Prem ni saja - 3 in Gujarati Love Stories by Mehul Kumar books and stories PDF | પ્રેમ ની સજા - ભાગ - ૩

Featured Books
Categories
Share

પ્રેમ ની સજા - ભાગ - ૩

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે વિજય એની બહેન કવિતા ને મનોજ જે છોકરી ને જોઈ ને એના મા ખોવાયેલો રહે છે એ બધુ કહે છે અને કવિતા ને એની ડિટેઈલ લાવવા કહે છે, કવિતા એ છોકરી વિશે બધુ જાણી ને વિજય ને કહે છે, વિજય અને મનોજ કોલેજ જવા નીકળે છે, બહાર જઈ વિજય મનોજ ને ઊભા રહેવા કહે છે, એ મનોજ ને સરપ્રાઈઝ આપવા માગે છે, જેવી એ છોકરી પર વિજય ની નજર પડે છે એ મનોજ ને પાછળ જોવા કહે છે કે જો તારી માટે નુ સરપ્રાઈઝ, હવે જોઈએ આગળ. . . .
મનોજ પાછળ ફરે છે ને એ છોકરી ને જોવે છે એને જોતા જ એ આવાક થઈ જાય છે.
વિજય : ભાઈ સપના ની દુનિયામાથી બહાર આવ, આ સપનુ નથી એ આપણી સાથેજ આવવાની છે.
મનોજ : મતલબ હુ કાંઈ સમજ્યો નય.
વિજય : એણે આપણીજ કોલેજ મા એડમિશન લીધુ છે અને આજ થી એ આપણા સાથે જ કોલેજ આવશે અને સાંજે આપણા સાથે જ ઘરે આવશે.
મનોજ : વાહ, મારા ભાઈ તે જે કાલે કહ્યુ એ કરી બતાવ્યુ.
એટલા મા એ છોકરી એ બંન્ને પાસે આવે છે, અને કહે છે વિજય અને મનોજ તમારુ જ નામ છે ને, બંન્ને ડોકુ હલાવી હા પાડે છે, પછી એ છોકરી એ કહ્યુ મારુ નામ આશા છે, તમારા બહેને મને સાથે લઈ જવા કહ્યુ હશે.
વિજય : હા, કહ્યુ છે તમે જરાય ચિંતા ના કરશો આજ થી આપણે બધા સા઼થે જ કોલેજ જઈશુ ને આવીશુ. તમે પહેલી વખત જ આ શહેર મા આવ્યા છો?
આશા : હા , હુ પહેલી વખત જ આ શહેર મા આવી છુ આ શહેર મા હુ અજાણી છુ.
વિજય : વાંધો નય થોડા જ દિવસ મા તમે આખા શહેર ને ઓળખતા થઈ જશો, અમે છે ને ! !
આશા : ઓહ્ ! ! ! થેંન્ક યુ સો મચ, બાય ધ વે તમારા માથી વિજય કોણ અને મનોજ કોણ.
વિજય : હુ વિજય અને આ મારો ભાઈ મનોજ.
આશા : નાઈસ, પણ આ કેમ કશુ બોલતા નથી તમે જ બોલો છો શરમ આવે છે વાત કરવામા.
વિજય મન મા બોલ્યો કે શરમ શેની તમને જોઈને એની બોલતી જ બંધ થઈ ગઈ છે.
આશા : તમે કશુ કહ્યુ.
વિજય : ના એ તો આપણી પહેલી મુલાકાત છે ને એટલે ધીરે ધીરે એ પણ આપણા જેવો થઈ જશે.
આશા : મને લાગે છે કે મારુ તમારી સાથે આવવુ એમને નય ગમ્યુ હોય.
મનોજ : ના ના એવુ કંઈ નહી તમે અમારી સાથે આવો એ તો અમને પણ ગમશે , બસ હુ થોડો નર્વશ છુ એટલે શાંત છુ.
આશા : ઓકે , હુ તો મજાક કરુ છુ, ચાલો જઈએ હવે નય કોલેજ પહોંચવા મા મોડુ થઈ જશે.
વિજય : હા , ચાલો જઈએ.
બધા બસ સ્ટેન્ડ બાજુ જવા લાગ્યા. ત્યા પહોચી બસ ની રાહ જોવા લાગ્યા બસ આવી એટલે એ બસ મા બેસી કોલેજ જતા રહ્યા. કોલેજ પહોચી મનોજ અને વિજયે આશા ને આખી કોલેજ બતાવી, ક્લાસ નો સમય થઈ જતા ત્રણેય પોતાના ક્લાસ મા જતા રહ્યા. લંચ ટાઈમે ત્રણેય સાથે નાસ્તો કર્યો, પછી બધા પોતાના ક્લાસ મા ગયા સાંજે કોલેજ થી છુટી ને મનોજ અને વિજય બહાર ગેટ પાસે આશા ની રાહ જોતા હતા. એટલા મા એમના બે મિત્રો સંજય અને સુજલ આવ્યા.
સુજલ : કેમ છો ભાઈઓ, આજે આખો દિવસ ક્યા હતા?
સંજય : હા યાર આજે તમે લંચ ટાઈમ મા પણ મળ્યા નહી.
વિજય : કંઈ નય એતો આપણા કોલેજ મા અમારી પડોશ મા રહેતી છોકરી આશા એ એડમિશન લી઼ધુ છે આજે એનો પહેલો દિવસ હતો અટલે અમે એને આપણી કોલેજ વિશે બધી માહિતી આપતા હતા.
સંજય : અરે એમ વાત છે અમને એમ કે તમે આજે કોલેજ આવ્યા જ નથી.
સુજલ : સારુ ચાલો અમે નીકળીએ કાલે મળીએ.
મનોજ : અરે ઊભા રહો યાર આશા હમણા આવતી જ હશે એને પણ મળીને જાવ ને.
સુજલ : સારુ એને મળીને જ઼ઈએ.
થોડીવાર મા આશા આવે છે.
વિજય : આશા કેમ મોડુ થઈ ગયુ તને આવવામા ?
આશા : એતો અમારી જે નવી ફ્રેન્ડ બની છે ને એમની સાથે ઊભી રહી હતી એટલે મોડુ થઈ ગયુ.
વિજય : સારુ જો આ બંન્ને અમારા બેસ્ટ ફ્રેન્ડ છે, આ સંજય અને આ સુજલ.
આશા : હાય, નાઈસ ટુ મીટ યુ.
સંજય અને સુજલ : સેમ ટુ યુ.
વિજય : જો આશા કોઈ દિવસ અમે આમ તેમ હોઈએ અને તને કંઈ પણ કામ હોય તો બિંદાસ આ બંન્ને ને કહેજે.
સુજલ : ઓકે ફ્રેન્ડ અમે નીકળીએ મોડુ થઈ ગયુ છે.
સંજય : મનોજ કાલે મળીએ તારુ એક કામ પણ છે મને.
મનોજ : હા બોલ ને શુ કામ છે.
સંજય : કાલે મળીશુ તો તને કહીશ, હમણા મોડુ થાય છે, એટલુ અરજન્ટ કામ નથી ઓકે કાલે મળીએ.
પછી બધા પોત પોતાના ઘરે જવા નીકળે છે. મનોજ, વિજય અને આશા એમના ઘરે પહોંચે છે. પણ વિજયે જોયુ કે મનોજ કોલેજ થી નીકળ્યો ત્યાર થી જ ચિંતા મા દેખાય છે, અને ઘરે આવી ને એ તરત ઉપર જ જતો રહ્યો. એટલે વિજય પણ ઉપર જાય છે.
વિજય : મનોજ શુ થયુ તને ? તુ ક્યારનો કોઈ ટેન્શન મા લાગે છે.
મનોજ : તે જોયુ વિજય આપણે ગેટ પાસે ઊભા હતા ત્યારે સંજય અને સુજલ આવ્યા , અને આશા આવી આપણે એમની ઓળખાણ કરાવી, પણ મે માર્ક કર્યુ કે સંજય નજર આશા પર છે અને મને લાગે છે કે એ કંઈ કામ છે એવુ કહેતો હતો ને એ આશા ની જ વાત કરવાનો છે.
વિજય : ના યાર એવુ કંઈ નય હોય અને હોય તો એ હમણા જ તને કે મને દૂર લ઼ઈ જઈને કહેતો.
મનોજ : હોય શકે કદાચ તારી વાત સાચી હોય પણ મને એના વર્તન પર થી એવુ જ લાગે છે, અને જો એવુ હશે ને તો સારુ નય થાય.
વિજય : એવુ કંઈ નય હોય તુ ચિંતા ના કરીશ આમ પણ જે હશે એ કાલે તને કહેવાનોજ છે ને ! ! ચાલ એ બધુ છોડ આપણે જમી લઈએ પછી થોડુ પ્રોજેક્ટ નુ કામ કરી ને ઊંઘી જઈએ. મનોજ અને વિજય જમી ને એમનુ કામ કરવા લાગે છે અને કામ પતાવી ને ઊંઘી જાય છે.
સંજય ને મનોજ નુ શુ કામ હશે? શુ મનોજ જે વિચારે છે એવુ હશે? શુ સંજય ની નજર આશા પર છે? અને જો મનોજ નુ વિચારવાનુ સાચુ હ઼શે તો મનોજ શુ કરશે? જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . .