Return of shaitaan - Part 15 in Gujarati Classic Stories by Jenice Turner books and stories PDF | Return of shaitaan - Part 15

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

Return of shaitaan - Part 15

"ના ના કોઈ વાંધો નહિ પરંતુ મારો કન્સર્ન એ છે કે ઓપેરટર નો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે કોઈ લેડી છે અને એ કહે છે કે જે તમારી પ્રાઇવેટ ઓફિસ માં થી મને કોલ કરે છે અને કહે છે કે જે મેજર સિકયુરિટી એલર્ટ છે અને કમાન્ડર ઓલિવેટ જાણે છે અને હું અજાણ છુ આ વાત થી એ વાત મને વધારે ખુંચે છે.કમાન્ડર ઓલિવેટ " ફાધર અવાજ મૃદુ પણ સખત હતો.

કમાન્ડર ઓલિવેટ ના ચેહરા પર માફી ના ભાવ સાફ દેખાઈ રહ્યા હતા.

" ફાધર સીટુએશન અંડર કંટ્રોલ છે " કમાન્ડર ઓલિવેટ બોલ્યા.

"ના ફાધર જરા પણ નહિ.આ ફોટો જુઓ મારા પિતા ની હત્યા થઇ છે એમની અંતિમ ક્રિયા કરવાની જગ્યા એ અત્યારે હું અહીંયા છુ એની પાછળ કોઈ કારણ તો હશે ને." લોરા બોલી.

ફાધરે ફેક્સ વાળું કાગળ હાથ માં લીધું અને તે ચોંકીને બે કદમ પાછળ હતી ગયા કેમ કે લોરા ના પિતા ની છાતી પરના શબ્દો ,' ઇલ્લુમિનાટી "

"હા સર ઈલુમિનેટી તમે સાંભળ્યું જ હશે એમના વિષે." રાજે પૂછ્યું.

"હા પરંતુ તેમનું ગ્રુપ તો વર્ષો પહેલા નાશ પામ્યું છે "

'હા અગર આ વાત જો તમે મને ગઈ કાલે કહેતા તો હું ચોક્કસ માની લેતો પણઆજે હું એ વાત માનવા તૈયાર નથી. કેમ કે જે રીતના બનાવો બની રહ્યા છે આજના દિવસમાં એ રીતે લાગે છે કે ઇલ્લુમિનાટી હજુ પણ એકટીવ છે. અને તેમની જૂની પુરાણી કસમ ને વળગી રહ્યા છે."

"જૂની પુરાણી કસમ?" ફાધર અને કમાન્ડર એક સાથે બોલ્યા.

'વેટિકન સિટી ને ખતમ કરી દેવાની." રાજે જવાબ આપ્યો.

"ફાધર પ્લીસ આ બધી વાતો માં આપડે વ્યર્થ સમય બગાડી રહ્યા છે અત્યારે એન્ટી મેટર શોધવું વધારે જરૂરી છે." લોરા બોલી.

"હા કંમાન્ડર ઓલિવેટ પ્લીસ તમે સચઁ પાર્ટી મોકલો અને અને એન્ટી મેટર ને ગમે તે રીતે શોધી કાઢો."

"ફાધર આઈ એમ સોરી પણ એ નામુમકીન છે એક બાજુ કેમેરા ચોરી થઇ ગયા છે અને એ વસ્તુ ક્યાં હશે એ કેવી રીતે ખબર પડશે.ક્યાંથી શરૂઆત કરું?"

"શું વાત કરો છો કેમેરા પણ ચોરી થઇ ગયા છે?" ફાધર એ પૂછ્યું.

" હા ફાધર અને જેવી રીતે આ લેડી એક્સપ્લેઇન કરી રહી છે એટલો પણ મોટો ખતરો નથી એક નાનું કેનિસ્ટર ૫ સિટી ને ઉડાવી દે એ વાત તો મારી સમજ ની બહાર છે કેમ કે હું મોડર્ન એક્સપ્લોઝિવ ટેક્નોલોજી થી ભલી ભાંતિ વાકેફ છુ આવી રીતે.........................." હજુ તેમની વાત પુરી પણ નથી થઇ ત્યાં વચ્ચે લોરા બોલી," એક્સસ્ક્યુઝમી કમાન્ડર ઓલિવેટ શું તમે ક્યારના મોડર્ન ટેક્નોલોજી ની વાત કરો છો? તમને ખબર પણ છે કે એન્ટી મેટર શું છે? હું CERN ની સીનીઅર લેવલ ની ફીઝીસીસ્ટ સાયન્ટિસ્ટ છુ દુનિયા ની સૌથી એડવાન્સ સબએટોમિક રિસેર્ચ ફેસિલિટી છે CERN મારા પિતા એ આની ખોજ કરી છે અને મેં પરસનલી એન્ટી મેટર ટ્રેપ ડિઝાઇન કર્યું છે અને જે કેનિસ્ટર માં એન્ટી મેટર છે તેની ઉપર ૨૪ કલાક ની બેટરી છે જેવી બેટરી ડિસ્ચાર્જ થશે એવું જ મેટર અને એન્ટી મેટર સંપર્ક માં આવશે અને એટલો મોટો બ્લાસ્ટ થશે કે તમે ઈમેજીન પણ નથી કરી શકો.હું વોર્ન કરું છુ તમને તમારી પાસે માત્ર ૫ જ કલાક છે એક કલાક તમે વ્યર્થ ચર્ચા માં ઉડાવી દીધો છે." લોરા જોરથી અને ગુસ્સામાં બોલી.

રાજ તો એની સામે જ જોયા કરતો હતોઅ ને લાગ્યું કે કેટલી હિમ્મત છે આ છોકરી માં કે કોઈ ની પણ સામે પોતાની વાત કહેતા ડરતી નથી.

'મિસ લોરા તમારો સમય કોઈ ઈલુમિનેટી નામ ના મજાકિયા એ બગડ્યો છે મેં નહિ સમજ્યા." કંમાન્ડરે પણ ગુસ્સામાં જવાબ આપ્યો.

"શાંતિ પ્લીસ શાંતિ રાખો તમે લોકો."ફાધર થોડા સખત અવાજ માં બોલ્યા બધા શાંત થઇ ગયા.

"ખતરનાક હોય કે ના હોય , ઈલુમિનેટી હોય કે ના હોય,આ જે પણ વસ્તુ છે એ અત્યારે તો અહીંયા આ સમયે વેટિકન સિટી માં ના હોવી જોઈએ ખાસ કરી ને જયારે કોંકલેવ ચાલે છે ત્યારે અને શોધો અને અહિયાંથી દૂર કરો."ફાધર બોલ્યા.

" ફાધર પીટર અગર હું આખી રોમ ની સેનાએ પણ આ વસ્તુ ને શોધવા પાછળ લગાવી દેવ ને તો પણ દિવસો ના દિવસો લાગી જશે આ વસ્તુ શોધવા માં ." કંમાન્ડર બોલ્યા.

'આવું તો કેવી રીતે ચાલશે શું આપડે હાથ પર હાથ ધરી ને બેસી રહીશું ? લોરા બોલી.

"કમાન્ડર હું જાણું છુ તમે મારી પોઝિશન ને અત્યારે બહુ સિરિયસ નથી લેતા પરંતુ કાનૂની રીતે અત્યારે હું અહીંનો ઇન્ચાર્જ છુ બધા કાર્ડિનલ( ચર્ચ ના ફાધર) અત્યારે સેફ છે અને બીજું કોઇ અર્જન્ટ કામ પણ નથી તમારી પાસે તો મને એ નથી ખબર પડતી કે તમે આ ડિવાઈઝ શોધવા માટે તૈયાર કેમ નથી?' ફાધર પીટર બોલ્યા.

"ફાધર તમે આવું કેવી રીતે બોલી શકો મેં તમારા પૉપ ની ૧૨ વર્ષ થી સેવા કરી છે અને એની પહેલા ના જે પૉપ હતા તેમની .................... હજુ તેમની વાત પુરી થાય એ પહેલા તેમનો વોકી ટોકી માં રિંગ વાગવા લાગી.

" હેલો.... કમાન્ડર ઓલિવેટ તમને ઇન્ફોર્મ કરવા માંગુ છુ એક બૉમ્બ થ્રેટ છે ... હેલો... કમાન્ડર ......."

" હેલો કમાન્ડર ઓલિવેટ હીઅર હા i can hear you okay follow usual and trace the call . " કમાન્ડર એ બહુ ઇન્ટરેસ્ટ ના બતાવ્યો.

" હા સર અમે કર્યું પણ આ જે કોઈ ફોન પર છે એ ધમકી આપે છે તે માટે હું તમને હેરાન ના કરતો પણ અત્યારે અને મોં પર જે નામ સાંભળું આ નામ અને થોડી વાર પહેલા તમે જે નામ search કરવા આપ્યું હતું એ નામ બંને સરખા છે જે ફોન પર છે એ એન્ટી મેટર ની વાત કરે છે."

રૂમ માં બધાના ચેહરા પર ગંભીરતા છવાઈ ગઈ

"શું કહ્યું એણે ફરીથી બોલો."

"એન્ટી મેટર સર મેં ઑન લાઈન સર્ચ કર્યું અને જે ઇન્ફોરમેશન મળી છે એ બહુ ડિસ્ટર્બ કરનારી છે. "

"એ માણસે શું કહ્યું? એનો કોલ કેમ ટ્રેક ના કર્યો? "

"સર એ ફોન પુરા encryption સાથે કર્યો છે એટલે કોલ ટ્રેસ નથી કરી શકતો એ માણસ હજુ પણ ફોન પર જ છે."

"ઓકે મારી ઓફિસ નો ફોન કન્નેક્ટ કરો" આ વખતે ફાધર પીટર બોલ્યા.

"ફાધર ના એ બહુ ખતરનાક હોઈ શકે છે મને ડીલ કરવા દો " ઓલિવેટ બોલ્યા.

"કન્નેક્ટ મી નાવ " ફાધર જોરથી બોલ્યા.

"બે કે ત્રણ સેકન્ડ માં તો ફાધર ની ઓફિસ ના લેન્ડ લાઈન પર રિંગ વાગી.

ફાધર પીટર એ ફોન ઉઠાવી ને લાઉડ સ્પીકર પર કર્યો.

"હેલો કોણ બોલો છો હું ફાધર પીટર છુ."

"હું મેસૅન્જર છુ એન્સીયેન્ટ બ્રધરહૂડ નો."

રાજ જે ફોન પર હતો તેની બોલી કાયા પ્રકાર ની છે તે પકડવાની ટ્રાય કરી રહ્યો હતો પણ તેની સમાજ માં ના આવ્યું કે એ માણસ ક્યાંનો હશે.

" શું જોઈએ છે તમને?" ફાધરે પૂછ્યું.

"શું જોઈએ છે મને? મને કશું નથી જોઈતું બસ એટલું જાણવા માંગુ છુ કે વેટિકન સિટી ટાર્ગેટ બની છે દુનિયા ના સૌથી વધુ પ્રકાશીત લોકો દવારા . ઇલ્લુમિનાટી દ્વારા.અને આ કોઈ બ્લેકમેઈલિંગ નથી વેટિકન સિટી નો નાશ ચોકક્સ થશે અને તમે કશું કરી નહિ શકો. આ દિવસ માટે અમે બહુ રાહ જોઈ છે "

" આ વસ્તુ પોસ્સીબ્લ જ નથી અમારી આટલી ટાઈટ સિકયુરિટી ની વચ્ચે તમે એન્ટી મેટર અહીંયા લાવી જ ના શકો ."

" સ્વિસ કમાન્ડર ઓલિવેટ બોલો છો ને? ખબર જ હતી એટલું બધું અભિમાન છે તમને તમારી સુરક્ષા પર પરંતુ તમારું અભિમાન જ તમારા નાશ નું કારણ બનશે. તમને લાગે છે કે ઈલ્લ્યુમિનાટી ગ્રુપ નું કોઈ સભ્ય તમારી વચ્ચે મોજુદ નહિ હોય? "

"ઓહ્હ નો મને ખબર જ હતી કે અંદર થી જ કોઈ મળેલું છે?" રાજ મન માં બોલ્યો.

"ના આ શક્ય જ નથી ઈલુમિનેટી ગ્રુપ નો નાશ થઈ ગયો હતો અને કોઈ પણ જીવિત નથી."કમાન્ડર બોલ્યા.

"હજુ પણ અભિમાન મને હશું આવે છે તમારા વિચારો પર ઈલુમિનેટી ગ્રુપ નો કોઈ નાશ કરી શકે જ નહિ અને તમને શુ લાગે છે કે બધા સ્વિસ ગાર્ડ તમને વફાદાર છે?આ લોકો પણ માણસ છે અને માણસ હોય તો લાલચ પણ હોય સમજ્યા કઈ?" સામે જે પણ ફોન પર હતું એ હસતા હસતા વાત કરતુ હતું.

કમાન્ડર કઈ ના બોલ્યા.

" હજુ પણ એક વાત ફાધર પીટર પૂછો તમારા કમાન્ડર ને કે હજુ પણ તમારાથી એ કઈ છુપાવે છે?"

ફાધર ,લોરા અને રાજ બધાની નજર કમાન્ડર પર હતી અને ઓલિવેટ એ નજર નીચી નાખી દીધી.

"શેની વાત કરો છો તમે?" ફાધર એ પૂછ્યું.

"એક , બે , ત્રણ ,ચાર શું બધા હાજર છે? " સામેથી સવાલ પુછાયો.

"પ્લીસ તમે ખુલી ને વાત કરો અમારી સમજ માં કઈ નથી આવતું."

"ફાધર ચાર કાર્ડિનલ્સ જે ઇલેકશન માં ઉભા રહ્યા હતા તે ક્યાં છે અત્યારે?"

"તમે શું વાત કરો છો આ ઇન્ફોરમેશન તમારી પાસે ક્યાંથી આવી?હજુ તો કોઈ ને જ આ વાત ખબર નથી." કંમાનડર ઓલિવેટ બોલ્યા.

" નામ કહું એ ચાર કાર્ડીનલસ ના જે ઇલેકશન ના મેઈન કેન્ડિડેટ હતા તેમના?"

"વેઇટ અ મિનિટ આ શું ચાલી રહ્યું છે?"ફાધર પીટર સખત મૂંઝવણ માં દેખાતા હતા.

"કેમ ફાધર તમારા કમાન્ડર એ તમને કશું જણાવ્યું નથી કેટલું ખરાબ કહેવાય હું સરપાૃઈઝ નથી મને ખબર જ છે કે સ્વિસ ગાર્ડ કેટલા અભિમાની હોય છે . કમાન્ડર ઓલિવેટ એ જે ચાર કાર્ડીનલસ ના રક્ષણ ની જવાબદારી લીધી હતી તે બધા ગાયબ છે."

"તમને ક્યાંથી ખબર પડી ?"

બધા ની નજર કમાન્ડર પર પડી. એ ધીરે થી બોલ્યા," હા ફાધર હજુ હમણાં જ ખબર પડી કે ચાર કાર્ડીનલસ એ હજુ સિસ્ટિન ચેપલ પર રિપોર્ટિંગ નથી કર્યું.પણ ચિંતા જેવું કશું નથી તમે થોડી વાર પહેલા તો એમની સાથે કોફી પીધી છે તેઓ તેમના રુમ માં જ હશે નહિ તો આમ તેમ ગયા હશે " કમાન્ડર એ જવાબ આપ્યો.

"કઈ ચિંતા જેવું નથી? એ લોકો એ અડધા કલાક પહેલા ચેપલ માં હોવું જોઈતું હતું "ફાધર પીટર નો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. લગભગ બૂમો પાડતા હોય અવાજ માં તે બોલ્યા.

"ફાધર કાર્ડિનલ લેમ્સ પેરિસ થી ,કાર્ડિનલ ગિડેરા બાર્સેલોના થી, કાર્ડિનલ એબનેર ફ્રેનફર્ટ થી........" જેમ જેમ ફોન પાર કાર્ડીનલસ ના નામ બોલતા જાત હતા તેમ તેમ ઓલિવેટ ની નજર નિચી થતી જતી હતી.

" અને લાસ્ટ કાર્ડિનલ બેજીએ ઇટાલી થી."

" તમારો શું ઈરાદો છે આ કાર્ડીનલસ ને ગાયબ કરવા પાછળ? "

"હા હા હા ઈરાદો? હું હશાશિયાન છુ."

રાજે જેવું નામ સાંભળ્યું તેમ જડ થઇ ગયો રોમન ચર્ચ એ પોતાના બહુ દુશ્મન બનાવ્યા છે.

" કાર્ડીનલસ ને છોડી દો ઈશ્વર ની બનાવેલી આ વેટિકન સિટી ને બરબાદ કરવાના છો એ પૂરતું નથી?"

" હા હા હા ચાર કાર્ડીનલસ ને તો ભૂલી જ જાવ ફાધર પીટર પણ હું એવું કઈ કરીશ કે તેમની મોત બધા યાદ રાખશે એક પછી એક આજની રાત સુધી ઈલુમિનેટી દુનિયા ભર ના breaking ન્યૂઝ બનશે દુનિયાભર ની મીડિયા અહીંયા છે પબ્લિક કિલિંગ યાદ તો છે ને ફાધર?કોણ યાદ રાખે છે કે અમારી સાથે શું થયું હતું? la purga યાદ છે?

ફાધર પીટર એકદમ ચૂપ હતા.

la purga હા યાદ છે ને , ૧૬૬૮ માં રોમન ચચઁ એ ચાર વિજ્ઞાની ઓ ની છાતી પર સળગતી કોઈ વસ્તુ થી ક્રોસ નો છાપો માર્યો હતો અને જીવતા જલાવી ને મારી નાખ્યા હતા." રાજે જવાબ આપ્યો.

" એ કોણ બોલ્યું.કોણ છે ત્યાં?"

" નામ જરૂરી નથી હું પ્રોફેસર છુ અને ઈલુમિનેટી વિષે ઘણો ઊંડો અભ્યાસ કરેલો છે " રાજે જવાબ આપ્યો તેને હજુ પણ ભરોષો થતો ના હતો કે તે ઈલ્લ્યુમિનાટી ગ્રુપ ના સભ્ય જોડે વાત કરી રહ્યો છે.

"સુપર્બ હું ખુશ છુ કે કોઈ તો છે આ દુનિયા માં જેમને અમારી પર થયેલા અત્યાચાર ની ખબર છે."

ક્રમશ:

થેન્ક યુ વાંચક મિત્રો સોરી હું સમય પર સ્ટોરી પબ્લીશ નથી કરી શકતી થોડા સમય થી બીમાર હતી અને કામ નું પ્રેસર ના લીધે વાર થઇ બસ સ્ટોરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે તમે લોકો એ જે પ્રેમ અને રિસ્પોન્સ આપ્યો છે તેની માટે જેટલો આભાર માનું તેટલો ઓછો છે હજુ પણ ઘણા રાઝ અને ઇન્ટરેસ્ટિંગ મોડ આવશે આગળ તો પ્લીસ વાંચતા રહો રીટર્ન ઓફ શૈતાન.