Shree krush no antim sandesh in Gujarati Short Stories by Meet Suvagiya books and stories PDF | શ્રી કૃષ્ણ નો અંતીમ સંદેશ.

Featured Books
Categories
Share

શ્રી કૃષ્ણ નો અંતીમ સંદેશ.

મહાભારત ના યુધ્ધ ના કેટલાક નિયમો હતા જેવા કે
એક યોધ્ધાં ને એક યોધ્ધાં સાથે જ લડવું.
કોઈને પીઠ પાછળ થી ન મારવું.
વગેરે જેવા નિયમો હતા.


યુધ્ધ દરમિયાન અર્જૂન ના પુત્ર અભિમન્યુ ને
ચક્રવ્યૂહ મા ફસાવે છે. વચ્ચે અભિમન્યુ અને ફરતે
બધાં મહાન યોધ્ધાં અને એની ચારે કોર અગિયાર
લાખ ની સેના જેને પાંડાવો ને રોકી રાખીહતી.અને કૌરવઓ એ અભિમન્યુ ને મારી નાખ્યો.
અભિમન્યુ ના અંત થી રોષે ભરાયેલો અર્જુન પ્રતિગના કરે છે કે કાલે સૂર્યાસ્ત સુધી માં હું જયદરથ નો અંત કરીશ નહીંતર હું મ્રુત્યુ પામીંશ.
ત્યારે શ્રી કૃષ્ણ ધ્રુતરાષ્ટ્ર ને સમજાવાંવા સંદેશો મોકલે છે. જે ઘટઓત્કચ (ભીમ નો પુત્ર) લઈને જાય છે.
ઘટઓત્કચ ધૃતરાષ્ટ્ર ની સભા માં જઈ પ્રણામ કરે છે. અને કહે છે કે પિતામહ સાંભળો "હે , પુત્ર!
અભિમન્યુ! હે પુત્ર, કુરુકુળ ના દિપક! યાદૂકુળ ના અંકુર! તું તારી માતાને, મામા ને મને પણ છોડી ને પિતામહ (પાંડુ રાજ) ને મળવા ની ઇચ્છા એ તુ સ્વર્ગ માં ચાલ્યો ગ્યો." એક પુત્ર ના મૃત્યુ ને કારણે અર્જુન ની આવી દશા છે, તો આપની કેવી થશે?
તો તરત જ તમારી સેના ને પાછી વાળો નહિતર.

પુત્ર ના શોક થી ઉત્પન થનારો અગ્નિ અપાનો પ્રાણ ને બાળી નાખનારો હશે.

આ સાંભળી દુર્યોધન કહે છે કે "આ તો પોતાની પ્રકૃતિ પર ગયો છે,અમે પણ ઉગ્ર સ્વભાવ વાળા રક્ષસ છીએ.".

ઘટઓત્કછ ઉતર આપતા કહે છે કે તમે તો રક્ષસો કરતાં પણ ઉગ્ર છો,અમે રક્ષસો લાક્ષ ગૃહ માં સુતેલા ભાઈ ઓ ને બાળી નાખતા નથી.

હવે આ વાતો પતિ ગયા પછી ઘટઓત્કછ શ્રી કૃષ્ણ નો અંતિમ સંદેશ કહે છે.


શ્રી કૃષ્ણ નો અંતિમ સંદેશ કાંઈક આ પ્રમાણે હતો કે" ધર્મ નું આચરણ કરો, પોતાના બંધાવઓ ની ચિંતા કરો, જે કાંઈ કરવું હોય તે અહીં જ કરી લો, કેમ કે હિતકારી ઉપદેશ ની માફ પાંડવ ના રૂપ માં યમરાજ તમારી સામે આવશે.

એટલે કે" હે રાજા ઓ! ધર્મ નું આચરણ કરો, સ્વજનો ની ચિંતા કરો, મનમાં ઈચ્છેલું અહીં જ (પૃથ્વી પર જ) કરી લો. કારણ કે અર્જુન નું રૂપ ધારણ કરેલ યમરાજ સૂર્ય ના કિરણ ની સાથે તમારી પાસે આવાશે.

આ પ્રમાણે શ્રી કૃષ્ણ નો અંતિમ સંદેશ હતો.

જે ઘટઓત્કછ એ કૃષ્ણ નો સંદેશ હસ્તિના પૂર સુધી લઈ ગયો હતો.

આમ શ્રી કૃષ્ણ નો અંતીમ સંદેશ હતો. શ્રી કૃષ્ણ નો અંતીમ સંદેશ જણાર્દનસય પશ્ચિમ: સંદેશ નામે ઓળખાય છે.

આ સંદેશ આપ્યા પછી યુધ્ધ માં કૌરવ સેના અર્જુન ને હરાવવા માટે જય દરથ ને છુપાવવે છે.
યુધ્ધ નો નિયમ હતો કે સૂર્યાસ્ત પછી યુધ્ધ સમાપ્ત. સૂર્યાસ્ત નો સમય હતો. ત્યારે શ્રી કૃષ્ણ સૂર્ય દેવ ને પ્રાથના કરે છે. સૂર્ય ની ફરતે વાદળ આવી જાય છે. અને યુધ્ધ વિરામ થાય છે. કૌરવ સેના આનંદ મનાવે છે અને જય દરથ પણ બહાર આવી જાય છે. ત્યારે જ વાદળ સૂર્ય ની ફરતે થી હટી જાય છે.
અને અર્જૂન જય દરથ ને પોતાનાં તીર થી વીંધી નાખે છે.

આ પુસ્તક કવી ભાસ નાં પુસ્તક દૂત ઘટઓત્કચમ
માંથી લેવા મા આવ્યું છે.
તમારો આભાર આ પુસ્તક જોવા માટે.


Thanks for reading this book.
આ આશા છે કે આ પુસ્તક વાંચી તમને મજા આવી હશે.

આ પુસ્તક ને સારું એવું રેટિંગ આપો. Follow me to get all new and best book like this .
Waite for new book.