YUVA UDAN - 3 in Gujarati Motivational Stories by Jaykumar DHOLA books and stories PDF | યુવાઉડાન - 3 (અંગ્રેજો કે જમાને કે જેલર હે હમ!)

Featured Books
Categories
Share

યુવાઉડાન - 3 (અંગ્રેજો કે જમાને કે જેલર હે હમ!)

રાજના આટલા બોલ્યા પછી બાપુ બોલ્યા ખરા! એટલે કે જતીન બોલ્યો: ' ટોપા મને તું ભગવા ગેંગ જોડે ના જોડીશ ,તને ખબર જ છે કે મને એ ધર્મના આંધળા લોકો નઇ ગમતા!'

જતીન બે ઘડી વિચારતો રહ્યો કે ક્યાંથી શરૂ કરવું !
પછી જતીન બોલ્યો:

"જેણે પોતાનું બધું થાય એટલું કરી લીધું હોઇ પ્રયત્નોમાં અને પછી પરિણામ ના આવે એટલે મન અને આશાઓ તો ભાંગી જવાથી દુઃખ તો થાય પણ અફસોસ ના થાય એટલે અંદરનો સંતોષ હિંમત બનીને આવે. અને પરિણામ સ્વીકારવાની હિંમત આ જ છે, પછી કોઈ ફેર નથી પડતો કે લોકોનું શુ પરિણામ આવ્યું, મિત્રો પાસ થયા કે નઈ!

હા, વાસ્તવિકતા સ્વીકારીએ એટલે સુધારની પક્રિયા શરૂ થાય! જ્યારે પરિણામ આવ્યું ત્યારે મારામાં મહેનત કર્યાનો સંતોષ હતો ,જેણે હિંમત આપી પરિણામની વાસ્તવિકતા સ્વીકારવાની અને સમજાયું કે,
હજુ કઈંક વધુ મારામાં ઉમેરવાની ,શીખવાની જરૂર છે, નવા એક્ડા ફરી કયાંકથી ઘૂંટવાની જરૂર છે, પોતાને ફરીથી મઢવાની જરૂર છે!

બસ , આટલી જ વાતો મારા મગજમાં ચાલતી હતી અને શાંત થઈ નવી બાજી રમવા તૈયાર થઈ ગયો!"

રાજ આટલું સાંભળી જતીનને કહે છે કે, " જહાં પનાહ, તુસ્સી ગ્રેટ હો, તોફા કબૂલ કરો! , બસ, હવે 3 idiots ની જેમ પેન્ટ નઈ ખોલુ! એટલામાં ખુશ થઈ જા!"

જતીન : " ****, તું માર ખાવાને લાયક જ છો , જો પેલી તારી બાજુમાં બેસે છે ને લાઈબ્રેરીમાં , રુહી! એને હવે ભાઈ પ્રપોઝ કરશે , તારો વારો ગયો .આ બદલો લેવાશે.."

રાજ : ' બસ, હવે તારા ભાભી થશે બકા, એવું નઇ બોલવાનું! તને તો બીજી ઘણી મળશે,આ એક રેવા દે !'

જતીન : ' ચાલ, છોડ હવે રુહીનું ! મજાક પતાવ! તું એમ કે , મેં કીધું એ તને બરાબર લાગે છે કે, તારું કઈંક અલગ વિચારવાનું છે એમાં!

રાજ : ' ના, જતીન .તું સાચું જ વિચારે છો, મેં મેહનતના પ્રમાણમાં અપેક્ષા વધુ રાખી એ મારી ભૂલ! એટલે જ પરિણામ વિશે વિચારીને લાઈફ જટિલ બનાવું છું, હવે લાગી જવું છે નવી આવનારી તક માટે!'

જતીન : ' તું ખોટો નથી રાજ, હું પણ આવી જ રીતે પરિણામો , અપેક્ષાઓના ઘામાંથી , એની પછદાટમાંથી જ શીખ્યો છું! તારે હવે પડવાનું થયું એટલે હવે શીખવો, અંતમાં શીખીને આગળ વધવું જરૂરી છે!'

રાજને અચાનક જતીનના શબ્દો યાદ આવ્યાં ને બોલ્યો કે, 'તું પેલું સમય ,સંજોગ , સ્થાન એ બધું શું કેવા માંગતો હતો?'

જતીન : વાહ , રાજીયા! બધું મારી પાસેથી બોલાવી જ લઇશ તું! મને તારી આ વાત જ બોવ ગમે કે એક વાર કઈંક શીખવાનું મળે એટલે તું સામેવાળો નિચોવાઈ જાય એટલું શીખી લે!

હું એવું કેતો હતો કે, સમય , સંજોગ અને સ્થાન આપણા હાથમાં નથી, એ કુદરત નક્કી કરે! આપણા હાથમાં છે નિર્ણય! સાચો કે ખોટો !
લઈ લેવાનો , થાઈ એટલું કરી લેવાનું પછી બધું કુદરતના આ ત્રણ ઘટકો કરે"

રાજ અને જતીન હોસ્ટેલના ગેટ આગળ પોહચી ગયા અને જતીનને યાદ આવ્યું આઈકાર્ડ તો રૂમ પર જ રઇ ગયો અને રાજને કીધું કે આવું થયું છે, પછી
રાજ હસતો હસતો બોલ્યો કે, 'જતીનદાસ બાપુ પેલો ટકલો , ચિરાગ ગેટ પર જ હશે !'

અંગ્રેજના જમાનાનાં જેલરવાળો ડાયલોગ તો તમને યાદ જ હશે, બસ આ ચિરાગ એટલે એવું જ અનોખું પ્રાણી! પેલા મુવીના જેલરની લાક્ષણિક ઓળખ ટૂંકી મૂછ હતી અને આ ચિરાગની ઓળખ એટલે વાળ વિનાનો ચમકદાર ટકો! આમ તો ચિરાગનું કામ હોસ્ટેલનાં એડમીનવિભાગ સંભાળવાનું પણ જેમ ચોમાસામાં દેડકા કુદ કુદ કરે એમ પોચી માટીમાં નાક ખૂંચડવા તૈયાર જ હોઈ!

હોસ્ટેલવાળાનો એવો શત્રુ કે , જેનો હાથ ભાંગે કે કઈ પણ થાય તો રૂમમાં એના નામની pizzaપાર્ટી ચાલતી હોઈ, ખબર નઈ , આટલુ વેર કેમ એના પ્રત્યે થઈ ગયું હશે!

ચાલો , આ તો ગાથા હતી અને મહિમા ટકાના નામનો! હવે, વાત કરું ટકાએ આપેલું હોસ્ટેલને મુખ્ય પ્રદાન- ગાળિયો એટલે icard !

આઈ કાર્ડ, એટલો તો ખાસ છે કે , એના વગર હોસ્ટેલમાં એક્ઝીટ કે એન્ટ્રી કાઈ પણ ન થાય! શંકર ભગવાનના ગળામાં સાપ હતો, એ લોકો એમ કે છે કે, સાપની જેમ જ ગળામાં આ રાખવાનો... પણ અમને તો એ ઝેર લાગે છે, કાંઈ પણ હોઈ અમે નીલકંઠ જ થઈ ગયા છે, આઈકાર્ડ ગળામાંથી કાઢી નથી શકાતો કે એક જગ્યાએ મૂકીને જઈ નથી શકાતું! ના ગળાઈ , ના ઉતારાઈ એવી ઝેર જેવી પરિસ્થિતિ છે!

ચાલો, કાઈ નહીં અધિકારીઓ પણ આવા જ અખતરા લાવે અને પરાણે લોકો માનતા થાય એવું કરતા હોઈ એટલે અમારે તો આ પાળવું જ અને શીખવું જ રહ્યું!પણ કહાનીમાં જતીન આ આઈકાર્ડ ભૂલી ગયો છે ,થાય એ ખરું હવે!

(ગેટ પર ટકાએ આઈકાર્ડ માગ્યું)

જતીન : ચિરાગભાઈ આજે રિઝલ્ટની અપાધાપીમાં ભુલાઈ ગયું છે, આજે જવા દો હવે..

ચિરાગ : મને કેમ ખબર કેમ પડે કે તું હોસ્ટેલમાં જ રહે છો?, ઓઈ , ઓઈ હિતેશ અહીંયા આવ, તું હોસ્ટલમાં રહે છો એનું પ્રમાણ શું?
(હિતેશે કીધું , આરયુ, મારો આઈકાર્ડ!)

જતીન : તમે મને નથી ઓળખતાં, ચિરાગભાઈ!

ટકેશ : ના, હું પ્રમાણને જ ઓળખું છું!

જતીન : લીના સાહેબ, એવું કહે છે કે, સ્ટાફને પણ આઈકાર્ડ પેરવો જરૂરી છે તમારો ક્યાં?

ટકેશ : હવે, તું મારી પાસે માંગીશ?

જતીન : મને કેમ ખબર પડે કે, તમે હોસ્ટેલના સ્ટાફ માં છોવ, પ્રમાણ હોઈ તો હું માનું..!

બસ, આ જીભની ચડા ચડી ને , બોલવાનું થયું ને પછી ટકો એના રસ્તેને જતીન હોસ્ટેલની અંદર!