Dhartinu Run - 9 - 3 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ધરતીનું ઋણ - 9 - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધરતીનું ઋણ - 9 - 3

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

મોતની બાજી

ભાગ - 3

લોબી આગળ જતાં રાઇટ સાઇડ ટર્ન લેતી હતી ત્યાં કોર્નરમાં એક તરફ નીચે ઉપર જવા માટે પગથિયાં હતાં અને તેની સામેની તરફ ખૂબસૂરત ફાઇબર જડિત લિફ્ટ હતી. લિફ્ટની આગળ લોખંડની જાળી હતી. તેની પાછળ ગ્રીન કલરનો પૂરો ગ્લાસ જડેલો હતો. એક સાઇડમાં ઉપર-નીચે જવા માટેના ઇન્ડીકેટર લાગેલા હતા. લગભગ દસ બાય દસના રૂમ જેટલી મોટી અને આલીશાન વાતાનુકૂલીન તે લિફ્ટ હતી.

‘ચાલો...લિફ્ટ તરફ...’ રિવોલ્વરથી સંકેત આપતાં આફ્રિદી બોલ્યો.

ધાપ...અચાનક ગોળીબાર થયો અને ઇ.આફ્રિદી કાંઇ સમજે તે પહેલાં તેના હાથમાંથી રિવોલ્વર પર ગોળી લાગી અને તેની રિવોલ્વર તેના હાથમાં ઊછળીને નીચે પડી. ઇ.આફ્રિદી હક્કો-બક્કો રહી ગયો. તેને સમજણ ન પડી કે ગોળી ક્યાંથી આવી.

‘સુવ્વરની ઓલાદ...’ બરાડા નાખતો પ્રલય અચાનક ઇ.આફ્રિદી પર કૂદ્યો અને તેના ગળામાં પોતાના એક હાથને નાગચૂડની જેમ વીંટી દબાવ્યા.

પ્રલયના લાગેલા ધક્કાથી ઇ.આફ્રિદી નીચે પટકાયો, તેની સાથે પ્રલય પણ ભેગો નીચે પછડાયો.

પણ તે જ વખતે આનંદના માથામાં જોરથી ફટકો પડ્યો. એક બીજા પોલીસે તેને માથામાં રાયફલનો કૂંદો પૂરા જોશ સાથે માર્યો હતો.

આનંદને તમ્મર આવી ગયાં. તેના માથામાંથી લોહીની ધાર થઇ તેના ચહેરા પર રેલાઇ.

ઇ.આફ્રિદીનો શ્વાસ રુંધાતો હતો. પ્રલય તેના ગળા પર પોતાની હાથની પક્કડ વધારતો જતો હતો અને બીજા હાથે ઇ.આફ્રીદીના પેટ પર મુક્કાનો વરસાદ વરસાવી દીધો હતો.

ઇ.આફ્રિદીનો ચહેરો તીવ્ર પીડાથી તરડાઇ ગયો. તેને પોતાનો શ્વાસ રુંધાતા જતો હોય તેમ લાગ્યું તેની આંખોના ડોળા અને મોંમાંથી જીભ બહાર નીકળી આવ્યાં.

હેબતાઇ ગયેલા પોલીસના યુવાનો અચાનક જાણે સંમોહનમાંથી જાગ્રત થયા, ઇ.આફ્રિદીની પરિસ્થિતિ જોઇ તેઓ દોડ્યા.

ચાર-પાંચ પોલીસના યુવાનો એક સાથે પ્રલય પર તૂટી પડ્યા. એક પોલીસના યુવાને પ્રલયના બાલ પકડીને પૂરી તાકાત સાથે ખેંચવા લાગ્યો. ચાર પોલીસવાળાઓ પોતાની રાયફલને ઊંઘી કરી રાયફલના બટથી પ્રલયને મારવા લાગ્યા.

પરિસ્થિતિ બદલાતી જોઇને આદિત્ય દોડ્યા. પણ કોઇએ આદિત્યની પાછળ જોરથી ફટકો માર્યો. આદિત્યના ખભા પરનો ‘‘ઘા’’ ચિરાઇ ગયો અને તેમાંથી લોહી વહેવાનું શરૂ થઇ ગયું. ત્યારબાદ બે-ત્રણ પોલીસના યુવાનો આદિત્ય પર તૂટી પડ્યા.

થાડ...થાડ...રાયફલના બટના ‘‘ઘા’’ પ્રલયના શરીર પર ઉપરા-ઉપરી વીંઝાતા હતા. ક્યારેક મોં પર તો ક્યારેક પેટ પર, સાથે-સાથે હાથ પગ અને પેટ પર પોલીસવાળાઓની લાતો પણ વીંઝાતી જતી હતી.

પ્રલયનો હોઠ ફાટી ગયો, તેના ગાલ પર એક લાંબો જખ્મ પણ થયો, અને તેમાંથી દળ...દળ...કરતું લોહી વહેવા લાગ્યું. તેનું પૂરું શરીર પીડાથી હચમચી ગયું. ઇ.આફ્રિદીના ગળામાં ભરાવેલ તેના હાથની પક્કડ ઢીલી થઇ ગઇ.

આનંદ બે પોલીસના યુવાનો સાથે ઝનૂનથી લડી રહ્યા હતો. અચાનક આનંદના કમર પર જોરથી કોઇની લાતનો પ્રહાર થયો. ગડથલુ ખાઇને આનંદ નીચે પટકાયો. અને ચાર-પાંચ પોલીસવાળા તેના પર તૂટી પડ્યા.

પ્રલયના હાથમાંથી પોતાની ગરદન છૂટી થતાં ઇ.આફ્રિદી બે મિનિટ તો નીચે પડ્યો-પડ્યો હાંફતો રહ્યો. તેનું પૂરું બદન પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું.

થોડા સ્વસ્થ થતાં જ તે ઊભો થયો. તેની આંખમાંથી ક્રોધના અંગારા છૂટવા લાગ્યા. ગુસ્સાથી તેના હાથ કાંપતા હતા. ગુસ્સાથી જડબાને ભીંસતો તે પ્રલય તરફ ફર્યો અને એક સિપાઇના હાથમાંથી રાયફલ લઇ તેને ઊંઘી કરીને તે પ્રલય પર તૂટી પડ્યો. તડાક...તડાક...ના અવાજ સાથે ભયાનક જોરથી તે બેફામ બનીને પ્રલયને મારવા લાગ્યો.

થોડીવારમાં જ પ્રલય લોહીલુહાણ થઇ ગયો. ઇ.આફ્રિદી અને પાંચ પોલીસવાળાઓ તેને જાનવરથી પણ બદતરી રીતે રાયફલોથી મારતા જ રહ્યા, મારતા જ રહ્યા,

આફ્રિદીની રાડા-રાડ અને પ્રલયની ચીસોથી પૂરી લોબી ગુંજી ઊઠી.

પ્રલયને મારી-મારીને આફ્રિદી થાકી ગયો. તે દીવાલના ટેકે ઊભો-ઊભો હાંફતો હતો.

‘ઉઠાવો સાલ્લાઓને અને નાખો લિફ્ટમાં’ તે જોરથી તાડૂક્યો.

અને પોલીસવાળાઓ પ્રલય આદિત્ય અને આનંદના પગને પકડી મારતા-મારતા ફર્શ પર ઢસડતા લિફ્ટ તરફ લઇ જવા લાગ્યા.

એક પોલીસનો યુવાન લિફ્ટને બોલાવવા માટે બટન દબાવીને ઊભો રહ્યો.

સરરર...ના અત્યંત ધીમા અવાજ સાથે લિફ્ટને તે સ્થિત માળ તરફ આવવા લાગી. લિફ્ટના ઇન્ડીકેટરમાં ક્રમશ:નીચેના આંક પર આંકડો સરકતો જતો હતો.

ખટ...અવાજ સાથે લિફ્ટ તે માળ પર આવીને અટકી. તરત તે પોલીસના યુવાને લિફ્ટનો લોખંડની જાળીવાળો દરવાજો હાથેથી ખોલ્યો અને અંદરના ગ્રીન કાચના દરવાજાને ધક્કો મારી તેની સ્લાઇડ પર સરકાવ્યા, અંદર લિફ્ટ ખાલી હતી.

ત્યારબાદ સૌએ પ્રલય, આદિત્ય અને આનંદના હાથ-પગ પકડીને અનાજના બાચકાની જેમ લિફ્ટની અંદર ‘‘ઘા’’ કર્યા.

ધડ...ધડ...ધડાક..અવાજ સાથે પ્રલય...આદિત્ય અને આનંદ લિફ્ટની ફર્શ પર પછડાયા.

ઇ.આફ્રિદી ફર્શ પર પડેલી રિવોલ્વરને ઉઠાવી.

‘તમે સૌ નીચે આવો હું લિફ્ટમાં આ કેદીઓને લઇને ફર્સ્ટ ફલોર પર આવું છું, હાથમાં પકડેલી રિવોલ્વરને ઘુમાવતાં ઇ.આફ્રિદી બોલ્યો અને તે લિફ્ટમાં પ્રવેશ્યો.

લિફ્ટની લોખંડની ઝાળીને બંધ કરતાં તેમણે લિફ્ટને ફર્સ્ટ ફલોર પર લઇ જવા માટે ઇન્ડીકેટરની નીચેનું લાલ બટન દબાવ્યું.

સરરર...અવાજ સાથે લિફ્ટ નીચે સરવા લાગી.

ઇ.આફ્રિદીએ પોતાની રિવોલ્વરને કમરપટ્ટામાં ભરાવી અને નીચે ફર્શ પર પડેલા પ્રલયની ગરદન પર એક પગને જોરથી દબાવી ઊભો રહ્યો.

પ્રલયનો શ્વાસ રુંધાતો હતો.

ધડામ...અચાનક લિફ્ટમાં જાણે ચમત્કાર થયો હોય તેમ લિફ્ટની છત પરથી એક કાળાં છાયો કૂદીને નીચે લિફ્ટની ફર્શ પર આવ્યો.

ઇ.આફ્રિદી એકદમ હેબતાઇ ગયો. તેણે લિફ્ટની છત પર નજર ફેરવી. છત તો એકદમ પેક હતી. તે આશ્ચર્યચકિત થઇ ગયો.

લિફટની અંદર દ્વારની સામે ફાઇબર જડિત દીવાલના ટેકે તે અપરિચિત આદમી ઊભો રહ્યો.

શરીર પર કાળાં કપડાં તેણે પહેર્યા હતા.

આંખ પર કાળા ગોગલ્સ ચશ્માં ચડાવેલાં હતાં. ચહેરા પર સ્મિત છવાયેલું હતું. તંદુરસ્ત ભરાવદાર તેનો દેહ હતો. તેના હાથમાં 32 કેરેબલની રિવોલ્વર ચમકતી હતી.

હાથ લંબાવીને તેણે લિફ્ટના ઇન્ડીકેટરનું બટન દબાવ્યું. નીચે ઊતરતી લિફ્ટ અચાનક સ્ટોપ થઇ અને પછી ફરીથી ઉપરની તરફ જવા લાગી.

ઇ.આફ્રિદી ફાટેલી આંખો તેને જોઇ રહ્યો હતો.

‘તું...તું...લિફ્ટમાં કેવી રીતે આવ્યો...?’ આશ્ચર્યના ભાવ સાથે તેણે પૂછ્યું.

‘હં...ઇ. આફ્રિદી...કરાંચીનો ખરતનાક લેખાતો પોલીસ ઇન્સ્પેકટર...બરાબરને..?’

‘ઇન્સ્પેક્ટર...તું તો મને ડોબા જેવો લાગી રહ્યું છે. ભલા પેક છતમાંથી કોઇ અંદર ટપકી શકે છે...? આફ્રિદી હું એક જાદુગર છું અને મારામાં એવી શક્તિ છે કે હું ધારું ત્યાં જઇ શકું છું...સમજ્યો...’

નીચે ફર્શ પર પડેલા પ્રલય, આદિત્ય અને આનંદ આશ્ચર્ય સાથે તે કાળા વેશધારીને જોઇ જ રહ્યા. પ્રલય અને આદિત્ય તો તેને ઓળખતા હતા. તેથી તેને અહીં કરાંચીમાં મોજૂદ જોઇને તેઓને બેવડું આશ્ચર્ય થતું હતું.

‘તું...તું...અહીં...કરાંચી...?’ફર્શ પરે બેઠા થવાની કોશિશ કરતાં અતિરિક્ત આનંદ અને આશ્ચર્ય સાથે પ્રલય બોલ્યો.

નીચે ફર્શ પર પડેલા પ્રલય, આદિત્ય અને આનંદ તરફ એક નજર ફેરવી તે બોલ્યો, ‘પ્રલય તું ચિંતા ન કરતો, હું આવી ગયો છું.’

‘પણ...તું અહીંથી જીવતો પાછો જઇ નહીં શકે, કમીના’ ગુસ્સા સાથે ઇ.આફ્રિદી બોલ્યો.

‘થાડ...થાડ...થાડ...’ અચાનક તે કાળા વેશધારીએ ઇ.આફ્રિદીના ગાલ પર બે-ચાર થપાટ રસીદ કરી દીધી.

‘મોં સંભાળીને બોલ ઇન્સ્પેક્ટર, હું કાળનો દેવતાં છું અને મને ગુસ્સો આવી ગયોને તો તને હમણાં જ કબૂતર બનાવીને કરાંનીના આકાશમાં ઉડાડી દઇશ સમજ્યો...’ હસતાં-હસતાં તે વ્યંગ ભર્યા અવાજે બોલ્યો.

ઉપરા-ઉપરી ગાલ પર લાગેલી થપાટથી ઇ.આફ્રિદીનું મગજ ઝણઝણી ઊઠ્યું.

ઠક...અવાજ સાથે લિફ્ટ 21 મા માળ પર આવીને અટકી, કાળા વેશધારીએ તરત લિફ્ટને નીચે લઇ જવા માટેનું બટન દબાવ્યુ. લિફ્ટ ફરીથી નીચેની તરફ સરકવા લાગી.

લિફ્ટની દીવાલના ટેકે ઊભા રહીને તે કાળા વેશધારીએ ખિસ્સામાંથી એક સિગારેટ કાઢી અને સળગાવી બે-ચાર ઊંડા કશ ખેંચ્યા. પછી સિગારેટનો મોંમાં ભરેલો ધુમાડો પૂરાજોશથી ઇ.આફ્રિદીના મોં પર છોડ્યો.

‘હરામખોર...’ અચાનક ઇ.આફ્રિદી ભડક્યો અને ગુસ્સા સાથે તે કાળા વેશધારીને મારવા માટે તેની તરફ ધસી ગયો. તેનું પૂરું શરીર અપમાન અને ગુસ્સાને લીધે કાંપતું હતું.

ધડામ...પોતાની તરફ ધસી આવતા ઇ.આફ્રિદીના પેટમાં તે કાળા વેશધારીએ ભયાનક જોશ સાથે કચકચાવીને લાત ફટકારી દીધી.

‘ઓ મા...’ ના ચિત્કાર સાથે ઇ.આફ્રિદી લથડીને નીચે લિફ્ટની ફર્શ પર પટકાયો.

તે સમય દરમિયાન પ્રલય, આદિત્ય અને આનંદ શર્મા ફર્શ પરથી ઊભા થઇ ગયા હતા.

‘ઇ.આફ્રિદી આ તારો કાળ છે. જો તારે બચવું હોય તો તેના પગ પકડીને માફી માંગી લે નહિંતર બહેતરમાં બહેતર તારી હાલત થશે...’ આદિત્ય બોલ્યો.

‘આ આખી બિલ્ડિંગ પોલીસે ઘેરી લીધી છે, તમે અહીંથી જીવતા છટકી નહીં શકો...’ પીડાથી તરડાયેલા અવાજે બોલતા. બોલતા ઇ.આફ્રિદી પેટ પકડીને ધીરે-ધીરે ઊભો થયો.

‘ઐસી કી તૈસી...તારા...પોલીસ વાળાઓની ઇન્સ્પેક્ટર તું તારે આખા કરાંચીનો પોલીસને બોલાવી લે મને કોઇ જ પકડી નહીં શકે. સમજ્યો, હા...આ લે તને મોબાઇલ આપું ચાલ બોલાવ જેટલા તારા માંધાતાઓને અને તારી ફોજને બોલાવવા હોય તેટલાને બોલાવ.’ ખિસ્સામાંથી મોબાઇલ કાઢી હાથને લાંબો કરી મોબાઇલ બતાવતાં તે કાળા વેશધારી બોલ્યો.

‘મારે કોઇને બોલાવવાની જરૂર નથી, આ ઇમારતમાં ઓછામાં ઓછા બસો પોલીસના યુવાનો છે.’ ઇ.આફ્રિદી બોલ્યો.

‘ઠીક છે...એમ રાખને મારા ભાઇ...આજ ભલે તારા બસો પોલીસના યુવાનો મારો મદારીનો ખેલ જુએ..યાર મઝા આવી જશે, આજ તો તને વાંદરો બનાવીને નચાવીશ...’ નાના બાળકોની જેમ રાજી થતાં તે કાળા વેશધારી બોલ્યો અને ત્યારબાદ સિગારેટનો છેલ્લો કશ ખેંચીને સળગતી સિગારેટને તેણે ઇ.આફ્રિદીના ગરદન પર ચાંપી દીધી.

વેદનાથી ઇ.આફ્રિદી ચિત્કારી ઊઠ્યો, અને પછી તેણે એક હાથ ગરદન પર મૂકી બીજો હાથે ઝડપથી કમરપટ્ટામાંથી રિવોલ્વર ખેંચી કાઢી. હવે તે મારવા-મરવા પર આવી ગયો હતો.

ઘાંય...અચાનક કાળા વેશધારીના હાથમાં પકડેલી રિવોલ્વરમાંથી ગોળી છૂટી અને ઇ.આફ્રિદીની રિવોલ્વરને ઉડાડતી લિફ્ટના ગ્રીન કાચના દરવાજા સાથે અથડાઇ.

ખનનનન...અવાજ સાથે લિફ્ટનો કાચનો દરવાજો તૂટી પડ્યો. અને લિફ્ટની ફર્શ પર ચારે તરફ કાચના ટુકડા વેરાયા.

‘સાલ્લા...હરામખોર...મારી સામે રિવોલ્વર કાઢે છે. સુવ્વરની ઓલાદ...’ કહેતાં કાળા વેશધારીએ ઇ.આફ્રિદીને લાત ફટકારી.

ઇ.આફ્રિદી એક ચીસ સાથે નીચે ફર્શ પર પછડાયો. તેના પૂરા શરીરમાં નીચે પડેલા કાચના ટુકડા ઘુસી ગયા. લાતના પ્રહારની તીવ્ર વેદના અને ઘૂસેલા કાચની પીડાથી તે કહરાઇ ઊઠ્યો. તેના મોંમાંથી ભયાનક વેદનાભરી ચીસ નીકળી પડી. બંને હાથને પોતાના ગુપ્તાંગ વચ્ચે દબાવીને તે નીચે પડ્યો રહ્યો.

‘ચૂપાચૂપ...પડ્યો રહેજે હવે જરાય ઊંચોનીચો થયો છે તો તારી ખેર નથી,’ કડક અવાજે તે કાળા વસ્ત્રધારી બોલ્યો.

દોસ્તો...આપ સૌએ આ કાળા વસ્ત્રધારીને ઓળખાયા..?

ના...ન ઓળખ્યા...? અરે...તે કરાંચીના એરપોર્ટ પર ઊતર્યો હતો. કરાંચીમાં લેન્ડ ડેવલોપર્સના ધંધા માટે જેને જમીનો ખરીદવી હતી. જેમણે મુસ્તફાને મદદ કરવા ખંડેરવાળા તે કિલ્લામાં જાનની બાજી લગાવી દીધી. ઓળખ્યા...

એમ...? હજી પણ ન ઓળખ્યાને...?

તે યુવાન ભારતીય સંસ્થા ‘રો’નો ચબરાક ઇ.કદમ હતો, હા, કદમ અને મેજર સોમદત્તે જ તેને કરાંચી પ્રલય, આદિત્યની મદદ માટે મોકલ્યો હતો. એટલે જ પ્રલય અને આદિત્ય તેમને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

લિફ્ટ ફર્સ્ટ ફલોર પર આવીને અટકી, બહાર લોબીમાં કેટલાય પોલીસના યુવાનો ઇ.આફ્રિદીના લિફ્ટમાંથી ઊતરવાની વાટ જોઇને ઊભા હતા.

લિફ્ટ ઊભી રહેતાં અંદરનુ ર્દશ્ય જોઇને સૌ ચમકી ઊઠ્યા અને ઇ.આફ્રિદીને મદદ કરવા લિફ્ટ તરફ દોડ્યા.

ઇ.કદમે તરત લિફ્ટને પાંચમા માળ પર લઇ જવા માટે ઇન્ડીકેટરનું બટન દબાવ્યું. લિફ્ટ ઉપરની તરફ સરકવા લાગી.

લિફ્ટ પાંચમા માળ પર ઊભી રહી કદમને ખ્યાલ હતો કે બિલ્ડિંગન પાંચમો માળ સંપૂર્ણપણે ખાલી છે. તેથી જ તે લિફ્ટને પાંચમા માળ પર લઇ ગયો હતો.

ધમાલના દસ-પંદર મિનિટના સમય દરમિયાન પ્રલય, આદિત્ય અને આનંદ થોડા સ્વસ્થ થઇ ગયા હતા.

‘ચાલ...ઇન્સ્પેક્ટર ઊભો થા...અને સાંભળ જરાય અવળ ચંડાઇ કરતો નહીં, નહીંતર આ લિફ્ટમાં જ તારી સમાધિ બનાવી દઇશ સમજ્યો...’ કડક સ્વેર કદમ બોલ્યો.

પીડાથી કહરાતો ઇ.આફ્રિદી ઊભો થયો.

લિફ્ટ પાંચમા માળ પર ઊભી રહેતાં પોલીસના યુવાનો તરત પાંચમા માળ તરફ દોડ્યા.

ચાલ...જરાય ચંચુપાત કર્યા વગર બહાર નીકળ, લોખંડની જાળીવાળો દરવાજો એક હાથે ખોલતાં કદમ બોલ્યો.

ઇ.આફ્રિદી સામે રિવોલ્વર તાકી કદમ બહાર આવ્યો. તેની પાછળ પ્રલય, આદિત્ય અને આનંદ પણ બહાર આવ્યા.

પાંચમા માળ પર ટપ...ટપ...ટપ...ચારે તરફ બૂટોના અવાજ ગુંજી ઊઠ્યા, પાંચમા માળમાં પહોંચી આવેલા પોલીસો ચારે તરફથી લિફ્ટ સામે રાયફલો તાકી ઊભા રહ્યા.

‘ઇન્સ્પેક્ટર...તારા માણસોને સૂચના આપ કે રાયફલો નીચે મૂકી દે...’ આદેશાત્મકભર્યા અવાજે કદમ બોલ્યો.

‘તું આટલા બધા પોલીસવાળાઓને રોકી નહીં શકે...લગભગ બસો...’

‘ઓય...બસોવાળી...મને તારી ગણતરીની જરૂર નથી જલદી આદેશ આપ...’ રિવોલ્વર કૂંદો માથામાં મારતાં કદમ બોલ્યો.

‘હલ્લો...હલ્લો...રાયફલોને નીચે મૂકી દ્યો અને બધી રાયફલો ભેગી કરીને આ લિફ્ટમાં મૂકો હરીઅપ...તમારા આ ઇન્સ્પેક્ટરને જીવતો જોવા માંગતો હોય તો ચલો જલદી...’

‘શાબાશ...ઓર્ડર ઇઝ ઓર્ડર...હવે સૌ લોબીમાં ફરતે લાઇનસર ગોઠવાઇ જાવ.’ બધી રાયફલોને લિફ્ટમાં મૂકી દીધેલી જોઇ કદમ બોલ્યો.

‘અમારો તું સાહેબ નથી કે તું જેમ કહે તેમ અમારે કરવું પડે,’ ગુસ્સાથી ધૂંવાંપૂંવાં થતો મોટા પેટવાળો એક જમાદાર ચિલ્લાયો.

ધાંય...ધાંય...ધાં...અવાજ સાથે કદમની રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી અને તે જમાદારની બે ટાંગો અને જમણા હાથની એક આંગળી ઉડાડતી ગઇ.

વોયમા...કરતો જમાદાર ફર્શ પર પડી ગયો. તેના હાથના પંજા અને પગમાંથી લોહી નીકળવા લાગ્યું, નીચે પડ્યો. પડ્યો તડફડતો-તડફડતો પીડાથી તે ચિલ્લાવા લાગ્યો.

‘એય...બકરા અવાજ બંધ કર, નહીંતર હવે તારા આ હાંડલા જેવા પેટનો વારો આવશે...’ ખિસ્સામાંથી બહાર કાઢેલા કારતૂસો રિવોલ્વરમાં ભરતો કદમ ચિલ્લાયો.

અને તે મોટા પેટવાળા જમાદારે પોતાના બંને હાથને મોં પર દબાવી દીધા.

‘શાબાશ...હં...તો ઇન્સ્પેક્ટર આફ્રિદી તારે મને વાંદરો બનીને કૂદકા લગાવતા-લગાવતા ખેલ કરી બતાવવાનો છે. પણ થોભ, પહેલાં તારી આ વર્દીને ઉતારી નાખ. હું તારી વર્દીનુ સન્માન કરું છું, ચાલ-ચાલ...જલદી જો તો ખરા કેટલા બધા પ્રેક્ષકો તારો ખેલ જોવા ઉત્સાહપૂર્વક ઊભા છે ચાલ હું ડમરુને બદલે મોંએથી તાત થૈયા થૈયા...બોલું છું જલદી મારા પ્યારા બંદર...ચાલ આજ તો બે પૈસા કમાઇ લઇએ કેમ...?’

***