dear sister in Gujarati Short Stories by VARUN S. PATEL books and stories PDF | ડિયર સિસ્ટર

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ડિયર સિસ્ટર


સાહેબ આ નાનકડી વાર્તા લખવા પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે જે વ્યક્તિને સગી બહેન ન હોવાનો અફસોસ હશે તેને આજ પછી કદાચ એ એફસોસ નહીં રહે.
સગી બહેન કોને કહેવાય બસ મારે એજ આ નાના પ્રસંગ દ્વારા સાબિત કરવુ છે.
એક પિતા અને તેમનો એકનો એક ૧૬ વર્ષનો પુત્ર બંને રક્ષા બંધનના દિવસે સાંજે તેમના ગામના તળાવના કાઠે બેઠા હતા અને બંને વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો.
પપ્પા આ રાખડી, બહેન આ બધી જે પ્રથા છે તે તો સમજાય પરંતુ બેનની વ્યાખ્યા શું. તમારા મતે બહેન એટલે શુ...પુત્રએ સવાલ કરતા પિતાને કહ્યું.
બેટા દુનિયામાં એવા ઘણા બધા સબંધો છે જેમની કોઈ જ વ્યાખ્યા ના આપી શકાય. જેમકે માં નો સબંધ. એવી જ રીતે બહેનનો પણ સબંધ એવો જ છે કે જેને એક વ્યાખ્યા મા ન વર્ણવી શકાય. છતા હુ બહેન વિશે થોડુ કહુ તો જેને મોટી બહેન હોય એ વ્યક્તિ ખુબ જ ભાગ્યશાળી હોય છે કેમકે એ વ્યક્તિને બે માતાનો પ્રેમ પ્રાપ્ત થતો હોય છે. એક માતા દ્વારા અને બિજો મોટી બહેન દ્વારા. બહેન દિકરા એ દરીયો છે જેના પ્રેમરૂપી પાણીમાં ડુબીને વ્યક્તિ જીવતા શીખી જાય છે. બહેનનુ કોઈ વર્ણન ન હોય. જે વ્યક્તિને બહેન નથીને એ મારા ખ્યાલથી દુનિયાનો એવો ગરીબ વ્યક્તિ છે કે તેની પાસે ગમે તેટલા રૂપિયા આવી જાય પરંતુ છતાંય તે ગરીબનો ગરીબ જ રહે...પિતાએ દિકરાને સમજાવતા કહ્યુ.
મતલબ હુ પણ એવો જ ગરીબ છુ...પુત્રએ કહ્યું.
કેમ તે તો રાખડી બાંધી છે મતલબ તારે તો બહેન છે તો તુ કઈ રીતે ગરીબ કહેવાય...પિતાએ સામે પ્રશ્ન કરતા કહ્યું.
તમે નહીં સમજો પપ્પા આ તો ફૈની છોકરીએ બાંધી છે ને બાકી મારે ક્યા સગી બહેન છે...પુત્રએ જવાબમાં કહ્યું.
બેટા એને પણ સગી બહેન જ કહેવાય...પિતાએ કહ્યું.
તમે નહીં સમજી શકો પપ્પા. લોહીનો સંબંધ હોયને એને જ સગી બહેન કહેવાય. બાકી એમતો કેટલી બહેનો હોય...પુત્ર પોતાનો જવાબ આપી ત્યાથી ઉભો થઈને જતો રહે છે.
પુત્રના ગયા બાદ પિતા મનમાં જ કહે છે.
બેટા સગી બહેન એને જ ન કહેવાય જેની સાથે લોહીનો સંબંધ હોય ખેર તને હુ નહીં સમજાવી શકુ કદાચ સમય જ તને સમજાવશે કે સગી બહેન કોને કહેવાય... પિતાએ મનમાં જ કહ્યું .
(પિતાનુ નામ મનસુખ ભાઈ. પુત્રનુ નામ મયુર )
આમ રક્ષા બંધનનો દિવસ પુર્ણ થાય છે. ૧૦ વર્ષનો સમયગાળો વિતે છે. મયુરને જીવનમાં ખુબજ મોટો દોડવીર થવુ હતુ અને એટલે જ એ દરેક સ્પર્ધામાં ફોર્મ ભરતો અને ભાગ લેતો આમ કરતા કરતા એ છેક દેશલેવલ સુધી પહોંચી ગયો. ત્યારબાદ તે વિદેશમાં થનારી વિશ્વસ્પર્ધામાં ભારત તરફથી સિલેક્ટ થયો. ટુક જ સમયમાં મયુર ભારત દેશને વિશ્વસ્પર્ધામાં રિ-પ્રેઝેન્ટ કરવાનો હતો. મયુર ખુબ જ ખુશ હતો. તેનુ એક જ સ્વપ્ન હતુ કે તે એકવાર દેશને આ દોડમા મેડલ અપાવી દે અને પછી શાંતીથી નોકરી કરીને ગર્વથી જીવન જીવવુ. પરંતુ ખબર નહીં કેમ કુદરતને તો કઈક બીજુ જ મંજુર હતો.
બપોરનો સમય થાય છે એટલે તેને પેટની અંદર કિડનીનો દુખાવો ઊપડે છે. મયુરની દોડના ફક્ત ત્રણ જ મહિના બચ્યા હતા. મયુરને તાત્કાલિક દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવે છે. મયુરના પિતા અને દરેક સગાવાલા જેમ કે તેના ફૈબા, ફૈબાની દિકરી, મામા-મામી દવાખાને આવી પહોંચ્યા હતા. ઓપરેશન થિયેટરમાં મયુરનો ઈલાજ ચાલી રહ્યો હતો અને બહાર બધા ખુબ જ ચિંતામાં હતા કે મયુરને કોઈ મોટી બીમારી ના હોય. ઓપરેશન થિયેટરની લાલા લાઈટ બંદ થતા જ બહાર ઉભેલા તેના પિતાના ધબકારા ડબલ સ્પિડમાં ચાલવા માંડ્યા. ડોક્ટર બહાર આવે છે.
શુ થયુ છે મારા દિકરાને ડોક્ટર...મનસુખ ભાઈએ ડોક્ટરને પુછ્યું.
આઈ એમ સોરી પરંતુ એની એક કિડની ફેલ થઈ ગઈ છે. કદાચ આ તેમના નાનપણથી જરૂરીયાત કરતા વધારે દોડવાને કારણે જ થયુ છે અને હા તેમને એક કિડનીથી જીવન જીવવામાં કોઈ તકલીફ નહીં પડે પરંતુ વિશ્વસ્પર્ધામાં તેમના માટે દોડવુ એટલે ૯૯% મોતને આમંત્રણ દેવા જેવુ થશે...ડોક્ટરે મયુરના પિતાને કહ્યું.
પરંતુ ડોક્ટર સાહેબ આ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવાનુ તેનુ સ્વપ્ન છે અને જો તેને ખબર પડશે કે હવે તે હવે દેશ માટે નહીં દોડી શકે તો એ આમ પણ મોત જેવી જ જીંદગી જીવવા લાગશે તો પ્લીઝ ડોક્ટર મારી તમને હાથ જોડીને વિનંતી છે કંઈક તો એવો રસ્તો કાઢો કે જેથી એ દેશ માટે દોડી શકે અને દેશને ગોલ્ડ મેડલ જીતાડીને પોતાનુ સ્વપ્ન પુરૂ કરી શકે. કોઈ રસ્તો કાઢો પ્લીઝ ડોક્ટર સાહેબ... મનસુખ ભાઈએ કહ્યું.
એક રસ્તો છે તમારે તમારી એક કિડની મયુરને આપવી પડશે...ડોક્ટરે મનસુખભાઈને કહ્યું.
ઠિક છે ડોક્ટર હુ તૈયાર છુ જરૂર પડે તો મારી બંને કિડની લઈ લો પરંતુ તે દેશ માટે દોડવો જોઈએ... મનસુખભાઈએ કહ્યું.
આમ પિતા અને પુત્ર બંનેનો દેશ પ્રેમ જોઈને કિડની બદલાવવા માટે થતી પ્રક્રિયાની શરૂઆત થઈ. કિડની બદલાવવામાં જેટલો સમય લાગે તેટલા સમય બાદ. બેભાન અવસ્થામાં સુતેલા મયુરની સમય જતા આખ ખુલે છે. આખ ખુલતાજ તેને સૌપ્રથમ તેના પિતાનો ચહેરો નજરે આવે છે. તેના પિતા તેની પાસે બેઠા હતા. મયુર પથારી પરથી ઉભો થવા જાય છે પરંતુ તેના પિતા તેને સુવાનુ જ કહે છે.
બેટા સુતો જ રે તારી તબિયત હજુ નાજુક છે...પિતાએ દિકરાને વહાલ કરતા કહ્યુ.
પપ્પા મને શુ થયુ છે. હુ જલ્દી સાજો તો થઈ જઈશને. મારે સ્પર્ધામાં ભાગ લેવાનો છે. અને મમ્મી ક્યા છે... ગભરાયા બાદ માણસ જેમ બોખલાઈને બોલતો હોય તેમ મયુર બોલવા લાગ્યો.
શાંત દિકરા તુ એકદમ ઠિક છે તને કશુ જ નથી થયુ અને તારી મમ્મી ઘરેથી તારા માટે જમવાનુ લેવા ગઈ છે... મનસુખભાઈએ કહ્યું.
પપ્પા જે હોય તે કંઈ દો મારાથી જુઠ ના બોલો...મયુરે કહ્યુ.
બેટા તારી એક કિડની ખરાબ થઇ ગઇ હતી એટલે ડોક્ટરે તારા અંદર બીજી કિડની ફિટ કરી છે. તુ ચિંતા ના કર ડોક્ટરે કહ્યું છે કે તુ જરૂરથી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે...પિતાએ કહ્યું.
પરંતુ મને કિડની કોણે આપી. તમે આપીને પપ્પા. મારા માટે તમે તમારૂ શરીર ખોખરૂ કરી નાખ્યું...મયુરે પિતાને કહ્યું.
ના બેટા તારા પિતાના ભાગ્યમાં તને બચાવવા માટે હુ મારી કિડની આપી શકુ તેવુ સૌભાગ્ય જ નથી. કેમકે મારી અને તારી મમ્મીની કિડની તારા DNA સાથે મેચ જ ન થઈ... મનસુખભાઈએ કહ્યું.
તો મમ્મીએ પણ નથી આપી...મયુરે ફરી સવાલ કરતા પોતાના પિતાને કહ્યું.
ના દિકરા તને કિડની તારી એ ફૈની દિકરી બહેને આપી જેને તુ નાનો હતો ત્યારે એમ કહેતો હતો કે લોહીનો સંબંધ હોય તેને જ સગી બહેન કહેવાય પરંતુ મારૂ જે માનવુ હતુ કે સગી બહેન એને ના કહેવાય કે જેની સાથે ફક્ત લોહીનો જ સબંધ હોય પરંતુ સગી બહેન એને કહેવાય કે જેની સાથે દિલના તાર જોડેલા હોય. આજે તુ તારી એ બહેનના કારણે જ તારા દરેક સ્વપ્નાઓ પુર્ણ કરી શકીશ કે જે બહેનને તારી સાથે લોહીનો તો સબંધ નથી પરંતુ એને તને કિડની આપીને દિલનો સબંધ ખુબજ મજબુત છે તે જરૂર સાબિત કરી દિધુ છે. દિકરા આ તારી ખરેખર સગી બહેન છે કેમકે તેના લગ્નમાં મોટી સમસ્યા આવી શકે છે એક કિડનીના કારણે છતા એને તારૂ સ્વપ્ન પૂર્ણ કરવા માટે પોતાના મમ્મી પપ્પા સાથે ઝગડીને તને કિડની આપી અને પોતાની જીંદગી દાવ પર લગાવી દીધી. હવે તુ જ નક્કી કરજે દિકરા કે તારે સગી બહેન છે કે નહીં...આટલુ કહી મનસુખ ભાઈ આખમાં આવેલ આસુ સાથે ત્યાથી ઉભા થઈને જતા રહે છે.
મયુરની પણ આખમા બહેનના આ બલિદાનથી આસુ સરી પડે છે.
થોડો સમય વિતે છે. વિશ્વસ્પર્ધાનો દિવસ આવે છે. આજે રક્ષાબંધન પણ હતુ અને આ વખતે પોતાની સગી બહેન એટલે કે પોતાની ફૈની દિકરી પાસે મયુર રાખડી બંધાવે છે અને પછી સમય થતા મયુર પોતાના દેશ માટે દોડવાની શરૂઆત કરે છે. બહેનનો સાથ હતો. તમે હોશિયાર જ છો તમને ખબર જ છે કે આ સ્પર્ધાનુ પરિણામ શુ આવ્યુ હશે.
સાહેબ આ વાત દ્વારા હુ જે સાબિત કરવા માગતો હતો તેના માટે મે પુરતો પ્રયાસ કર્યો છે. મારે પણ લોહિના સબંધથી સગી બહેન નથી પરંતુ દિલના સબંધથી જરૂર એક સગી બહેન છે જે મને સગી કરતા પણ ખુબ વહાલી છે. તો જેને પણ લોહિના સબંધથી સગી બહેન નથી તેને હતાસ થવાની જરા પણ જરૂર નથી કેમ કે સગી બહેન હંમેશા દિલના સબંધથી હોય લોહિના સબંધથી નહીં. આ નાનકડી વાત હતી જો તમને ગમી હોય અને સમજાણી હોય તો જરૂર પોતાના દોસ્તો અને ખાસ પોતાની બહેન સાથે શેર કરજો.

I જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
I LOVE YOU MY DEAR ♥ OF SISTERS
BY:- VARUN SHANTILAL PATEL.