Pyar to hona hi tha - 8 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | પ્યાર તો હોના હી થા - 8

Featured Books
Categories
Share

પ્યાર તો હોના હી થા - 8

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્યના પપ્પા મિહીકાના ઘરે આવે છે અને આદિત્ય અને મિહીકાના મેરેજનુ પ્રપોઝલ મૂકે છે. જે જાણી મિહીકા એકદમ શોક્ડ થઈ જાય છે અને આદિત્યને ફોન કરે છે. હવે શું થાય છે તે જોઈશું...)

મિહીકાનો ફોન આવતા આદિત્યને નવાઈ લાગે છે. એ ફોન એટેન્ડ કરે છે અને કહે છે,

આદિત્ય : hiii Mihika how are you ? કેમ અત્યારે ફોન કર્યો !! બધું બરાબર તો છે ને ?

મિહીકા : ઓહ.. આદિત્ય તારી એકટીંગ તો સુપર્બ છે. વાત તો એવી રીતે કરે છે જાણે કંઈ ખબર જ નથી.

મિહીકા : હોહોહો... રિલેક્સ મિહીકા.. કેમ આટલી ગુસ્સામાં છે. અને મને શું ખબર છે !! તુ શું કહે છે મને કંઈ ખબર નથી પડતી.

મિહીકા : વાહ,, આદિત્ય જાણે તને તો ખબર જ નથી !! જાણે તારા પપ્પાએ તને પૂછ્યું જ ના હોય, શું તને પૂછ્યા વગર જ તેઓ અહી આવ્યા. શું તને ખબર નથી, તારા પપ્પાએ આપણાં મેરેજની વાત કરી છે ?

આદિત્ય : what !! મારા પપ્પા તારા ઘરે આવ્યા હતાં ? અને તુ શું કહે છે, આપણાં મેરેજ !! Are you mad ? કોઈ આવો મજાક કરતું હોય કાંઈ !!

મિહીકા : પાગલ મે નઈ તું છે જેને કંઈ ખબર જ નથી કે એના પપ્પા એના માટે શું વિચારે છે !! અને મે કાંઈ મજાક નથી કરતી. મજાક તો શું સપનામાં પણ હું તારી સાથે મેરેજ વિશે નહી વિચારી શકું...

આદિત્ય : seriously Mihika i don't know about this.. શું તુ સાચ્ચુ કહે છે ?

મિહીકા : આદિત્ય સાચ્ચે તને કાંઈ નથી ખબર ?

આદિત્ય : i sware.. Mihika i really dont know..તુ મને બધી વાત કહે પોપ્સીએ શું કહ્યું.

મિહીકા : તારા પપ્પા આજે મારા ઘરે આવેલાં. એમણે મારી સામે તો કાંઈ નહી કહ્યું પણ જ્યારે હુ એમના માટે ચા બનાવવાં ગઈ ત્યારે તેમણે મારી મમ્મી પપ્પા સાથે આ વિશે વાત કરી.

આદિત્ય : તો તારા મમ્મી પપ્પા શું કહે છે ?

મિહીકા : એ લોકો શું કહે ! તારા પપ્પાનો નેચર જોઈને એ લોકો તો ખુશ થઈ ગયા.

આદિત્ય : એમણે તને કંઈ પુછ્યું નહી ?

મિહીકા : મને એ જ વાતનો ગુસ્સો આવે છે કે એમણે મારી મરજી પણ ના પૂછી અને સીધુ તારા પપ્પાને હા કહી દીધું. કપડાંથી લઈને ખાવાનું, સ્કૂલથી લઈને કૉલેજ સુધી બધું મે પસંદ કર્યું છે. અને જ્યારે મારી લાઈફનું આટલું મોટું ડીસીઝન લેતા પહેલાં એ લોકોએ મને પૂછવું પણ જરૂરી ના સમજ્યું !

આદિત્ય : સારુ તુ ગુસ્સો ના કર હુ હમણાં જ પોપ્સી સાથે વાત કરું છું અને અત્યારે જ ના પાડી દઉ છું.

મિહીકા : thanks Aditya. Please તુ તારા પપ્પાને સમજાવ.

આદિત્ય : yes u don't worry. I ''ll handle this situation. અને તુ પણ તારા મમ્મી પપ્પા સાથે વાત કર.

આદિત્ય ફોન મૂકી સીધો એના પપ્પા પાસે જાય છે.

આદિત્ય : પોપ્સી આ તમે શું કરો છો !

જયેશભાઈ : હુ શું કરું છું બેટા !

આદિત્ય : ઓહહ પોપ્સી હવે મારી સામે આમ ના સમજ ના બનો. જાણે તમને તો ખબર જ નથી હું શેના વિશે વાત કરું છું. મિહીકાએ મને બધી વાત કરી છે.

જયેશભાઈ : ઓહ એ વાત. મને લાગ્યું જ કે મિહીકા આ વાત તને જણાવવા વગર રહેવાની નથી. તો કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ.

આદિત્ય : surprise !! What rubbish. આ સરપ્રાઈઝ નથી આ એક શોક છે. તમને એવું નથી લાગતું કે તમારે atlist એકવાર મને પૂછવું જોઈતું હતું. મને પૂછ્યા વગર આમ તમારે ડાયરેક્ટ મિહીકાના ઘરે નહી જવું જોઈતું હતું.

જયેશભાઈ : અરે દિકરા મને તો એવું હતું કે તમે બંને એકબીજાને પસંદ કરો છો.

આદિત્ય : ના પપ્પા અમારા વચ્ચે એવું કંઈ જ નથી. Infect અમે તો હમણાં જ ફ્રેન્ડ બન્યા છે. પહેલીવાર મને કોઈ સારુ ફ્રેન્ડનુ ગૃપ મળ્યું હતું તમારા કારણે એ પણ હવે છૂટી જશે.

જયેશભાઈ : કેમ તને મિહીકા પસંદ નથી. મને તો તે ખૂબ ગમે છે. કેટલી પ્યારી છે. સુંદરતાની સાથે સંસ્કારનો અદ્ભુત સમન્વય છે. મારું માન મિહીકા તારા માટે બેસ્ટ છે. U both are made for each other.

આદિત્ય : મે ક્યાં કહ્યું કે મિહીકા સારી નથી. અરે બહુ સારી છે. એટલે તો મારી ફ્રેન્ડ છે. પણ હું મિહીકા સાથે મેરેજ નહી કરી શકું. મિહીકા શું અત્યારે મારે કોઈની પણ સાથે મેરેજ નથી કરવા. તમને તો ખબર છે. મારે ઈન્ટરનેશનલ બાઈક રેસમાં ભાગ લઈ નંબર વન બનવું છે. એના સિવાય મારા દિલ - દિમાગમા બીજી કોઈ વાત આવવાની નથી.

જયેશભાઈ : જો બેટા મે જે પણ કંઈ નિર્ણય લીધો છે એ તારા ભલા માટે જ લીધો છે. અને એ નિર્ણય તારે માનવો જ પડશે.

આદિત્ય : અને હું નહી માનુ તો ?

જયેશભાઈ : જો દિકરા અત્યાર સુધી મે તારી બધી જ જાયઝ - નાજાયઝ માંગ પૂરી કરી છે. તારી મમ્મીની કમી પૂરી કરવાં માટે મે મારાંથી બનતી બધી કોશિશ કરી છે. પણ આ મારો આખરી ફેસલો છે. તારે મેરેજ તો મિહીકા સાથે જ કરવા પડશે. જયેશભાઈ મક્કમતાથી કહે છે.

આદિત્ય : અને હુ મિહીકા સાથે મેરેજ કરવાની ના પાડું તો ?

જયેશભાઈ : જો તુ મિહીકા સાથે મેરેજ નહી કરે તો પછી હું તારી સાથેના બધાં સંબંધ તોડી નાખીશ. પછી તુ મારો પુત્ર નહી અને હું તારો પિતા નહી. અને મારી મિલકતમાં પણ તારો કોઈ હક નહી રેહશે.

આદિત્ય : ઓહહો પોપ્સી આ બધી જૂની ફિલ્મોના ડાયલોગ મારી સામે નઈ બોલો. મને ખબર છે. તમે એવું કંઈ નઈ કરો. અને જો એવું કંઈક કરો તો પણ જ્યાં સુધી મારું સપનું નહી પૂરું થાય ત્યાં સુધી હું મિહીકા સાથે તો શું બીજી કોઈ છોકરી સાથે પણ મેરેજ નહી કરું.

જયેશભાઈ : મને ખબર છે દિકરા તુ પણ મારા જેવો જીદ્દી જ છે. પણ હું પણ તારો બાપ છું. મને ખબર જ છે કે આ દોલત શોહરતનો તને પહેલાથી જ કોઈ મોહ નથી. કે નથી તને એવી કોઈ સુખ સાહ્યબીની આદત. પણ જે તારુ પેશન છે. જે તારી લાઈફનુ એક માત્ર ધ્યેય છે. એ જ પુરું ન થાય તો ?

આદિત્ય : એટલે ! તમે કેહવા શું માંગો છો ? આદિત્યના મનમાં ફાળ પડે છે.

જયેશભાઈ : બેટા હું એ જ કેહવા માંગુ છું જે તુ સમજે છે. તને શું લાગે છે ? મારો દિકરો જેના વિશે પાગલ છે એના વિશે મને કોઈ જાણકારી નહી હોય ? મે બધી તપાસ કરી છે. એ બાઈક રેસમાં ભાગ લેવા માટેના નિયમો મને ખબર છે. અને એમાં પાર્ટ લેવા માટે પેરેન્ટ્સનું N.O.C ફરજિયાત છે. અને તારી એ N.O.C. પર મારી સહી જોઈશે.

આદિત્ય : તો તમે મને બ્લેક મેઈલ કરશો ? મારી સામે શર્ત મૂકશો ?

જયેશભાઈ : જો તુ શર્ત સમજે તો શર્ત, અને મારી ઈચ્છા સમજે તો ઈચ્છા. તુ મિહીકા સાથે મેરેજ માટે હા કહી દે તો હું તને રેસમાં પાર્ટીસીપેન્ટ કરવાની મંજુરી આપીશ.

આદિત્ય એકદમ ઘુઘવાઈ ઊઠે છે. એને યકીન નથી આવતો જે પોપ્સી તેની નાનામાં નાની વીશ પૂરી કરવા હંમેશા તૈયાર રેહતા હતા, તે એના લાઈફનુ આટલાં મોટાં ડીસીઝનમા એની મરજી જાણવાની પણ તસ્દી નથી લેતા. અત્યાર સુધી એના પપ્પાએ એની પર એમની કોઈ મરજી નથી ઠોપી. તે એના પપ્પાનું આ નવું રૂપ જોઈને એકદમ શોક્ડ થઈ જાય છે. એને સમજ નથી પડતી કે એ ગુસ્સો કરે કે આરગ્યુમેન્ટ કરે. તે હજુ વિચારતો જ હોય છે કે એના પપ્પા કહે છે.

જયેશભાઈ : જો આદિ તુ મારો પુત્ર છે એટલે હું તારી પાસે મારી ઈચ્છા મૂકી શકું. પણ મિહીકા સાથે હું એવી કોઈ માંગણી ના કરી શકું. જો મિહીકાની મરજી ના હોય તો હુ તને આ મેરેજ માટે ફોર્સ નહી કરીશ.

જયેશભાઈની વાત સાંભળી આદિત્ય ખુશ થઈ જાય છે. જાણે નિર્જન રણમાં ઢૂવામાં પડેલ તેને જાણે કોઈના હાથનો સહારો મળ્યો હોય તેમ એ રાહત અનુભવે છે. એ વિચારે છે કે મિહીકા તો કોઈ પણ સંજોગોમાં મારી સાથે મેરેજ કરવા એગ્રી થશે નહી. અને પોપ્સી પણ મને ફોર્સ નહી કરી શકે.

આદિત્ય : ok popsi.. હું મિહીકા સાથે વાત કરીશ. પણ જો એ ના પાડશે તો તમારે પણ મને મેરેજ માટે ફોર્સ નહી કરવું. અને મને રેસમાં પાર્ટીસીપેન્ટ કરવા માટે N.O.C. latter પર sign પણ કરી આપવી પડશે.

જયેશભાઈ : ok.. તો કાલે સાંજે આપણે ફરીથી આ વિષય પર વાત કરીશું. Good night..

અને તે એની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ એવું માની ખુશ થતો એના પપ્પાને ગુડનાઈટ કહી એના રૂમમાં ચાલ્યો જાય છે.

આ બાજુ મિહીકા પણ એના મમ્મી પાસે જાય છે અને એ પણ આદિત્યની જેમ જ પૂછે છે કે એમણે એના લાઈફનું આટલું મોટું ડીસીઝન લેતા પહેલાં એને કેમ કાંઈ પૂછ્યું નહી !

મનિષાબેન : ( મિહીકાના મમ્મી ) બેટા અમે જે કંઈ પણ કરીએ છીએ એ તારા ભલા માટે જ છે. તુ અમારી એકની એક દીકરી છે. શું અમે તારું ખોટું ઈચ્છીશું ?

મિહીકા : મમ્મી મને ખબર છે તમે મારું સારુ જ કરશો. પણ મમ્મી હું આદિત્ય સાથે મેરેજ નહી કરી શકું. મમ્મી અમે બંને એકદમ અલગ છીએ. એ ઉત્તર ધૃવ છે તો હું દક્ષિણ ધૃવ. અમારી પસંદ - નાપસંદ જુદી છે. અમારું કોઈ મેચ નથી. અને એવું આદિત્ય સાથે જ મારે મેરેજ નથી કરવા. અત્યારે મારે મેરેજ જ નથી કરવાં. પછી એ આદિત્ય હોય કે બીજું કંઈ. મારે હજી આગળ ભણવું છે. ઘણી બધી રિસર્ચ કરવી છે. ભારતની ઔષધિઓને આખી દુનિયામાં મશહૂર કરવી છે. એનો લાભ આખી દુનિયાને મળે એવું મારે કંઈક કરવું છે.

મનિષાબેન : મને ખબર છે તારા ઘણાં સપના છે. પણ દિકરા તુ તારા મમ્મી પપ્પાને તો સમજ. અમારા પણ તારા માટે ઘણાં સપના છે. તું સારા ઘરમાં પરણીને જાય સુખી રહે એ જોવું જ અમારી ઈચ્છા છે. કયા મા બાપને એની છોકરીની ખુશી વ્હાલી નહી હોય. અને એવું નથી કે આદિત્યના પિતા ધનવાન છે એટલે અમે તને ત્યાં મેરેજ કરવાનું કહીએ છીએ. પણ એમનો સ્વભાવ એમના વિચારો જાણીને જ અમે તને તેમના ઘરે પરણાવવા માંગીએ છીએ. અને આદિત્ય વિશે તે જે પણ કંઈ કહ્યું છે એના પરથી અમે એટલું તો જાણી જ ગયા છે કે એ ઘણો સારો અને સમજદાર છોકરો છે. અને મારી દિકરી કોઈ ખરાબ છોકરાને પોતાનો મિત્ર નહી બનાવે. બેટા, અમે એટલાં કેપેબલ તો છે જ કે તારી દરેક ઈચ્છા પૂરી કરી શકીએ. અને ના થાય તો દેવું કરીને પણ અમે તને ભણાવીશું. પણ પછી તો તારે કોઈની સાથે તો મેરેજ કરવાના જ છે. તો પછી આદિત્ય કેમ નહી ?

મિહીકા : હું ક્યાં કહું છું કે આદિત્ય ખરાબ છોકરો છે. પણ અમે બંને એકબીજા માટે નથી બન્યા. અને હજુ તો મારી કૉલેજ પણ પૂરી નથી થઈ. મારે આગળ હજુ ભણવું છે. આટલાં જલ્દી મારે મેરેજ નથી કરવાં.

મનિષાબેન : અરે અમે ક્યાં કહીએ છીએ કે તુ આજ ને આજ મેરેજ કરી લે. આદિત્યના પપ્પા સાથે અમારી વાત થઈ છે. બસ હમણાં સગાઈ કરીશું. અને તારી કૉલેજ પૂરી થાય, પછી જ તમારા મેરેજ કરીશું. અને જયેશભાઈએ એટલે સુધી કહ્યું છે કે મેરેજ પછી પણ જો તુ ચાહે તો આગળ સ્ટડી કરી શકે છે. આનાથી વધારે એક છોકરીનાં મા બાપને બીજું શું જોઈએ. તને તો ખબર જ છે તારા પપ્પાએ તારી દરેક વિશ પૂરી કરી છે. તો શું તારી પપ્પાની આ એક ઈચ્છા પૂરી નહી કરી શકે. જ્યારથી જયેશભાઈએ તારા અને આદિત્યના મેરેજની પ્રપોઝલ મૂકી છે ત્યારથી તારા પપ્પા કેટલા ખુશ છે. અરે એમણે તો મેરેજમાં કેવી તૈયારી કરશે, ક્યાંથી મેરેજ કરશે, ખાવાનું મેન્યુ શું હશે એ બઘું અત્યારથી જ વિચારી રાખ્યું છે.તારા પપ્પાને આટલાં ખુશ મે ક્યારેય નથી જોયાં. મહેરબાની કરીને તું એમની આ ખુશી ના છીનવીશ.

મનિષાબેનની વાત સાંભળીને મિહીકાની આંખોમાં પાણી આવી ગયા. અને એની આંખો સામે બાળપણથી લઈને અત્યાર સુધીની બધી યાદો આવવા લાગી. અને તે સારું હું આદિત્ય સાથે વાત કરીને તને કાલે જવાબ આપીશ કહી એના રૂમમાં જાય છે.

મિહીકા વિચારે છે મમ્મી પપ્પાએ મારા માટે ઘણું કર્યું છે. હું એમનું દિલ નહી તોડી શકું. પણ હા આદિત્ય કોઈપણ દિવસ આ મેરેજ માટે માનશે નહી એ એના પપ્પાને ના પાડી દેશે પછી મને કોઈ ટેન્શન નહી. મમ્મી પપ્પા પણ પછી મને ફોર્સ નહી કરી શકે. અને એ એક સંતોષ સાથે ઊંઘી જાય છે.

મિહીકા અને આદિત્ય બંને જણાં એમ સમજીને ખુશ થાય છે કે એ લોકો એકબીજાના પેરેન્ટ્સને ના પાડી દેશે તો મેરેજ કેન્સલ થઈ જશે. પણ નિયતીએ એમનાં માટે શું નક્કી કર્યું છે એનાથી બેખર બંને જણાં અત્યારે તો ખુશ થઈને ગાઢ નિદ્રામાં પોઢી જાય છે.

** ** **

વધું આગળના ભાગમાં..

મિત્રો આ ભાગ પસંદ આવે તો રેટીંગ અને કોમેન્ટ જરુર આપજો..