Fecebookiyo prem - 5 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | ફેશબુકીયો પ્રેમ - 5

Featured Books
Categories
Share

ફેશબુકીયો પ્રેમ - 5

બંને લાસ્ટમાં મળ્યા તે સમય ને પણ સમય થઈ ચૂક્યો હતો. એક વર્ષ વીતી ગયા બાદ પણ, અંશ ને શ્રેયા સાથે વિતાવેલી એ પણો યાદ આવી રહી હતી. વીતી ગયું! એ વીતી ગયું! એ સમય પરત ફરવાનો નહોતો. અંતે શાળામાં અગિયારમું ધોરણ પાસ કરી અંશ તેના પિતા ના ટ્રાંસ્ફર ના કારણે, દૂર બીજા શહેર માટે નીકળી ગયો.જતા પહેલા શ્રેયા ને તેના પ્રેમ નો ઇજહાર કરવા માંગતો હતો. માટે , એક પત્ર લખ્યો. પત્ર લખી અને એ પત્ર અભી ને આપ્યો. અભી ને આ પત્ર શ્રેયા પાસે પહોંચાડી દેવા નો આગ્રહ કર્યો. અંતે હર્ષ અને અભી ને ભેટી પડી અને વિદાય લઈ રહ્યો હતો.

"યાર, ન જા! આમ, અચાનક જ જતો રહીશ? એવું હોય તો મારા ઘેર રહી જા! મારા ઘેર રહેવામાં શું વાંધો છે?" અભી એ પ્રશ્ન કર્યો.

"ના અભી! ક્યારેક તો મુવઓન કરવું પડે ને? આમ, કેટલાક સમય સુધી જીવવાનું? મિત્રો કંઈ રાતદિવસ સાથે તો નહીં જ હોય ને? માત્ર એ પત્ર શ્રેયા ને આપવાનું ન ભૂલતો". અંશ એ કહ્યું.

"તું ક્યાં શહેરમાં જવાનો છો? ફોન નંબર શું છે? એડ્રેસ શું છે? એ વિષે તો જાણકરી આપ!" હર્ષ એ કહ્યું.

"ના હર્ષ! હવે બધું જ સમાપ્ત. ના દોસ્તી! ના યાર! ના પ્યાર! બસ એકલો રહેવા માંગુ છું. ત્યાં મને મારું એકલાપણું બોલાવી રહ્યું છે. ચલો બાય".

*સાત વર્ષ બાદ*

અંશે એક સી.એ . તરીકે ની પદવી મેળવવી. શ્રેયા ની યાદો તેના જીવનની સાથે-સાથે ચાલી રહી હતી. માત-પિતા સાથે સમય વિતાવી શકવાનો પણ સમય નહોતો. શ્રેયા ક્યાં છે? શું કરી રહી હશે? લગ્ન થઈ ગયા છે? એવા તો કેટલાય પ્રશ્નો તેના મનમાં આવતા. તેના મિત્રો ને મળ્યો એને સાત વર્ષ થયાં. અંતે જતી વખતે મિત્રો ને ભેટી પડ્યો હતો એ સિવાય કંઈ યાદ નહોતું આવી રહ્યું. શ્રેયા તેની ન બની શકી! તેના દુઃખ માં લગ્ન ના પ્રસ્થાવા ઠેલતો હતો. તેની એક ડાયરીમાં તેના પ્રેમ ને જાળવવા શ્રેયા પર શાયરીઓ લખતો.

"બેટા! ઓફિશે જવાનો સમય થઈ ગયો છે". અંશ ની મમ્મી એ કહ્યું.

"યા મોમ! આવું જ છું". અંશ એ ઉત્તર આપ્યો.

તેની યાદો ની પેટી તેની સાથે ઓફિશે લઈ જવાનું એ ટાળતો. જીવનમાં માત્ર મૂડી કમાવવા સિવાય એ કંઈ જ નહોતો કરતો. ઓફિશે જઈ ને તેના કામમાં મશગુલ થઈ જતો. ઘેર પરત ફરે ત્યારે ફરી તેને રૂમમાં કેદ કરી લેતો. તેના માતાપિતા ને આ વાત ની જાણ પણ નહોતી. તેમને થતું કે, થાકી ગયો હશે. આમ, આ તેની યાદો નો બોજ તે તેના માથે લઈ ફરતો હતો.

"બેટા, અંશ! જમી લે."

"યા, મોમ!"

આમ, જમવાની ડાઇનિંગ ટેબલ પર માતાપિતા સાથે પંદર થી વિસ મિનિટ નો સમય પસાર કરતો. આ સિવાય તેને સમય જ નહોતો. હતી તો માત્ર તેની વેદના હતી. અને શ્રેયા પાસે થી મળેલો વિરહ.

"આવડું કામ કરે છે. થાકી જતો હોઈશ. અને દીકરા તારી હવે ઉંમર થઈ. હવે તો લગ્ન કર. અમે બંને આગળ જતાં હશું કે નહીં? તું એકલો તો નહીં હોય. માટે વાત માન અને લગ્ન કરી લે. આમ, કેટલા દિવસ જોબમાં જ પડ્યો હોઈશ? જીંદગી આમ ગુજારી નાખવી છે? અમારુ માન નહીં રાખે?" અંશ ની માતા એ કહ્યું.

"અરે,મોમ! તમને કેટલી વાર મેં કહ્યું છે? આમ, લગ્ન લગ્ન કર્યા કરવાનું આખો દિવસ? નથી કરવા મારે લગ્ન. તમે એમ કાંઈ છોડી જવાના નથી. અને આવું બધું બોલવાનું જ બંધ કરી મુકો. હું મારા કાર્ય પર ધ્યાન આપવા સિવાય કંઈ જ કરવા માંગતો નથી."


આમ, આ જવાબ આપી એ તેના રૂમ તરફ પરત ફર્યો. તેના માતાપિતા તેના આ વ્યવહાર થી નિરાશ હતા. શું થશે અંશ નું? પ્રેમ કથા ની શરૂઆત પહેલા જ અંત આવી ગયો? અંશ ની આ પરિસ્થિતિમાં ઉત્સાહ રૂપી આનંદ ભરવા માટે કોઈ આવવાનું છે? આ પ્રશ્નો ના જવાબ મેળવવા થોડા સમય રાહ તો જોવી જ પડશે.

ક્રમશઃ