Collage na divaso - Prem ni ek zalak - 7 in Gujarati Love Stories by મનિષ ઠાકોર ,પ્રણય books and stories PDF | કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - ભાગ - 7

Featured Books
Categories
Share

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - ભાગ - 7

*કોલેજ ના દિવસો*
*પ્રેમ ની એક ઝલક ભાગ-7*

પણ ત્યાં નિશાંત નો ફોન બંદ હોવાથી મનીષા વધારે ચિંતા કરે છે. તે ભગવાન ને પાર્થના કરે છે. નિશાંત ને યાદ કરે છે. પછી મનીષા તેના રૂમ માં કેટલાય કોલ ના પ્રયત્ન કરે છે. પણ કોઈ જવાબ મળતો નથી. મનીષા ને ઊંઘ આવતી નથી તે બસ નિશાંત વિશે વિચાર કરે છે.તે અડધી રાત સુધી નિશાંત ચિંતા કરતા કરતાં સુઈ જાય છે. સવારે મનીષા વેલા ઊઠી ને તેના ફોન માં એક થી વધારે કોલ આવ્યા હતા. મનીષા ફ્રેશ થઈ ને પછી તરત પાછો કોલ કરે છે. ને સામે થી નિશાંત બોલે છે કે હાય ગુડ મોર્નિંગ મનીષા.... મનીષા તે સમય ગુસ્સો થી વાત કર છે હું કાલની કોલ કરું છું તે ઘણી બધું કહે છે ને તું કેમ જવાબ આપ્યો નહિ. નિશાંત સમજી જાય કે આ કેમ આમ વાત કરે છે કારણ કે તેણે ઘણાં લોકો ફોન આવી ગયાં હતાં. માટે તે સીધું મનીષા ને કહે છે. હું અકસ્માત વારી બસ મા હતો નહિ. મનીષા આટલું સાંભળતા જ શાંત થઈ જાય તો ને કહે પણ તું એ બસ માં જવાનો હતો ને તો પછી..........

નિશાંત કહે છે હું એજ બસ બેસવાનો હતો. પણ મારા મિત્રો મને બસસ્ટેન્ડમાં મળીયા ને પછી મને મૂવી જોવા લઈ ગયાં હતાં. હું તેમની સાથે મળીને મૂવી જોવા ગયો. થોડાં સમય પછી મારા ફોન ની બેટરી પુરી થઈ ગઈ હતી..મનીષા કહે છે તો તું મને રાતે તો કેવું હતું તે તું ઠીક છે.ઘરે આવ્યા પછી તો એક કોલ કર્યો હોય તો હું અહી કેટલી ચિંતા થતી હતી.
નિશાંત કહે કે હું એટલો થાકેલો હતો કે હું ઘરે આવીને સીધો રૂમ માં સુઈ ગયો હતો. હું આજે સવારે તારા કોલ જોયા ને હું સમજી ગયો કે કેમ કે મારે કેટલાય લોકો ફોન આવી ગયાં હતાં. નિશાંત મનીષા ને કહે કે સોરી હું તને કોલ ના કર્યો માટે મનીષા કહે છે સોરી યાર હું તને ગુસ્સા માં કઈ કહ્યું હોય તો. નિશાંત કહે છે કે તું મારી ચિંતા કરે તો તેને કહેવાનો હક છે. પછી બન્ને એકબીજા ઘણી વાતો કરી પછી બન્ને વાત પૂરી કરી ને ફોન મૂકી દે છે.

થોડાં દિવસો પછી કૉલેજ પણ ખુલવાની હતી. પણ
તે સમયે પહેલા નિશાંત ને મનીષા ના કલાસમેટ ના લગ્ન હતા.તે છોકરો નિશાંત નો સારો એવો મિત્ર હતો. તેનું નામ વિજય હતું. ને તેના ક્લાસ માં બધાં ને આમંત્રણ આપ્યું હતું. વિજય નિશાંત ના મળે છે ત્યારે કહે છે તું તો આવીશ પણ તારી સાથે મનીષા ને લાવજે. નિશાંત કહે કે હું મનીષા ને કહી શકું બાકી આવું કે નહિ તે તેના હાથ માં છે. પણ વિજય કહે છે તું કહે તો જરૂર આવશે. નિશાંત કહે હું કોશિશ કરી. પછી નિશાંત એ મનીષા ને કોલ કરે છે ને કહે કે તને વિજય ના લગ્ન ની વાત મળી હસે. મનીષા કહે છે કે હા મારી ફ્રેન્ડ ની સાથે આમંત્રણ વાત કરી છે તેને પાસે પડ્યા છે માટે મને કોલ કરી ને કીધું છે. નિશાંત કહે કે શું તું આ મેરેજ માં જવાની...મનીષા કહે કે મારે મારા એક સબંધી ને તે દિવસ ની તારીખ છે માટે હું કઈ પણ કહી શકું તેમ નથી કેમ હું નહિ આવું પણ જો કદાચ હું આવીશ તો ફોન કરીશ ઓકે. પછી બન્ને ફોન મૂકી દે છે.

પછી લગ્ન ના દિવસ નિશાંત તેના કોલેજ છોકરાઓ છોકરીઓ ના મિત્રો ને સાથે મળીને તેમના વેકેશન વિશે ની વાતો કરે છે તો કોઈ એક્ઝામ ના પરિણામ જાહેર થયા ની વાતો કરે છે. બસ મનીષા ને કમી હતી બીજાં બધાં મિત્રો હાજર હતાં. ત્યાં વિજય આવી ને કહે છે સાચું મનીષા આવી મને તો એમ હતું કે તે નહિ આવે પણ આવી તે સારું લાગ્યું. નિશાંત કહે તે પહેલાં વિજય મિત્રો સાથે ફોટ માટે રહે છે. ત્યાં દૂર એક કોલેજ ની છોકરીઓ ઊભી હતી. તેમાં એક છોકરી સાડી પહેરીને ને ઊભી હતી. માટે નિશાંત વિચાર કરે છે ત્યાં જવ કે નહિ. પછી તેના મિત્રો નિશાંત ને વિજય પાસે લઈ ગયાં હતાં. નિશાંત પછી મનીષા ને શોધે છે. પણ મનીષા મળી નહિ પછી લાગ્યું કે વિજય મિત્રો સાથે મળીને મઝાક કરતો હસે. તે મનીષા ને ફોન કરે છે તો ફોન મંડપ માં જ વાગતો હોય છે. નિશાંત તે દિશા માં જાય છે ને મનીષા ફોન ઉપાડે છે. ને વાત કરે ત્યારે નિશાંત જોવે છે તો તે સમય બે થી ચાર સ્ત્રીઓ વાતો કરી રહી હતી. તેમાં એક છોકરી નોર્મલ કપડાં પહેરી ને ઉભી હતી તે મનીષા ન હતી.

તો બીજી સ્ત્રીઓ ત્રણ સ્ત્રીઓ સાડી પહેરીને વાત કરી રહી હતી. મનીષા બધું જાણતી હતી કે નિશાંત તેણે શોધી રહ્યા છે. નિશાંત વિચારે છે કે સાડી તો મનીષા પહેરતી નથી. ને તે વાતો કરતા જાય છે ને કહે કે તુ અહીં જ છે .મનીષા પણ કહે છે હું તને જોઈ શકું છું. પછી નિશાંત ને હેરાન કરી ને મનીષા કહે છે તારી સામે જે યલો કલરની સાડી પહેરીને જે છોકરી વાત કરે છે તે હું જ છું. પછી નિશાંત એ મનીષા પાસે આવે છે ત્યારે તે મનીષા ને જોતો રહી જાય છે. કારણ તેને મનીષા ને કોઈ દિવસ સાડી માં જોઈ નહતી. નિશાંત કહે છે કે તું આવાની ના પાડી હતી ને અચાનક અહી.
મનીષાએ નિશાંત ના આ વર્તન હાવભાવ જોઈને હસતી હસતી કહે છે કે હું મઝાક કરતી હતી. નિશાંત કહે છે એવું છે.નિશાંત પૂછે તો તું ને બીજા કોણ કોણ આવ્યાં છો.મનીષા કહે છે કે હું તો એકલી આવીશું પણ એક દિવસથી વહેલા નિશાંત કહે કે દિવસ થી એટલે....મનીષા કહે છે કે વિજયના પિતાજીને મારા પિતાજી બન્ને મિત્ર છે. માટે હું ફેમીલી સાથે આવી છું.
નિશાંત કહે છે કે માટે તે દિવસ લગ્ન માં આવાની ના પાડી હતી.મનીષા કહે છે મને પણ ખબર ન હતી કે વિજય ના પિતાજી ને મારા પિતાજી બન્ને એકબીજા મિત્રો છે. સાચું આતો હું વિજય ને મળી ત્યારે ખબર પડી બાકી મને પણ ખબર ન હતી.

પછી મે જ વિજય ને કહ્યું કે તારે મારા વિશે કોઈ માહિતી આપતો નહિ. પણ તારો મિત્ર છે માટે કહી દીધું હસે સાચું.
નિશાંત કહે ના તે વિજ્યા કંઈપણ કીધું નથી.
પછી મનીષા તેના ફેમિલી મેમ્બર ને નિશાંત ને મળવા લઇ જાય છે. નિશાંત ને મનીષા પછી જમવા માટે જાય છે ને નિશાંત જમતાં જમતાં મનીષા ના વખાણ કરતો જાય છે આજે સાચું મનીષા જોરદાર મસ્ત સાડી માં લાગે છે. મનીષા પણ હસી ને કહે છે એમાં શું તું પણ...મનીષા અને નિશાંત સાથે લગ્નના મંડપમાં ફરતાં હોય છે. નિશાંત મનીષા ને જોઈ ને વધુ નજીક આવતો જાય છે. ને નિશાંત આજે મનીષા ને તેનો દિલ ની વાત કરી દેવી છે એવુજ તેણે લાગતું હતું.

આ બાજુ મનીષા પણ તેના દરેક વર્તન જોતાં સમજી ગઈ હતી કે નિશાંત તેને લાઈક કરે છે તે મનીષા જાણતી હતી. નિશાંત જ્યારે મનીષા ને એકાંત માં જોવે ને તેની પાસે જાય તે પહેલાં કોઈ ને કોઈ તેને મિતો કે કોઈ પણ નિશાંત ને બોલાવતા.
મનીષા સમજી ગઈ હતી કે નિશાંત તેને કેમ આવું કરે છે.
પછી મનીષા નિશાંત પાસે આવે છે ને નિશાંત મનીષા ને મંડપથી લઈ ને આવે છે ત્યારે નિશાંત ના મિત્રો બન્ને સાથે જોઈ ને તેનાંથી દુર એટલે કોઈ ને કોઈ કારણ કહી ને જતા રહ્યા હતા. નિશાંત મનીષા સાથે વાત કરતાં કોઈ દિવસ કદી ગભરાઈયો ન હતો પણ આજે નિશાંત મનીષા ને કેહવા જાય ત્યાં નિશાંત ને તેના હાર્ડ ની ધડકન કઈક વધારે ધડકતી હતી. નિશાંત ના શબ્દો પણ તેનો સાથ ના આપતા હોય તેવું લાગતું હતું. પછી નિશાંત મનીષા ને દિલ ની વાત કરવાની જગ્યા તેને વિજય ના લગ્ન ની વિશે ને તેનાં આયોજન વિશે ચર્ચા કરે છે. મનીષા બધું જાણતી હતી ને તે બસ હસતી હતી.
*પછી નિશાંત એ છેવટે તે મનીષા ને કહે છે કે મનીષા*

*વધુ આવતા અંકે*
*to be continue*
✍? *મનીષ ઠાકોર*✍?

મિત્રો આભાર માનું કે તમે મારી રચનાં ને આટલો મોટો પ્રેમ આપી રહ્યાં છો. તો તમે મને આમ પ્રતિભાવ આપતા રહેજો.