ગરૂડપુરાણમાં આમ તો પરા લૌકિક વાતો અને મૃત્યુ વાત (શક્યતાની વાત ) આવતી હોઈ એ સંદર્ભે ઉત્તર ક્રિયા ની સ્વાભાવિક જ ચર્ચા નીકળે જ...
એમાં ય ચર્ચા કરનારા બ્રાહ્મણો ...
"ઉત્તર ક્રિયા આમ તો ધાર્મિક ક્રિયા છે જ નહી .."
એ સામાજિક વિધિ જ માનવી...
"મૃતકે સમાજ પાસે થી લીધેલાં ૠણ નો અંશ ક્ષમતા અનુસાર પાછો વાળવો...."
"આમ તો આખી વિધિ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે મૃતકના સ્વજનો માટે... એની સાથે સંકળાયેલ શૈયા સફર ના સામાન એમની જણસ વગેરેનો દાન રૂપે ત્યાગ કરવો... આ બધું કુટુંબની દિકરી કે અન્ય ને અપાય છે.... આ બધું મનો વૈજ્ઞાનિક પ્રક્રિયા જ ગણી શકાય.. "
વગેરે વગેરે ઘણાં મુદ્દા નોંધ્યા સુધીરભાઈ એ
હા એ બાકીની અમુક બાબત સાથે સહમત હતાં કે આ વિધિ કરાવી શકે એની આજીવિકા માટે જ આવું ઉપજાવી કાઢ્યું હોય...કારણ કે આ વિધિ કરાવી શકતો હોય એ બીજું ગમે તે કરી એટલું તો કમાઈ જ શકે.... એવી ઘણી વાતો સાથે સહમત હતાં પણ નોંધવું જરૂરી ન લાગ્યું....
એ સિવાય પણ સુધીરભાઈ એ ન નોંધ્યું પણ એ વિધિ ન કરવા થી શું થઇ શકે કે વિધિ કરવાથી શું ફળ મળે ??? એ બધી વાતો ઘોળાતી જતી હતી સુધીરભાઈ ના માનસમાં....
***************** *******************
સુધીર ભાઈ અને ભાવના બેન એક ઘણું સુખી દામ્પત્ય ભોગવતા હતાં.. સંતાનમાં બે દિકરીઓ બંને પરણી ને વિદેશમાં સ્થાયી અને ભૌતિક રીતે સુખી જ હતાં બંને ને એક દિકરો એક દીકરી હતાં... નાની દિકરી નો દિકરો તો હજુ મહીના બે વર્ષથી પાંચ વર્ષ નો મોટો કરી મોકલ્યો હતો પાછો દિકરી જોડે કેનેડા .....
અરેે એ બંને પણ બેે બેેવાર કેનેડા અમેરીકા જઇ આવ્યાં હતાં .એવી કોઈ એષણા બાકી ન હતી જીવનમાં કે પછી ના તો કોઈ એવી મહત્વાકાંક્ષા... આમ તો મુક્ત જીવડો જ ...
સારા થવાના કે બીજાં કોઈ અભરખા નહી, ના સેવાની ભેખ કે ના ભક્તિ ના ય ઝાઝા વળગણ... ના પરરાવલંબીતા કે ના ઝાઝું તુટી મરવાનું....
ટુંકમાં મનમાં આવે તો સેવા ય કરી લે ભક્તિ ય કરી લે યોગ યજ્ઞ ય કરી લે પણ કશુંય પરાણે કે નિયમબધ્ધ નહીં....
પણ જ્યારથી આ ચર્ચા સાંભળી આવ્યા ત્યારથી બસ એક વિચાર ઘુમરાયા કરતો હતો કે એમનાં અવસાન પછી ઉત્તર ક્રિયા તો થશે ને એમની પાછળ જો એ પહેલાં દુનિયા છોડી દે તો ભાવના બધી ઉત્તર ક્રિયા કરાવશે જ કે પછી ભાવના પછી એ પણ કરાવશે જ પણ...
"એમનાં બંને પછી કોણ કરાવશે? "
અને જો એમનાં મરણ પછી ઉત્તરક્રિયા સંપૂર્ણ પણે ન કરવામાં આવી તો,??? અવગતે જશે એમનો અથવા ભાવના નો જીવ???
આવા પ્રશ્નો એમને કોરી ખાવા લાગ્યાં ....
કોઈ પણ વિચાર વ્યક્તિ ને ઘેરી વળે એટલે એ પછી વ્યક્તિ મૂક થઇ જાય છે...
હા મૂક મૌન નહી મૌન અલગ સ્થિતિ છે મૌન થવાનું હોય છે મૂક થઈ જવાય છે..મૂક હોઇએ ત્યારે શરીર બીજી રીતે પ્રતિક્રિયા આપતું જ હોય ખાલી વાચા જ અટકી જાય છે... એ પ્રતિક્રિયા આપણી નિકટ હોય એ તો સમજી શકે ને?????
ભાવનાબેન સુધીરભાઈ ની વર્તણુક ન સમજાઇ એવી જણાઈ... કાંઈક તો હશે જ કે જે એમને ભિતરથી કોરી ખાતું હોય ...
ભાવનાબેન થી ન રહેવાયું એમણે પુછી જ લીધું, " બે દિવસ થી શું વિચારો છો દિકરી યાદ આવી છે તો વિડીયો કોલ કરી લો ને??? "
ના હવે એવું કાંઇ નથી, વિડીયો કોલ તો સાંજે કરી લેશું પણ એવું કાંઇ નથી તું ચિંતા ન કર "
"સુધીર ઠાકર! ત્રીસ વર્ષથી તમારી સાથે છું તમારા કરતાં વધું જાણું છું તમને... કહી દો આપણી વચ્ચે કોઈ વાત અછાની હોય ?"
" તો સાંભળ.."
સુધીરભાઈ એ બધી વાતો માંડીને કરી....
"ઓહહો એટલી વાતે મુંઝાણાં હતાં...? ઠાકર તમે તમારી વાત જ ભુલી ગયાં ? પિંછું કર્મ બંધને મુકુટે સજજ કે પછી પગમાં રગદોળાય..... હશે પણ એનાથી પિંછા ને શું ફરક પડે ????કશુંય નહીં અવગતે જવાનું હશે તો અવગતે જઇશું એ અવસ્થા ય ભોગવી લઇશું.. એ કાજે અત્યારે શું કામ બંધાવું? મુક્ત આપણે થઈ જઇએ પાછળ વાળા શું મુક્ત કરે??? "
સુધીર ભાઈ એ ભાવના બેન ને બાહોંમાં ભરી બોલ્યા , " હા! આજથી જ મુક્ત છું હું તું આપણે બંને આજ ઉત્તર પૂર્વ ક્રિયા થઇ ગઇ આપણી આજ... "
એક મોક્ષ મુક્તિ માણી રહ્યા બંને........
(સંપુર્ણ....)