Aryariddhi - 23 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૨૩

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૨૩

પ્રસ્તુત છે મારા પ્રથમ પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામ નું ચોથું કાવ્ય.

ધૂરી છે મુલાકાત સાથે તારી,
અપુર્ણ છે સુંદર યાદો તારી
અધૂરી છે એ યાદો વિના તારા.

ખુશ છે તું હંમેશાં, ખુશ છું હું વિના તારા
અધૂરી મુલાકાત રહે અધૂરી સાથે તારી
એવી છે ઈચ્છા મારી, એમાં સહમતિ તારી.

જીવવા માંગુ સાથે અધૂરી યાદો તારી
જીવવા માંગુ સાથે અધૂરી મૂલાકાત તારી
જીવવા માંગુ સાથે દર્દ જુદાઈ તારી.

જાણું હું તેને ,નથી જાણ મારી તને
જાણું હું તારા દિલ ને, નથી જાણ મારી તને.

લેખક છું પણ રચવી છે તારી કવિતા
પણ છે તું મહાન લેખક વિષ્ણુ ની કવિતા
માટે છે તું પ્રેમિકા આર્યવર્ધન ની.

આગળ ના ભાગ માં જોયું કે આર્યવર્ધન પિસ્તોલ થી ખુદ પર ગોળી ચલાવવા માટે પ્રયત્ન કરે છે પણ રિધ્ધી તેને રોકી લે છે. પિસ્તોલ ના ફાયર થવા થી મોટો અવાજ થાય છે. એટલે ગાર્ડન માં રહેલા લોકો રિધ્ધી અને આર્યવર્ધન ઉભા રહ્યા હતા ત્યાં આવી ગયા. લોકો ને જોઈ ને રિધ્ધી આર્યવર્ધન ને કિસ કરી લે છે. હવે આગળ...

આર્યવર્ધન રિધ્ધી નો રાજવર્ધન અને મેઘના સાથે પરિચય કરાવે છે. પરિચય આપ્યા બાદ આર્યવર્ધન રિધ્ધી ને પૂછે છે, શું તું મેઘના ને ઓળખે છે ? ત્યારે રિધ્ધી એ ના પાડી. એટલે આર્યવર્ધન રિધ્ધી ને કહે છે કે મારી પાસે તારા માટે એક સરપ્રાઈઝ છે.

આમ કહી આર્યવર્ધન રિધ્ધી ને એક ફોટો બતાવે છે. તે ફોટો ખૂબ જૂનો હતો. ફોટો માં રિધ્ધી ના પપ્પા અને કાકા હતા. અને તેમની સાથે એક સુંદર યુવતી હતી. તે ફોટો રિધ્ધી ના પપ્પા ના કોલેજ સમય નો હતો. રિધ્ધી થોડી વાર સુધી ફોટો ને ધ્યાન થી જોયા પછી આર્યવર્ધન ને પાછો આપ્યો.

આર્યવર્ધને ફોટો માં ની યુવતી વિશે રિધ્ધી ને પૂછ્યું કે તું એને ઓળખે છે ? ત્યારે રિધ્ધી બોલી, ના મેં એને ક્યારેય જોઈ નથી પણ તે કોણ છે અને મારા કાકા તથા મારા પિતા નો તેની સાથે સાથે શું સંબંધ છે.

આર્યવર્ધન રિધ્ધી ની વાત સાંભળી ને મેઘના તરફ ફર્યો અને બોલ્યો, આજે તને એક હકીકત જણાવું છું. વિપુલ અને વર્ધમાન ભલે બેસ્ટ ફ્રેન્ડ હતા પણ વિપુલે ક્યારેય વર્ધમાન ને જણાવ્યું નહીં તેની એક બહેન નિકિતા અને એક ભાઈ નિમેશ હતા. વિપુલ અને તેના ભાઈબહેન એક જ કોલેજ માં અલગ કરતા હતા.

નિકિતા ને તેની સાથે અભ્યાસ કરતાં એક છોકરા ને પ્રેમ કરવા લાગી. તેનું નામ આશિષ હતું. પણ નિકિતા વિપુલ ને આશિષ વિશે કહેતા ડરતી હતી એટલે જ્યારે નિકિતા એ તેનો અભ્યાસ પૂરો કર્યોં ત્યારે તેણે વિપુલ ને કઈ પણ જણાવ્યા વગર આશિષ સાથે ભાગી ને લગ્ન કરી લીધાં. પછી તે બંને સુરત માં સ્થાયી થયા.

વિપુલ ના માતાપિતા હતા નહીં એટલે તેણે જ પોતાના ભાઈબહેન ને ઉછેર્યા હતા. એટલે જ્યારે નિકિતા ની આ વાત ની ખબર પડી ત્યારે તેને થોડું દુઃખ થયું પણ વિપુલ નિકિતા ને ખુશ રાખવા માંગતો હતો એટલે તેણે પછી નક્કી કર્યું કે તે નિકિતા ને ક્યારેય પણ શોધવા નો પ્રયત્ન નહીં કરે અને તે નિકિતા ને ભુલાવી દેશે.

નિકિતા અને આશિષ ગ્રેજ્યુએટ થયેલા હતા એટલે તેમને સરળતાથી નોકરી મળી ગઈ. તેમનું જીવન સરસ રીતે ચાલવા લાગ્યું. થોડા સમય પછી નિકિતા એ એક સુંદર પરી જેવી બાળકી ને જન્મ આપ્યો. તેના ચાર વર્ષ પછી એક દીકરા ને જન્મ આપ્યો. તેમની ચાર સભ્યો ની દુનિયા ખૂબ જ સુંદર રીતે ચાલી રહી હતી.

પણ એક દિવસ નિકિતા ને હાર્ટએટેક આવતાં તેનું અવસાન થયું. એટલે તેમના બંને બાળકો ને આશીશે એકલા હાથે ઉછેર્યા. તેની દીકરી પણ તેના જેવી જ હોશિયાર હતી. સારો અભ્યાસ કર્યો અને એક મલ્ટીનેશનલ કંપની માં જોબ કરવા લાગી અને બે વર્ષ પહેલાં તેણે મારા ભાઈ સાથે લગ્ન કર્યા. અને અત્યારે તે તારી સામે ઉભી છે મેગના.

જે તારા ફોઈ ની દીકરી અને તારી બહેન છે. જે અત્યારે તારી સામે ઉભી છે. આ સાંભળી ને રિધ્ધી અને મેગના ની આંખો માં આંસુ આવી ગયા. મેગના ને પણ તેના મમ્મી પપ્પા વિશે આર્યવર્ધને કહેલી વાત ખબર નહોતી. પણ આર્યવર્ધને આજે તેને ખૂબ જ સુંદર ભેટ આપી હતી. રિધ્ધી ના રુપ માં એક બહેન આપી હતી.

આર્યવર્ધન ની વાત પૂરી થઈ એટલે રિધ્ધી અને મેઘના બંને એ એકબીજા ને ગળે લગાવી લીધા. આર્યવર્ધન અને રાજવર્ધન આ અદભુત મિલન જોઈ રહ્યા. આ બંને બહેનો એ ભલે પોતાના માતાપિતા ને ગુમાવી ચુકી હતી પણ એકબીજા ના રૂપ માં તેમને પરિવાર મળી ગયો હતો.

રિધ્ધી એ મેઘના થી અલગ થયાં પછી ફરી થી આર્યવર્ધન ને ગળે મળી. આર્યવર્ધન ને જોરથી પકડી લીધો. હવે રિધ્ધી માટે ખુદ પર કાબુ રાખવું મુશ્કેલ હતું. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આર્યવર્ધન પણ તેના માથા પર હાથ ફેરવી ને તેને સાંત્વના આપી ને શાંત રાખવા માટે પ્રયત્ન કરતો હતો. આર્યવર્ધને ઈશારો કરી રાજવર્ધન ને પાણી લાવવા માટે કહ્યું અને રિધ્ધી ને બેન્ચ પર બેસાડી.

થોડી વાર રડી લીધા પછી આર્યવર્ધને રિધ્ધી ને પાણી પીવડાવ્યું. આર્યવર્ધને પોતાની રિસ્ટવોચ માં જોતાં કહ્યું, હવે સાંજ ના 6 વાગી ગયા છે. જમવા નો સમય થઈ ગયો છે. એટલે હવે આપણે પાછા જવું જોઈએ. આપણાં ફ્રેન્ડ્સ રાહ જોતાં હશે.

આર્યવર્ધન ની વાત સાંભળી ને રિધ્ધી એ રૂમાલ થી તેના આંસુ લૂછીને ઉભી થઈ. એટલે મેગના, રિધ્ધી, આર્યવર્ધન અને રાજવર્ધન એકસાથે ચાલવા લાગ્યા. પણ અચાનક રિધ્ધી નો પગ એક ખાડા મુકાઈ જતાં તે પડી ગઈ. એટલે આર્યવર્ધને રિધ્ધી ટેકો આપી આપી ને ઊભી કરવા નો પ્રયત્ન કર્યો. રિધ્ધી ઊભી થઇ પણ પગ માં મોચ આવી હતી એટલે તેનાથી ચાલી શકાય તેમ નહોતું.

થોડી વાર ચાલવા નો પ્રયત્ન કર્યા રિધ્ધી જમીન પર બેસી ગઈ એટલે આર્યવર્ધને રિધ્ધી ને ઉભા થવા માટે કહ્યું પણ રિધ્ધી એ કહ્યું, મારા વધારે નહીં ચાલી શકાય.
રિધ્ધી ની વાત સાંભળી ને આર્યવર્ધને એક ક્ષણ માટે રિધ્ધી ની આંખો માં જોયું અને બીજી ક્ષણે તેણે નીચે ઝૂકી ને રિધ્ધી ને પોતાની બાહો માં ઊંચકી લીધી.

રિધ્ધી ને ઊંચકી ને જયારે આર્યવર્ધન હોટેલ માં પ્રવેશ્યો ત્યારે તેના ગ્રુપ ની છોકરીઓ જેલસી ફિલ કરી હતી પણ રિધ્ધી તો જાણે પોતે કોઈ બીજી દુનિયા માં હોય તેવું લાગતું હતું. તેની તંદ્રા ત્યારે તૂટી જ્યારે આર્યવર્ધન તેના રૂમ પાસે પહોંચ્યા. એટલે મેગના એ રિધ્ધી ના કી-કાર્ડ થી રિધ્ધી નો રૂમ ખોલ્યો.

પછી આર્યવર્ધને રાજવર્ધન અને મેગના ને તેમના રૂમ માં જવા માટે કહ્યું. ત્યાર બાદ તેણે રિધ્ધી ને તેના બેડ પર સુવડાવી. જેવો આર્યવર્ધન તેને સુડાવ્યા પછી ઉભો થવા ગયો કે રિધ્ધી એ તેનો કોલર પકડી લીધો અને તેને પોતાની તરફ ખેંચીને તેના અધરો પોતાના અધરો પર મૂકી દીધા.

શું રિધ્ધી અને આર્યવર્ધન ની આ નજદીકી નું કોઈ ગંભીર પરિણામ આવશે ? શું મેગના રિધ્ધી અને આર્યવર્ધનના માતાપિતા ની હત્યા વિશે જાણતી હતી?
જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...