Dark Success - 4 in Gujarati Horror Stories by Arjun books and stories PDF | ડાર્ક સક્સેસ - 4

The Author
Featured Books
Categories
Share

ડાર્ક સક્સેસ - 4

ટબ માં સુતેલ જોની એ તીવ્ર અફસોસ સાથે નિસાસો નાખ્યો, પોતે જાણે બધું હોવા છતાં બધું હારી ગયો હોય તેવી લાગણી તેને અંદર થી શૂળ ની જેમ ખટકતી હતી,

મોત જ્યારે માત્ર એક કદમ જ દૂર હતી, પણ પોતે શા માટે તે રસ્તો પકડ્યો!! બસ એક ડગલું ચાલીને ખેલ ખતમ... પણ મોટી ભૂલ કરી પેલાના વાતમાં આવીને..! પોતે આખો બન્ધ કરી હેંગઓવર માં ઊંડા ભૂતકાળમાં પાછો પડી ગયો....

જયું એ આખો બન્ધ કરી, ભગવાન નું નામ લઇ જ્યાં પોતાનો પગ ઘાયલ પગ ઉપાડ્યો.......

'' ઉમર, 18-20 વર્ષ, એવી કઈ સમસ્યા?...''
પાછળ થી ઘોઘરો અવાજ સાંભળી જયું ડરી ગયો.. અને પાછળ જોયું... 25-30 વર્ષ નો આદમી ગોરું મોં ચહેરા પર કરચલીઓ અને કાળો ઝભ્ભો અને કાળા પેન્ટ માં ઉભો હતો...

''ઔકાત.....'' જયું એ નિરસતા થઈ નીચે જોઈ જવાબ આપ્યો...

''તો છોકરી વાળો મામલો છે.!!'' પેલો બોલ્યો

જયું એ તેનો જવાબ આપવાનું જરૂરી ન ગણ્યું અને પોતાનો પગ આગળ વધાર્યો....

'' તારો એક પગ આગળ અને, હું તારાથી 10 ફૂટ દૂર છું દોડું કે ઠેકડા મારુ પણ તને નહિ બચાવી શકું, પણ એટલું જરૂર કહીશ, ઈજ્જત, શોહરત, દૌલત, છોકરી તારે જે જોઈએ તે હું અપાવી શકું છું, લાઈફટાઈમ.. પણ તારા જેવા સેવક ની એક માલીક ને ખૂબ જરૂર છે....''

''તમને કેમ ખબર કે હું કલાકાર છું?'' જયું બોલ્યો

''મને બધી ખબર છે, હું બધું જ અપાવી શકું, મારા પર વિશ્વાસ રાખ....'' પેલો બોલ્યો

''હું કેવી રીતે માનું.!?'' જયું એ સામે પૂછ્યું

''વિશ્વાસ પર તો આખી દુનિયા ટકેલી છે, એક વાર વિચારી જો જયું....''

પેલા ના મોઢે ''જયું'' એવું સાંભળી જયું ને ખૂબ આશ્ચર્ય થયું... અને ડર પણ લાગ્યો..

''તમને મારુ નામ કેમ ખબર??'' જયું એ એક દમ આશ્ચર્ય માં પૂછ્યું

''મને બધી ખબર છે, કોણ શુ કરે છે, કોણ ક્યાં જાય છે, કોણ શુ કરવા સક્ષમ છે,..''
જયું આ બધું સાંભળી ખૂબ ડરી ગયો, અને તરત જ બીજો પગ આગળ કરવા જાય છે ત્યાં તો.....

''આ...આ.....આ.....'' અચાનક જયું નો પગ ખાલી થઈ ગયો, પોતાના શરીરમાં જાણે પગ જ ન હોય એવું થવા લાગ્યું, તે પૂરું બળ કરવા છતાં પોતાનો પગ હલાવી જ ન શક્યો... અને હાંફી ગયો...

''જ્યારે 10 ફૂટ દૂર ઉભેલો માણસ આપણે એક ડગલું આગળ વધતા અટકાવી શકે.!! ત્યારે સમજી લેવું એ કોઈ સામાન્ય માણસ નથી... એવું કદાચ તારા મમ્મી એ નહિ શીખવાડ્યું હોય...''

''કોણ છે તું? અને શુ જોઈએ મારી પાસે....!! હું કોઈનો ગુલામ નથી... '' જયું હવે ખૂબ ગુસ્સામાં આવ્યો હતો.

''કામ ડાઉન....કામ ડાઉન... જો હું તને રોકતો નથી તું આત્મહત્યા કર, શોખ થી કર પણ બસ મારી એક વાત સાંભળી ને જા,. બીજાએ તારું માથું ફોડયું તો એના માટે તું પોતાની નસ કેમ કાપે છે?! બસ એક વાર મારા પર વિશ્વાસ કર હું એ બધું જ અપાવીશ જેની માટે આખી દુનિયા આજે દોડી રહી છે.....''

જયું એ ઉભા ઉભા વિચાર કર્યો

''એમ પણ મરવું જ છે તો આ બુઢ્ઢા સાથે જઈને જોવામાં શુ વાંધો છે... ચાલ એ પણ જોઈ. જોવ નહીંતર આ કૂવો ક્યાં ભાગી જાય છે..!!''

''ઓકે તો હું તૈયાર છું.. ચાલો પણ જો મને નહિ પસન્દ આવે તો હું નીકળી જઈશ...અને ત્યારે તમે મને નહિ રોકો....'' જયું નીચે ઉતર્યો અને પેલા પાસે આવ્યો

''ચોક્કસ...ચોક્કસ હું ભગવાન નથી કે કોઈને બચાવું....હા...હા....હા...''
પેલો આવું બોલી ધીમેથી હસ્યો.. જયું તેને અવગણીને ચાલવા મંડ્યો....

બેય ધીમે ધીમેં ચાલવા મંડ્યા...

''તમને કેમ ખબર કે હું અહીં આ સમયે આવું કરવા જતો હતો?....'' જયું એ સ્વાભાવિક જ પૂછ્યું

''તારા બધા સવાલના જવાબ તને ત્યાં મળી જશે...''

બેય ચાલતા ચાલતા એક અંધારી જગ્યા એ પહોંચ્યા

''આ તો ટાવર પાછળ ની વાડી છે....'' જયું એ આગળ પાછળ જોઈને કહ્યું..

''અહીં ઘણું બધું છે...'' એમ કહી પેલો એક જૂનું કટાયેલ અંદર બેસસી ગયેલું દરવાજા પાસે ઉભો રહ્યો અને એક મોટી ચાવી કાઢી તાળા માં નાખી અને કડડડ....... કરતું બારણું ખોલ્યું... અને ચમચીડિયા નું ઝુંડ બહાર નીકળ્યું....

''અહીં તો ખાલી અંધારું જ છે...!'' બારણાં પાછળ કાઈ દેખાતું જ ન હતું...

''આપણી આસ પાસ અંધારું જ છે આપણે સાચું જોઈ નથી શકતા..પણ આ અંધારા પાછળ એવી મોટી મોટી હકીકતો છે જે આપણને દેખાતી નથી...કમ ઓન...''

પેલો અંધારામાં આગળ ગયો જયું પણ તેની પાછળ પાછળ ગયો..

આગળ એક મોટા પથ્થર પાસે ઉભા રહ્યા....પેલાએ તેના પર પેન્ટાગોન નું નિશાન બનેલું હતું... તેના પર પેલા એ હાથ મુકતા જ એ પથ્થર. એક દરવાજા ની જેમ ઉપર સરકી ગયો.....

''આ છે હકીકત....''
અંદર નું દ્રશ્ય જોઈ જયું આંખો ચોળવા લાગ્યો....

મોટો હોલ અને ચારે બાજુ દીવાલો પર મોટી મોટી મશાલ..અને દીવાલ પર લટકેલ મોટી મોટી માનવ ખોપરીઓ જોઈને જયું તો ડરી જ ગયો એનાથી પણ વધુ ભયાનક દ્રશ્ય તો સામે જ હતું.. સામે આશરે 15 ફૂટ ઉંચી કોઈ બકરા ના મો વાળો માણસ જેનો એક હાથ નીચે વચ્ચે ની બે આંગળી બીડેલી એવી પોઝિશન માં હતો, જેવી રીતે આજ કાલના રોકસ્ટાર્સ કરે છે. એક હાથ ઉપર અને માથા પર શીંગડા એની ઉપર પેન્ટાગોન નું નિશાન.. સ્ટેચ્યુ નીચે ઘણી બધી ખોપરી ઓ પડેલી હતી... અને તેની પાસે કાલા ઝભ્ભા અને કાળું પેન્ટ પેરેલા 15 થી 20 માણસો તેની પૂજા કરી રહ્યા હતા...

''કમ ઓન...'' એમ કહી પેલો આગળ ચાલ્યો...

જયું ને હવે ડર લાગતો હતો પોતે અહીં ક્યાં ફસાઈ ગયો!! હવે આ લોકો શુ શુ કરશે મારી સાથે....! છતાં તેણે હિંમત કરી આગળ ચાલ્યો..

''કમ હિયર....માય ચાઈલ્ડ યુ ઓલ આર ચિલ્ડ્રેન ઓફ સેટન...'' સામે કાળા ઝભ્ભા અને કાળા પેન્ટ માં હતો, બધા કરતા વધારે ખતરનાક એ લાગતો હતો, તેના નેણ ના વાળ ઉડી ગયેલા, અને માથા પર વાળ ના બદલે મોટા મોટા ટેટુ હતા, ભૂરી કિકી વાળી આંખો તેને વધારે ડરામણી બનાવતી હતી. અને એક હાથ મૂર્તિ તરફ અને બીજો જયું તરફ ધરી જયું ને બોલાવી રહ્યો હતો....''

જયું તો એક ધબકારો ચુકી ગયો....આ વળી ક્યુ પ્રાણી!!

''ક...ક...કોણ છો તમે?.... મ...મને અહીંયા કેમ લાવ્યા છો....'' જયું એ ડરતા ડરતા પૂછ્યું.

''તારા બધા સવાલ ના જવાબ રિયલ ગોડ સેટન જ આપશે, જે તારી સામે ઉભા છે.. આસ્ક હિમ...માય ચાઈલ્ડ..'' પેલા એ મૂર્તિ તરફ ઈશારો કરી કહ્યું..

''વોટ ફૂલીશ..!! આ બકરા ના મોં વાળું પૂતળું મને જવાબ આપશે.. હું જાવ છું પાછો..'' એમ કહી જયું પાછો જવા માંડે છે. ત્યાં જ પાછળ મૂર્તિ માં થી અવાજ આવે છે..

''માય ચાઈલ્ડ...'' અને જયું પાછળ જુવે છે અને દંગ રહી જાય છે...જયારે એક મૂર્તિ તેને જવાબ આપી રહી હતી...

''આઈ એમ યોર રિયલ ફાધર.'....રિયલ ગોડ.....હા....હા...હા...હા...'' અને એક મોટું અટ્ટહાસ્ય કરે છે. અને પેલો પૂજારી મૂર્તિ પાસે જઈને એક પાત્ર માંથી લોહી મૂર્તિ પાસેની એક ખોપરી પર રેડે છે...
જયું આ બધું જોઈને ખૂબ ડરી જાય છે...

''ક...ક..કોણ છો તમે? પ્લીઝ મને જાવા દો મેં કાઈ નથી કર્યું....'' જયું ખૂબ ડરી ગયો..

''ડોન્ટ ફિયર....બિલિવ મી...સન...'' પેલી મૂર્તિ માંથી અવાજ આવ્યો

''પ્લીઝ...કોણ છો તમે?..''

''આઈ એમ યોર રિયલ ગોડ રિયલ ઓનર ઓફ યુ.. હું જ બધું બનાવું છું, અને બરબાદ કરું છું..મારા ઉપાસકો બધી જ જગ્યા એ છે.. અને એના દ્વારા હું મારા શાસન નો ફેલાવો કરું છું... બાઇબલ નો લુસિફર હું છું, રામાયણ નો રાવણ, કુરાન નો દજ્જાલ જે કહેવાય તે હું જ છું...કલિયુગ ની અંતિમ ચરમસીમા હું છું... આવી રહ્યો છું.. એક નવા શેતાની વિશ્વ સાથે, એક નવો ઓર્ડર 'ન્યુ વર્લ્ડ ઓર્ડર'


સ્ટેચ્યુ બેફોમેટ

'ધ ઓર્ડર ઓફ ઈલ્યુમિનાટી'
આટલું બોલતા ની સાથે જ બધા જ કાળા ઝભ્ભા પહેરેલ માણસો મૉટે મૉટે થી 'ઈલ્યુમિનાટી... ઈલ્યુમિનાટી'' ના નારા લગાવવા મંડ્યા... જયું તો આવું વાતાવરણ જોઈને બિલકુલ દંગ રહી ગયો.. આ શુ!! આ બધા શેતાન ના ઉપાસકો છે..!!

''નો...નો...હું આ બધા માં નથી માનતો..હું ભગવાન નો ભક્તિ કરું છું...''

''હા...હા....હા....હા..... એ ભગવાન જે તને એક પ્રેમ પણ આપી શક્યાં અને તારી ઔકાત બતાવી તને આત્મહત્યા કરવા મજબૂર કર્યો..! એ ભગવાન જેણે તને કાઈ ન આપ્યું તારા અધૂરા સપનાઓ બતાવ્યા....શુ એ... એ... ભગવાન ની વાત કરે છે....! એક વાર મને ભગવાન બનાવ... મારી સાથે કોન્ટ્રાકટ સાઈન કર...અને જો તને આખી જિંદગી બેશુમાર ખ્યાતિ, ઈજ્જત, દૌલત, છોકરી બધું જ અપાવું છું....'' મૂર્તિ માંથી ભયંકર અટ્ટહાસ્ય સાથે અવાજ આવ્યો

''કેવો કોન્ટ્રાકટ..?''

''જે આખી દુનિયા મારી સાથે કરે છે, મોટા મોટા સિંગરો, જાદુગરો, પોલિટિકલ લીડર્સ, સાયન્ટિસ્ટ, બધા સફળતા માટે મારુ આધિપત્ય સ્વીકારે છે. મશહૂર રોકસ્ટાર માઈકલ જેક્સન જે મારો જ સેવક હતો, મેં તેને બધું જ આપ્યું. પણ જ્યારે છેલ્લે તેણે મારી સાથે દગો કર્યો ત્યારે મારે એને મારવો પડ્યો આત્મા ના બદલે ઈજ્જત પૈસા બધું જ....''

''શુ મળે છે આ બધું કરીને..!''

''હું તો લોકો ની કામનાઓ, પુરા કરું છું, જે જોઈએ તે આપું છું, તે લોકો જ મારુ કામ કરી મને ખુશ કરે છે, અને ભગવાન થી બળવાન બનાવે છે... હું જ યુદ્ધો કરાવું છું, લોકો ના વિચારોમાં આવી તેને નવા નવા વેપન્સ ની શોધ કરાવું છું, લોકો ને સામસામે લડાવું છું, સિંગર્સ ના ગીતો માં આવી બધા ના મગજ માં ઘુસુ છું, અને હા હું દરેક ના મગજ માં ખરાબ વિચારો બની રહું છું, તમે જે ખાઓ છો એમ પણ હું છું, મને રોકવા વાળું કોઈ નથી. અને હવે આવી રહ્યો છું ઇઝરાયેલ માં મારુ શાસન કરવા... એટલે જ તું મારી ભક્તિ કર જો તને ક્યાં ક્યાં પહોંચાડું છું.....''

આટલું બોલતા જ એક માણસ પતરા નો એક ટુકડો લઈ જયું પાસે આવ્યો,

''આ શુ છે?...''

''મારી ગુલામી નો કોન્ટ્રાક્ટ...''

''ના હું ભગવાન ની જ ભક્તિ કરું છું, હું કોઈ શેતાન નો ગુલામ નથી... હું નહિ કરું....''

''કામ ડાઉન માય ચાઈલ્ડ.. એ પલ જ્યારે તને 15-20 જણ એક સાથે મારતા હતા, જ્યારે તારી માશૂકા એ તને ઔકાત બતાવી ના પાડેલી.... શુ બદલો નથી લેવો એનો?? તારા મન માં ગુસ્સો નથી? શુ તે એને માફ કરી દીધા? થિંક માય ચાઈલ્ડ.... થિંક જ્યારે તું મોટો રોકસ્ટાર બની એને ઔકાત બતાવીશ ત્યારે કેટલો આનંદ થશે...!!''

રોકસ્ટાર નું નામ સાંભળી જયું ના મન માં અત્યંત જોશ અને ઉત્સાહ આવી ગયો....

''ઓકે... માય લોર્ડ હું તૈયાર છું...!

આ સાંભળતા જ બધા માણસો આમ તેમ તૈયારી કરવા મંડ્યા મૂર્તિ ની પાસે ગોળાકાર માં બધા માણસો માથે કાળા ટોપા ઓઢી ગોઠવાઈ ગયા, અને જયું ને વચ્ચે ઉભો રાખ્યો....

અને બધા એક સાથે અસ્પષ્ટ પણ ખૂબ ભયાનક લય માં મંત્રો બોલતા હતા...અને એક માણસ મૂર્તિ પાસે ખોપરી ઓ સામે કૈક કરી રહ્યો હતો.. પછી તે જયું પાસે આવ્યો અને એક મોટી કટાર કાઢી જયું ના હાથ માં મોટો ચીરો પાડ્યો જયું થી મોટી રાડ પડાઈ ગઈ... પેલા એ હાથ નીચે એક પાત્ર રાખ્યું અને એમાં લોહી લઈને ખોપરી ઓ પાસે ગયો, અને તેની ઉપર રેડયું... પછી પતરા નો ટુકડો લઈને જયું પાસે આવ્યો...

''હું જેમ બોલું તેમ મારી પાછળ પાછળ બોલવાનું છે.....'' પેલા એ કહ્યું..

''હા..''

''ગોડ ઓફ સેટનીઝમ, લોર્ડ ઓફ બ્લેક મેજીક એન્ડ લોર્ડ ઓફ નેગેટિવિટી... માય ઓનર ''બેફોમેટ'' પેલા એ બોલવાનું ચાલુ કર્યું...

''હું તમારી પાસે એક ગુલામ બની ને આવ્યો છું, એન્ડ આઈ વોન્ટ યોર ઓનરશીપ, મને તમારું શેતાની બળ આપો, હું હંમેશા તમારો ગુલામ રહીશ, હું મારી આત્મા તમને આપું છું, જેના બદલ માં આપ મને આખી જિંદગી ઈજ્જત, શોહરત, દૌલત આપશો, આ બધા ના બદલ માં હું મારી આત્મા આપને વેચુ છું, જે નર્ક માં પણ તમારી સેવા માં હાજર રહેશે....'' આટલું બોલી પેલા એ અસ્પષ્ટ ભાષા માં કોઈ મંત્ર બોલ્યો અને લોહી જયું પર ઉડાડયું.... અને જયું ને આંખે અંધારા આવવા મંડ્યા. અને તે પડી ગયો.....

શુ થશે જયું નું, અને શુ હતી આ મુસીબત, અને શુ થશે આગળ! જાણવા માટે વાંચો આગળ નો પાર્ટ

ઈલ્યુમિનાટી અને શેતાની ગતિવિધિઓ આ દુનિયા માં હકીકત માં અસ્તિત્વ ધરાવે છે, અને તે કલિયુગ માં એક સાપ ની જેમ લોકો ને ભરડો લઇ રહ્યા છે, જો એના વિશે વધુ જાણવા માગતા હોય તો પ્રતિભાવ માં જણાવશો જેના વિશે હું અલગ થી લેખ બનાવું...

આપના પ્રતિભાવ અમને જરૂર જણાવશો... અને અવનવા ફિલોસોફીક કવોટ્સ લોગો એડિટિંગ અને અપડેટ્સ માટે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરશો

Aryan luhar

wts; 7048645475
insta; @arts_arjun