Maut ni Safar - 24 in Gujarati Horror Stories by Disha books and stories PDF | મોત ની સફર - 24

The Author
Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

મોત ની સફર - 24

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 24

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં ત્રણ સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.ઘણી સમસ્યાઓને હરાવી એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.અહીં આવ્યાં બાદ છુપા રસ્તા સુધી પહોંચવાનો માર્ગ શોધવાની કોશિશ આખો દિવસ એ લોકો કરે છે પણ માર્ગ મળતો નથી.. અબુ દ્વારા ખેંચવામાં આવેલાં ફોટો જોતાં જોતાં ગુરુની નજરે એવું કંઈક ચડે છે જેને જોતાં જ એ એવું કહે છે કે ભૂગર્ભ માર્ગ મળી ગયો.

ગુરુ ની વાત સાંભળતાં બાકીનાં બધાં એ રીતે જાગી ગયાં કે જાણે કોઈએ એમને ગરમ સળિયો ના અડાડયો હોય.. અને સફાળા બેઠાં થઈ લગભગ દોડીને ગુરુ પાસે પહોંચતાં એકસાથે બોલી પડ્યાં.

"શું કહ્યું.. ભૂગર્ભ માર્ગ નું પ્રવેશદ્વાર મળી ગયું..? "

"હા.. ભાઈ.. હા"ચહેરા પર ચમક સાથે ગુરુ બોલ્યો.

"તો જલ્દી બોલ ક્યાંથી પહોંચાય છે અંદર..? "અધીરાઈ સાથે માઈકલે સવાલ કર્યો.

"જોવો, આ ફોટો ને."અબુ નાં મોબાઈલમાં પોતે જે ફોટો ને જોઈ આટલો ઉત્સાહિત થયો હતો એ ફોટો બાકીનાં બધાંને બતાવતાં બોલ્યો.

એ ફોટો જે જગ્યાનો પાડવામાં આવ્યો હતો એ જગ્યા હબીબી ખંડેર ની ડાબી તરફ હતી.. એ લોકો જ્યાં હાજર છે એ પ્રકારનો જ ચોક એ ફોટોમાં હતો.. પણ એ પ્રમાણમાં નાનો હતો.. આ ચોકની એક તરફ નો ભાગ દીવાલ વડે કવર હતો.. જેની ઉપર ઘણાં બધાં વેલાં ઊગી નીકળ્યાં હતાં. હવે ફોટો તો બધાં એ જોઈ લીધો પણ કોઈને કંઈપણ ગતાગમ ના પડતાં એકબીજાનું મોઢું જોતાં ઉભાં રહી ગયાં.

"શું થયું કંઈ સમજણ ના પડી ને..? "એ લોકોનાં ચહેરા નાં ભાવ વાંચતાં ગુરુ બોલ્યો.

જવાબમાં બધાં એ હકારમાં પોતપોતાની ગરદન હલાવી.. એ લોકોનાં આમ કરતાં ગુરુ એ પોતે કઈ રીતે કહ્યું કે ત્યાં જ નીચે ભૂગર્ભ માર્ગ સુધી પહોંચવાનો રસ્તો છે એ વિશે સવિસ્તર જણાવતાં કહ્યું.

"એ ચોક માં બે જ સ્તંભ છે.. જ્યારે બાકીનાં બે સ્તંભની જગ્યાએ એકાદ ફૂટ પહોળી દીવાલ છે.. આ બંને સ્તંભ પર એક વિચિત્ર ત્રિકોણાકાર ખાડા જેવું નિશાન છે.. "બંને સ્તંભ માં બનેલાં નિશાનને ઝૂમ કરીને એ લોકો ને બતાવતાં ગુરુ બોલ્યો.

ગુરુનાં કહ્યાં પ્રમાણે ત્યાં એવું નિશાન જરૂર હતું.. જે બનાવવા દીવાલમાં દોઢેક ઈંચનો ખાડો કરવામાં આવ્યો હતો.. આ બધું જોયાં પછી પણ કોઈને સમજાઈ નહોતું રહ્યું કે ગુરુ આખરે કહેવા શું માંગતો હતો..?

"ભાઈ.. તું મહેરબાની કરીને જણાવીશ કે આ ચિહ્નો દ્વારા નીચે જવાનો માર્ગ કઈ રીતે પ્રાપ્ત થશે..? "સાહિલે ગુરુને ઉદ્દેશીને કહ્યું.

"જોહારી, તું પેલું લોકેટ લેતો આવ જે તને શાહીન કબીલાનાં સરદાર નાં દીકરા હશરત દ્વારા આપવામાં આવ્યું હતું.. "સાહિલનો સવાલ સાંભળી ગુરુએ જોહારી તરફ જોતાં કહ્યું.

ગુરુ આખરે કહેવા શું માંગતો હતો એ હવે બધાં ને થોડું-થોડું તો સમજાઈ ગયું હતું.. ગુરુની વાત સાંભળતાં જ જોહારી ત્યાંથી સીધો પોતાનાં સામાન તરફ ચાલી નીકળ્યો.. અને બીજી જ મિનિટે હશરત દ્વારા આપવામાં આવેલું લોકેટ લઈને ત્યાં આવી પહોંચ્યો.અને એ લોકેટ કંઈપણ બોલ્યાં વગર ગુરુનાં હાથમાં મૂકી દીધું.

જોહારીનાં હાથમાંથી લોકેટ પોતાનાં હાથમાં લઈ પોતાનાં હાથની જમણાં હાથની હથેળીમાં મૂકી ગુરુ બોલ્યો.

"તમે આ નિશાન અને આ લોકેટ ને એકવાર ધ્યાનથી જોવો.. આ લોકેટ નો આકાર ત્રિકોણ છે અને લગભગ એની જાડાઈ પણ સ્તંભ પર બનેલાં નિશાન જેટલી જ છે.. મતલબ કે.. "

"મતલબ કે હશરતે સાચું કહ્યું હતું.. ઈજીપ્ત ની જમીન પર જેટલાં પણ પિરામિડ કે ખુફિયા રસ્તા છે બધાં ની કળ એક જ પ્રકારની છે.. અને આ લોકેટનો ઉપયોગ કરી આપણે આગળનો રસ્તો શોધી શકીશું.. "વિરાજ ઉત્સાહમાં આવી બોલી પડ્યો.

"ચલો ત્યારે.. રાહ શેની જોવો છો.હવે ત્યાં પહોંચી લોકેટનો ઉપયોગ કરી આગળનો રસ્તો શોધી કાઢીએ.. "માઈકલ બોલ્યો.

માઈકલ ની વાત સાંભળી બધાં ઉભાં થયાં અને હબીબી ખંડેર ની ડાબી તરફ મોજુદ એ ચોક તરફ ચાલી નીકળ્યાં.. ત્રણ-ચાર મિનિટમાં તો આઠેય જણા એ જગ્યાએ આવી પહોંચ્યાં જ્યાંનો ફોટો અબુ નાં મોબાઈલમાં હતો.

"આ રહ્યાં બંને સ્તંભ જે ફોટોમાં હતાં.. અને આ રહ્યાં ત્રિકોણાકાર નિશાન.. "ત્યાં પહોંચતાં જ ગુરુ એ હાથ વડે ઈશારો કરી જણાવતાં કહ્યું.

"ગુરુ.. તું આ બંને ચિહ્નો પર જલ્દી લોકેટ મૂકી જો.. ખબર તો પડે કે આપણી ગણતરી સાચી છે કે ખોટી.. "ગુરુને સંબોધતાં સાહિલે કહ્યું.

સાહિલ ની વાત સાંભળી ગુરુ પોતાની ગરદન હકારમાં હલાવી પ્રથમ સ્તંભ તરફ આગળ વધ્યો.. પોતાનાં ઈષ્ટદેવને મનોમન યાદ કરી જેવું જ ગુરુ એ લોકેટ પેલાં ત્રિકોણાકાર નિશાન પર મુક્યું.. સાચેમાં એ લોકેટ અને ત્યાં બનેલાં નિશાન નું માપ સમાન હતું.લોકેટ મુકતાં ની સાથે જ એ લોકો ઉભાં હતાં એ ચોકની નીચેનાં ભાગમાંથી કંઈક અવાજ આવ્યો અને એ જગ્યા થોડી ધ્રુજી પણ ખરી.. પણ થોડીવારમાં જ એ અવાજ અને ધ્રુજારી શાંત થઈ ગયાં.

"દોસ્તો.. નીચે જવાનો રસ્તો નક્કી આ ચોક નીચે આવેલો હોવો જોઈએ.. માટે તમે બધાં હવે નીચે ઉભાં રહો.. "પોતાનાં દોસ્તોને હિદાયત આપતાં ગુરુએ કહ્યું.

ગુરુની વાત માની બધાં ચોક નાં પગથિયાં ઉતરી નીચે આવી ગયાં.. એ લોકોનાં નીચે ઉતરતાં જ ગુરુ એ લોકેટ ને પહેલાં સ્તંભમાં બનેલાં ચિહ્નનમાંથી નિકાળ્યું અને બીજાં સ્તંભનાં ચિહ્નનમાં રાખી દીધું.. આમ કરતાં ફરીવાર ધનધણાટી જરૂર થઈ પણ કોઈ રસ્તો ના સામે આવ્યો જેની મદદથી એ લોકો નીચે જઈ શકે.

"ગુરુ, અહીં કોઈ રસ્તો તો ખુલ્યો હોય એવું દ્રશ્યમાન થતું નથી.. "નિરાશ સ્વરે અબુ બોલ્યો.

"તારી વાત સાચી છે.. પણ મને વિશ્વાસ છે કે નક્કી ભૂગર્ભ માર્ગ નું પ્રવેશદ્વાર આ ચોક નીચે જ છે.. "અબુ ની વાત સાંભળી ગુરુ બોલ્યો.

"તો પછી એ દ્વાર ખુલ્યું કેમ નહીં..? "માઈકલ નાં બોલાયેલાં આ શબ્દોમાં રઘવાટ જરૂર દેખાતો હતો.

માઈકલની વાત સાંભળી થોડો સમય ગુરુ કંઈક વિચારવા લાગ્યો.. અચાનક કંઈક ઝબકારો થતાં ગુરુ બોલ્યો.

"અહીં આટલામાં નક્કી કોઈ આવું જ ત્રિકોણાકાર નિશાન હોવું જોઈએ.. આ દ્વાર ત્રી-ભેદી દ્વાર છે.. અલગ અલગ જગ્યાએ મોજુદ ત્રણ નિશાનો માં આ લોકેટ ભરાવીને જ નીચે જવાનાં માર્ગ નું પ્રવેશદ્વાર શોધી શકાશે.. "

"તો પછી લાગી જાઓ આ સ્તંભ પર બનેલાં નિશાન જેવું જ ત્રીજું નિશાન શોધવા.. "ગુરુની વાત સાંભળી કાસમ બધાં ને ઉદ્દેશતાં બોલ્યો.

આ સાથે જ એ આઠેય જણા લાગી ગયાં સ્તંભ પર બનેલાં ત્રિકોણાકાર નિશાન જેવું જ નિશાન શોધવા.. ઘણું શોધ્યા બાદ પણ એ લોકોનાં હાથ એવું નિશાન ના ચડ્યું.. આમ ને આમ રાતનાં બાર વાગી ચુક્યાં હતાં પણ એ લોકોમાંથી કોઈ એવું ત્રિકોણાકાર નિશાન શોધવામાં સફળ ના થયું.. આખરે થાકી-હારી એ બધાં પુનઃ એ ચોકમાં એકઠાં થયાં.

"ગુરુ લાગે છે તારી ધારણા ખોટી છે.. અહીં એવું કોઈ નિશાન જ નથી.. "નિઃસાસો નાંખતાં સાહિલ બોલ્યો.

"ના ભાઈ.. મારી ધારણ ખોટી તો નથી.. અહીં ક્યાંક તો આવું નિશાન હોવું જ જોઈએ.. "પોતાનાં દાંત વડે હોઠને દબાવતાં ગુરુએ કહ્યું.

"પણ યાર.. અમે તો અહીં બધે જ જોઈ લીધું પણ કોઈ જગ્યાએ આ સ્તંભ પર બનેલું છે એવું ત્રિકોણાકાર નિશાન નજરે ના પડ્યું.. "જોહારી એ કહ્યું.

એ લોકો વાત કરી રહ્યાં હતાં એ દરમિયાન અબુ ચોક ની એક તરફ બનેલી દીવાલ ને ટેકો દઈને ઉભો હતો.. આ દીવાલ પર વેલાઓ આવી ગયાં હોવાથી સંપૂર્ણ વેલાઓથી જ ઢંકાયેલી આ દીવાલ પર અબુ નું બધું વજન વેલાઓ ઉપર જ હતું.. અને એટલે જ અચાનક વેલાઓ તૂટી જતાં અબુ ધડામ કરતો નીચે પડ્યો.. અબુ નાં નીચે પડતાં બધાંનું ધ્યાન એની તરફ ગયું.

જે રીતે અબુ નીચે પડ્યો હતો એ જોઈને બધાં ખળખળાટ હસી પડ્યાં.. અબુ ભોંઠપ અનુભવતો દીવાલનાં ટેકે ઉભો થયો.. ચંદ્ર અને ટોર્ચનાં પ્રકાશમાં ગુરુની નજર અબુ ની પાછળની દીવાલ પર ગઈ.. આ દીવાલ પર મોજુદ વેલાઓ તૂટી જતાં દીવાલનો એ ભાગ ખુલ્લો થઈ ગયો હતો.

ગુરુ ઝીણી આંખો કરી ધ્યાનથી દીવાલ તરફ આગળ વધ્યો.. અબુ ને દૂર ખસેડી દીવાલ પર મોજુદ વેલાઓને દૂર કરતાં ગુરુ ખુશ થતાં બોલ્યો.

"આ મળી ગયું ત્રીજું ત્રિકોણાકાર નિશાન.. "

ગુરુ નાં આમ બોલતાં બધાંનું ધ્યાન દીવાલ પર બનેલાં નિશાન તરફ ગયું.. સાચેમાં ત્યાં એવું નિશાન હતું.. જેવું નિશાન બંને સ્તંભ પર હતું.

"વાહ, અબુ.. તે તો કમાલ કરી દીધી.. "અબુ નાં વખાણ કરતાં સાહિલ બોલ્યો.. કેમકે આખરે આ નિશાન અબુનાં લીધે જ એમની નજરે ચડ્યું હતું.

"તો ભાઈ રાહ શેની જોવે છે.. લોકેટને એ નિશાનમાં મુક એટલે નીચે પહોંચવાનો રસ્તો ખુલે.. "માઈકલ અધિરાઈપૂર્વક બોલી પડ્યો.

"હા, ભાઈ.. હવે એ લોકેટને નિશાનમાં રાખી દે.. "માઈકલનાં સુરમાં સુર પરોવતાં કાસમ પણ બોલ્યો.

"સારું તો એ પહેલાં તમે બધાં થોડાં દૂર ખસી જાઓ એટલે હું આ લોકેટને નિશાન ની અંદર રાખી દઉં.. "ગુરુ એ વારાફરથી બધાં ની તરફ જોતાં કહ્યું.

ગુરુની વાત સાંભળી બાકીનાં આઠેય જણા પગથિયાં ઉતરી ચોક પરથી નીચે આવી ગયાં.. એમનાં નીચે આવતાં જ ગુરુ એ પોતાનાં હાથમાં રહેલું હશરત દ્વારા આપવામાં આવેલું લોકેટ ત્રિકોણાકાર નિશાનમાં રાખી દીધું.. ગુરુ નાં આમ કરતાં જ એક મોટો અવાજ થયો અને અવાજની સાથે સાથે ભારે ધ્રુજારી ઉત્તપન્ન થઈ.

અચાનક એ ચોક જે ચાર વિશાળ પથ્થરોથી બન્યો હતો એ ત્રણેક ફૂટ જમીનમાં ઉતરી ગયાં અને પછી એકબીજાથી દૂર થઈ ગયાં.. આમ થતાં જ ચોકની બિલકુલ મધ્યમાં એક મોટું ચોખંડું બની ગયું.. આ બધું એ આઠેય જણા ફાટી આંખે આશ્ચર્ય સાથે જોઈ રહ્યાં હતાં.. આજથી હજારો વર્ષનાં લોકો જોડે આવી ગજબની ટેકનોલોજી હશે એ જોઈ એ બધાં આભા જ બની ચુક્યાં હતાં.

"ભાઈઓ.. આ રહ્યો આપણી આગળની સફરનો રસ્તો.. "ગુરુ એ ત્યાં ચોકની મધ્યમાં દ્રશ્યમાન થતો રસ્તો બતાવતાં ઉત્સાહિત સુરમાં કહ્યું.

"હા, ભાઈ.. તે તો કમાલ જ કરી દીધી.. આખરે આપણે રાજા અલતન્સ નાં ખજાનાં અને ડેવિલ બાઈબલનાં ખોવાયેલાં પન્ના સુધી પહોંચવાનો માર્ગ મળી જ ગયો.. "ગુરુ નાં વખાણ કરતાં માઈકલ બોલ્યો.

"ચલો તો હવે આપણો સામાન લેતાં આવીએ અને પછી અંદર પ્રવેશ કરીએ.. "વિરાજે કહ્યું.

વિરાજની વાતનાં પ્રતિભાવમાં બધાં એ એકસુરમાં માથું હલાવ્યું અને પોતપોતાની બેગ લેવાં માટે એમનો સામાન પડ્યો હતો એ તરફ અગ્રેસર થયાં.. ગુરુ એ જતાં પહેલાં એ લોકેટને નિશાનમાંથી નિકાળ્યું અને બાકીનાં લોકોની પાછળ ચાલી નીકળ્યો.

હજુ તો એ લોકો ચોકથી વીસેક ડગલાં દૂર પહોંચ્યા હશે ત્યાં ફરીથી જોરદાર અવાજ થયો અને ભૂકંપની માફક ધ્રુજારી ઉત્તપન્ન થઈ.. આવું કેમ થયું એ પહેલાં તો કોઈને ના સમજાયું પણ પછી એ બધાં ને સમજાઈ ગયું કે ચોકની મધ્યમાં બનેલો રસ્તો ફરીથી બંધ થઈ રહ્યો હોવાનો આ ધ્વનિ હતો.. આ વિચાર આવતાં જ બધાં ચોકની તરફ ભાગવા લાગ્યાં.

એ લોકો ચોક સુધી પહોંચ્યાં ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને એમની નજરોની સામે જ છેલ્લો પથ્થર પોતાની મૂળ જગ્યાએ આવ્યો અને એ સાથે જ એ રસ્તો પૂર્વવત બંધ થઈ ગયો.

"ભાઈ.. આ રસ્તો તો પાછો બંધ થઈ ગયો.. હવે..? "સવાલ સૂચક નજરે બાકીનાં બધાં તરફ તકતાં ડેની બોલ્યો.

"એમાં શું.. ફરીથી લોકેટનો ઉપયોગ કરી રસ્તો ખોલી દઈશું..? "ડેનીની સામે જોઈ મુસ્કાન વેરતાં ગુરુ બોલ્યો.

આટલું કહી ગુરુ એ પ્રથમ બે સ્તંભમાં વારાફરથી એ લોકેટને ભરાવી જોયું.. આમ કરતાં પહેલાંની માફક જ અવાજ અને ધ્રુજારી બંને ઉત્તપન્ન થયાં.. બીજાં સ્તંભમાંથી લોકેટ નીકાળી ગુરુ સીધો દીવાલ તરફ આગળ વધ્યો જ્યાં એક નવું આશ્વર્ય એની અને બાકીનાં સાતેય જણા ની રાહ જોઈને બેઠું હતું.

★★

વધુ નવાં ભાગમાં.

ભૂગર્ભ માર્ગમાં જવાનો રસ્તો પુનઃ ખુલશે ખરો...? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***