Parma - 5 in Gujarati Women Focused by Sachin Soni books and stories PDF | પરમા...ભાગ - ૫

Featured Books
Categories
Share

પરમા...ભાગ - ૫

પરમા અંદરના રૂમમાં જઈ ઘરચોળું પહેરી બહાર આવી સ્વાગતની તૈયારી કરવા લાગે છે,
પરમા એ થાળીમાં કંકુ ચોખા ફૂલ અને એક પાણીનો લોટો ભરી થાળીમાં મૂકે છે,એટલી વારમાં બહાર એમ્બ્યુલન્સ આવે છે,


બહારનો દરવાજો દરવાજો કોઈ એ ખટખટાવ્યો એવો અવાજ આવતાં જ પરમા બોલી અરે ભાભી જો સુનિલને એ લોકો આવી ગયા લાગે છે દરવાજો ખખડયો.

પરમા દોડતી દરવાજો ખોલવા ગઈ,દરવાજો ખોલતાં સામે ભાઈને જોઈ બોલી ઉઠી ભાઈ ક્યાં છે મારો દીકરો અને વહુ ?
ભાઈ કશું બોલ્યાં વગર અંદર આવી ગયાં,પરમા ભાઈની પાછળ પાછળ દોડતી ભાઈ કંઈક તો બોલો શું થયું છે?

ત્યાં તો બહારથી ચાર જણાં સ્ટેચરમાં સુવડાવેલ સુનિલને લઈ ઘરમાં પ્રવેશ કરે છે,
પરમા ચીસો નાખતી અરે ભાઈ આ શું જો તો ખરા મારાં સુનિલને શું થયું ભાઈ?
સુનિલની બોડીને સ્ટેચર સાથે જમીન પર મુકવામાં આવે છે,
પરમા ત્યાં બેસી સુનિલના ચેહરા પર હાથ ફેરવતી મારાં દીકરા જાગ તું , શું થયું તને?
મેં તને કહ્યું હતુંને બાઈક તું ન ચલાવતો ન માન્યોને તું મારી વાત,
આવાં કંઈક દીકરા પાસે કાલાવાલા કરતી પરમા,અંતે આ બધું ભાઈથી જોવાયું નહીં અને એમને મરણ પોક મૂકી છતાં પરમા
સમજી નહીં બસ એતો દીકરાને જગાડવાની લાખ કોશિશ કરતી.

અંતે ભાઈ થી રહેવાયું નહીં એ પરમાના ખોળામાં માથું નાખી મોટે સાદે રડતાં રડતાં બોલ્યો પરમા આપણો દીકરો સુનિલ આપણને નોંધારા મૂકી ચાલ્યો ગયો,
સુનિલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી પરમા,
ભગવાન આપણાથી રુઠયો બહેન,સુનિલ આપણી વચ્ચે નથી રહ્યો તું ભાનમાં આવ જો તારો દીકરો મરણ પથારી એ પડ્યો છે.

પરમા ભાઈના શબ્દો સાંભળી એમને પણ મરણ પોક મૂકી
દીકરા સુનિલની છાતી એ માથા પછાડવા લાગી અને સાથે
આભનું પણ કાળજું કમ્પી ઉઠે એવાં મરશિયા ગાવા લાગી
ભાઈ ભાભી એ પરમાને બહુ રોકવાના પ્રયાસ કર્યો પણ
પરમા એટલું રડી કે જાણે પરમા સાથે ઝાડ પાન પણ રડવા લાગ્યા હશે,આખા ઘરમાં પરમાનો રડવાનો એકનો જ અવાજ આવતો હતો,આખી સોસાયટીના માણસો પરમાના ઘરે એકઠા થઈ ગયા હતા,આખી સોસાયટી માતમમાં હતી.

ઘરે લગ્નમાં આવેલા મહેમાનો પણ હવે ઘરે આવી ગયાં તેમાંથી
કોઈ મોટી ઉંમરની વ્યક્તિ બોલી પરમાને હવે રૂમમાં કોઈ લઈ જાવ હવે દીકરાની અંતિમવિધિ કરવાનો સમય આવી ગયો છે,
પરમાની ભાભીએ પરમાનો હાથ પકડી બોલ્યાં બહેન અંદર ચાલો હવે જોવો સુનિલની અંતિમ વિધિ કરવાનો સમય આવી ગયો છે.

પરમા ના ભાભી તમે પણ મારી સાથે બેસો આજ મારા દીકરાની અંતિમ ઈચ્છા હજુ પુરી કરવી છે આજે સુનિલની બે મા એટલે કે હું અને તમે આપણા દીકરાને તૈયાર કરશું,
દીકરા સુનિલને નવડાવી, મરશિયા ગાતાં ગાતાં પીઠી ચોળી લગ્નમાં સૂટ પહેરવાનું હતું એ શૂટ પહેરાવી કપાળે કંકુ ચોખાનો ચાંદલો કરી, હાથની બાજુમાં મોતીનું નાળિયેર આપી સુનિલને
વરરાજાની માફક તૈયાર કરી દીકરાને વ્હાલથી ગાલે એક બુચી ભરી ફરી હૈયાફાટ રુદન સાથે છાતી કૂટતી પરમાની આ હાલત જોઈ સ્વર્ગલોક માં બેઠેલો ઈશ્વર પણ રડ્યો હશે...

ખરેખર આ અંતિમ પાર્ટ લખતા મારા હાથ પણ કાપતાં હતા અને આંખમાં આંસુ પણ આવી ગયા,કારણ કે આ કોઈ સ્ટોરી નથી આ વાત સત્ય ઘટના પર આધારીત હતી મેં મારી રીતે શબ્દોમાં ઉતારી છે.

આજે પણ પરમા જીવે છે માત્ર એમના નાના દીકરા અનિલ માટે,ખરેખર આવી મહાન સ્ત્રીઓને વંદન છે ખરેખર ભગવાન દુઃખ આપે છે તો સાથે એમને સહન કરવાની શક્તિ પણ સાથે આપે છે..

મારી વાર્તાને વાંચી પ્રતિસાદ આપ્યો એ બદલ હું આભારી છુ...