Sang rahe saajan no - 9 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | સંગ રહે સાજન નો -9

Featured Books
Categories
Share

સંગ રહે સાજન નો -9

વિશાખા આમ તેમ ઘરમાં આટા મારી રહી છે. કંટાળી ને તેની મમ્મી ને ફોન કરે છે. તેની બેચેની વધી ગઈ છે.

ચેતનાબેન : વિશાખા કેટલો ટાઈમ થઈ ગયો બેટા હજુ સુધી તુ એકવાર અમદાવાદ આવી છે. અહીં થોડા દિવસ તો આવ રહેવા.

વિશાખા : હા મમ્મી આવીશ. પણ હમણાં વિરાટ નવા આલ્બમ માટે તૈયારી કરી રહ્યા છે. મારે પણ સાથે સાથે જ નવા સોન્ગ લખતા રહેવું પડશે. એકવાર બધુ થોડું સેટલ થઈ જાય પછી ચોક્કસ આવીશ.

તમે લોકો અહીં આવી જાવ થોડા દિવસ.

ચેતનાબેન : ના બેટા હમણાં નહી. એકવાર તારા સાસુ તારી સાથે થોડો સારો વ્યવહાર કરી દે પછી આવીશું. નહી તો એવું લાગશે તમે અલગ થયા એ માટે અમે જવાબદાર છીએ.

વિશાખા ફોન મુકીને ફરી આટા મારી રહી છે તે બસ રાહ જોઈ રહી છે કે વિરાટ ક્યારે ઘરે આવે ને હુ તેની હિરોઈન કોણ છે એ પુછું.

વિશાખા ગમે તેટલી સર્વગુણસંપન્ન છે પણ એક પત્ની તરીકે તેના પતિ સાથે કોઈ બીજી વ્યક્તિ કામ કરે એ પણ જ્યારે રોમાન્સ જેવા સીન કરવાના હોય ત્યારે કોઈ પણ નોર્મલ વ્યક્તિ કે જે આ બાબતમાં પ્રોફેશનલ ના હોય તેને થોડું તો મનમાં ચિંતા થાય જ.

એટલે તે શું કરે તે સમજાતુ નથી. હવે વિરાટ ની રાહ જોવા સિવાય કોઈ ઓપ્શન નથી. તે વિચારતી હોય છે કે તેની કોઈ કોલેજ ફ્રેન્ડ હશે જે કદાચ આવા કોઈ ફિલ્ડમાં હોય કે પછી બીજું કોઈ ??

એટલામાં જ વિરાટ ઘરે આવે છે. વિશાખા ઉતાવળી થઈ ને કહે છે પહેલા મને તમારી હીરોઈન નુ નામ કહો.

વિરાટ : સારૂ બકા. પણ તે મને પ્રોમિસ આપ્યું છે યાદ છે ને ??

વિશાખા : હા. પણ પહેલાં કહો તો ખરાં.

વિરાટ : તુ રિયલ લાઈફમાં તો મારી હિરોઈન છે પણ રીલ લાઈફમાં મારી હિરોઈન બનીશ ??

વિશાખા : શું હુ તમારી હીરોઈન બનુ ?? હા...હા...હા...
મને એક્ટિંગ નો અ પણ નથી આવડતો.

વિરાટ : એવું કોને કહ્યું ?? મને કોઈ વાત માટે મનાવવા તો કેટલી સારી એક્ટીંગ કરી લે છે . તો આમાં શું વાધો છે ??

વિશાખા : વિરાટ એ તો દરેક સ્ત્રી ને આવડતી હોય. પણ હુ કેવી રીતે કરૂં. ના મને તો ના ફાવે આ બધું. સોન્ગસ લખવા સુધી બધું બરાબર છે.

વિરાટ : પણ હું તો તારી સાથે જ છું ને. અને મારી સાથે રોમાન્સ માટે તારે એક્ટિંગ શીખવી નહી પડે...બરાબર ને ??
બેડરૂમમાં તો મારા કરતાં તુ વધારે સારી રીતે રોમેન્ટિક બનતી હોય છે.

વિશાખા : (શરમાઈને) શું તમે પણ. એ વસ્તુ અલગ છે ત્યાં આપણે બે જ હોય અને આ તો દુનિયાની સામે....

વિરાટ : ત્યાં આપણ ને શીખવવા માટે  કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર પણ હોય જ. તુ શાંતિથી આજે વિચાર પછી તારો જવાબ કહેજે....નહી તો મારે બીજી કોઈ નવી હીરોઈન શોધીને કામ કરવું પડશે....

વિશાખા ને આ છેલ્લુ વાક્ય જાણે દિલ પર તીર વાગે એવું અનુભવાઈ રહ્યું છે...જ્યારે વિરાટ આ જ વાક્ય પોતે બોલીને મનમાં હસી રહ્યો છે તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે કંઈ જ વિશાખા ને સમજાતુ નથી.

                *         *         *          *         *

પ્રેમલતા શ્રુતિ ને લઈને એક મોટી ફેમસ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ પાસે ગાડી ઉભી રખાવે છે.

શ્રુતિ : મમ્મીજી આપણે અહીં શા માટે આવ્યા છીએ?? કોઈની ખબર કાઢવા જવાનું છે ??

પ્રેમા : ના બેટા આજે આપણે અહીં એક કામ માટે આવ્યા છીએ. ચાલ અંદર.

પ્રેમા તેને એક ગાયનેક ડિપાર્ટમેન્ટ પાસે લઈ જાય છે. અને કહે છે સોરી બેટા હુ તને કહ્યા વિના અહીં લઈ આવી . હુ ઈચ્છુ છું કે તારુ એકવાર ચેકઅપ કરાવી દઈએ. તમારા લગ્નના ત્રણ વર્ષ થયા પણ હજુ કંઈ સારા સમાચાર નથી.

અમારે પણ હવે અમને દાદા દાદી કહેનાર ઘરમાં જોઈએ છે. નંદિની ઘરની મોટી વહુ છે પણ તેની પાસે તો અમે કંઈ આશા રાખી શકીએ એમ નથી. માટે હું તારી પાસે તો આ માગી શકું છું ને ??

શ્રુતિ : હા મમ્મીજી પણ ઈશાન ને તો આ કંઈ ખબર નથી.

પ્રેમા : અરે તુ ચેકઅપ કરાવી દે પછી બધુ જણાવી દઈશું એને. તને એવું લાગે તો હું જણાવી દઈશ એને.

શ્રુતિને આ વાત બરાબર નથી લાગતી. તે પોતાના પતિને જણાવ્યા ચેકઅપ એ પણ તેમના બાળક માટે કેમ કરાવી શકે. તે તેના પર જબરદસ્તી કરતી હોય એવું લાગે છે. પણ તે ના નથી પાડી શકતી અને તેને ચેકઅપ માટે લઈ જાય છે.

ડોક્ટર થોડા રિપોર્ટ કરાવે છે અને પછી ચેકઅપ કરીને પ્રેમાને બોલાવે છે. અને કહે છે મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે.

શું વાત કરશે ડોક્ટર ?? વિશાખા વિરાટ સાથે કામ કરવા માટે તૈયાર થશે ?? કે કોઈ નવી હિરોઈન  આવશે ??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજન નો - 10

next part .........publish soon.........................