#મિશન_મંગલ
સતત ત્રીજા વર્ષે પણ અક્ષયકુમાર ની એવી પિકચર આવી જે જોવી જ જોઈએ. પહેલાં આવી તી ટોયલેટ પછી ગોલ્ડ અને આ વખતે મિશન મંગલ વાત ભલે મંગળ પર સેટેલાઇટ મોકલવાની હતી. પણ સાથે સાથે અલગ અલગ કેટલીય વાતો જોડાયેલ હતી. આ સત્ય ઘટના પર પ્રેરિત પિકચરમાં ક્યાંય વધુ પડતું ન લાગ્યું. પિકચરના મેઈન હીરો અક્ષય નહીં મને તો વિદ્યા બાલન જ લાગી. સાથે બીજી ચાર અલગ અલગ પરિસ્થતિ લઈ ચાલનાર સ્ત્રીઓની વાત હતી. ના રિવ્યૂ ક્યારેય નથી કરતી પણ પિકચરમાં મને જે સારું લાગે તે આપને જણાવું છું. દરેક પિકચર જોવાનો મારો દ્રષ્ટિકોણ અલગ હોય છે. આ પિકચરના પહેલી અડધી કલાકમાં જ મને તો મજા આવી ગઈ. એક એવી સ્ત્રી ની વાત દેખાડવામાં આવી જે દરેક નોકરી કરતી સ્ત્રી પોતાને જોડીને જોઈ શકે. સ્ત્રી માટે નોકરી ગમે તે લેવલ પર કરતી હોય પણ તેણે તેનાં ઘરની જવાબદારી તો પહેલાં જ ઉપાડવાની. સ્ત્રી માટે નોકરી કરવી એ શોખ ગણવામાં આવે. સ્ત્રી માટે ઘર સાંભળવું બાળકો નું ધ્યાન રાખવું પહેલાં પ્રેફરન્સ માં આવે. વિદ્યા બાલને જે રીતે આવડી મોટી પોસ્ટ સંભાળી તેમ જ બાળકોના પ્રોબ્લેમ થી લઇ ઘરનાં પ્રોબ્લેમ દૂર કર્યા છતાં પોતાના કેરિયર અને સપનાને સાઈડ લાઈન કરેલ નહીં. માત્ર કમાવવા માટે કે ઘરની બહાર રહેવાય માટે કામ ન કરતાં સપના ને સાકાર કરી શકાય તેવું કામ કર્યું. ખાસ જોવા જેવું છે ઘરનાં લોકો ભૂખ્યા ન રહે તે ખ્યાલ રાખો પછી જો બાઈ ન આવે તો પાર્સલ મંગાવી દયો. જરૂર લાગે ત્યાં કામવાળી રાખો. બધો બોજો પોતાના ઉપર ન રાખતાં જરૂરી સપોર્ટ ઉભા કરો. છેલ્લા કેટલાય પિકચરમાં ડેડીકેશન , લગન અને મેહનત ની જે વાત કરવામાં આવે છે તે આ પિકચરમાં પણ જોવા મળી. હારીને બેસવા કરતાં જ્યાં સુધી જીતિયે નહી કામ કરવું દેખાડવામાં આવ્યું. નાનપણમાં સપના તો જોયા પૂરા પણ થયાં પણ પછી ભુલાય ન જાય તે જણાવાયું. દરેક સ્ત્રીની પોતાની એક વાર્તા દેખાડવામાં આવી જ્યાં તે પણ દેખાડવામાં આવ્યું કે દુનિયા ચાંદ પર પહોંચે તો પણ બાળક ન થવા માટે જવાબદાર સ્ત્રી ને જ ગણવામાં આવશે. સ્ત્રી ગમે તેટલી હોંશિયાર હોય પણ મા ન બની શકે તો તેની આવડત શૂન્ય થઇ જાય. તેમ જ છૂટાછેડામાં જવાબદાર પુરુષ હોય પણ સહન તો સ્ત્રી એ જ કરવું પડે છે. બહુ જ સરસ રીતે એક એક વસ્તુ દેખાડવામાં આવી છે અને તેમાં કયાંય એમ નથી લાગતું કે આ તો વધુ થઈ ગયું , આવું તે કંઈ બનતું હશે. ૧% નું પણ મહત્વ છે તે સુપર 30 પછી ફરી આ પિકચરમાં પણ દર્શાવાયું. અક્ષય કુમાર જે સુપર ડુપર સ્ટાર છે તેમણે આ પિકચર ની પાંચેય હિરોઈનને સપોર્ટ આપ્યો છે. આ પિકચર માં સ્ત્રીને અબલા કે સતી સાવિત્રી દેખાડવાનો વ્યર્થ પ્રયાસ નથી કર્યો , કારણ આ બધા લેબલ થી સ્ત્રીને નબળી બનાવવામાં આવે છે. અહીં તો પિકચરની એક હિરોઈન બિંદાસ સેક્સ પણ એન્જોય કરે છે. તો ડ્રિંક કરવું કે ગાળો બોલવી પણ સામાન્ય રીતે કરે છે. એક સમયે અક્ષયને લુખ્ખા તત્વો થી બચાવવા કરાટે નો ઉપયોગ પણ કરે છે. આ બધી જ વસ્તુ પિકચરને સામાન્ય પણ સર્વમાન્ય બનાવે છે. જેમને પૃથ્વી સિવાયની દુનિયામાં રસ છે તેમણે તો જોવું જોઈએ પણ એવા લોકો એ પણ જોવું જોઈએ જે સ્ત્રી ને એક નબળી વ્યક્તિ ગણે છે. એવાં વ્યક્તિઓ એ પણ જોવું જોઈએ જે કહે છે કે સ્ત્રી નોકરી પર ધ્યાન આપે તો ઘર અસ્તવ્યસ્ત થઈ જાય. એવાં લોકો એ તો ખાસ જોવું જોઈ જે સ્ત્રી ને માત્ર બાળક પેદા કરવાનું મશીન સમજે છે. એવાં પુરુષો એ જોવું જોઈ જે સ્ત્રી ઓની કંપનીમાં પોતાને અલગ જોવા લાગે છે. (#MMO)
નોંધ: હવે ઇતિહાસ માં બાબર કે અકબર ની વાતો કરતાં આવા મિશન મંગલ કે કેસરી જેવાં ચેપટર લાવવાની જરૂર છે. ક્યાં સુધી વિપ્લવ કે બીજું વિશ્વયુદ્ધ યાદ કરશું કારગીલ ના આપણા શહીદો પણ હવે નવા કોર્ષ માં ઉમેરવા જરૂરી છે.