The Accident - 9 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 9

Featured Books
Categories
Share

ધ એક્સિડન્ટ - 9










ધ્રુવ પ્રિષાના રૂમ નો દરવાજો ખખડાવે છે પણ પ્રિષા દરવાજો ખોલતી નથી. આથી ધ્રુવ જાતે દરવાજો ખોલીને અંદર જાય છે. દરવાજો ખોલીને જોવે છે તો પ્રિષા સૂતી હોય છે અને રૂમ માં બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય છે.

પ્રિષા આખી રાત જાગી હોય છે અત્યારે સૂતી હોય છે. એણે ગુસ્સામાં આવીને બધી જ વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકી હોય છે.

ધ્રુવ ખૂબ જ ટેન્શન માં આવી જાય છે પણ એ થોડો રિલેક્ષ થાય છે અને પહેલાં તો એનો રૂમ વ્યવસ્થિત કરે છે. પછી પ્રિષા જોડે જાય છે અને તેના માથા પર હાથ રાખે છે. ત્યાં જ પ્રિષા જાગી જાય છે , થોડીવાર તો ધ્રુવ ને જોઈ જ રહે છે પણ તરત જ એને મેડિસીન્સ અને બ્લડ નું યાદ આવતાં જ એ ધ્રુવનો હાથ ખસેડીને ઊભી થઈ જાય છે અને તરત જ બાથરૂમમાં જતી રહે છે. પ્રિષાની આંખો ત્યારે સુજેલી હોય છે. ધ્રુવ ને તરત જ ખબર પડી જાય છે કે એ આખી રાત રડી છે. કંઇક તો ખોટું થયું છે.

થોડીવાર પછી પ્રિષા નીચે હોલમાં આવે છે.

ગિરિશભાઈ પ્રિષા ને એમની ઓફિસ જોઈન કરવાનું કહે છે.

" પ્રિષા બેટા... તું મારી ઓફિસ જોઈન કરી લેતી હોય તો ...? "

" અંકલ ..? "

" હા બેટા... તું જોબ કરીશ તો તને અનુભવ પણ થશે અને તું જવાબદારી ઉઠાવતાં પણ શીખીશ ... અને તું તારા ફ્રી ટાઈમ નો યુઝ પણ કરી શકીશ ..."

" પણ અંકલ... તમારી ઓફિસ માં કેવી રીતે ? "

" બેટા .. પણ હું ઓફિસ માં તો તારો બોસ જ હોઈશ ને ... તો ફર્ક શું પડે કે મારી સાથે કામ કરે કે બીજા સાથે ? "

પ્રિષા ના જ પાડવાની હોય છે પણ અચાનક એને વિચાર આવે છે કે આટલો ટાઈમ એમની સાથે , એમના ઘર માં ફ્રી માં રહી છું તો જોબ કરીશ તો એમને રેન્ટ પણ આપી શકીશ.

" ઓકે .. અંકલ ?"

" તો તું ક્યારથી ઓફિસ જોઈન કરે છે ? "

" કાલથી જ અંકલ ? "

" oh .. that's great .. all the best beta ... "

" thanks uncle "

" તો તું કાલે ધ્રુવ સાથે જ આવી જજે .. આમ પણ તારે એને જ અસિસ્ટ કરવાનો છે... "

" ઓકે "

બીજા દિવસ થી પ્રિષા ધ્રુવ સાથે ઓફિસ જાય છે પણ કંઈ જ બોલતી નથી. ધ્રુવ પૂછે પણ છે પણ પ્રિષા જવાબ આપવાનું ટાળે છે. આથી ધ્રુવ વધારે ફોર્સ નથી કરતો.

પ્રિષા અને ધ્રુવને સાથે કામ કરતા જોઈ , ગિરિશભાઈ ખુબ જ ખુશ થાય છે. જ્યારે પ્રિષા પણ પોતાની મહેનતથી ઓફિસ માં પણ બધાનું દિલ જીતી લે છે. થોડા જ સમય માં કંપની પણ ટોચ ના સ્થાને હોય છે. આથી ગિરિશભાઈ ખુશ થઈને પ્રિષાને કૉલેજ અને ઓફિસ જવા માટે કાર ગિફ્ટ કરે છે. પ્રિષા ઘણી આનાકાની કરે છે પણ ભાવનાબેન ના ફોર્સ કરવાથી માની જાય છે.

પણ પ્રિષા હજુ પણ ધ્રુવ થી નારાજ છે. જે હવે તો ગિરિશભાઈ અને ભાવનાબેન પણ નોટિસ કરે છે. આથી તેઓ બંનેને કોફી માટે મોકલે છે.

પ્રિષા જાય તો છે ધ્રુવ સાથે પણ આખા રસ્તામાં એ કંઈ જ બોલતી નથી અને ધ્રુવ કંઈ બોલે તો એના પણ શોર્ટ માં જવાબ આપે છે. બંને કૅફે પહોંચે છે. થોડી વાર બેઠાં હોય છે પણ ત્યાં જ અચાનક ધ્રુવ દોડતો વોશરૂમ માં જાય છે. આ જોઈને પ્રિષાને થોડું અજીબ લાગે છે. ધ્રુવ થોડી વારમાં પાછો આવે છે.

" Are you okay? "

" yes .. I'm fine. "

ત્યાં જ પ્રિષાની નજર ધ્રુવ ના શર્ટ પર પડેલા બ્લડ ના ડાઘ પર પડે છે. પ્રિષા ગભરાઈ જાય છે.

" ધ્રુવ... આ શું છે ? "

" શું પ્રિષા ? "

" આ બ્લડ સ્ટેઇન ? "

ધ્રુવ ટેન્શન માં આવી જાય છે કે પ્રિષાને શું જવાબ આપે ... પણ ત્યાં જ અચાનક ધ્રુવ ના ફ્રેન્ડસ ત્યાં આવી જાય છે. ધ્રુવ હાલ પૂરતું થોડું રીલેક્ષ ફીલ કરે છે પણ સાથે સાથે એને થોડું ટેન્શન તો છે જ કે પ્રિષા ફરી આ વિશે પૂછશે જ .. એ આટલી જલ્દી વાતને ભૂલે તેમ નથી.

પ્રિષા બીજા દિવસે ઓફિસ જાય છે અને ડોક્ટર ને કોલ કરે છે, આ એ જ ડોક્ટર હોય છે જેમણે પ્રિષાની સારવાર કરેલી.

" hello doctor uncle ... I'm Prisha .. "

" oh.. Prisha... how are you ? "

" I'm fine uncle ... but .. "

" but ...? "

" મારે તમને કંઇક પૂછવું છે . "

આ સાંભળી ડોક્ટર ને તરત જ ખબર પડી જાય છે કે પ્રિષા ધ્રુવ વિશે જ પૂછશે .

" હા બેટા ... બોલ ને .."

" અંકલ ધ્રુવ એ મને બ્લડ આપ્યું હતું ને ? "

" હા બેટા... પણ તું અત્યારે કેમ આ સવાલ કરે છે ? "

" અંકલ ... પ્લીઝ .. તમારે ખોટું બોલવાની કોઈ જરૂર નથી .. મને ખબર છે કે ધ્રુવ એ મને બ્લડ ડોનેટ નથી કર્યું .. "

" બેટા .. તારી કોઈ ભૂલ થાય છે ? "

"ના અંકલ ... મારી કોઈ જ ભૂલ નથી થતી... મેં ધ્રુવ ને કહેતા સાંભળ્યો છે કે એણે મને બ્લડ ડોનેટ નથી કર્યું .. "

" ના બેટા... એવું કંઈ જ નથી... ધ્રુવ એ જ તને બ્લડ ડોનેટ કર્યું હતું... "

" ઓકે અંકલ ... તમે કહો છો તો માની લઉં છું... "

" હા બેટા... "

પ્રિષા કહે છે તો ખરા કે તે માની જાય છે પણ હજુ તેને વિશ્વાસ નથી થતો. તેને ખૂબ ગુસ્સો આવે છે. તેને એ સમજતા ટાઈમ નથી લાગતો કે ધ્રુવ એ જ ના પાડી હશે ડોક્ટર અંકલને એને કહેવાની. પ્રિષા ગુસ્સામાં જ ધ્રુવના કેબિન માં જાય છે.

ધ્રુવ કોમ્પ્યુટર માં પોતાનું કામ કરી રહ્યો હોય છે. તેની નજર પ્રિષા પર પડે છે. પ્રિષાને જોઈને ધ્રુવ ને તરત જ ખબર પડી જાય છે કે તે ગુસ્સામાં છે.

" અરે પ્રિષા ... સારું થયું તું જ આવી ગઈ.. હું તારી પાસે જ આવવાનો હતો... એક ફાઇલ કમ્પલેટ કરવાની છે ... તું કરી આપ ને ... " ધ્રુવ પ્રિષાને ફાઇલ આપતા કહે છે.

પ્રિષા તરત જ એ ફાઇલ તેના હાથમાંથી લઇને ફેંકી દે છે. આ જોઈ ધ્રુવ ચોંકી જાય છે . એ તરત જ પોતાની ચેરમાંથી ઉભો થાય છે. હજી ધ્રુવ બીજું કંઈ સમજે એ પહેલાં જ પ્રિષા તેનો કૉલર પકડીને તેને પોતાની નજીક લાવે છે. ધ્રુવ ને કંઈ જ સમજાતું નથી. પ્રિષાનું આ રૂપ એ સૌપ્રથમવાર જોઈ રહ્યો છે.

" ધ્રુવ ... તે મારી સાથે કેમ આવું કર્યું ? હું તને મારો બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી અને તે... તે શું કર્યું ? "
" પ્રિષા ... તું શું બોલી રહી છે ? મને કંઈ જ સમજાતું નથી... "

" અજાણ બનવાની કોશિશ ન કર ધ્રુવ... "

" પણ મને કંઈ ખબર જ નથી કે તું કઈ વાત કર રહી છે ... "

" તે મને બ્લડ નથી આપ્યું... છતાં તે ડોક્ટર અંકલ દ્વારા એમ કહેવડાવ્યું કે તે મને બ્લડ આપ્યું છે ... અને કાલે કેફે માં તારા શર્ટ પર પડેલ બ્લડ નો ડાઘ ... એ શું હતું ? "

" અરે બાબા .. મેં જ આપ્યું હતું બ્લડ... "

" એન્ડ પેલો ડાઘ .. ? "

" એ તો ત્યાં કેફેમાં પેઇન્ટ થતું હતું એનો ડાઘ લાગી ગયો હતો.. "

આ સાંભળી પ્રિષાને વધારે ગુસ્સો આવે છે. તે તરત જ ધ્રુવ ને થપ્પડ મારે છે.

" ધ્રુવ ... પ્લીઝ ... ખોટું ના બોલ ... છેલ્લીવાર પૂછું છું .. બોલવું હોય તો બોલ ... નહિ તો હું હંમેશા માટે ઇન્ડિયા પાછી જાઉં છું... "

ધ્રુવ રડમસ થઈ જાય છે. મનમાં વિચારે છે કે પ્રિષા .. તે આ શું કર્યું ...

" I'm sorry Prisha ... "

આ સાંભળી પ્રિષા પોતાની પકડ ઢીલી કરે છે. ધ્રુવ પ્રિષાને ચેર પર બેસાડે છે અને પછી ડ્રોઅરમાંથી એક ફાઇલ નીકળી પ્રિષાના હાથમાં આપે છે. પ્રિષા તે ફાઇલ ચેક કરે છે. તેની આંખોમાંથી આંસુ આવી જાય છે.

" પ્રિષા ... એ દિવસે હું તને બ્લડ આપવા માંગતો હતો પણ તે દિવસે મેં મારા બ્લડ ટેસ્ટ જોયા. તેમાં હતું કે મને બ્લડ કેન્સર છે... કાલે કેફે માં મને વોમિટિંગ થઈ હતી. એ સ્ટેઇન પણ બ્લડનો જ હતો.... જો તે દિવસે હું તને બ્લડ આપ્યું હોત તો તને પણ .... મારી પાસે ટાઈમ ઓછો ..."

ધ્રુવ આગળ હજી કંઈ બોલે એ પહેલાં જ પ્રિષા એનાં મોં પર આંગળી મુકી દે છે.

" just shut up ... "

એટલું બોલીને પ્રિષા ધ્રુવ ને હગ કરે છે. બંને ની આંખોમાં આંસુ હોય છે. થોડી વાર સુધી બંને એમ જ રહે છે. પણ બંને ઑફિસમાં છે ખ્યાલ આવતાં જ છૂટાં પડે છે.

" ધ્રુવ.. એક વાત તો કે ... "

" હા બોલ ને .. "

" ડોક્ટર અંકલે મને કેમ એમ કહ્યું કે તે મને બ્લડ આપ્યું છે ? "

" અરે ... એ... એ તો મેં જ એમને કહ્યું હતું ને એટલા માટે .. "

" હા .. પણ તે કેમ એમ કહ્યું ? "

" મેં એમને કહ્યું હતું કે આ બહુ દયાળુ રાજકુમારી છે... બહુ જ નખરાં કરશે..જો એને ખબર પડશે ને કે કોઈએ તેને બ્લડ આપ્યું તો પહેલાં તો એની બધી details કઢાવશે. પછી એના ઘરે જઈને એનો આભાર વ્યક્ત કરશે... અને આ બધામાં ભૂલી જશે કે તે બીમાર છે ... "

" બહુ ડાહ્યો હો તું ... બહુ જ .. " પ્રિષા બનાવટી ગુસ્સો કરતાં કહે છે .

" હા ... મારી મમ્મી પણ એમ જ કહે છે . "

આ સાંભળી પ્રિષા ને હસવું આવી જાય છે.

" હા .. તો ડાહ્યા .. ચલ હવે મારી સાથે.. "

" તારે હવે ક્યાં જઉં છે ? "

" તું ચલ ને હવે ... બહુ સવાલ ના કરીશ .. "

પ્રિષા ધ્રુવનો હાથ પકડીને તેને લઈ જાય છે. એને કારમાં બેસાડે છે અને પોતે ડ્રાઇવ કરે છે. પ્રિષા તેને હોસ્પિટલ લઈ જાય છે અને ડોકટરને મળીને બધી જ માહિતી લઈ લે છે અને તેની દવાઓ , ઇન્જેક્શન , રીપોર્ટસ બધું જ ચેક કરી લે છે અને બંને ઘરે આવે છે.

" ધ્રુવ.. આજ થી તું હવે ઓફિસ નહિ જાય ... તારે હવે ઘરે જ રહેવાનું છે ... અને તારું ધ્યાન રાખવાનું છે. "

" શું...? હું હવે ઓફિસ નહિ જાઉં એમ ? "

" હા ... એમ .. "

" પણ કેમ ? "

" જ્યાં સુધી તું ઠીક નહિ થાય ત્યાં સુધી તું ક્યાંય નહિ જાય ... અને હવે આગળ મારે એક વર્ડ પણ આગળ નથી સાંભળવો ... એટલે તું ચૂપ જ રે જે ... "

" હા ...મારી મા ... તમે કહો એમ બસ... "

" હા .. બસ .. "

ભાવનાબેન આ બધું સાંભળતા હતા. એ ધ્રુવ ને ઇશારાથી પૂછે છે કે પ્રિષા ને ખબર પડી ગઈ. ધ્રુવ હા પાડે છે.

" મમ્મી તું તો આને કંઇક કે ... "

" પ્રિષા બેટા .. તું જ સંભાળ હવે આને ... અમારું તો માનતો જ નથી ... "

" મમ્મી.. તું પણ ..? જાઓ .. મારે કોઈની જોડે વાત જ નથી કરવી . "

ધ્રુવ બનાવટી ગુસ્સો કરીને તેના રૂમ મા જતો રહે છે. પ્રિષા ભાવનાબેન જોડે ધ્રુવ વિશે ચર્ચા કરે છે.

હવે પ્રિષા ધ્રુવ ને ઓફિસ નથી જવા દેતી . ઓફિસ નું બધું કામ પણ પોતે કરે છે. સાથે સાથે ધ્રુવની દવાઓ , ઇન્જેક્શન, તેનું ડાયેટ બધાનું ધ્યાન રાખે છે તથા પોતાના સ્ટડી પર પણ ધ્યાન આપે છે. આ બધાથી ભાવનાબેન અને ગિરિશભાઈ બહુ ખુશ છે. તેઓ વિચારે છે કે પ્રિષાના આવ્યા પછી ધ્રુવમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. એ હવે હંમેશાં ખુશ રહેવા લાગ્યો છે. તેઓ મનોમન પ્રિષાનો આભાર વ્યક્ત કરે છે.

થોડા સમયમાં જ ધ્રુવ એકદમ ઠીક થઈ જાય છે. તેના બધા રીપોર્ટસ પણ નોર્મલ આવે છે.
સાથે સાથે પ્રિષાની સ્ટડી પણ કમ્પ્લેટ થઈ જાય છે. બધા બહુ ખુશ હોય છે.

પણ એક દિવસ પ્રિષા પાછી ઇન્ડિયા જવા માટે વિચારે છે એ પણ હંમેશાં માટે....

to be continued........

? thanks for the reading ?

- Dhruv Patel