Dhartinu Run - 8 - 2 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ધરતીનું ઋણ - 8 - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધરતીનું ઋણ - 8 - 2

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

અલવિદા દોસ્ત

ભાગ - 2

એક સિપાઇ દીવાલની ઓથ લઇ તેના તરફ આવી રહ્યો હતો. મુસ્તફાએ કેડમાંથી એક લાંબો છૂરો બહાર કાઢ્યો અને નીચે ફર્શ પર બેસી ગયો.

તે સૈનિક ખંડેરના તૂટેલા દરવાજા પાસે આવ્યો અને એક પગ અંદર મૂકી ખંડેરના અંદરના ભાગમાં નજર ફેરવી. તે જ પળે મુસ્તફાએ તેના પગમાં પગની બેવડી લાત ઝીંકી દીધી. તે સૈનિક અંદરની તરફ લથડ્યો. મુસ્તફાએ તરત તેનું માથું અંદર ખેંચી લીધું અને એક હાથનો ભરડો તેના મોં પર નાખ્યો અને બીજા હાથે છૂરાને તેના પેટ પર ફરાવ્યો.

લોહીની ધાર થઇ અને તે સિપાઇ મુસ્તફાના હાથમાં જ તરફડિયાં મારવા લાગ્યો. તેની આંખોના ડોળા બહાર ધસી આવ્યા, મોંમાંથી લોહી નીકળ્યું અને એક આંચકા સાથે તેનુ શરીર નિશ્ચેત ઘસડી જઇને ચત્તુ સુવડાવી દીધું. ત્યારબાદ ચુપાચુપ તે ખંડેરની બહાર નીકળ્યો.

‘હેન્ડઝઅપ...’ તેની પીઠ પર કોઇ સિપાઇની રાયફલનો નાળુનો ખૂંચ્યો.

મુસ્તફાએ બંને હાથને ઉપર કર્યા પછી એકાએક એક પગ પર તે અર્ધગોળ ઘૂમ્યો અને તેનો બીજો પગ ઊંચો થયો.

તડાક...અવાજ સાથે તેની લાત તે સિપાઇની છાતીમાં હથોડાની જેમ ઝીંકાઇ.

તે સિપાઇ ઊથલી ગયો. મુસ્તફાએ જમ્પ લગાવીને તેના પેટ પર એક જોરદાર લાત ઝીંકી દીધી, અને તે જ ક્ષણે જમ્પ મારીને બાજુના ખંડેરની તૂટેલી બારીમાથી ખંડેરની અંદર ઘૂસી ગયો.

તે સિપાઇની ચીસથી ખંડેરો ધ્રૂજી ઊઠ્યાં.

તેની ચીસ સાંભળીને દીવાલ સરસો છુપાતો મુસ્તફા તરફ આગળ વધતો એક સિપાઇ તે તરફ દોડ્યો.

ધાંય...એક ધમાકા સાથે તે સિપાઇની છાતીમાં ગોળી આવીને ચોંટી ગઇ અને તેની પીઠ પર માંસના લાચો ઉડાતી બહાર પડી.

‘ઓ...ઓ...ઓ...’ એક ચીસ પાડીને સિપાઇ સીધા સાથે જોરથી ફર્શ પર પટકાયો.

ગોળી છોડ્યા બાદ મુસ્તફાએ પિસ્તોલને કમરમાં ખોસી અને બંને હાથે તૂટેલી દીવાલને પકડી ઉપર ચડી ગયો અને બીજો ખંડેર તરફ કૂદ્યો.

ધાંય...ધાંય...ધાંય...તેના માથા પરથી ત્રણ-ચાર ગોળીઓ પસાર થઇ ગઇ અને કિલ્લાની દીવાલમાં ઘૂસી ગઇ. તેના પર માટી અને પથ્થરના ભુક્કાનો વરસાદ થયો.

નીચે કૂદ્યા બાદ મુસ્તફા જમ્પ મારીને ઊભો થઇ ગયો.

તે જ વખતે કિલ્લાનાં પગથિયાં ચડીને બે સિપાઇ ખંડેરની ઉપરની તરફ આગળ વધતા હતા અને તે જ વખતે તે યુવાન બાઇક સવાર વાંદરાની જેમ હાથ-પગથી કિલ્લાના પાછળના ભાગની દીવાલ પર ચડી રહ્યો હતો.

તે યુવાન ફટાફટ દીવાલના ખાંચાઓમાં હાથ-પગ ભરાવીને ઉપર ચડી રહ્યો હતો. અચાનક તેની નજર ઉપરની દીવાલ પર દોડીને આગળ જતા બે સિપાઇઓ પર પડી. તે ત્યાં જ દીવાલ પર ચીપકી રહ્યો. સિપાઇ દોડીને આગળ નીકળી ગયા બાદ તે ફટાફટ દીવાલ પર ચડી ગયો અને ગરોળીની જેમ દીવાલ પકડીને તે સિપાઇઓની પાછળ જવા લાગ્યો.

ખંડેરની તૂટેલી બારીમાંથી મુસ્તફાએ બહાર નજર ફેરવી. બીજા બે સિપાઇઓ દીવાલની ઓથે છુપાતા તેમની તરફ આગળ વધી રહ્યા હતા. તેના ચહેરા પર ક્રૂર સ્મિત ફેલાઇ ગયું. રિવોલ્વરવાળા હાથને સીધો કરી તેણે નિશાન તાક્યું.

ધાંય...ધાંય...ધાંય...ફરી ધમાકાથી વાતાવરણ ગાજી ઊઠ્યું. અને તે બે સિપાઇ ઊથલીને નીચે પટકાયા.

‘તે ખંડેરમાં છુપાયો છે, પકડો...સાલ્લાઓને મારી નાખો.’ જેલર ચોકમાં પડેલા પથ્થર પાછળથી ચિલ્લાયો અને તેણે ખંડેર તરફ ગોળીબાર કર્યો. ગોળીઓ ખંડેરની દીવાલના ભુક્કારીયા પથ્થરમાં ઘૂસી ગઇ. ચારે તરફ ધૂળ, રેતીનું ધુમ્મસ છવાઇ ગયું.

આગળના બે ખંડેરો ટપીને કિલ્લાના પાછળના ભાગ તરફ ભાગવા માટે મુસ્તફા તૂટેલી દીવાલ પકડીને ઊંચો થયો.

‘હેન્ડઝઅપ...જરાય હિલચાલ કરીશ તો ગોળી મારી દઇશું.’ અચાનક ઉપરના ભાગમાં અવાજ ગુંજી ઊઠ્યો.

મુસ્તફાએ દીવાલ પર લટકતી હાલતમાં જ ઉપર નજર ફેરવી. ઉપર કિલ્લાની દીવાલ પર બે સિપાઇઓ રિવોલ્વર તાકીને ઊભા હતા.

‘ચાલ ઉપર ચડ...’ એક સિપાઇએ આદેશ આપ્યો.

મુસ્તફાએ બંને હાથના પંજાના જોર પર હાથને કોણીએથી વાળીને છાતીભર દીવાલ પર આવ્યો.

‘જેલર સાહેબ...એક પકડાઇ ગયો. કિલ્લાની દીવાલ પરથી એક સિપાઇ ચિલ્લાયો.’

‘ખતમ કરી નાખ..આપણે તેને જીવતા પકડવાની કાંઇ જ જરૂર નથી.’ ખંડેર તરફ હાથમાં રિવોલ્વર રાખીને દોડતાં જેલર ચિલ્લાયો.

માંડ-માંડ છતની તૂટેલી દીવાલ પર બેલેન્સ જાળવતો. હાથ ઊંચા કરી ઊભેલા મુસ્તફા હેબતાઇ ગયો.

ઉપર ઊભેલા સિપાઇમાંથી એક મુસ્તફાનું નિશાન લીધું.

રાયફલની સેફ્ટી કેચ ખેંચી અને મુસ્તફાનું નિશાન લઇને રાયફલનો ગોળો દબાવવા ટ્રેંગર પર આંગળી મૂકી.

‘યા અલ્લા...’ મુસ્તફાએ પોતાની આંખો બંધ કરી નાખી. બસ જિંદગી હવે ક્ષણભરની હતી. તેને મોતનાં પગલાંની આહટ સંભળાતી હતી. તેના કપાળ પરથી પરસેવો નીતરતો હતો.

‘ઉડાવી દે સાલ્લાને...’ નીચેથી જેલર ચિલ્લાયો.

તે સિપાઇની આંગળી ધીરે-ધીરે રાયફલના ટ્રેંગર પર દબાતી જતી હતી, અને પછી...

ધાંય...ધાંય...નો શોર મચાવતી ગોળીઓ છૂટી અને સન્નાટોભર્યો તે ખંડેર ચીસોથી ગુંજી ઊઠ્યો.

અરે...ગોળી છૂટી, ચીસ ગુંજી પણ પોતાના તો કાંઇ જ થયું નથી. અચાનક આશ્ચર્ય સાથે મુસ્તફાએ આંખો ખોલી અને ઉપરની તરફ નજર ઉઠાવીને જોયું.

ધડામ...ધડામ...અવાજ સાથે કિલ્લાની દીવાલો પર ઊભેલા તે બે સિપાઇઓના દેહને નીચે પટકાતો જોઇને મુસ્તફાનું આશ્ચર્ય બેવડાયું. પળ...પળ...કિંમતી હતી. બીજી જ પળે મુસ્તફાએ કૂદકો લગાવી દીવાલ પરથી જમ્પ લગાવ્યો.

મુસ્તફાને બદલે તેના બે સિપાઇઓ ગોળી ખાઇને નીચે પટકાયેલા જોઇ ક્ષણભર તો જેલર હેબતાઇ ગયો. તેના ચહેરા પર મૂંઝવણના ભાવ છવાઇ ગયા. તેણે મુસ્તફા તરફ નજર ફેરવી તે જ વખતે મુસ્તફાએ જમ્પ લગાવી નીચે કૂદકો માર્યો.

જેલરનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો અને તેં ખંડેરની અંદર દોડ્યો. જમ્પ લગાવી નીચે કૂદેલા મુસ્તફાની સામે તે રિવોલ્વર તાકીને ઊભો રહ્યો.

‘હરામખોર...બહુ થયું હવે ચાલ ફટાફટ ઊભો થા, સુવ્વર ખુદાને યાદ કરી લે. કારણ કે હવે થું થોડીવારનો મહેમાન છે. કાળઝાળ ક્રોધ સાથે જેલર ચિલ્લાયો.

‘ચાલ ચુપાચુપ ઊભો થા અને આગળ વધ નહીં તો...’ જેલરનો દેહ ક્રોધથી ધ્રૂજતો હતો, ‘ચાલ...આગળ ચાલ...હાથ ઉપર.’

મુસ્તફાએ પોતાન બંને હાથ ઊંચા કર્યા અને ખંડેરની બહારની તરફ જવા લાગ્યો. તેની પાછળ તેના કપાળ પર રિવોલ્વર તાકી જેલર પર સાવચેતીપૂર્વક ચારે તરફ નજર ફેરવતો આગળ વધ્યો.

‘હાં...હવે ફટાફટ તારા સાથે ભાગી છૂટેલા કેદીઓને બોલાવ...ચાલ જલદી કર. મારી પાસે ટાઇમ નથી.’ કિલ્લાની વચ્ચે આવેલા ચોકમાં મુસ્તફાને ઊભો રાખી જેલર બોલ્યો.

તે કાળા વસ્ત્રધારી યુવાને કિલ્લાની દીવાલ પરથી સહેજ ઊંચા થઇને નીચે નજર કરી. મુસ્તફા પકડાઇ ગયો હતો. જેલર તેની સામે રિવોલ્વર તાકીને ઊભો હતો અને બાકીના સિપાઇઓ મુસ્તફાને ચારે તરફથી ઘેરીને તેની સામે રાયફલ તાકીને ઊભા હતા. તે યુવાનની દિશા તરફ મુસ્તફાની પીઠ હતી, અને મુસ્તફાની સામે જે જેલર ઊભો હતો. એટલે તે યુવાન અને જેલરની વચ્ચે મુસ્તફા આડો આવતો હતો. કાંઇક વિચારી તે યુવાન કિલ્લાની દીવાલ પર બે પગ અને બે હાથના પંજાની મદદથી કિલ્લાના આગળના ભાગ તરફ દોડ્યો.

‘જેલર સાહેબ...તમે કેદીઓને ભૂલી જાવ...હવે તમને તેની હવા પણ મળવાની નથી. પંખી ઊડી ગયાં છે...!’ સ્મિતસહ મુસ્તફા બોલ્યો.

‘શટ અપ...’ જેલર જોરથી બરાડ્યો, તારે બતાવવું જ પડશે.

‘બૂમો નહીં પાડો જેલર સાહેબ...તમારું ગળું બેસી જશે.’

‘તો...તું નહીં જ માને...એમ ન...’ જેલરનો અવાજ એકદમ ક્રૂર અને ભયાનક બની ગયો. તેની આંખોમાં લોહી ધસી આવ્યું.

‘મને લાગે છે, હવે તારો ખેલ ખતમ થયો છે, તેને જીવવાનો કોઇ જ ચાન્સ નથી.’

વાક્ય પૂરું કરીને જેલરે કમરામાં ખોસેલા ખંજરને બહાર કાઢ્યું અને વીજળીની ગતિથી મુસ્તફાના પેટમાં ખંજર ઘુસાડી દીધુ.

ખચ્ચ...ખચ્ચ...અવાજ સાથે ખંજર મુસ્તફાના પેટમાં ઘૂસી ગયું અને લોહીના ફુવારો ઊડ્યા.

‘યા, ખુદા...’ એક ચીસ સાથે મુસ્તફાનો ચહેરો તરડાઇ ગયો. તેના મોં પર પીડાના ભાવ છવાયા.

ખચ્ચ...ખચ્ચ...જેલરે બીજી વખત તેના પેટમાં ખંજર ઝીંક્યું, ‘હરામખોર...ગદ્દાર...’ ક્રોધ સાથે જેલર ચિલ્લાયો.

તે કાળાવેશ ધારી યુવાને મુસ્તફાની ચીસ સાંભળી,

કિલ્લાના આગળના ભાગમાં આવીન ઉભો થયો.

નીચેનું ર્દશ્ય જોઇને તેનાં રૂંવાટાં ઊભાં થઇ ગયાં.

લોહીથી ખરડાયેલા પેટ પર બંને હાથના દબાવીને મુસ્તફા ઊભો હતો.

તે કાળાવેશ ધારી આ ર્દશ્ય જોઇને ગુસ્સાથી તમતમી ઊઠ્યો. તેણે કમર પટ્ટામાં ખોસેલી રિવોલ્વર બહાર કાઢી અને જેલરના હાથનું નિશાન લઇને ફાયર કર્યો.

ત્રીજી વખત મુસ્તફાના પેટમાં ખંજર મારવા માટે જેલરનો હાથ ઊંચો થયો.

અને ધડામ...અવાજ સાથે ગોળી છૂટી અને ખંજરના બે ટુકડા કરતી હવામાં વિલીન થઇ ગઇ.

જેલરના હાથમાંથી તૂટેલું ખંજર નીચે પડ્યું.

આશ્ચર્ચ સાથે જેલરે ઉપર નજર કરી.

તે જ વખતે તે કાળાવેશ ધારીએ દોડી-દોડીને કિલ્લા પરથી જમ્પ લગાવી. તે જ જગ્યાએ કિલ્લા પર ઊભો હતો. તે કિલ્લાનો છેડો નીચે ચોકથી નજદીક હતો.

જમ્પ લગાવીને તે સીધા જેલર પર કૂદ્યો.

તેની પછડાટથી જેલર નીચે જમીન પર ગુલાંટી ખાઇને પડ્યો.

જેલરની આજુબાજુ ઊભેલા સિપાઇઓ ચોંક્યા, પણ તેઓ સતર્ક થાય તે પહેલા જ તે યુવાન અચાનક કમાનમાંથી સ્પ્રીંગ છટકે તે રીતે હવામાં જમીનથી ચાર-પાંચ ફૂટ ઊંચો ઊછળ્યો અને હવામાં જે ઊંચા થયેલા બંને પગને લંબાવીને ત્યાં ઊભેલા બે સિપાઇઓની છાતીમાં ભીષણ લાત ઝીંકી દીધી અને નીચે આવતાં જ તે જમ્પ લગાવી નીચે બેસી ગયો અને અલ્પ ક્ષણમાં જ વીજળીની ગતિથી બાજુમાં ઊભેલા બે સિપાઇઓના પગ પકડીને પૂરા જોશ સાથે ખેંચ્યા.

ભયાનક લાતનો પ્રહાર ખાઇ ચૂકેલા બે સિપાઇ ત્યાં પડેલા મોટા પથ્થર સાથે જોરથી ભટકાયા. બીજે બે સિપાઇઓ પીઠભર નીચે પછડાયા.

‘કોઇએ હાલવાની કોશિશ કરી છે. તો જેલરની ખોપરીના ભુક્કા કરી નાખીશ...’ ત્રાડ ભર્યા અવાજે જેલરના માથા પર રિવોલ્વર તાકતાં તે બોલ્યો.

જેલર સાથે-સાથે બધાં સિપાઇઓ પણ હેબતાઇ ગયા.

‘જેલર...બહુ થયું હવે...આ માણસને મારીને તેં મોત માંગી લીધું છે અને સાલ્લા...ક્યારનોય ગાળો બોલ્યા કરે છે. સુવરની ઓલાદ...હરામખોર..! આ બધી જ ગાળો હું તને વ્યાજ સહિત પાછી આપવા માગું છું. ગધેડાની ઓલાદ...શું તું પાકિસ્તાનનો સંરક્ષણ મંત્રી છે. ? હરામી સાલ્લા...ટકલું...’ દાઢમાં હસતાં કટાક્ષભર્યા શબ્દે તે બોલ્યો.

‘હરામખોર...’ ક્રોધથી ધૂંવાંપૂવાં થતો જેલર તેની સામે ધસી ગયો.

ધાપ...અવાજ સાથે તે યુવાનની પિસ્તોલમાંથી એક ગોળી સન્નાટાને ચીરતી અવાજ કરતી નીકળી અને જેલરના માથાના વચ્ચેના ભાગમાં ઘસાઇને આગળ નીકળી ગઇ.

રક્તતિલકની જેમ જેલરના કપાળ પર લોહીનો રેલો વહી નીકળ્યો.

‘સાલ્લા હજામ, તને જેલર કોણે બનાવી દીધો,’ રિવોલ્વરને ચારે તરફ ફેરવતા તે યુવાન હસતાં-હસતાં બોલ્યો.

‘એકવાર મારા હાથમાં આવ પછી હું હજામ છું, કે જેલર એ તને બતાવી દઇશ,’ દર્દથી પીડાતા ચહેરે અને અગ્નિભરી આંખે જેલર બોલ્યો.

‘ભાઇ...મારા બાલ ઘણા વધી જશે તો ચોક્કસ તારા હાથમાં આવીશ, તારી મા ના સમ. હું બીજો કોઇ જ હજામ પાસે બાલ કપાવું તો મારા માથે હાક થૂં...કરીને થૂંકજે...’ આમ કહેતાંની સાથે જ તે યુવાન જેલરના મોં પર થૂંક્યો.

જેલર ગુસ્સાથી તમતમી ઊઠ્યો. પણ તે યુવાન તેની સામે પિસ્તોલ તાકીને ઊભો હતો, એટલે તે લાચાર હતો.

‘તું શું ઇચ્છે છે...?’ ગુસ્સાને દબાવી તે બોલ્યો.

‘હં...હવે લાઇનમાં આવ્યો, ઠીક છે જાગ્યા ત્યારથી સવાર, બાકી મને તો એમ કે તું વંઠેલો છે. મારી વાત માનીશ જ નહીં...

‘ઠીક છે...દોસ્તો...હવે બધા જ ડાહ્યા થઇને રાયફલોને ખાલી કરી, તેના કારતૂસ મને આપી દ્યો અને આ સડેલી રાયફલોને દૂર ‘‘ઘા’’ કરી નાખો. બરાબર. જલદી, ફટાફટ અને જેલર તું મારાથી વીસ ફૂટ દૂર ઊભો રહે ચાલ જલદી અને હા. તને ચેતવણી આપું છું, જરાય નાટક કર્યું તો પહેલા સીનમાં જ માર્યો જઇશ. મારા ભાઇ પછી ફિલ્મમાં બીજો વિલન હું ક્યાં શોધવા જઇશ. સમજે છે ને મારી વાત, ચાલ મારા પ્યારા દોસ્તને આખરી વખત મળી લઉં ત્યાં સુધી દૂર ઊભ અને આ વાનર સેનાને પણ દૂર ઊભવાનું સૂચન આપ,’ નીચે ઢગલો કરેલ રાયફલના કારતૂસને ખિસ્સામાં નાખતાં તે બોલ્યો.

સિપાઇઓની સાથે જેલર થોડે દૂર જઇને ઊભો રહ્યો. તેને આ માણસ વિચિત્ર અને પાગલ લાગતો હતો. કોને ખબર ક્યારે મગજ છટકે ને ગોળીબાર ચાલુ કરી દે. તે વિચારે તે ચૂપાચૂપ દૂર ઊભો રહ્યો.

કાળા વેશધારી તે યુવાન જેલર અને સિપાઇઓ સામે રિવોલ્વર હલાવી અને એક નજર ફેરવી ત્યારબાદ તે નીચે પડેલા મુસ્તફા પાસે ઘૂંટણિયે બેસી ગયો.

‘મુસ્તફા...મુસ્તફા... ભાઇ ચિંતા ન કર. બધું બરાબર થઇ જશે. મુસ્તફા થોડી હિંમત રાખ...’ મુસ્તફાને છંછોડતા તે બોલ્યો. અને મુસ્તફાના માથા નીચે પોતાના હાથનો ટેકો આપી ઊંચુ કર્યું.

છેલ્લા શ્વાસે લેતા મુસ્તફાએ આંખો ખોલી.

‘તું...તું...આવી ગયો દોસ્ત...હું તો જાઉં છું. દોસ્ત આનંદ અને તારા મિત્રોને...બ...બ...’

‘મુસ્તફા...દોસ્ત ને કાંઇ જ નહીં થાય. હું તને હમણાં જ હોસ્પિટલમાં લઇ જઇશ...હિંમત રાખ.’

‘નહિ દોસ્ત...મારી ચિંતા ન કર...મ...મ...મારો અંતિમ શ્વાસ...આનંદ...સૌ અવારી ટાવર્સ...મદદ...આવજે. દોસ્ત...અલવિદા...’ કહેતાં તેની ડોક તે યુવાનના હાથમાં ઢળી ગઇ. તે યુવાને તેને જમીન પર બરાબર સુવડાવ્યો અને તેની આંખો બંધ કરી નાંખી. ત્યારબાદ ખિન્ન અને ગુસ્સાભરી નજરે જેલર સામે જોયું.

‘હવે દોસ્તો...આ મારો દોસ્ત તો તમારા જેલરની કૃપાથી અલવિદા થઇ ગયો, ઠીક છે. થવાનું હતું તે થઇ ગયું, પણ તમારે જો અલવિદા ન થવું હોય તો હું કહું તેમ કરજો...બરાર...?’ માથાને ઝાટકો આપી મનમાં દુ:ખને દૂર કરતાં આગળ તે બોલ્યો.

‘દોસ્તો...હવે આપણે છુક...છુક...ગાડી રમવાનું છે. ચાલ એય કાળા ટેભા, એન્જિન બન અને ચપલા તું છેલ્લે ગાર્ડનો ડબ્બો બન.’ સિપાઇઓ સામે નજર ફેરવી તે બોલ્યો.

‘બરાબર...બરાબર...દોસ્તો હવે રેલગાડીને ભગાવો. સાંભળ કાળા ટેભા...’ એક કાળા અને જાડા સિપાઇ સામે જોઇ તે બોલ્યો. તારે મોંથી છુક...છુક...એમ બોલવાનું છે, વચ્ચે સિસોટી પણ વગાડવાની છે. તો સૌ તૈયાર...ચાલો રેલગાડી ચાલુ...’ ધાંપ...ધાંપ...અવાજ સાથે રિવોલ્વરની ગોળીઓને તે કાળા સિપાઇના પગ પાસે છોડી.

‘ચાલો જલદી રેલગાડી ચાલુ કરો...’ ત્રાડભર્યા અવાજે તે બોલ્યો.

અને ખરેખર જો કોઇ જુએ તો હસી-હસીને બેવડો વળી જાય, તેવું ર્દશ્ય હતું. બધા સિપાઇઓ એકબીજાના શર્ટના પાછળના ભાગને પકડીને રેલગાડી...રેલગાડી...રમતા છોકરાઓની જેમ સાથે ચાલવા લાગ્યા.

‘હવે રેલગાડીને આ ટ્રેકમાં લઇ આ પુલ પર ચડાવીને સામે કિલ્લા ઉપર લઇ જાવ...શાબ્બાશ...ધન્ય છે તમારી જનેતાઓને.’ અને સિપાઇઓ રેલગાડી...રેલગાડી...રમતાં પગથિયાં ચડીને કિલ્લાની ઉપર ચડવા લાગ્યા.

‘વા...વા...મઝા આવી ગઇ દોસ્તો...!’ તાળીઓ પાડતાં અને નાચતાં તે યુવાન બોલ્યો. પછી તેણે જેલર સામે નજર કરી.

‘જેલર સાહેબ...તમારા આ વાંદરા ખરેખર સરસ છે. નહીં, વા...મઝા આવી જેલર, તને ખરેખર આનો ઉપયોગ લેતાં જ આવડતો નથી. નહીંતર આ રેલગાડીને બદલે રોકેટ બની જઇ તને ચાંદ પર લઇ જાય ખરેખર...’

‘કામની વાત બોલ...’ કડવો ઘૂંટ પી જેલર સખત અવાજે બોલ્યો.

‘ઠીક છે, જેલર તો હવે કામની વાત કહું તને, તો ‘મોત કા બદાલા મોત’ મારા પ્યારા દોસ્તની તેં હત્યા કરી, ભયાનક મોત આપ્યું મારે તેનો બદલો જોઇએ જેલર...બદલો...’ ક્રોધથી કાળઝાળ બની ધ્રૂજતાં તે યુવાન ચિલ્લાયો.

‘મ..મને...મને...માફ કરી દે મારી ડ્યુટી...’ જેલર થોથવાયો.

‘ડ્યુટીના પાઠ મન ન ભણાવ. જેલર...તારી ડ્યુટી આને મારી નાખવાની ન હતી. વધુમાં તો તું તેને ગિરફતાર કરી શક્યો હોત...પણ...ના...જેલર આ તો તારી નીચતા છે અને જા હવે તેની પાછળ તું તેને પકડવા દોડ...ચાલ તું તેની પાછલ ખુદા ગંજ એક્સપ્રેસમાં ભાગવા માંડ.’

‘મને...મને...મારશો નહીં મારાં બાલ-બચ્ચાં’ ઘ્રૂજતા જેલર બોલ્યો. તે પૂરો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો.

‘બસ...તારા એકનાં જ બાલ...બચ્ચાં છે. ના જેલર ના, તારે તો જવું પડશે, જો તારી રેલગાડી કિલ્લાની દીવાલ પર ચડી ગઇ છે. કેટલું મજાક ભર્યું તે ર્દશ્ય છે. જો...જો...છેલ્લે જોતો જા...’

ધ્રૂજતા શરીરે જેલરે પોતાની ગરદન ફરાવી કિલ્લાની ઉપર નજર કરી.

ધાંપ...ધાંપ...ધડામ...અવાજ સાથે તે યુવાનની રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી અને જેલરની તરબૂચ જેવી ખોપરીમાં સમાઇ ગઇ...ધડામ કરતો તેનો દેહ નીચે પટકાયો. તેનો લોહીથી લથપથ ચહેરો એકદમ વિકૃત લાગતો હતો. તેની આંખો ફાટીને ડોળા બહાર ધસી આવ્યા, અન મોંમાંથી ફીણના ધોધ નીકળ્યા. ત્યારબાદ તેની ગરદન એક તરફ નમી ગઇ.

તે યુવાને નીચે બેસીને એક વખત મુસ્તફાના પલ્સ હાથ મૂકીને ચેક કર્યા...હાર્ટ પર હાથ મૂકીને જોયું પછી નિરાશાથી માથું ધુણાવ્યું, ‘અલવિદા દોસ્ત...તારી દોસ્તી મને હરપળ યાદ રહેશે, દોસ્ત...ખરેખર તું દેશનો ખરો બહાદુર સિપાઇ છે.’

‘‘જય હિન્દ’’ ...હાથેથી સેલ્યુટ કરી ભીની આંખે તે યુવાન ઊભો થયો અને કિલ્લા પર ચડી ગયેલ સિપાઇઓની રેલગાડી સામે હાથ હલાવીને તે ખંડેરની બહાર નીકળી ગયો. ખંડેરના પાછળના ભાગમાં આવી વૃક્ષોની ઝાડીમાંથી પોતાની મોટરસાયકલ બહાર કાઢી સ્ટાર્ટ કરી અને ફરીથી આગળ દોડાવી.

***