Tran Mitro ni addbhut dastan - 1 in Gujarati Adventure Stories by Jayu Tarpara books and stories PDF | ત્રણ મિત્રો ની અદભૂત દાસ્તાન - 3 idiots - 1

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ત્રણ મિત્રો ની અદભૂત દાસ્તાન - 3 idiots - 1

3 idiots




‌ આજ નો દિવસ એટલે ખૂબ જ મહત્વ નો દિવસ આજે અમારી કંપની ના ચેર મેન પહેલી વાર એમને દર્શન આપવાના હતા છેલ્લા 6 વર્ષ થી અમારી કંપની ચાલે છે પરંતુ હજી સુધી કોઈ એ અમારી કંપની ના ચેરમેન ને જોયા જ નથી આજે એક તહેવાર ની જેમ અોડીટોરિયમ માં અમારી કંપની ના એમ્પ્લોય ભેગા થયા હતા બધા ને ચેરમેન ને જોવા ની ઈચ્છા હતી ચેરમેન માટે કેટલી ગિફ્ટ સ્ટેજ પર રાખવા માં આવી હતી આજ નો દિવસ ખૂબ જ રળિયામણો દિવસ હતો .
‌ ઘડિયાળ માં જોયું તો નવ ની માથે પાચ થઈ હતી જોત જોતા માં એનનોઉન્સમેન્ટ થયું કે ચેરમેન સાહેબ થોડી જ વાર માં તમારી સમક્ષ રજૂ થાસે નવ ને ત્રીસ મિનિટ.

‌ નવ ને પિસ્તાલીસ થઈ ગઈ પરંતુ હજી સુધી કોઈ પણ આવ્યું ના હતું એટલે અોડીટોરિયમ માં હવે ઘોંઘાટ ચાલુ થઇ ગયો હતો હવે આ બધી ચેરમેન ના સ્વાગત ની તૈયારી માટે પ્રશાંતભાઈ ને રાખવા માં આવેલા હતા એટલે હવે એને કૈંક કરવું જ પડે એટલે એને સ્પીચ માટે પાંખી ને કહ્યું

‌પ્રશાંતભાઈ (organizer) :- તું ચેરમેન ના સ્વાગત માટે જે ડાંસ નો પ્રોગ્રામ છે તે અત્યારે ચાલુ કરી દે નહિતર આ બધો કકળાટ જીવ લઈ લેશે.

પાંખી :- પણ સર ચેરમેન સાહેબ આવશે ત્યારે ?

પ્રશાંતભાઈ :- ત્યાર નું ત્યારે જોયું જાસે અત્યારે ચાલુ કર .

પાંખી :- ઓકે સર..

પાંખી એ સ્ટેગ પર જઈ ને માઇક માં કહ્યું સર ને થોડું લેટ થશે ત્યાં સુધી માં તમે આ નાના ભૂલકા ઓ માં ડાંસ ને એન્જોય કરો.

સ્ટેજ પર ભૂલકા ઓ નો ડાંસ શરૂ થઈ જાય છે અનેઅોડીટોરિયમ પાછી શાંતિ છવાઈ જાય છે બધા ડાંસ જોવા તત્પર થઈ જાય છે , પણ પ્રશાંતભાઇ એ વિચારે છે કે અત્યારે થોડા સમય માટે તો મે આ બધા ને શાંત કરી દીધા પરંતુ પછી કારણકે પ્રશાંત ભાઇ એ પહેલા જ્યારે ફોન કર્યો હોય છે ત્યારે એમને એવી જાણ થાય છે સર એરપોર્ટ પર થી નીકળી ગયા છે અને હવે ચેરમેન સાહેબ નો ફોન લાગતો નથી.

એટલા માં પાંખી બોલે છે પ્રશાંત સર ચેરમેન સાહેબ ને એક કોલ તો કરો..

પ્રશાંતભાઈ :- પાંખી મે કોલ કર્યો પરંતુ ફોન switch-off આવે છે.

એટલા માં ડાંસ નો કાર્યક્રમ પૂરો થઈ જાય છે , અને ધીરે ધીરે અોડીટોરિયમ માં ઘોંઘાટ થવા નું ચાલુ થઈ જાય છે

પાંખી :- સર હવે ?

પ્રશાંત ભાઈ (organizer) :- પાંખી તું એક કામ કર મે સવારે જોયુ હતું કે સર ની બધી ગિફ્ટ માં ઘણી બુક્સ હતી એમાંથી કોઈ સારી ગોતી ને સ્ટેજ પર સ્પીચ ચાલુ કરી દે.

(અોડીટોરિયમ માં બેઠેલા તમામ લોકો વિચારે છે હવે તો ઘડિયાળ નો કાંટો દસ ને ત્રીસ એ પહોંચ્યો કેમ ચેર મેન સાહેબ આવ્યા નહિ હોય ? શું થયું હસે ? )

પાંખી સ્ટેજ પર આવી જે કહું good news આપણા ચેરમેન સાહેબ on the way Che થોડીક વાર માં આવી જશે , let's enjoy for this song
Song ચાલુ કરી જ્યાં બધી ગિફ્ટ પડી હતી ત્યાં ગઈ...

ગિફ્ટ જોતી હતી પરંતુ તેને એક પણ પુસ્તક ગમતું ન હતું છેલ્લે ખૂણા માં એક પુસ્તક પડ્યું હતું તે જોયું એને કેટલું સાદગી ભર્યું પુસ્તક હતું જોતા જ ગમી જાય એવું લાગે કે માત્ર ચેરમેન સાહેબ માટે જ છે .

જેવું તેને પુસ્તક હાથ માં લીધું કે સામે બેઠેલા એક વ્યક્તિ ની નજર ત્યાં ગઈ અને એ બોલ્યો આને એ પુસ્તક કેમ હાથ માં લીધું આ વ્યક્તિ નું નામ જય હતું , જય ના બોલવાથી એની પાસે બેઠેલા બંને વ્યક્તિ પણ ડરી ગયા પુસ્તક નું નામ હતું ' સત્ય વિરુદ્ધ ના પ્રયોગ ' જય ની બાજુ માં બેઠેલા બે વ્યક્તિ એટલે હર્ષ અને જયદીપ .

અને આ ત્રણ એટલે બીજું કોઈ નઈ પરંતુ કંપનીના મેનેજિંગ ડાયરેકટર અને આ ત્રણેય જ એ પુસ્તક લખ્યું હતું , પાંખી એ પુસ્તક લઈ ને સ્ટેજ તરફ જતી હતી કે તરત અવાજ આવ્યો

જય :- આ પુસ્તક ચેરમેન સાહેબ માટે છે તમે આમ કેમ એને ખોલી શકો એ પુસ્તક ને તમે એમ કોઈ
બીજા ની ભેટ ને ના ખોલી શકો .

( પાંખી એ ઊંડો શ્વાસ લઈ ને કીધું ઠીક છે પરંતુ પ્રશાંતભાઈ એ કીધું કે ચેરમેન સાહેબ ના કોઈ સમચાર નથી આવ્યા એટલે ના છૂટકે એને પુસ્તક લઈ ને સ્ટેજ તરફ જવું પડ્યું )

જયલો જેવી પાંખી ને સ્ટેજ તરફ આવતા જોઈ અને પુસ્તક તેના હાથ માં જ હતું એ ત્રણેય પાછા ડરી ગયા .

પાંખી એ કહ્યું કે ચેરમનેં સાહેબ ને અજુ થોડી વાર લાગશે ત્યાં સુધી આ પુસ્તક ની શરૂવાત કરું જે માત્ર ચેરમેન સાહેબ માટે આપણી કંપની ના મેનેજિંગ ડાયરેકટર એવા જય સર,હર્ષ આર અને જયદીપ સર એ લખ્યું છે આ સાંભળતાની સાથે જ જય આગળ કૂદકો મારી થઈ સ્ટેજ તરફ ગયો અને પાંખી ના હાથ માથી પુસ્તક છીનવી લીધું.

હવે લોકો ને ચેરમેન સાહેબ ના આવવા ની ઉત્સુકતા નોતી એટલી ઉત્સુકતા આ પુસ્તક માં ખરેખર છે શું એ જાણવાની હતી , અને પબ્લિક એ ઘોંઘાટ ચાલુ કર્યો કે તમે હવે એ પુસ્તક વાંચો જ પરંતુ જય એક નો બે ના થાય ના એટલે ના છેવટે તે ની ઈચ્છા ના હોવા છતાં પાંખી ને પુસ્તક પાછું આવવું પડતું કારણકે અોડીટોરિયમ બેઠેલા દરેક વ્યક્તિ રોષે ભરાય ગયા હતા..

અને આ તરફ જયલો હર્ષ અને જયદીપ ની માથે આભ તુટી પડ્યું હતું કારણકે જો એ પુસ્તક આ બધા ની સમક્ષ રજૂ થયું તો આ ત્રિમૂર્તિ કોઈ ને પોતાનો ચહેરો બતાવી નઈ શકે....

તમે વિચારતા હસો કે એ પુસ્તક માં એવું તો શું છે કે આ ત્રણેય એટલા ડરી ગયા આવતા ભાગ માં તમને એ પણ ખબર પડી જાસે......

Coming soon part 2

( 3 idiots મારી પહેલી વાર્તા છે તમારા બધા નો સહયોગ મળે એવી આશા રાખું છું ખૂબ સરસ વાર્તા છે આ ત્રણેય મિત્રો ની next part જલ્દી તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.....