mari mansi - 5 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | મારી માનસી - ૫ - છેલ્લો ભાગ

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

મારી માનસી - ૫ - છેલ્લો ભાગ


? મારી માનસી - ૫ ?

" એ રવિ આજે મારી ખૂબ મોટી બધી પરીક્ષા છે. તારી આ માનસી ને બેસ્ટ ઓફ લક નહીં કહે ? "

અરે હા બાબા બેસ્ટ ઓફ લક. અને જે વાત કરવી હોય એ બધી વાત કર.જે પૂછવુ હોય એ બધુ પૂછી લેજે. જરા પણ ઘબરાતી નહીં હો ભૂત. રવિ એ ધીમી સ્માઈલ આપતા કહ્યું.

માનસી પોતાના રૂમ ની અંદર જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ રવિ તો શ્વાસ વધતો જાય છે. વિચારો કરવા લાગે છે. આમતેમ ચાલવા લાગે છે.
ઘણો સમય વીતી જાય છે.

માનસી રૂમ ની બહાર નીકળે છે એ જોતા જ રવિ માનસી પાસે ફટાફટ પહોંચી જાય છે અને માનસી ને પૂછે છે કે શું થયુ ? કેવો લાગ્યો છોકરો ? ગમ્યો કે ?

માનસી - રવિ યાર મને છોકરો બોવ જ ગમ્યો. એ બધી રીતે પરફેક્ટ છે. એમની વાતો , એમનો એ Attitude , વાત કરવાની રીત , ખાસ તો એમનો સ્વભાવ બોવ જ મસ્ત છે.
સારી જોબ છે , પોતાનું મકાન છે , મને તો બધી રીતે પરફેક્ટ લાગ્યો એ નમૂનો. હવે જોઈએ એમને હું ગમી કે નહિ ! બાકી મારા તરફ થી તો હા જ છે.

આટલુ સાંભળતા જ રવિ અંદર થી તૂટી જાય છે અને અંદર થી ખૂબ જ દુઃખી થઈ જાય છે પણ માનસી ની સામે હોવાથી તે એની સામે પોતાનું દુઃખ નથી બતાવતો.

રવિ - અરે વાહ. આખરે મારા આ રાક્ષસ ને નુમનો મળી ભી ગયો એને પસંદ પણ આવી ગયો. હું બોવ જ ખુશ છું તારા માટે બોવ જ. બસ તું આમ જ ખુશ રે.. અને હા સારું મને થોડું કામ યાદ આવી ગયુ હવે હું જાવ છુ.. આવજે મારા ભૂત..

રવિ પોતાના ઘરે જાય છે. રૂમ ની અંદર પહોંચતા જ અંદર નું બધુ જ દુઃખ બહાર આવી જાય છે. પોતાની આંખ દ્વારા એ પોતાનુ દુઃખ બહાર લાવે છે ને માનસી ને ખોઈ બેસવાનો ખૂબ જ અફસોસ થાય છે. આમ રવિ આખો દિવસ પોતાના રૂમ માં બંધ રહે છે અને સુઈ જાય છે.સવારે ઉઠતાની સાથે જ રવિ માનસી ના ઘરે પહોંચી જાય છે.

રવિ - એ ઓ મારા માસી ક્યાં ગયા ? અરે ઓ રાક્ષસ ક્યાં છે તું ?

આશામાસી - અરે આવ રવિ આવ. તને જ કોલ કરવાની હતી. બસ જો બધુ ફિક્સ થઈ ગયું છે.

રવિ - એટલે હું કઈ સમજ્યો નહીં ?

આશામાસી - અરે કાલે પહેલા આવ્યા હતા ને તો પછી એ લોકો બધુ ફિક્સ કરી ને ગયા. કેમ કે પહેલા છોકરા ને બે મહિમા પછી અમેરિકા શિફ્ટ થવાનું છે તો એમનું એવુ કહેવું છે કે મેરેજ જલ્દી થઈ જાય. તો પછી કાલે ગોરદાદા ને પણ બોલાવી લીધા અને દોઢ મહિના પછી માનસી ના મેરેજ પણ ફિક્સ કરી નાખ્યા અને હા સગાઈ અને મેરેજ સાથે જ રાખ્યા છે.

રવીડા આપણે બોવ જ કામ કરવાનુ છે હો. બધી તૈયારીઓ આજ થી જ ચાલુ કરી દેવાની છે. હું તને એક લિસ્ટ આપું છે. એમા જે લખ્યું છે એ કામ તુ આજે જ પતાવી દે.

રવિ વધુ ઉદાસ થઈ જાય છે કારણ કે માનસી હવે બે મહિના જ એની સાથે રહેશે. પણ પછી એ કાલે વિચારેલા પોતાના નિર્ણય પર અડીખમ રહે છે કે " માનસી જ્યાં ખુશ છે ત્યાં હું એને ખુશ રહેવા દઈશ. ભલે મારી સાથે ના હોય તો કહી નહીં પણ બસ એ ખુશ રહેવી જોઈએ.અને આમ પણ મિત્રો તો હતા જ તો એ તો રહીશુ જ..

રવિ - અરે માસી ચિંતા ના કરો. આ તમારો દીકરો છે ને એ બધુ સાંભળી લેશે.

બસ આમ જ બધા કામ મા લાગી જાય છે. લગ્ન ની પુરા જોશ સાથે તૈયારીઓ ચાલુ થઈ જાય છે. રવિ બસ પેહલા ની જ માનસી સાથે રહે છે અને મસ્તી કરે છે.

લગ્ન ની તારીખ આવી જાય છે. બધા બારાતીઓ ઉત્સાહ અને નાચતા નાચતા વરરાજા ને ઘોડા ઉપર બેસાડી ને લાવે છે.બધા જોશ અને ઉમંગ માં છે. બધા બોવ જ ખુશ છે.બધા લગ્ન ની મોજ માણે છે અને હવે સમય આવે છે વિદાય નો.
માનસી બધા ને ગળે મળે છે. બધા વડીલો આશીર્વાદ આપે છે .માનસી બધા ને ગળે મળે છે. આમ તેમ જોવે છે પણ રવિ એને ક્યાંય દેખાતો નથી..

માનસી - ( પોતાના આંસુ લૂછતાં લૂછતાં ) એ મમ્મી આ રવિ ક્યાં છે ? દેખાતો કેમ નથી..

આશામાસી - બેટા હમણાં તો અહીં જ હતો ખબર નહીં ક્યાં જતો રહ્યો. કદાચ કંઈક કામ આવ્યું હશે તો બહાર ગયો હશે ! બાકી તને મળ્યા વગર થોડો ક્યાંય જાય.

માનસી - અરે મમ્મી. કોઈ ને કહો કે જ્યાં હોય ત્યાંથી એને પાછો લાવે. હું અને મળ્યા વગર નહી જાવ.

રવિ અને માનસી ના મિત્રો રવિ ને કોલ કરે છે પણ રવિ નો ફોન બંધ આવતો હોય છે. આજુ બાજુ માં બધી જ જગ્યા એ રવિ ને Find કરે છે પણ રવિ ક્યાંય મળતો નથી.

આખરે આશામાસી ના કહેવાથી માનસી ગાડી માં બેસે છે અને ગાડી રવાના થાય છે. તો પણ માનસી ની નજર ગાડી બહાર જ છે અને એની આંખો રવિ ને શોધી રહી છે.

રવિ પોતાના ઘરે હોય છે. રૂમ માં અંધારું કરી મંદિર ની સામે બેઠો હોય છે..અને ભગવાન ને પ્રાર્થના કરતો હોય છે.

" મને ભલે મારી માનસી ના મળી પણ મારી માનસી ને તું હંમેશા ખુશ રાખજે. એ જ્યાં પણ હોય ત્યાં બસ એના ચહેરા પર ખુશી રાખજે. એ જે પણ કઈ કરે એમા એને ખૂબ આગળ વધારજે. "

મને મારી ખુશી ના આપે તો કહી નહીં બસ મારી માનસી ને ખુશ રાખજે બસ મારી માનસી ને ખુશ રાખજે..

.......... પૂર્ણ .............

મિત્રો ઘણી વાર આપણને આપણો પ્રેમ નથી મળતો..
એવુ જરૂરી નથી કે આપણે જેને પ્રેમ કરતા હોય એ પણ આપણને કરતુ હોય.કદાચ એ ના પણ કરે.
અગર આપણે કોઈને દિલ થી ચાહિયે છીએ તો એ જરૂરી નથી કે એ વ્યક્તિ બસ આપણી જ રહે..

કોઈ ને સાચો પ્રેમ કરતા હોય તો બસ દિલ માં એટલું જ રાખવું કે આપણી સાથે ખુશ રહે તો હું એને ખૂબ જ ખુશ રાખીશ અને કદાચ એ ના મળે તો એમ જ રાખવાનું કે એ બોવ જ ખુશ રહે..

જેમ રવિ એ કર્યું એ ખૂબ ગર્વ ની વાત કહેવાય..
કે પોતાના પ્રેમ ને ગુમાવી પોતાની ચાહનારી વ્યક્તિ વિશે વિચાર્યું..

બસ આ જ પ્રેમ છે.....

કદાચ તમને આ ભાગ તમને શોર્ટ લાગ્યો હશે.પણ પરિસ્થિતિ ને અનુસાર આ ભાગ શોર્ટ માં લખ્યો છે..

બસ આમ જ વાંચતા રહો અને સપોર્ટ કરતા રહો..

અને સાથે જ

લવ ની ભવાઈ અને

ટૂંક સમય માં પ્રકાશિત થઈ રહેલ નોવેલ

" નામ મેં ક્યાં રખ્ખા હે " એ અચૂક થી વાંચજો..

Thank You So Much ...

Mr. NoBody....?