હસીના - the lady killer
chapter 4 - blood latter
આગલા ભાગમાં આપણે જોયું કે કાતિલ નિશિકા કરીને એક છોકરી નું મર્ડર કરે છે અને જયરાજ કાતિલ ને પકડવાની જાળ પાથરે છે પણ કાતિલ એમાં એને માત આપે છે, હવે આગળ,
સવારે 8 વાગતા દિલીપ જયરાજને ફોન કરે છે.
દિલીપ : સાહેબ વૈષ્ણોદેવી સર્કલ પાસે દેવ એલિગન્સ કરીને એક ફ્લેટના પાછળ ના ભાગમાંથી એક છોકરી ની લાશ મળી છે,
જયરાજ : હા તો સોલા પોલીસ સ્ટેશને ફોન કરાય ને, એ એમની હદ માં આવે છે...
દિલીપ : સાહેબ એમણેજ તમને ફોન કરવાનું કીધું છે કેમ કે લાશ પાસે થી તમારા નામે એક કવર મળ્યું છે... !!!
જયરાજ : ઓકે હું આવું છું 20 મિનિટમાં....
જયરાજ મર્ડર સ્પોટ એ પહોંચે છે અને સીધો સોલા પોલીસ ના ઇન્સ્પેક્ટર બિપિન આહીર ને મળવા પહોંચે છે....
જયરાજ : કેમ છો Mr. બિપિન???
બિપિન : ઓહહ જયરાજ આવ આવ, તારીજ રાહ જોવાતી હતી....
જયરાજ : બોલો કેમ બોલાવવો પડ્યો મને અહીંયા???
બિપિન : આ છોકરી નિશિકા પટેલ છે, આનું કાલે રાતે કોઈએ મર્ડર કરીને લાશ અહીંયા ફેંકી દીધી છે.... આની જોડે થી એક પર્સ મળ્યું જેમાં આ લેટર હતો તારા નામનો....એટલે મને થયું કે તને પર્સનલી હું આપું એટલે મને ખબર પડે કે કોણે આનું ખૂન કર્યું.....
જયરાજ : હું લેટર વાંચ્યા વગર કહી દઉં કે કોણે આ ખૂન કર્યું હશે !!!!
બિપિન : અચ્છા તને કેવી રીતે ખબર???
જયરાજ આની પહેલાનાં મર્ડર અને લેટર વિશે વાત કરે છે....
બિપિન : હા તો તો નક્કી ખૂન એણે જ કર્યું હશે.... હું પંડ્યા સાહેબ ને કહી દઉં છું કે આ કેસ તું હેન્ડલ કરીશ,, તું તારી રીતે કાતિલ ને પકડ.... મારી ક્યાંય પણ જરૂર પડે તો મને ફોન કરજે ઓક્કે તો હું નીકળું... જયહિન્દ
જયરાજ : તારો ખૂબ આભાર... જયહિન્દ
ત્યારબાદ જયરાજ નિશિકાની લાશ જોવે છે.... એનું મોઢું પણ સુનિતા ની જેમ બગાડી નાખવામાં આવ્યું હોય છે
જયરાજ Dr. ને પૂછે છે કે આને કઈ રીતે મારવામાં આવી છે??
Dr.: વધારે તો નાં કહી શકું પણ હા આને કોઈ ઝેર આપવામાં આવ્યું હશે કેમકે આનું શરીર નીલુ થઇ ગયું છે....
અચાનક જયરાજ નું ધ્યાન નિશિકા નાં હાથ પર પડે છે, એમાં 'A' માર્ક કરેલું હતું.....
ત્યારબાદ જયરાજ Dr. ને રિપોર્ટ જલ્દી આપવાનું કહીને નીકળી પડે છે એના બોડકદેવ પોલીસ સ્ટેશન તરફ.....
જયરાજ પોતાની કેબિન માં બેસીને એ કવર ખોલે છે જે એને ઇન્સ્પેક્ટર બિપિન એ આપ્યું હતું....
એમાં લોહીથી લખેલું હોય છે...
To, જયરાજ
અફસોસ કે તું Miss નિશિકાને ના બચાવી શક્યો પણ યાર હું તો તને બહુ હોંશિયાર માનતી હતી પણ તું તો તારું મગજ બીજીજ દિશામાં દોડાવતો હતો એટલે ક્યાંથી મળત.... ચાલો કાંઈ નઈ હવે તને એટલી તો ખબર પડીજ ગઈ હશે કે મારા આવતા વિકટીમનું નામ 'A' ઉપર થી હશે.... અને હા બીજી હિન્ટ તને સુનિતા અને નિશિકા ઉપરથી મળી જશે.... તો હવે હું 2 દિવસ પછી મારા શિકાર ને દબોચીશ.... રોકી શકે તો રોકી લેજે.....
" દરેક નાં જીવન માં હોય છે એક શ્રદ્ધા કે એમનો ભગવાન એમને આવનારી મુસીબતો થી બચાવી લેશે પણ હસીનાથી એમને કોઈ નહી બચાવી શકે..... હાહાહા
from,
હસીના
જયરાજ તરત એક જગ્યા એ ફોન કરે છે અને વાતચીત કરે છે, ફોન મૂકતા જ (જોરથી બુમ મારીને ) દિલીપ....
દિલીપ : બોલો સાહેબ,, આટલા ગુસ્સામાં કેમ છો???
જયરાજ : રાહુલ ને ગમે તેમ કરીને અહીંયા લેતો આવ....
દિલીપ : ફોને કરું એને સાહેબ??
જયરાજ : ડફોળ ફોન લાગતો હોત તો બોલાવવાનું શું કરવા કહેત હું.... બીજા એક કોન્સ્ટેબલ ને પણ લેતો જા જોડે....
દિલીપ : હા સાહેબ લેતો આવું છું.... તમે ઠંડા થાઓ.... જય હિન્દ
જયરાજ : સાલા પોતાના જ પીઠ પાછળ ખંજર ભોંકે છે..... રાહુલ તને તો હવે ભગવાન પણ નહિ બચાવે....
****************
કોણ હતું સુનિતા અને નિશિકા નું ખૂની ??
જયરાજે ફોન પર કોની જોડે વાત કરી હતી?? જયરાજ રાહુલ પર કેમ ગુસ્સે છે?? કાતિલ રાહુલ છે કે કોઈ બીજું?? શું જયરાજ પકડી શકશે કાતિલ ને ??
જાણવા માટે વાંચતા રહો
હસીના - the lady killer નાં દરેક પાર્ટ....
તમારા પ્રતિભાવ મને msgbox માં મોકલી શકો છો, અને like એન્ડ comments પણ કરજો જેથી હું વધુ સારુ લખી શકું..