે..
કમલેશભાઈની વાત દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક એવી જ hopeful story છે.જે આપણ ને ક્યાંક ..કાંઇક શીખવી જાય છે.(સત્ય ઘટના)
@નિખિલ