....and Its End with I Love You in Gujarati Women Focused by Ridhsy Dharod books and stories PDF | ....and Its End with I Love You

Featured Books
Categories
Share

....and Its End with I Love You

રાહુલ, જે આજે પોતાનો ૨૭ મોં જન્મ દિવસ મનાવવા ખુબ ઉત્સાહિત હતો. આ જન્મ દિવસ એના માટે થોડોક ખાસ હતો. કારણ આજે એનું સપનું પૂરું થયું હતું. ૫ વર્ષ ની સખ્ત મેહનત પછી આજે એને પોતાની કાર લીધી હતી. જેની ડિલિવરી એને જન્મ દિવસે જ કરાવેલી. એ એજન્ટ સાથે ડિલિવરી બાબત ની વાત કરી ને પાછો વળી જ રહ્યો હતો. કે ત્યાં તેને એની college ફ્રેન્ડ સઈ દેખાણી.

સઈ એ રાહુલ ની ખાસ ફ્રેન્ડ હતી. સઈ ના એક હાથ માં બે ત્રણ પુસ્તકો હતા અને બીજા હાથ માં થોડોક સામાન હતો. એક ખભે કોલેજ બેગ લટકતું હતું જેની ચૈન ખુલી હતી. અને હમેશ ની જેમ વાળ વિખરાયેલા હતા. એના એક જિન્સ ના ખિસ્સા માં મોબાઈલ હતો અને બીજા માં એના ચશ્માં લટકેલા હતા. સઈ હંમેશા પોતાના ચશ્માં જિન્સ ના એક ખિસ્સા માં લટકવાતી આ ટેવ એની કૉલેજ થી હતી. ઘણી વખત લોકો એની આ style ને ઠપકો પણ આપતા. એ પોતાનું કોલેજ ID પણ એમજ જિન્સ ના ખિસ્સા માં લટકાવતી. એની આ અનોખી ટેવ અને style ના કારણે રાહુલ ને સઈ ખુબ જ ગમતી.એ ત્યારેજ રિક્ષાં માંથી ઉતરી હતી અને બેગ માંથી પૈસા કાઢવાની કોશિશ કરી રહી હતી. બંનેવ હાથ માં સારો એવો સામાન હોવાને કારણે એને પૈસા કાઢવામાં થોડી મુશ્કેલી લાગી રહી હતી.

રાહુલ સઈ પાસે પહોંચ્યો અને એને મદત્ત કરવા એના એક હાથ માંથી બુક લીધી. અને એને મીઠો ઠપકો આપ્યો.

રાહુલ, "સઈ તું ક્યારે સુધરીશ? બેગ સામાન રાખવા માટે હોય છે. અને જો આજે પણ તારું બેગ ખુલ્લું છે."

સઈ એ ચીડતા પોતાની બુક પાછી ખેંચી અને રાહુલ ને ઉત્તર આપ્યો.

સઈ, "મને તારા મદત રૂપી ઉપકાર ની જરૂરત નથી. I can manage."

રાહુલ,"ઉફ્ફ યે ગુસ્સા, મને ખબર છે u can manage, અને એ દેખાઈ પણ રહ્યું છે. પણ આ મદત હું તારા માટે નહીં મારા માટે કર તો તો."

સઈ, "એટલે?" આષ્ચર્ય સાથે પૂછતાં એને જેમ તેમ રિકશા વાળા ને મોડાયેલી ચોળાયેલી ૧૦ ૧૦ ની નોટો આપી. ચોળાયેલી નોટ જોઈને રિકશા વાળા એ પણ જરીક મોઢું બગાડ્યું. પણ હવે વધારે મોડું ના થાય એટલે બહેંશ કરવાનું ટાળી ને ત્યાંથી રવાના થયો.

ચોળાયેલી નોટ જોઈને રાહુલ પણ જરીક મન માં હસ્યો અને બડબડયો, "આ ક્યારેય નહીં સુધરે"

અને તે સઈ ની બેગ ની ચૈન બંદ કરતા કહ્યું," એટલે એમ કે માય લેડી ભીમ આજે મારો જન્મ દિવસ છે એટલે બને તેટલા પુણ્ય કમાવાની કોશિશ કરી રહ્યો છું."

સાંભળતા જ સઈ એ પોતાના ડાબા ભવર થોડાક ઉપર કર્યા. અને રાહુલ ને કહ્યું, "ઓહ્હ્હ એટલે આજે જ પુણ્ય કમાવાનો?"

રાહુલ એનો સીધો અર્થ સમજી ગયો અને એ કઈ આગળ બોલે એ પહેલા એને સઈ ને હાથ જોડ્યા અને હસતા કહ્યું," હે મારી માં હું મજાક કરતો તો, તું ક્યાં કોઈને તારી મદત કરવા દે છે એટલે બહાનું કાઢવાની કોશિશ કરતો તો મને માફ કરી દે."

સાંભળતા સઈ ખડખડાટ હસી પડી. અને રાહુલ એને પ્રેમ પૂર્વક તાકવા લાગ્યો.

સઈ નો સ્વભાવ ખુબ જ અનોખો હતો. રાહુલ ને એનો આ નાદાની ભર્યો સ્વભાવ ખુબ ગમતો. આમ શરીરે થોડી નબળી હતી પણ સ્વાભિમાન એનું ખુબ જ ભારે હતું. એને નાની નાની વસ્તુ માટે કોઈના પાસે થી મદત લેવી બિલકુલ નહીં ગમતી. પણ પોતે પરોપકારી હતી કોઈ અજાણ્યું પણ એની પાસે મદત માંગવા આવે તો વગર વિચારે એની મદત કરતી. ગુસ્સો એનો સાવ પારા જેવો હતો. જેટલો ઝડપ થી ઉપર ચડે એટલો ઝડપ થી નીચે ઉતરે. ચીજો રાખવા માં કે સાચવામાં થોડી બેદરકાર હતી. પણ એના કામ ચોખવટાઈ થી કરતી.પોતાના લાગણીશીલ સ્વભાવ ને કારણે ઘણી વખત પોતાને મુશ્કેલી માં મૂકી દેતી. આમ એનું વર્તન બાળકો જેવું પણ મુશ્કિલ પરિસ્થિતી ઓ માં ખુબ જ સમજદારીપૂર્વક વર્તન કરે.એવું એનું વિચિત્ર વ્યક્તિત્વ હતું.

રાહુલ એના સાથે કોલેજ માં ભણતો એટલે એની એના વિચિત્ર વ્યક્તિત્વ ની સારી એવી જાણ અને આદત હતી. એની સઈ નું નાદાન અને નિખાલસ મન ખુબ જ પ્રિય હતું.

રાહુલ એ સઈ ને કહ્યું,: "આજે તને મારા ત્યાં પાર્ટી માં આવાનું છે. તારા માટે surprise છે.આવીશ ને?"

સઈ," હમમમ હું busy છું થોડીક."

રાહુલ હસવા લાગ્યો," તું ઘરે જ તો કામ કરે છે, એમાં શું busy? કે ને આવીશ ને?"

સઈ, " Ofcourse ના, તને ખબર જ છે I Dont Like પાર્ટી & ઓલ, But Best Wishesh to u."

રાહુલ દુઃખી મને,"અરે યાર આવું કરીશ આજે birthday છે મારો,અને આમ સીધું “ના” મોઢા પર?, u are so rude."

સઈ એ ખીસા માંથી ચશ્માં કાઢી ને પહેરતા ખુબ જ સ્વીટ વોઇસ માં," Ya I know, Thanks, enjoy and bye".

રાહુલે એને રોકવા એનો હાથ પકડ્યો કે એના હાથ માથી બુક નીચ્ચે પડી. એટલે એને પાછો ગુસ્સો આવ્યો.

રાહુલ એ એને તરત જ "સોરી સોરી" કહ્યું. અને બુક ઉપાડવા મદત કરવા લાગ્યો. રાહુલ એ નીચે પડેલી એની ડાયરી લીધી.

સઈ એટલા ગુસ્સા મા આવી કે એ ઘાઈ ઘાઈ મા બુક લઈને જતી રહી અને એ વખતે એને ખ્યાલ ના રહ્યો કે રાહુલ પાસે એની ડાયરી રહી ગઈ.

રાહુલ એ એને પાછળ થી બૂમ પણ પાડી, પણ આ તો સઈ હતી ક્યાં સાંભળવાની હતી. રાહુલ મન મા બડબડયો આ આમજ અજીબ રેહવાની છે. ક્યારે આ નોર્મલ છોકરી ઓની જેમ વર્તસે? મારુ શું થશે?

વિચારવા લાગ્યો.

વાત એમ હતી કે રાહુલ ને સઈ પ્રત્યે પ્રેમ હતો. જોકે કોલેજ મા પણ તે સઈ ને ખુબ જ પસંદ કરતો.પણ એ વખતે એને એમ થયું કે સઈ ના પાછળ એનાથી યે વધારે સારા છોકરા ઓ હતા. જેમાં કેટલાક તો એના ખુબ સારા મિત્રો પણ હતા. તો એનો મેળ ક્યાં પડવાનો? પણ દિવસો પસાર થતા એને સઈ ના સાચા સ્વભાવ ની ધીરે ધીરે સમજ આવવા લાગી. સઈ ના મન મા કોઈના પ્રત્યે કોઈ લાગણી નહોતી. હકીકત મા તો એ હંમેશા ભીડ મા પણ એકલી રહેતી.

ત્યાંજ એને એના એક મિત્ર નીરવ નો ફોન આવ્યો, અને એ રાહુલ ને પૂછવા લાગ્યો.

"શું દોસ્ત મેળ પડ્યો? સઈ આવાની છે કે નઈ? તું આજે એને PROPOSE કરવાનો છે ને?

રાહુલ એ ઉદાસ થઇ ને જવાબ આપ્યો, "ના એણે તો મને ચોખી ના પાડી દીધી"

નીરવ, "મેં તો કહ્યું તું તને બહુ જ ઘમંડી છે એ તને યાદ છે ને કોલેજ મા એને એના બેસ્ટ ફ્રેન્ડ ને પ્રોપોઝ કરવા બદલ બધાની સામે કેવો માર્યો હતો.અને FRIEND ZONE કરી દીધો હતો"

રાહુલ આ સાંભળી ને ચિડાય ગયો અને જવાબ આપ્યો," હું એણે પાર્ટી મા આવવાની ના પાડી એમ કહી રહ્યો હતો અને હા મને યાદ છે અને એ પણ યાદ છે કે તું પણ એની પાછળ પડ્યો હતો અને આ દ્રિશ્ય જોઈને ઘભરાઈ ને ક્યારેય એને બોલ્યો નહીં, એ તને ના મળી શકી એટલે હવે તું એના વિષે ખરાબ બોલે છે. ફોન મૂક નહીંતર તને હું મારીશ." કહી ને ફોન કાપી દીધો."

એ સઈ ની ડાયરી લઇ ને પોતાના ઘરે ગયો.

એ સતત સઈ વિષે વિચારવા લાગ્યો. સઈ ની ડાયરી એના હાથ મા જ હતી એને તાકતો રહ્યો. નીરવ ની વાત વિચારવા લાગ્યો. અને મન મા વિચાર આવ્યો. સઈ ની મન ની વાત એના ડાયરી મા હશે. ચાલ હું જાણવાની કોશિશ કરું. એમ એ ક્યાં કોઈને કઈ કેવાની? અને હું તો ભગવાન છું નઈ જે વગર સાંભળે સમજી જાય. એમ વિચારતા એણે એની ડાયરી ખોલી.

*********************************************************************************************************************

આ વાર્તા કહું કે મારા મન ની વાત એ હજી પ્રશ્ન જ છે. પણ કહેવું છે એમાં કોઈ પ્રશ્ન નથી. હું સઈ, ઉંમર ૨૫ વર્ષ. આમ તો આજ કલ મારા ઉમર ની છોકરીઓ કાં તો પરણી ગઈ છે અથવા કોઈ સારી ડિગ્રી લઇ ને સારી પોસ્ટ પર જોબ કરી રહી છે. હું પણ આમ તો ડિગ્રી અને કૅરીર માટે સ્ટ્રગલ કરી જ રહી છું. પણ એ સર્ટિફિકેટ નથી એટલે કદાચ પ્રૂફ કરવા માં અઘરું પડે છે. OFFICIALLY કોઈ ની UNDER કામ કરતા હોય તો એને કામ કરે છે મનાય. એવું લોકો નું માનવું છે અને જો તમે કામ ના કરતા હો તો પરણી જવું એવી આ સમાજ ની રીત છે. પણ મારે પરણવામાં અત્યારે કોઈ રસ નથી.જોકે આ વાત થી મારા પિતા મને કોઈ પણ જાત નો દબાવ નથી જ કરી રહ્યા. પણ સમાજ માં ફકત માં બાપ નથી એ મોટી મુશ્કિલ છે. આપણા સમાજ માં આપણા ઉપર byDEFAULT ઘણા બધા ના હકો આવી જતા હોય છે. અને ફરજ? જવા દો.

હું પહેલા તો એટલી સોશ્યિલ મીડિયા પર સમય નહોતી ગાળતી. પણ આજ કલ I Become an INSTAHOLIK. જોકે આ વાત ને ફકત ૩ એક મહિના જ થયા છે કે હું મારો સમય ઇન્સ્ટાગ્રામ પર વધારે ફાળવું છું. પણ તોય કયારેક મને એવું લાગે છે કે મારી ભૂલ થઇ લાગે છે.એમ તો જોકે ઇન્સ્ટાગ્રામ માં Recent મારી વાતો વાર્તાઓ વિચારો કવિતાઓ શાયરીઓ share કર્યા પછી મને સારા reponse ની સાથે સાથે ઘણા વ્યક્તિ ના સંપર્ક માં આવ્યા પછી શીખવા જ મળ્યું છે જેમાં મને કોઈ સંદેહ નથી. અને કદાચ એમના કારણે જ હું હવે સોશ્યિલ મીડિયા ઇન્સ્ટાગ્રામ માં સમય વ્યતીત કરવા લાગી છું. પણ

પણ ક્યારે સુધી?

તારો DP સારો છે. મસ્ત છે, જોરદાર, ફ્રેન્ડ, ગમવું લાઈક અને LOVE

જે કારણો થી હું દોસ્તી કરવાનું ઓચ્છુ કરી દીધું હતું એનો જ સામનો મને SOCIAL MEDIA ACCOUNT પર પણ કરવો પડે છે. હું આ વાત ને સોશ્યિલ મીડિયા થી જોડાવા નથી માંગતી કારણ આ સમસ્યા જયારે સોશ્યિલ મીડિયા નહોતું ત્યારે પણ મેં ઝીલ્યું છે.પણ સોશ્યિલ મીડિયા થી એ વધી ગયું છે.

સબંધો, મારા ખ્યાલ થી સબંધો ના ઘણા પ્રકાર છે, જે આમ છે- માતા પિતા અને પુત્ર, દાદા દાદી અને પૌત્ર કે પૌત્રી, ભાઈ અને બહેન, શિક્ષક અને વિદ્યાર્થી, દુકાનદાર અને ગ્રાહક, મિત્ર અને સખી ,અને હજી એ ઘણા જેમનું વર્ણ કરવા કદાચિત મારે અલગ લેખ લખવો પડે. અને પ્રેમ? પ્રેમ એ દરેક સબંધ માં હોય. હોય? કે ફકત પ્રેમ એટલે એક છોકરી અને એક છોકરો? પ્રશ્નો મને હવે મુંજવે છે. પ્રેમ, પ્રહલાદ નો વિષ્ણુ પ્રેમ? પ્રેમ, મીરા નો ગિરિવર પ્રેમ? પ્રેમ, નરસિંહ મેહતા નો પ્રભુ પ્રેમ ? પ્રેમ, શ્રવણ ના માતા પિતા પ્રત્યે નો પ્રેમ? પ્રેમ, રાજા દશરથ નો પુત્ર પ્રેમ ? પ્રેમ, શકુની નો ગાંધારી પ્રેમ? પ્રેમ, ભરત નો રામ પ્રત્યે નો પ્રેમ ? પ્રેમ,લક્ષ્મણ નો ભાભી સીતા માટે નો આદર પ્રેમ? પ્રેમ, કૃષ્ણ અને દ્રૌપદી નો નિખાલસ મૈત્રી નો પ્રેમ. પ્રેમ, સુદામા નો કૃષ્ણ પ્રત્યે નો પ્રેમ કે? પ્રેમ એટલે ફકત રાધા કૃષ્ણ નો પ્રેમ?

હું આજે sharukh ખાન ના એ Dialogue ને અતિશય કોશુ છું, "એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહિ હો સકતે." કારણ આ એકજ Dialogue એ કદાચ બીજા બધા પવિત્ર સબંધો માં ACCID રેડી દીધું છે. હું આજે ક્યાંક મિત્ર ઝખું છું. હું એક સાચા મિત્ર વગર ની થઇ ગઈ છું. કારણ આખરે મને એક જ વાક્ય નો સામનો કરવો પડે છે.

"I Love You ".

દુવિધા એવી કે “હા” ખોટી બોલી ના શકું, ના બોલું તો કાં તો મારે આરોપ ઝીલવો પડે "FRIEND Zone" નો અને કાં "I Don’t want to Loose you as Friend”. જયારે સબંધ ની શરૂઆત ફ્રેંડશીપ થી જ થઇ હતી, વર્તનો ફ્રેન્ડ ના જ હતા. વાતો ફ્રેંડશીપ ની હતી. તો I LOVE YOU વચ માં આવ્યું જ ક્યાંથી? અને આવ્યું તે પછી નું BLAME છોકરી એ જ લેવાનું. અને આ બધા એમના હોર્મોન લોચા ઓ. પછી સાચા ફ્રેન્ડ તરીકે પણ છોકરી એ જ વર્તવાનું. અને જો આ ઘટના પછી ફ્રેન્ડ શિપ રાખવાની ના પાડીયે તો બંનેવ રીતે કદાચ નુકશાન અમારું. ફ્રેન્ડ પણ ખોવાનો અને બદનામ પણ થવાનું. અને મારો રોયો બેટો તો જાણે શાહરુખ કે રણબીર. અને પેલું ભયંકર ગીત,"ચના મેરે યહાં મેરે યહાં".

શું સબંધો ની કિંમત એટલી ઘટી ગઈ છે? શું પ્રેમ એટલો સસ્તો થઇ ગયો છે? કે પછી.........

કે પછી ભૂલ તો મારી જ છે સાહેબ, હું makeup વગર સારી દેખાઉં છું, DP જબરા મુક્કુ છું, PIC ફિલ્ટર ની સાથે ભયંકર રાખું છું, કૅપ્શન તો એવા કે લોકો ને લાગે કે મારુ character જબરું છે, સારા કૅપ્શન રાખવા એ ટેલેન્ટ નહિ character ની નિશાની છે, સ્વભાવ માં થોડીક SENSITIVE અને દયાળુ છું, એટલે માનવતા ને નાતે કોઈ SAD હોય તો એના હાલચાલ પૂછી લઉ છું, મન થાય છે કે શક્ય એટલી મદત કરી શકું, જીવવા નો એક જ નિયમ છે મારો હસતા રહો હસાવતા રહો,જેથી લોકો ને, નહિ લોકો ને નહિ "છોકરાઓ" ને CONFUSION CREATE થઇ જાય છે, આ બધી આદતો થી PREM થઇ જાય છે. સાહેબ ભૂલ તો ૧૦૦% મારીજ છે.

અને હંમેશ ની જેમ મારી મિત્રતા ENDS WITH I LOVE YOU

છતાંય ક્યાંક વળી પાછું હું કોઈના દર્દ ને દોસ્તી માની ને દૂર કરવા બેસી જઈશ. અને મન માં તદ્દન ખોટી આશા હશે કે એ મારો સાચો મિત્ર છે.

AND IT WONT BE END WITH I LOVE YOU.

*********************************************************************************************************************

રાહુલ નિશબ્દ થઇ ગયો. સાચે જ આપણે ONE SIDED LOVE નું એક જ પાસું જોઈએ છે. કે કઈ રીતે એક છોકરો આકર્ષણ ની સાથે છોકરી ના પ્રેમ મા પડે છે અને એ ના મળતા એણે બેવફા,મતલબી જેવા બિરુદ આપે છે. આપણે ક્યારેય છોકરી ઓ ના મન ની ભાવના નો ના તો વિચાર કરીયે છે અને ના સમજવાની કોશિશ.

નોર્મલી કોઈ LOVE સ્ટોરી હોય તો એનો end I LOVE YOU બોલવા થી સુખદ અંત થાય છે

પણ આ FRIEND STORY છે જેનો END હું I LOVE YOU બોલી ને દુઃખદ નહીં કરું. એને એક મિત્ર ની જરૂર છે. એ હું બનીશ. જો એને મારા પ્રત્યે પ્રેમ હશે તો એ જરૂર થી કહેશે. She is straight forward afterall.

And It Won’t be END with I LOVE YOU Because I want my love relation to be Start with I LOVE YOU

લેખિકા અભિપ્રાય:

“SOCIAL પ્રેમ પ્રસંગો”

DP જોઈને DIL દઈ દેવાય છે

Caption વાંચી ને Character judge થઇ જાય છે

Profile જોઈને પ્રેમ થઇ જાય છે

૨ કલાક સુધી DM મા રિપ્લાય ના આવે

તો Attitude માની લેવાય છે

૨ દિવસ પછી વગર ફિલ્ટર વાળી પોસ્ટ જોઈને

પ્રેમ ફુરરરરર થઇ જાય છે અને પ્રેમિકા UnFollow થઇ જાય છે.