Sambandho ni aarpar - 27 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર.... પેજ - ૨૭

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર.... પેજ - ૨૭

પ્રયાગ અને અદિતી ના એડમીશન ની જવાબદારી અનુરાગ લેછે...અદિતી....તેનાં આદર્શ એવા અંજલિ મેડમ સાથે ફોન પર વાત કરી રહી છે.

********* હવેેઆગળ....પેેેજ -૨૭*************

બેટા આચાર્ય સાહેબે મને હમણાં જ જણાવ્યું કે તુ મને તારી આદર્શ માનેછે.

જી...હમમમ...મેડમજી..!! અદિતી હજુ પણ બોલતા અચકાતી હતી.

બેટા ખાસ એટલા માટે જ તને ફોન કર્યો છે.

જી..મેડમજી કહો ને.. હવે અદિતી સ્વસ્થ થઈ ગઈ.

જો બેટા બહુજ શાંતિ થી અને સ્વસ્થતા થી મારી વાત સાંભળજે. કદાચ મારી વાત જીવન માં ક્યારેક ,ક્યાંક બહુ ઉપયોગી સાબિત થઈ શકે તને.

બેટા....આપણું જીવન હંમેશા આપણા વિચારો અને આપણા નિયમો અને નિર્ણયો થી જ આગળ વધી શકે તે ક્યારેય શક્ય જ નથી. જીવનમાં એવા ઘણાં બધાં મુકામો આવશે ,જ્યાં આપણે વિચારેલું અને આપણે ધારેલું શક્ય નાં પણ બની શકે.
આપણે તેવા સમયે કોઈ બીજા નાં નિર્ણયો અને વિચારો ને હસતાં મોઢે સ્વીકારી ને જીવન ને આગળ વધારવું પડશે. કોઈપણ વ્યક્તિ જ્યારે ખુબ મહેનત કરી ને સફળતા મેળવે છે ..ત્યારે તમને પોતાનો આદર્શ માનવા વાળા સમાજ માં અને જીવનમાં બહુ બધા હોય છે. તેવા લોકો માં થી એક તુ પણ હોઈ શકે છે.
બની શકે કે હું આચાર્ય સાહેબ નાં લીધે તારા થી નજીક હોઈ શકુ,ક્યારેક તમારા ઘર માં આચાર્ય સાહેબ દ્વારા મારા વિષે કરાયેલી વાતો થી તુ ઈમ્પ્રેસ થઈ હોય.
પરંતુ બેટા ..કોઈ ને પોતાનો આદર્શ કહેવું અને તેને ખરે ખર માનવું તે બન્ને વાત માં દિવસ રાત નો ફરક છે.
જ્યારે તમે કોઇ ને પોતાનાં આદર્શ સમજતા હોવ ત્યારે તમે ફક્ત જેતે વ્યક્તિ ની સફળતા ને જ નજર સમક્ષ રાખી ને વિચારતાં હોવ છો...તેવું હું સમજું છું.
પરંતુ ખરેખર તો તમે જેને આદર્શ સમજો છો તેનાં જીવનમાં સાથે વણાયેલી બીજી ઘણી બધી ઘટનાં ઓ તેમની સફળતા માટે કારણભૂત હોય છે, જેને ધ્યાન માં નથી લેતા,કારણકે તેની ખબર જ નથી હોતી.
એવું પણ શક્ય છે કે તમે જે વસ્તુ કે વાત ને જીવનમાં વિચારી પણ નાં હોય તેવા પ્રસંગો અને તેવા સમયમાં થી તમારા આદર્શ માનતા હોવ તે વ્યક્તિ પસાર થઈ ચૂકી હોય. જેતે સમયે ...તેમણે લીધેલા નિર્ણયો તમારા વિચારો સાથે મેચ જ નાં થતાં હોય તેમ પણ બને. ત્યારે આવા સમયે તમારી જાતને તમારે સ્વસ્થ રાખી અને તે વ્યક્તિ ને સમજવી પડે...એ જો આપણે નાં કરી શકી એ તો આપણે પોતે પણ આપણું લક્ષ ગુમાવી બેસીએ.
બેટા ...શક્ય હોય ત્યાં સુધી કોઈ ને પણ તારા આદર્શ નાં બનાવતી...અને જો તુ ખરેખર જ કોઈ ને પણ તારા જીવનમાં આદર્શ માનતી અને સમજતી હોય....તો તેમનાં જીવન દરમ્યાન તેમણે લીધેલા નિર્ણયો ને તુ તારા હિસાબે નાં મુલવવા ની કોશિશ કરતી.

આમ તો મારાં માટે તો બહુ ખુશી અને ગૌરવ ની વાત છે કે તું મને આટલું રીસ્પેક્ટ આપે છે...પણ તેમ છતાં મને લાગ્યું કે આટલી વાત તો મારે તને ચોક્કસ કહેવી જોઈએ, જેથી તને તારો નિર્ણય લેવામાં સરળતા રહે. હું આશા રાખું છું કે તને મારી વાત થી દુઃખ નહીં પહોંચ્યું હોય. અને તુ પોતે જ તારી પોતાની રાહ અપનાવવા માટે પ્રયત્ન કરજે.

અદિતી ને અંજલિ ની આ વાત સાંભળી ને લાગ્યું જાણે કોઈ મહાનુભાવ તેને ધર્મ ગ્નાન નો ઉપદેશ આપી રહ્યું હોય. અદિતી ને તો અંજલિ મેડમ માટે જે માન હતું તેનાં કરતા વધી ગયું. અદિતી ખુબ સ્વસ્થ અને શાંતિ થી એક ચીતે બોલી...

મેડમજી...હું એક ચીત્તે આપને સાંભળતી હતી. આપની દરેક વાત થી હું ચોક્કસ પણે સંમત છું, કે કોઈને પોતાના આદર્શ કહેવું અને સમજવું તેમાં બહુ જ મોટો ફરક છે.
પરંતુ આજે મને ખરે ખર ખુબ જ આનંદ અને ગર્વ થાય છે મારી જાત પર કે મેં આપને મારા આદર્શ માન્યા હતા અને માનુ છુ તે સારૂ જ કર્યું છે.
હું કોશીશ કરીશ કે તમારા પગલે પગલે ચાલી શકુ.જીવનમાં જ્યારે જ્યારે કોઈ મુંઝવણ હશે તો આપનાં સમજાવેલા માર્ગ પર ચાલીશ.
અને હા.....હું એક વાત ની ખાત્રી આપુ છું કે, મારા જીવનમાં ક્યારેય પણ કોઈ એવો પ્રસંગ બનશે, જ્યારે હું તમને અથવા તમારા નિર્ણયો, અથવા સલાહ ને નાં સમજી શકું તો ક્યારેય તમારા નિર્ણયો પર કોઈપણ જાત નો સંદેહ નહીં કરું. અને તેવા સમયે
હું સમજી લઈશ કે હજુ પણ હું આપને સમજી શકવા માટે સમર્થ નથી.
આપ ને ક્યારેય મારા તરફથી કોઈપણ જાતની તકલીફ નાં પઙે તેનું ધ્યાન રાખીશ...અને ક્યારેય મારી મતિ ચુક થી આપની કોઈપણ વાત ની અવગણના થાય તો હું ..નાની છુ..એટલે માફ કરી દેજો...અને મારું ધ્યાન પણ ચોક્કસ દોરજો.

અંજલિ...ને અદિતી નાં સમ્રુધ્ધ વિચારો વાળા જવાબ થી ખુબ આનંદ થયો.
બેટા...મારી વાત પુરી થઈ...હવે તારો નિર્ણય તારે જ લેવો પડશે. સ્પેશિયલ આ વાત નો.
જીવનમાં ખુબ પ્રગતિ કરજો...માં અંબાજી તારી બધીજ ઈચ્છા ઓ પૂરી કરે. અને જીવન માં એક સરળ વ્યક્તિ બનજે, સફળ તો એની જાતે થઈ જવાશે.

મેડમજી....આપની સાથે વાત કરી ને હું મારી જાતને ધન્ય અનુભવું છું. આપને ખ્યાલ પણ નહીં હોય,પરંતુ આજે આપે મને જીવન નું કેટલું મોટું ભાથું આપી દીધું છે. હું ફરીથી એમ કહું છું કે હું મારા નિર્ણય માં સાચી જ હતી, અને આપને જ હું જીવનભર મારા આદર્શ બનાવીને મારા જીવન ને સજાવીશ.
અદિતી નાં જવાબ માં જબરજસ્ત પ્રતિબદ્ધતા અને આત્મ વિશ્વાસ છલકાતો હતો.

ઠીક છે બેટા....એનો મતલબ એવો થયો કે , તુ સાચી છુ અને તારો નિર્ણય પણ સાચો છે તે સાબિત કરવા માટે હજુ મારે વધુ મહેનત કરવાની છે. અંજલિ...હસતા હસતા બોલી.

બેટા ફરીથી કહું છું કે મારી સફળતા ને જોવે તો મારાં સંઘર્ષો ને પણ મુલવજે. કારણકે દરેક વ્યક્તિ નાં જીવનમાં સંઘર્ષો નાં માપદંડ અલગઅલગ હોય છે. દરેક વ્યક્તિ ની પરિસ્થિતિ એક સરખી ક્યારેય નથી હોતી. ..આમ છતાં પણ ક્યારેય કશું નાં સમજાય તો મારી પાસે આવજે.

જી...મેડમજી ચોક્કસ...!! અદિતી ગંભીરતાપૂર્વક સમજવાની કોશિશ કરી રહી હતી...અને અંજલિ ને જવાબ આપ્યો.

ઓ.કે. બેટા...બાકી હું આચાર્ય સાહેબ સાથે વાત કરી લઉં છું. કહી ને અંજલિ એ ફોન પુરો કર્યો.

ઓ.કે.મેડમજી...થેંક્યુ વેરી મચ...કહી ને અદિતી એ ફોન મુક્યો.

આચાર્ય સાહેબ તમારી દીકરી ખરેખર ખુબ જ હોંશિયાર છે. મને વિશ્વાસ છે કે તે ચોક્કસ સફળ થશે જ. નશીબદાર છો કે તમારે આવી ડાહી દીકરી છે. અને, તેનાં જરૂરી ડોક્યુમેન્ટ મને મેઈલ કરી દો, તેનું એડમીશન થઈ જશે.
અંજલિ એ વાત અને કામ બન્ને પુરા કર્યા.
અંજલિ જ્યારે અદિતી ને સમજાવી રહી હતી,ત્યારે આચાર્ય સાહેબ નાં હાવભાવ અલગ જ હતા. આજે પોતાની જાત ને ધન્ય ગણતાં હતાં...અંજલિ મેડમ સાથે કામ કરવાનો તેમને જે અવસર મળ્યો હતો..તેનાં માટે ખાસ. આટલી મોટી કંપની નાં માલીક અને તેમનાં જેવાં એક સામાન્ય વ્યક્તિ ની દીકરી ને પોતાની દીકરી ની જેમ જ સમજાવતા હતા.
અદિતી યુ.એસ. જઈને શુ ભણીને આવશે એતો સમય જ કહેશે, પરંતુ આજે અંજલિ એ અદિતી ને જે શીખવાડ્યું તે તેનાં જીવનમાં ખુબજ મહત્વનું અને ઉપયોગી થવાનું છે, જે આચાર્ય સાહેબ સારી રીતે સમજી ગયા હતા.

આચાર્ય સાહેબ વિચારો માંથી બહાર આવ્યા...જી મેડમજી હુ..હમણાં જ આપને ઈ મેલ કરું છું.
મેડમજી હું આપનો સાચા હ્રદય થી આભારી છુ..આજે તમે અદિતી ને જે સમજાવ્યું તેનો હું સાક્ષી છું. મને ગર્વ છે મારી દીકરી ના નિર્ણય પર , અને આજે મને પણ આપની સાથે આપની કંપની માં નોકરી કરવાનાં મારા નિર્ણય ને પણ તમે યોગ્ય સાબિત કર્યો છે.

થેન્ક યુ વેરી મચ મેડમજી.
હું જઇ શકુ છું હવે મેડમજી ??

અંજલિ ના ચહેરા પર પોતાની સામેજ પોતાના વખાણ સાંભળ્યા પછી પણ સહેજ પણ ફરક નહોતો...નાં અભિમાન કે ના કોઈ પ્રતિભાવ.
જી....આપ જઈ શકો છો..બસ..ધીરેથી આટલું જ બોલી....અને રજા આપી અંજલિ એ આચાર્ય સાહેબ ને.

અંજલિ એ યાદ કરી ને પ્રયાગ ના ડોક્યુમેન્ટ અનુરાગ ને ઈ મેલ કર્યા..અને સાથે અદિતી ના પણ આચાર્ય સાહેબે મોકલી આપ્યા હતા એટલે બન્ને ઇ મેલ સાથે જ કરી દીધા.

સાંજે તેના રૂટીન સમયે અંજલિ તેની મનપસંદ કાર માં ચિંતા મુક્ત બની ને ઘર તરફ જઈ રહી હતી. રસ્તા માં એજ ઘોંઘાટ અને ઈનડીસીપ્લીન ટ્રાફીક ના લીધે...બિહામણા ભાસતા હતા. દિકરા નાં એડમીશન ની ચિંતા હવે નહોતી રહી...અંજુ તેનાં ભક્તિ સંગીત મા ખોવાયેલી હતી. આજે ઘર ક્યારે આવી ગયુ તે પણ ખબર નાં પડી અંજુ ને.
અંજલિ ઘરે પહોંચી ત્યાં પાછળ જ પ્રયાગ પણ આવી ગયો..આવી ને તરતજ પ્રયાગ તેનાં ઘર ના વિશાળ ડ્રોઈંગરૂમમાં ગોઠવેલા ભવ્ય સોફા પર આરામથી બેઠો.
અંજલિ પણ પ્રયાગ ને જોતાં જ તેની સાથે સોફા પર બેઠી..પોતાના વ્હાલસોયા લાડકવાયા એક નાં એક દિકરા નાં માથે ખુબજ વહાલ થી હાથ ફેરવ્યો. જેમ જેમ પ્રયાગ ના માથે અંજલિ નો હાથ ફરી રહ્યો હતો તેમ તેમ અંજલિ ને છેક તેની પ્રેગનન્સી રહી ત્યાર થી લઈને તેનાં બાળપણની અનેક નાની મોટી યાદો નાં સંભારણા માં અટવાતી હતી...ખુબજ વ્હાલ થી ઉછેરી ને મોટો કર્યો હતો....પોતે લગભગ એકલા હાથે જ.. જુનાં સ્મરણો માં વિચરતી અંજલિ ની આંખો ભરાઈ આવી હતી....
પ્રયાગ નું ધ્યાન પણ સતત તેની મમ્મી અંજલિ માં જ હતુ...આમ અંજલિ હજુ કશુ બોલી ન્હોતી...પણ પ્રયાગ સમજી ગયો હતો કે આજે મારા એડમીશન ની વાત કરી હશે મમ્મી એ એટલે જ આમ ઢીલી પડી ગઈ છે..
જો મમ્મી....તમે આમ ઢીલા પડશો તો હું કેવી રીતે જઈશ ??
પ્રયાગ પોતે તેની મમ્મી અંજલિ ને સાંત્વના આપી રહ્યો હતો..પરંતુ મનમાં તે પોતે પણ તેની મમ્મી થી દૂર જવાનું છે....તે વિચારો માત્ર થી અસ્વસ્થ થઈ જતો હતો. છતાં પણ ખુબજ ધીરજ રાખી અને તેની મમ્મી ને સમજાવી રહ્યો હતો.
મમ્મી હવેથી આપણે દરરોજ રાત્રે જમ્યા પછીથી હિંચકે બેસીસુ ??

હમમમ....બેટા....આમ પણ તું હવે...કેટલા દિવસ...
આગળ અંજલિ બોલી ના શકી.

પ્રયાગ બંગલો ના આલિશાન ડ્રોઈંગરૂમમાં હર હંમેશા ખુશીના જ વાતાવરણ માં વિહરતો પરિવાર હવે ધીરે ધીરે....વિખુટા પડવાની દિશા માં આગળ વધી રહ્યો હતો. ભલે મન થી કદાચ નજીક રહેશે....પણ એક છત નીચે રહેતાં પરિવાર નો કુળ દિપક...હવે જવાનો હતો....અંજુ જાણતી હતી...કે ભલે પ્રયાગ કહેતો હોય પરંતુ તેનું ભાગ્ય કદાચ તેને હવે કાયમ માટે દુર પણ લઈ જઈ શકે છે.
પ્રયાગ નાં જન્માક્શર માં પણ આવો જ કોઈ ઉલ્લેખ કરેલો હતો....!!

જા બેટા....ફ્રેશ થઈ જા....!! અંજુ એ મન ને બીજી તરફ વાળવા પ્રયત્ન કર્યો.
જી મમ્મી....કહેતા પ્રયાગ તેનાં રૂમમાં ગયો.

મોડેથી અંજલિ અને પ્રયાગ બન્ને તેમના નિત્યક્રમ પતાવીને તેમની વિશાળ લોન માં વોક લેવા નીકળ્યા...બે રાઉન્ડ વોક લીધાં પછીથી તેમનાં મન પસંદ હિંચકે બેઠા....હવે થોડાક દિવસો સુધી આજ નિત્યક્રમ બની રહેવાનો હતો.

મમ્મી શુ ઓપીનીયન હતો અનુરાગ સર નો ??

અંજલિ કે પ્રયાગ બન્ને જણાએ આજે જમતા સમયે વિશાલ ની હાજરી માં આ સવાલ ના કર્યો. કદાચ બેઉ જણા નહોતા ઈચ્છતા કે તે સમયે આ વાત ની ચર્ચા થાય.

બેટા..અનુરાગ સર ની સલાહ મુજબ તો તેમણે યુ.એસ. જવા નું જ કીધું છે. આમ તો તેમણે એવુ પણ કહ્યું કે એક વખત હું તારા પપ્પા ને પણ પુછુ....પરંતુ સાચુ કહુ તો મને પોતાને તારા પપ્પા ને પુછવા નું યોગ્ય નાં લાગ્યું....કેમકે એકતો વિશાલ ક્યારેય આપણી વાત માં રસ લેશે જ નહી, અને બીજુ કે આપણે જ્યારે અનુરાગ સર ની સલાહ માંગી...અને પાછુ તેમાં બીજી કોઈપણ વ્યક્તિને ઈન્વોલવ કરી એ તો તેમની પાસે માંગેલી સલાહ નો શો અર્થ રહે ??? એમ કરવાથી તો અનુરાગ સર નું પણ રીસ્પેકટ નાં રહે ને. એટલે મેં જ અનુરાગ સર ને કીધું છે કે તમને પ્રયાગ માટે જે પણ યોગ્ય લાગે તે નક્કી કરી શકો છો.
અને આમ પણ બેટા યુ.એસ માં અનુરાગ સર ની પોતાની ઓફીસ છે, તેમનું હાઉસ પણ છે, અને સ્ટાફ પણ છે. એટલે તારૂં રહેવાનું અને જમવાનું એમના ઘરે જ થઈ જાય તેમ છે. અને એટલા માટે જ કદાચ તારું એડમીશન તેમણે યુ.એસ. માં કરાવા માટે નક્કી કર્યું હશે.

પ્રયાગ ક્યારનોય ધ્યાન થી અંજલિ ને સાંભળી રહ્યો હતો. મમ્મી..સાચે જ અનુરાગ સર કેટલી કેર કરેછે મારી.પ્રયાગે મૌન તોડ્યું અને બોલ્યો.

બેટા...જે તેમની નજીક હોય તેમની કેર કરવી તે અનુરાગ સર નાં સ્વભાવ માં જ છે. અંજુ એ પ્રયાગ ના સવાલ નો જવાબ વાત ને વાળી લેવા જેવો આપ્યો.

મમ્મી તો હવે...એક વાત નક્કી થઈ ગઈ ને કે, મારે યુ.એસ. જવાનું છે અને અનુરાગ સર નાં ઘરે જ રહેવાનું છે. બરાબર ને ???

બેટા...જ્યારે તેમનું પોતાનું જ ઘર છે ત્યાં,ઓફીસ પણ છે,અને જો તેમનાં કહ્યા પ્રમાણે રહીશ તુ... તો પછી હું તારી માં તરીકે નિશ્ચિત...તુ પોતે પણ આરામથી રહી શકે...જ્યારે અનુરાગ સરે પણ તારી જવાબદારી લીધી છે,તો તેમને પણ કોઈ ચિંતા ના રહે.

અંજલિ એ પ્રયાગ ના સવાલ નો હકારાત્મક જવાબ અલગ રીતે આપ્યો.
અંજલિ અને પ્રયાગ બન્ને વાતો કરતા કરતા એક બીજા ને વધુ ને વધુ સમજી રહ્યા હતા.
******

બીજા દિવસે અંજલિ ઓફીસ પહોંચી ત્યારે અનુરાગ નો ઈ મેલ આવી ગયો હતો. પ્રયાગ અને અદિતી બન્ને નાં એડમીશન થઈ ગયા હતા.
અંજલિ જાણતી હતી કે તે અનુરાગ નો આભાર માને તે અનુરાગ ને પસંદ નહોતું...એટલે તેણે જવાબ મા આભાર ના માન્યો પરંતુ લખ્યું કે..

મારા જીવન નાં ઘડવૈયા.....શ્રી

એક સામાન્ય છોકરી અંજલિ માંથી આપનાં સહયોગ અને આપનાં સહારે અને સથવારે.....હું....આપની અંજુ બની....અને ક્યારે અંજલિ ઝવેરી તરીકે પ્રસ્થાપિત થઈ.....તે મારા કરતા આપને જ વધુ ખબર છે. જીવન ના દરેક પડાવ પર તમે મારા આધારસ્તંભ બની રહ્યા હતા...આજે પણ હું એવુ મહેસુસ કરૂં છું કે તમારા વિનાં હું...આજે "હું " ના બની શકી હોત. જીવન માં દરેક નાની કે મોટી અડચણો ક્યારે આવી અને ક્યારે હળવેથી જતી રહી તે મને ક્યારેય તમે મહેસુસ સુદ્ધા નહોતું થવા દીધું. કંઈક કેટલી બધી સલાહો તમે મને વાત વાત માં આપી હશે...જેનાં થકી હું આજે બીઝનેસ ને સંભાળી શકવા સમર્થ બની છુ. તમારા નિર્ણયો માં મને હર હંમેશા દ્રઢતા અને બુદ્ધિ ચાતુર્ય નું મિશ્રણ વર્તાયુ છે. હું હંમેશા તમારી સાથે મારી જાત ને સુરક્શિત અને ખુશ મહેસુસ કરતી હોઉં છુ. આપણા સંબંધો મા મને પવિત્રતા જ દેખાઈ છે. એક એવા વ્યક્તિ વિશેષ મારી આસપાસ રહ્યા છે....જેમની નજરમાં હર હંમેશા દરેક નાં માટે મેં લાગણી, પ્રેમ,સૌહાર્દ જ જોયા છે...નાતો ક્યારેય કોઈ ના માટે રાગ દ્વેષ કે નાતો કયારેય ઈર્ષા.....અરે સૌથી મોટી વાત મારા માટે તો એ છે કે....કોઈ દિવસ આપની નજરો માં વાસના પણ નથી જોઈ મેં.
કેવા રુણાનુબંધ છે....આપણી વચ્ચે....?? કંઈક કેટલાય વર્ષો થી આ વાત હું સમજવા માટે પ્રયત્ન કરી રહી છુ..પણ હજુ તેનો જવાબ નથી મળ્યો....મને.
મારા જીવન સાગર નાં અને મારા મનોસાગર નાં કિનારો બની ને મને આમ જ બાંધી રાખજો....આજીવન. આપણા સંબંધો કેવા શુભ સમય માં જોડાયા હતા....તે ઘડી અને વાર અને તે ઘટના આજે પણ હું દરરોજ એકવાર મનોમન યાદ કરી ને મારી જાત ને ધન્ય અનુભવતી હોઉં છું.
હું એમ પણ મહેસુસ કરી રહી છું...કે જ્યારે તમે આ ઈ મેલ વાંચશો ત્યારે તમારાં ચહેરા પર અને તમારા મન મસ્તિષ્ક માં સહેજ પણ ઘમંડ નથી જ ઉદભવ્યુ. એક મહાન વ્યક્તિત્વ મારા માટે કદાચ આજ હોઈ શકે.
હું ઇચ્છુ છું કે....હું ચાહી ને પણ આપનાં વ્યક્તિત્વ ની સમક્શ નાં પહોંચી શકુ...અને સાચું તો તમારા થી મહાન હું બની જઉ તે હું સ્વપ્નેય નાં વિચારી શકુ....પણ મને કહેવામાં સહેજ પણ સંકોચ નથી થતો કે...પ્રયાગ આપનાં જેવો જ બનશે તો હું ખુબ આનંદ અનુભવીશ...હું હંમેશા મન થી ઇચ્છતી હતી કે પ્રયાગ નાં ઘડતરમાં આપનો હાથ અને સાથ મને મળે....અને આજે ઈશ્વરે તે ઘડી પણ મને આપી જ દીધી....પ્રયાગ આપનાં આશીર્વાદ થી હવે...તેનાં જીવન ને ઘડવા તરફ આગળ વધી રહ્યો છે,
ત્યારે હું અંજલિ...આપની અંજુ...ખુબ આનંદ ની લાગણી અનુભવું છું....હું જાણું છું કે...જે કામ તમે કરી શકો છો....પ્રયાગ માટે તે હું ક્યારેય નાં કરી શકુ. કદાચ મારા સારા કર્મો ના ફળ સ્વરૂપે જ મને તમારાં તરફ થી આ "નજરાણું" મળ્યું છે.

હવે તો મને પણ ક્યારેક ક્યારેક તમારા સહયોગ ની અપેક્ષા રહેતી હોય છે. પ્રયાગ નુ ધ્યાન રાખજો....એમ કહીને તમને લજ્જીત પણ નહીં કરું....હું હંમેશા ઈશ્વર ની આભારી રહીશ....જેમણે મારા જીવન માં તમને મોકલ્યા.
હર હંમેશા આપણા સંબંધો આમ જ મહેક્યા કરે....તેવી ઈશ્વર ને પ્રાર્થના....!! મારા જીવનમાં છેલ્લી ક્ષણ સુધી તમે આમ જ છાંયડો બની ને મને સહારો આપતા રહેશો તેવી......અદમ્ય ઈચ્છા અને અપેક્ષા...!!
આજીવન મારા તરફ થી આપને ખુશીઓ આપી શકું તેનું ચોકક્સ ધ્યાન રાખીશ.
માં અંબા આપનાં સ્વાસ્થ્ય ની રક્ષા કરે...અને હંમેશા તમે આવાજ રહો તેવી શુભેચ્છાઓ...!!

જય અંબે...
આપની અંજુ...


***************** ( ક્રમશ:)*****************