Junu Ghar - 6 in Gujarati Horror Stories by Divyesh Labkamana books and stories PDF | જૂનું ઘર - ભાગ ૬

Featured Books
Categories
Share

જૂનું ઘર - ભાગ ૬



દોસ્તો આગલા ભાગમાં ખૂબ સારો સપોર્ટ કરવા માટે ધન્યવાદ

*********************

આગલા ભાગમાં જોયું કે અમે બધા દાદા અમૃત પાસે જઈએ છીએ અને તે અમને કંઈ કહેવાના હોય છે

હવે આગળ........


*******************


"દાદા શું થયું કેમ ગભરાઇ રહ્યા છો"મેં પાછળ તરફ જોતાં કહ્યું

અને પાછળ જોવાનું કારણ પણ હતુ જુના ઘર થી એટલા બધા ગભરાઈ ગયા હતા કે પાછળ પોતાની રીતે જોવાઈ જતું હતું

દાદાએ કહ્યું"જ્યાં સુધી મેં મારા દાદા પાસેથી સાંભળ્યું છે કે જ્યારે તમારું આ ગામ રજવાડું હતું ત્યારે માળીનું કામ કરતા હતા અને આ તમારું ગામ‌ ખૂબ સમૃદ્ધ અને એક રાજધાની હતું હવે એક દિવસ એક જાદુગર અહીંયા આવ્યો અને તેને આ ઘર બનાવ્યું અને થોડા સમય બાદ તે રાજા ને કહેવા લાગ્યો કે આ રાજધાની તેની છે અને તેના પર પોતાનો અધિકાર છે આ સાંભળી રાજાએ હસીને કાઢી નાખ્યુ પરંતુ તે કહેવા લાગ્યો કે આ રાજ્ય પર રાજા જેટલો જ તેનો અધિકાર છે કારણકે તે રાજાનો ભાઈ હોવાનો દાવો કરતો હતો પરંતુ રાજાને એવું કહેવામાં આવેલું કે તેનો નાનો ભાઈ જ્યારે જનમ્યો તેના ત્રણ દિવસ બાદ જ એક યુદ્ધ દરમિયાન બીજું રાજ્ય તેને લઈ ગયા હતા અને તે રાજ્યને પૂછવા પર એવું કહેવામાં આવેલ કે ના તે રાજકુમાર અમારી પાસે નથી પરંતુ રાજાને એમ થયું કે આ જાદુગર મારો ભાઈ કેવી રીતે હોઈ શકે તે જરૂર જુઠુ બોલે છે રાજ્ય માટે ખરાબ વિચાર આવ્યો આથી તેમને જેલમાં પુરવામાં આવ્યા અને તે જાદુગર ને તે અપમાનજનક લાગ્યું આથી તે રાજાની રાજકુમારીને પોતાના જાદુ થી નુકસાન પહોંચાડવાની કોશિશ કરી આથી રાજાએ તેને તેના જ ઘરમાં ફાંસીની સજા આપી દીધી આથી લોકો એવું કહે છે કે તેની આત્મા આ પુરા ગામને ખાલી કરવા માગે છે અને તેમને ગાયબ કરી એક બીજી જ દુનિયામાં લઈ જાય છે હવે આથી આગળ મને બીજી કાંઈ ખબર નથી"

આ બધું દાદા એક જ શ્વાસે બોલી ગઇ

કવિતાએ કહ્યું"પણ તે બધા તો રાત્રે પાછા આવી ગયા હતા"

દાદાએ કહ્યું"બેટા હવે મને બીજી કાંઈ ખબર નથી‌ એનું રહસ્ય તો અહીં થી સો કિલોમીટર દૂર એક તપસ્વી છે તે જાણે છે અને તમારે ત્યાં જવું પડશે"

મેં કહ્યું"દાદા તે ક્યાં રહે છે તમે અમને કહી શકો"

દાદા અંદર ગયા અને પોતાના જૂના સંદૂક માંથી એક ખૂબ જ જૂનો કાગળ કાઢ્યો અને મારી તરફ આવ્યા અને કહેવા લાગ્યા"લે બેટા આ કાગળ માં ત્યાં સુધી નો નકશો છે તેમને મને સમજાવતા કહ્યું અને કહેવા લાગ્યા તે ફક્ત અમાસના દિવસે તમને મળશે"

મેં કહ્યું"પણ દાદા અમાસ ને તો હજી ત્રણ દિવસની વાર છે લગભગ... "મને ખાસ ખબર નહોતી

દાદાએ કહ્યું"પણ બેટા તે તપસ્યા માં હોય છે આથી ફક્ત અમાસના દિવસે પોતાની આંખો ખોલે છે"

મેં કહ્યું"દાદા કંઈ વાંધો નહીં કંઈક કરી લઈશું"

અમે બધા ઘર તરફ ચાલતા થઈ ગયા

અને જમીને પછી તપસ્વી પાસે કઈ રીતે જવું તેની પ્લાનિંગ કરવા લાગ્યા

કવિતા એ કહ્યું"મને લાગે છે કે તે તપસ્વી આપણને કોઈ રસ્તો જરૂર બતાવશે"

હાર્દિકે કહ્યું"હા પણ, સવારે જઈને સાંજે પાછુ આવવું ખૂબ મુશ્કેલ છે અને સાંજે બધા પાછા આવશે તો આપણને ન જોતા ખૂબ પરેશાન થઈ જશે અને આપણે સાચુ પણ નહીં કહી શકીએ"

"કંઈક વિચારી લઈએ"સહદેવે કહ્યું

"આપણે પિકનિક પર જવું છે એવું કહી દઈએ તો કેવું રહેશે"માનવે કહ્યું

બધાને તેનો વિચાર સારો લાગ્યો

આથી બસ હવે છ વાગવાની રાહ જોતા હતા જેથી બધાને કહી શકીએ અમે પિકનિક પર જવાના છીએ

છ વાગી ગયા પણ દાદી ન આવ્યા એટલે થોડી વાર વધારે રાહ જોઈ
સાત વાગ્યા અંદરથી દાદી નો અવાજ આવ્યો
"એલા છોકરાઓ ક્યાં છો"

મેં કહ્યું"દાદી અંદરના રૂમમાં છીએ અહીંયા આવો કામ છે"

દાદી અંદર આવીને બોલ્યા"શું થયું કેમ પરેશાન છો"

મેં કહ્યું"ના દાદી એવું કાંઈ નથી અમારે ચાર-પાંચ દિવસ માટે પિકનિક પર જવું છે તો જઈ શકીએ"

દાદીએ કહ્યું"ક્યાં જવાનું છે"

મેં કહ્યું"અહીંથી સો કિલોમીટર દૂર એક સરસ જગ્યા છે ત્યાં જવાનું છે અને ત્યાંથી અમારા બીજા મિત્રો પણ આવે છે"

દાદીએ કહ્યું"ક્યારે જવાનું છે ??"

કવિતાએ કહ્યું"કાલે સવારે સાડા પાંચે નીકળવાનું છે"

દાદીએ કહ્યું"એટલુ બધું વહેલું કેમ ?"

મેં કહ્યું"દાદી પછી તડકો વધી જાય તો ઉનાળાના દિવસોમાં ખૂબ ગરમી થાય એટલે વહેલા જવાના છીએ અને રસ્તામાં એક ભાઈબંધ છે તેના ઘરે જમવાનું છે બાકી સુકો નાસ્તો સવારમાં બનાવી દેશો?"

દાદીએ કહ્યું"કાંઈ વાંધો નહિ બેટા તમારા બધાનો નાસ્તો હું બનાવી દઈશ પરંતુ અત્યારે વહેલા સુઈ જજો સવારે જાગવાનું છે મોડે સુધી ઉજાગરો ન કરતા ચાલો જમવાનું બનાવી દઉં છું"

મેં કહ્યું"હા દાદી જમીને સૂઈ જઈશું

થોડી વાર અમે વાતો કરી પછી જમીને તરત સૂઈ ગયા


******************************
સવારમાં મારી આંખ ખૂલી ગઈ મેં ઘડિયાળમાં જોયું સવા પાંચ થયા હતા મને થયું દાદીએ જગાડ્યા કેમ 5:30 વાગે નીકળવાનું કહ્યું હતું

મેં ફટોફટ બધાને જગાડયા અને દાદી ને ગોતવા લાગ્યા પરંતુ દાદી ક્યાંય ન હતા એટલે આજુબાજુ જોયું તો પાડોશી પણ ન હતા

મેં કહ્યું " ચાલો નાઈ ધોઈને વાત કરીએ આ તો રોજનું થયું"

**************************
નાસ્તો કર્યા બાદ અમે એક રૂમમાં ભેગા થયા

મેં કહ્યું"દાદી કાલ રાત્રે પણ મોડા આવ્યા હતા છ વાગ્યા કરતા મોડા લગભગ સાત વાગી ગયા હતા અને આજે વહેલા ગાયબ થઇ ગયા"

કવિતા એ કહ્યું"ભઈલા દાદી નાસ્તો બનાવીને ગયા છે આ જુઓ"

મેં કહ્યું "કંઈ વાંધો નહીં આપણે પણ નીકળી જવું જોઈએ એમ પણ દાદી ને તો કહી જ દીધું છે"

પછી અમે ત્રણ થેલા તૈયાર કર્યા
પહેલા થયેલા નાસ્તો કર્યો બીજા થેલા અમારા કપડાં વગેરે અને ત્રીજા થેલામા ચપ્પુ, દોરડું, મીણબત્તી, ત્રણ ચાર બાકસ, દીવો ટોર્ચ, અને બીજી ઘણી વસ્તુ પછી અમે નીકળી ગયા

માનવ હાર્દિક શિવ બધા તો મસ્તી કરી રહ્યા હતા ફક્ત હું અને સહદેવ તે તપસ્વી વિશે વાત કરી રહ્યા હતા"

મારા હાથમાં તે દાદા દ્વારા આપવામાં આવેલો નકશો હતો

હું અને સહદેવ આગળ ચાલતા હતા અને બધા અમારી પાછળ આવી રહ્યા હતા

*************
ત્રણ કલાક પછી.......

હવે અમે ગામથી ખૂબ દૂર આવી ગયા હતા
પછી મને થયું કે કોઈ વાહન કરી લઈએ કારણકે હવે કોઈ આપણને ઓળખવાનું નથી

કવિતા કહેવા લાગી"સારુ આ શ્રાપ ફક્ત આપણા ગામમાં જ છે બધા ગાયબ થઇ ગયા હોત તો શું કરત"

સહદેવે કહ્યું"દિવ્યેશ આપણા ગામમાં કોઈ મહેમાન આવે તો તેનું શું થતું હશે"

મેં કહ્યું"હવે એ બધા પ્રશ્નોનો જવાબ તો તે તપસ્વી જ આપશે"

પરંતુ તે દાદાએ જે નકશો આપ્યો હતો તે કોઈ જંગલ અંદર ગુફા નો હતો આથી અમે બસમાં જઈએ તો પણ છેક અંદર સુધી ન જાય એટલે થોડુ તો ચાલવુ જ રહ્યું

પછી અમે એક બસ પકડી લીધી

અમે થોડા ઘણા પૈસા તો સાથે લાવ્યા હતા

વધુ આવતા અંશે.......

હું આશા રાખું છું કે તમે લોકો ખૂબ સારું રેટિંગ અને પ્રતિભાવ આપી મને આગલા ભાગ માટે ઉત્સાહિત કરશો

ધન્યવાદ