Prem Vasna - 18 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ વાસના - પ્રકરણ - 18

Featured Books
Categories
Share

પ્રેમ વાસના - પ્રકરણ - 18

પ્રકરણ-18

પ્રેમ વાસના

ઘરમાં એકદમ શાંતિ પથરાઇ ગઇ હતી બધાં પોત પોતાનો રુમpમાં ઘેરી નીંદરમાં હતાં. ક્યાંય કોઇ અવાજ નહીં. વૈભવી પાપાનાં રૂમનાં એમને સાયગલની લોગંપ્લે ઓટો સ્ટોપ પર મૂકીને સૂઇ ગયેલી એને ખબર હતી પાપા સાંભળતા સાંભળતાં સૂઇ જવાનાં છે એ રૂમમાં આવીને અગરબત્તી કરી ભસ્મ કરીને મંમી નો હાથ પકડીને સૂઇ ગયેલી. થોડીવાર આમ તેમ પડ્યા ફેરવ્યા કર્યા પછી ક્યારે નીંદર આવી ગઇ એને જ ખબર ના પડી.

*************

સખારામે જે રીતે ડોળા પહોળાં કરીને કહ્યું કે એ પ્રેતાત્મા અહીં આ ઘરમાં જ છે અને આજુબાજુમાં જ ફર્યા કરે છે આ ઘર પર સંકટ છે જ અને કોઇને કોઇ નુકશાન પહોંચાડશેજ એ સાંભળીને લક્ષ્મણ તથા સવિતા ગભરાઇ ગયાં.

લક્ષ્મણે કહ્યું "સખારામભાઉ આ તો ખૂબ ખોટું થયું છે અને મોટી આફત આવી છે સાથે સાથે કર્નલ સર આવાં કશામાં માનતાં નથી શું કરવું એમની ઉપરવટ જઇને તો કંઇ થશે નહીં મને તો વૈભવી બેબીની ચિંતા વધુ છે એમની જ ચિંતા છે.

સખારામે કરડી આંખે જોતો કહ્યું "લક્ષ્મણ તને ખબર છે પ્રેતનું નિશાન ? છોડ વિધાતા પર છોડી દે. પણ હું આ ઘરમાં કોઇ મોટી હાની થવાની જોઇ રહ્યો છું. તું તારા સાહેબથી પરવશ હતો તો મને શા માટે બોલાવ્યો ? મારાથી જાણ્યા પછી રહેવાતું નથી અને કોઇની આવી ભયંકર હાની જોવાતી નથી તને શું પડી છે ? આટલી બધી ! હવે મારાં મન મસ્તીકમાં એજ હાની કરતો પ્રેત દેખાય છે તેં મારું બધુ... તારે પહેલાં કહેવું જોઇએ ને તારો સાહેબ આવા બધામાં માનતો નથી અને મારી ઊંઘ હરામ કરી....

સખારામે દાંત કચકચાવ્યા પછી ગુસ્સામાં લાલ પીળો થઇને બોલ્યો આ કર્નલ પગે પડતો આવશે. આ લોકો કોઇ સાધુ સંત પાસે જશે પરંતુ એ પણ કંઇ કરી નહીં શકે અને એનાં મેળાપ શક્ય નહીં બને એટલે ના છૂટક મારાં અઘોરી પાસે જ આવવું પડશે. મારો ગુરુ પણ અત્યારે નારાજ છે કેવા માણસો માટે હું છેકથી લાંબો થયો પરંતુ તારાં મારાં પર ઘણાં ઉપકાર છે એજ યાદ રાખીને આવ્યો છું યાદ છે ને તને અમરાવતીમાં શું થયેલું ? વઇની તું તો બધુ જ જાણે છે ને ? કંઇ નહીં જે થવાનું છે હવે થવા દે એજ મહાકાલને મંજૂર લાગે હું તો સવારે નીકળી જવાનો લોઢું બરાબર તપાય ત્યારે બોલાવજે હથોડો મારી જઇશ. લક્ષ્મણ વિવશ આંખે હાથ જોડીને બોલ્યો "ભાઉ તમારી વાત સાચી છે પણ આ ઘરનું નમક ખાધું છે મને કર્નલ કાયમ સાચવ્યો છે અને મારી ફરજ છે આ વૈભવી બેબીને અમેજ ઉછેરી છે. પણ કંઇ નહીં હું કર્નલ સરને મનાવી લઇશ પછી જ તમને કહેવા મોકલાવીશ.

સખારામ શાંત થયો અને પછી "વઇની તું મને થોડું ખાવા આપ અને ખાવામાં મને મુર્ગા જોઇશે સાથે સાથે ચપાટી. સરિતાએ લક્ષ્મણ સામે જોયું એ અટવાયો પછી વિચારીને કહ્યું "તું ચપાટી બનાવ હું મુર્ગા લઇને આવું છું એમ કહીને નીકળી ગયો.

*************

વૈભવ અને સદગુણાબ્હેન એ લોકોને મૂકીને ઘરે આવી ગયાં હતાં નાહી ધોઇ ફ્રેશ થઇને વૈભવ સૂવા માટે જવા તૈયાર થયો ત્યારે સગુણાબ્હેને બોલાવ્યો "દીકરા બે મીનીટ મારી પાસે બેસ મારે વાત કરવી છે. વૈભવ ઉભો થયો અને માં પાસે આવી બેઠો.

"દીકરા હું બધું સમજું છું અને વૈભવી ઉપર કોઇ આત્માનો સાયો ભટકે છે આમા તું ક્યાંય વચ્ચે નથી અને એ કોઇ વિદ્યુતનો ઉલ્લેખ કરે છે જે તમારી સાથે કોલેજમાં હતો. એ બધું શું છે ? મને જણાવ હું જણાતી હોઇશ તો ક્યારેક કંઇક જરૂર પડે કહી શકું અને મહારાજ શ્રીને તો જણાવ્યું જ પડશે જ્યારે આપણે જાણીએ જ છીએ કે કોનો આત્મા છે.

વૈભવી કહ્યું માં અત્યારે ? હું ખૂબ થાકેલો અને ખૂબ કંટાળેલો છું પણ તારી વાત પણ સાચી છે તારે જાણવું પણ ખૂબ જરૂરી છે માં હું અને વૈભવી કોલેજમાં એક સાથે એક જ કલાસમાં હતાં અમારા બંન્ને જણની ઓળખાણ કોલેજની ટેલેન્ટ ઇવનીંગમાં થઇ હતી. અને થોડાં પરીચય પછી એકબીજાને પસંદ કરવાં લાગ્યો હતાં. ત્યારે અમારી સાથે અમારાં જ કલાસનો વિદ્યુત નામનો મરાઠી છોકરો હતો એની પણ નજર વૈભવી તરફ હતી.

વૈભવીએ ક્યારેય એને રીસપોન્સ નહોતો આપ્યો અને એ વધુ ભૂરાયો થયો હતો એ વારે વારે વૈભવીને પરેશાન કરતો હતો ત્યારે હું એને પ્હેલાં સમજાવવા ગયો ત્યારે પછી સાથે ઝઘડો કરેલો કહે તું એનો શું છે ભાઇ છે ? વચમાં કેમ આવે છે ? ત્યારે વૈભવીએજ એને સીધો જવાબ મોં પર આપેલો કે એ મને જ પ્રેમ કરે છે મને પસંદ કરે છે જો ફરીવાર વિદ્યુતનું વચમાં આવ્યો છે તો હું પ્રિન્સીપલને કમ્પલેઇન કરીશ. વૈભવીનાં પાપા મીલીટ્રીમાં હતાં અને વૈભવીને મૂકવા એમની ગાડી આવતી તેથી એ થોડો વખત શાંત થઇ ગયેલો અને કોલેજની ટ્રીપ નક્કી થઇ ત્યારે હું અને વૈભવી સાથે જ હતાં અને વિદ્યુત પાછળથી જોડાયો હતો પણ અમને એનો હવે ડર રહ્યો નહોતો. એ વૈભવીની પંચાત નહોતો કરતો. અમે બધાં સાથે માથેરામ ગયેલાં તને યાદ હશે ત્યારે પાપાએ મને નવી બાઇક પણ અપાવી હતી અને સ્પોર્ટસ સુઝ, બેગ બધુજ નવું અપાવેલું હું પણ ખૂબ ખુશ હતો.

સદગુણાબ્હેનની આંખમાં જળ ભરાઇ આવ્યાં. પણ ચૂપ રહ્યાં સાંભળતાં રહ્યાં. માં ત્યાં માથેરાનમાં અને બધાં રમી રહ્યાં હતાં પછી જમીને રાત્રે વુડ ફાયર કરવા બેઠાં ત્યાં બધાં ગાઇ રહેલાં અને વિદ્યુત ત્યારે ખૂબ દારૂ પીધેલો અમને કોઇને ખબર નહીં. બધાં ગીતોમાં મસ્ત હતાં અને હું અને વૈભવી પણ ગાતાં હતાં. એટલામાં વિદ્યુતનો મિત્ર આવીને મને કહ્યું વૈભવ જોને વિદ્યુત બીલકુલ ભાનમાં નથી અને એ કંઇ કરી બેસે પ્હેલાં મદદ કરને.

ઘણાં સમયથી એ સુધરી ગયેલો લાગેલો વહેલોતો દઇને નવાઇ લાગી કે ડ્રીંક ક્યાંથી લાવ્યો ? પણ હું એની સાથે ગયો અમારાં પ્રોફેસરે મને કહ્યું "વૈભવ હું આવું સાથે ? મેં વળી ના પાડી સર કઇ નહીં હું અને લઇને આવું છું હું એની પાછળ પાછળ ગયો. માં મારા ગયા પછી વિદ્યુતનો બીજો મિત્ર વૈભવીને બોલવવા આવ્યો હશે એણે કહ્યું વૈભવી તને વૈભવ બોલાવે કંઇક બબાલ થઇ છે અને વૈભવી એની સાથે દોડી.....

વૈભવી અને ગયાં હતાં એ તરફ જ દોડી પરંતુ ત્યાં એનો મિત્ર ક્યાં ગયો ખબર ના પડી અને વિદ્યુત એની સામે આવી ઉભો રહ્યો એણે ચિક્કાર પીધેલો વૈભવીએ એને કહ્યું "યુ સસ્કાલ કાવર્ડ મને છેતરીને બોલાવે છે ? યુ બાસ્ટર્ડ એમ કહીને એણે વિદ્યુતને લાફો મારી દીધો અને હું ગયો એ તરફ વૈભવ વૈભવ કરીને પાછળ દોડી. વિદ્યુત ભુરાયો થઇને એની પાછળ પડ્યો અને થોડે આગળ એણે વૈભવીને પક્ડી લીધી બાથમાં લઇને એને.... પણ માં વૈભવીએ એને જોરથી એવી લાત મારી કે એણે એને છોડી દીધી. વૈભવી આગળ દોડી અને વિદ્યુત એની પાછળ દોડ્યો વૈભવી વૈભવી આઇ લવ યું. વૈભવી થોડે આગળ જઇને ખૂબ હાંફતી ઉભી રહી કારણકે આગળ પર્વતની ધાર હતી એ ચારે તરફ બચવા માટે નજર દોડાવી રહી હતી અને હું એને દુરથી જોઇ રહેલો હું એનાં મિત્રનાં ફસાવવામાં આવી ગયેલો મને સમજણ પડી ગઇ હતી અને મને વિદ્યુતની બૂમ સંભળાઇ અને મેં વૈભવી તરફ દોડવાનું ચાલુ કર્યું. વૈભવી તરફ વિદ્યુત ખૂબ જોરમાં દોડતો આવી રહેલો. વૈભવીએ ચીસ જેવાં અવાજે કહ્યું હું વૈભવને પ્રેમ કરું છું તું વચ્ચે ના આવ આઇ હેટ યું અને વિદ્યુત ખૂબ જોરથી દોડતો આવ્યો વૈભવીની નજીક છેક આવવા ગયો અને એને જોરથી જમીનમાં રહેલાં પત્થરની ઠોકર વાગી એનાથી બેલેન્સ ના રહ્યું અને વૈભવી પર પડવા ગયો અને પકડીને... કંઇ વિચારે એ પ્હેલાં વૈભવી ખસી ગઇ અને એ સીધો ખીણમાં જઇને પડ્યો. માં આવું હતું કે વૈભવીની ચીસથી પ્રોફેસરની બધાંજ દોડી આવેલાં અને બધાની સામે વિદ્યુત ખીણમાં પડ્યો અને પડ્યો એવો મોટી ચીસ સાથે એનો જીવ નીકળી ગયો.

સદગુણાબ્હેન કહે "આમાં વૈભવીનો કે તારો ક્યાં વાંક જ છે ? આ અકસ્માતે જ થયું પણ અકાળે મોત થયું છે અને એનાં જીવની આ અધૂરા એને પ્રેતયોનીમાં મોકલ્યો ચે પણ પછી એનું શું થયું પોલીસ કેસ ?

વૈભવ કહે કોલેજવાળા પ્રોફેસર બીજા છોકરાઓ અને કર્નલ સરની દરમ્યાનગી અને વિદ્યુતનો સ્વભાવ ભૂતકાળ બધુ આગળ આવ્યું અને કેસ નિપટાવી લીધેલો. પણ એ હવે વૈભવીને હેરાન ના કરે એજ જોવાનું છે. મહારાજશ્રી આવે વ્હેલાં કોઇ ઉકેલ મળી જાય. માં એ કહ્યું તું નિશ્ચિંત થઇને સૂઇ જા બધાં સારાં વાનાં થશે.

*************

વૈભવી ઘસઘસાટ ઉંધી રહી હતી ઘરમાં સોંપો પહેલો હતો અને એનાં એરંકનીશનમાં કડાક કડાંક અવાજ આવ્યો હવામાં ખૂબ ભેજ અને બાફ હતો અને મશીન મોટાં અવાજ સાથે બંધ થઇ ગયું અને ઘરની લાઇટો જતી રહી મનીષાબ્હેને જોયુ વૈભવી ઊંધે એમણે લાઇટ કરી જોઇ પણ ના થઇ લાગ્યું લાઇટો ગઇ છે એમણે મચ્છરજાળી રાખીને બારીઓ ખોલી નાંખી સૂવા આવ્યાં એમણે જોયું તો વૈભવી કણસલી રહી છે બબડી રહી છે ના.... ના... છોડ મને.... ના મને અડીશ નહીં..... અને એમનો ચેહેરો બદલાઇ ગયો. એમણે ચીસ પાડી વૈભવી......

પ્રકરણ - 18 સમાપ્ત એકબદલો અનોખો અતૂરી તૃપ્તિનો