Bharat-Pakistan-America in Gujarati Classic Stories by Artisoni books and stories PDF | ભારત-પાકિસ્તાન-અમેરિકા

Featured Books
Categories
Share

ભારત-પાકિસ્તાન-અમેરિકા

?આરતીસોની?


?જય શ્રી કૃષ્ણ?

*ભારત-પાકિસ્તાન-અમેરિકા*

અમેરિકાના બૉસ્ટન શહેરમાં સ્થાયી થયેલા મનસુખભાઈ પટેલ સીધાસાદા ને ભલાભોળા. પંચાવન વર્ષના મનસુખભાઈ સવારે વહેલાઉઠી, નાહી-ધોઈને પૂજા-પાઠ કરવા બેસી જાય. પૂજા-પાઠ કરતાં પણ એમને ઘણી વાર લાગતી.. પછી બહાર લૉનમાં પાણી છાંટી ઉગાડેલા છોડઝાંખરાનું કાપકૂપ કરી સુંદર સજાવટ કરી દેતા.


આત્મલક્ષી અને પરગજુ સ્વભાવના હતા. આજુબાજુમાં પણ ઘણા ઇન્ડિયન્સ રહેતાં હતાં, એટલે નિયમિત સવારે જોબ પર જતાં આવતાં દરેકને ગાર્ડનીંગ કરતાં કરતાં હાય હેલોનો વ્યવહાર રાખતાં. આજુબાજુમાં કોઈ બીમાર હોય તો તરત જોઈતી મદદ કરતાં.. પત્ની કોકિલાબેન એમના કરતાં પણ વધુ નમ્ર ને ગરીબ ગાય જેવા સ્વભાવના. એટલે એમના વચ્ચે કોઈ દિવસ ભાંજગડ થતી જ નહીં. એમનો પુત્ર વિવેકને સવારની પરોઢની જોબ એટલે સહુથી વ્હેલો ઊઠી લંચબોક્ષ લઈ નીકળી ગયો હોય. એની બીજી કોઈ ખટપટ નહી.


ત્યાંથી થોડેક આગળ પાંચમી લેનના હાઉસમાં પાકિસ્તાની મુસલમાન અસ્લમભાઈનો પરિવાર રહે. ઘણા વર્ષોથી એ પણ અહી સ્થાયી થયેલા. અસ્લમભાઈ પચાસેક વર્ષના ખરા પણ બોડી ફીટ રાખી હતી. ઉંમર મોંઢા પરથી જરા પણ વર્તાય નહી એટલા ફીટ.. એમની બેગમ ઝાફરા ખૂબ દેખાવડી. બંન્ને જોબ કરતાં. એમને એકની એક દીકરી સાયરા, એ એની અમ્મી કરતાં પણ રૂપનો અવતાર એટલી દેખાવડી. પાકિસ્તાની સલવાર કમીઝ પહેરે તો એ ઔર શોભી ઊઠતી..


વિવેક સવારે જોબ પર નીકળે ત્યારે સાયરાનો એજ સમયે કૉલેજ જવાનો સમય.. પહેલાં તો બસસ્ટોપ પર મળતાં ને બસમાં સાથે પહોંચતાં, પણ પછી વિવેકે નવી કાર ખરીદતા રોજ સાથે જ નીકળતાં અને સાયરાને કૉલેજ ડ્રોપ કરી જોબ પર જતો.. રોજ બન્ને એકબીજાને હાય હેલો કરતાં કરતાં ક્યારે એકબીજાની નજીક આવી ગયા ખબર જ ના રહી..


અલકાયદા ઓસામા બિનલાદેને અમેરિકનોને ટાર્ગેટ કરી એક આત્મઘાતી પ્લોટ બનાવ્યો.. જેમાં આત્મઘાતી જેહાદી લોકોને તૈયાર કર્યા, અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બે પ્લેન ક્રૅસ કરાવ્યા, એ બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બિલ્ડિંગોને અથડાતાં જોરદાર બ્લાસ્ટ થઈ ગગનચુંબી એકસો બેતાળીસ માળના બન્ને બિલ્ડિંગો ધારાસાયી થઈ ગયા હતા.


અમેરિકન બુશ ગવર્મેન્ટે એ વખતે સાત મુસલમાન દેશો ઉપર અમેરિકા આવવા પર પાબંદી નાખી દીધી હતી અને ઈરાક ને અફઘાનીસ્તાન પર હુમલો કરી, બન્ને દેશો અડધાં પાયમાલ કરી નાખ્યાં હતાં. ત્યાંની ગવર્મેન્ટે અમેરિકામાં ‘હોમલેન્ડ સિક્યોરિટી એક્ટ’ નો તાત્કાલિક અસરથી કાયદો નાખી દીધો, આખા અમેરિકા દેશમાં આ ઈમિગ્રેશન એક્ટ હેઠળ દરેક મુસલમાનોને ટેરરિસ્ટ જાહેર કરી શોધી શોધી દરેકને ડિપોટ્ કરતાં હતાં અથવા એમને જેલમાં નાખી દેતાં હતાં.


વિવેકને આ બધી જાણકારી હોવાથી એક સાંજે એણે અસ્લમભાઈને એના પોતાના ઘરમાં સંતાઈ જવા કહ્યું અને સમજાવ્યા કે, "અમેરિકામાં વસતાં મુસલમાન પરિવારોને ઘરે પુછપરછ કરવા ઈમિગ્રેશન ઓફિસરો છાપા મારવા લાગ્યાં છે અને થોડો પણ ડાઉટ લાગે દેશ નિકાલ કરે છે અથવા ટેરરિસ્ટ જાહેર કરી જેલમાં નાખી દે છે. હમણાં થોડોક સમય અમારે ત્યાં સંતાઈ જાઓ થાળે પડે પછી તકલીફ નથી." પણ એમણે વિવેકની વાતને નજરઅંદાજ કરી. એ પણ જાણતાં હતાં કે એ ગુજરાતી પરિવારમાંથી હતો એટલે એક પાકિસ્તાની મુસલમાનને ઘરમાં આશ્રય સ્થાન આપવું વિવેક માટે કઠિનાઈ ભર્યું થઈ રહે..


બરાબર એક અઠવાડિયા પછી અસ્લમભાઈને ઘરે અડધી રાત્રે ઈમિગ્રેશન પોલીસે રેડ પાડી.. સતત કલાકો સુધી ભયંકર ટોર્ચર કરી અસ્લમભાઈની પૂછપરછ કરે જ ગયાં. એક સાથે આટલી બધી પોલિસ અને થર્ડ ડીગ્રી આપતાં, ડરી ગયેલી ઝાફરા અને સાયરા ઉપરના માળે રૂમમાં પૂરાઈ ગયાં. સાયરાએ રાત્રે જ વિવેકને ગભરાટમાં ફોન કરી જણાવી દીધું હતું. વિવેકે સાયરાને આશ્વાસન આપી કહ્યું, "અત્યારે રાત્રે કંઈજ કરવું મુશ્કેલ છે. ગમે તેમ કરી મક્કમ થઈ સમય કાઢી નાંખો અને ગમે તેટલું દબાણ કરે તમારી વાત સાથે અડગ રહેજો.. એમના દબાણો હેઠળ આવી ગભરાટમાં તમે ટેરરિસ્ટ છો એવી કબૂલાત ન કરવી.." છતાંયે અમેરિકન પોલિસે "તમે ટેરરિસ્ટ છો" એવા બહાના હેઠળ અસ્લમભાઈની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધાં.


આ બાજુ વિવેક હિન્દુ ગુજરાતી પરિવારમાંથી હતો.. એ લોકો ચુસ્ત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હતાં. એક મુસલમાન પરિવારને પોતાના ઘરમાં આશ્રય શી રીતે આપવોની મુંજવણ હતી.. વિવેક માટે તો એક પાકિસ્તાની મુસલમાન પરિવાર પર આવી પડેલી આફત વિશે વાત કરતાં પણ ડરી જવાય એવું વાતાવરણ ઘરનું હતું.. સાયરાને એ પ્રેમ પણ કરતો હતો, એટલે દુઃખી જોઈ શકતો નહોતો. એણે હિંમત કરી સવારે જ વાત કરી લેવી જોઈએ એવો નિર્ધાર્ય કરી સૂઈ ગયો.


બીજા દિવસે સવારે વ્હેલો ઉઠી નાહીધોઈને તૈયાર તો થઈ ગયો, પણ જોબ પર ન ગયો.. ગમેતેમ કરી પપ્પાને આ વાતની જાણ કરી સાયરાના પરિવારને મદદ રૂપ થવું હતું..


મનસુખભાઈ રાબેતા મુજબ પૂજા પાઠ પતાવી, ગાર્ડનીંગ કરી રહ્યા હતા ત્યારે વિવેકે સમયનો લાગ તાગી વાત શરૂ કરી.


"લાવોને પપ્પા ગાર્ડનીંગમાં હું મદદ કરું!"


"કેમ તારે આજે જોબ પર નથી જવું?"


"ના આજે કંઈ જવાની ઈચ્છા નથી"


"તો ચાલ નજીકમાં જ ગીતા ટેમ્પલ છે, આજે ત્યાં દર્શન કરતાં આવીએ અને ગુરુવાર છે એટલે ઘણાબધાને મળવાનો મોકો પણ મળશે.."


પણ વિવેકના પેટમાં કંઈક જુદું જ તેલ રેડાઈ રહ્યું હતું, પપ્પાને પાકિસ્તાન પરિવારની વાત ક્યાંથી શરૂઆત કરવી સમજાતું નહોતું.


"યુ નો પપ્પા? આખા યુ.એસ.એ.માં દરેક મુસલમાન લોકોને પકડી પકડીને પુછપરછ કરી ડિપોટ કરી રહ્યાં છે અથવા જેલમાં ધકેલી દે છે!"


"હા તારી વાત સાચી છે, જો સામે રહે છે એ પંજાબી પરિવાર, એ કુલદીપ સિંગ કાલે જ વાત કરતાં હતાં કે, મુસલમાનો પર આફત આવી પડી છે. આગળની લૅનમાં રહેતાં અસ્લમભાઈને પકડી ગયાં છે, બિચારા બહુ સીધા ભગવાનના માણસ છે. બધાં મુસલમાન કંઈ સરખા નથી હોતાં.. પણ જો સાંભળ, આપણે આ બધી વાતોથી દૂર રહેવું, અજાણ્યા દેશમાં વગર લેવા દેવાનાં આપણે ફસાઈ જઈએ."


મનસુખભાઈના હાથમાંથી કૉસ લઈ વિવેક માટી ખોદતાં ખોદતાં બોલ્યો, "બટ પપ્પા તમે કહ્યું એમ બધા સરખા ન હોય ને.? તમને નથી લાગતું આપણે પાડોશી ધર્મ નિભાવવો જોઈએ?"


"આમાં આપણે શું મદદ કરી શકવાનાં હતાં, એમને મદદ કરતાં ‘બકરું કાઢતાં ઊંટ પેસે’ જેવો ખેલ થાય.. ક્યાંક આપણી પુછપરછ કરવા લાગે ને આપણે ફસાયા તો આપણને કોણ બચાવશે? આપણું અહીંયા કોઈ બીજુ છે નહી જે આપણને બચાવે. મેલ સાલ! આપણે કેટકેટલાને બચાવતાં ફરશું. કેટલાયે મુસલમાન પરિવારો અત્યારે ટેરરિસ્ટ જોનમાંથી પસાર થઈ જ રહ્યાં છે."


"બનતા પ્રયત્નો તો કરવા જ જોઈએ ને? માણસ ધર્મ નિભાવવો આપણી નૈતિક ફરજ છે, ગીતામાં પણ લખ્યું છે અને તમે તો શીખવ્યું છે પપ્પા. "સર્વ ધર્મ એક સમાન.."


મનસુખભાઈના જીવનની પંચાવન દિવાળી વિતાવેલી આંખો અને કાન સરવા થઈ સમજી ગયાં.. અને એક ઝાટકા સાથે વિવેકની આંખોમાં આંખો પરોવી ગાર્ડનમાંથી ઊભા થઈ ગયા..


અંદર જઈ કોકિલાબેનને સાદ કર્યો..


"કોકિ બહાર આવો તો આ વિવેક દીકરો કશુંક કહી રહ્યો છે.."


કોકિલાબેન ઝડપથી પવન વેગે બહાર આવ્યા.


"શું થયું વિવેક બેટા."


"એને નહી મને પુછો શું થયું અને હવે શું થવાનું છે.. હું તમને કહેતો હતો કે આ મુસલમાન છોકરી.. શું નામ એનું? હા સાયરા.. એની હારે રોજ જાય છે તે કઈ હા-ના કરી ના બેસે.. તે તમે શું કહેતાં હતાં? 'કશુંયે નથી.. આતો એક જ સમય છે બંનેનો એટલે એને લીફ્ટ આપે છે."


"હા તે શું થયું એ કેશો?"


"હવે પુછો તમારા દીકરાને શું થયું અને શું એને કરવું છે.."


"અરે મમ્મી કંઈ નહીં.. આ મુસલમાન પરિવારને મદદ કરવાની વાત કરતો હતો.. ધેટ્સ્ ઈટ.."


"હા કરવી.. તો જોઈએ જ ને...!!"


"તે શું મદદ કરવી છે.? તમારા લાડકાને પુછો જરા.. ઘરમાં ઘાલવા છે એમને?"


"એ છે ભલે પાકિસ્તાની મુસલમાન.. પણ રહેણીકરણી બિલકુલ અલગ છે. એમના ઘરે જઈએ તો ખબર જ ન પડે કે એ હિન્દુ છે કે પાકિસ્તાની."


"એ મુસલમાન અને આપણે હિન્દુ.. કેવું કેવું ખાય એ લોકો." અત્યંત જુગુપ્સા સાથે મનસુખભાઈ બોલ્યા.


થોડીક વાર સુધી એક મૌન ઈશારે ત્રણેય વચ્ચે વાતો ચાલી.. જાણે એકબીજાના વિચારો વાંચી આપલે ન કરતાં હોય.


"તમે એક વખત એમને મળો તો સમજાઈ જશે." વિવેક સમજાવવા મથી રહ્યો હતો.


"વિવેક કહે છે, તો એક વખત વાત કરી ખાતરી કરી લો.. માણસો કેવાં છે."


મનસુખભાઈએ મહાપરાણે ડોકું ઉપર નીચે કરી હા કરી, પણ ના બરાબર હતી એ ચોખ્ખું એમના મોઢે વંચાતું હતું.


એક મીનીટની પણ રાહ જોયા વગર વિવેકે સાયરાને ફોન જોડ્યો અને સાયરાને અને એની અમ્મીને પોતાના હાઉસ પર બોલાવી લીધા. સાયરા પહેલી વખત આ ઘરમાં આવી હતી.. એટલે આવ્યા બરાબર મનસુખભાઈ અને કોકિલાબેનને પગે લાગીને "જય શ્રી કૃષ્ણ" બોલી..


મનસુખભાઈ તો દંગ રહી ગયા, એના મોઢેથી 'જય શ્રી કૃષ્ણ' સાંભળીને.


"પપ્પા મમ્મી આપની મંજૂરી હોય તો હું સાયરા સાથે લગ્ન કરવા માંગુ છું..


આજે જ કોર્ટમાં મેરેજ રજીસ્ટ્રાર બતાવી, અસ્લમભાઈને મારી બાંહેધરી આપી જેલમાંથી છોડાવવા પડશે. સાયરા સાથે મેરેજ કર્યા હશે તો મારી બાંહેધરી માન્ય ગણાશે.. અને ટેરરિસ્ટમાંથી મુક્તિ મળશે.."


મનસુખભાઈ અને કોકિલાબેનની પરવાનગી મળતાં વિવેકે ગણતરીના દિવસોમાં જ દોડધામ કરી અસ્લમભાઈને અને એમના પરિવારને ટેરરિસ્ટના કાળા ધબ્બામાંથી મુક્તિ અપાવી અને ઘરમાંથી ભારત પાકિસ્તાન વચ્ચેનો ટંટો મીટાવ્યો..©


જય હિન્દ


-©આરતીસોની