jyare dil tutyu Tara premma - 26 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 26

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 26

પિયુષ સમજીને શું રાખ્યું છે તેે ? ને અંકલ તમે પણ લોકોની ખોટી વાતોમાં ફસાઈ ગયા. અમે લોકો થોડાક દિવસ માટે બહાર શું ગયા અહીં તો આટલી મોટી ધમાલ મચી ગઈ. પિયુષ યાદ રાખજે આ સંબધ કયારે પણ હું તૂટવા નહિ દવ '' મનન આવતા જ શરૂ થઈ ગયો હતો. તે પુરી કોશિશ કરવા માંગતો હતો કે આ સંબધ ખોટી અફવાથી તૂટી ના જાય.

"મનન તને શું લાગે છે કે તારો ભાઈ તારા જેવો રહ્યો એમ!!!! આ જો તેના ફોટા લંડનની કોઈ રૂપસુંદરી સાથે રંગરયાળીયા માનવી રહો છે."

'' વાહ પિયુષ વાહ, તારી સોચ ને સલામ કરવી જોયએ, કઈ પણ વિચાર્યા વગર જ તમે એમ માની લીધું કે રવિન્દ તે છોકરી સાથે.!!! પહેલા એ તો જાણવાની કોશીશ કરી હોત કે તે છોકરી કોણ છે.? પણ તમને આ વાત હવે સમજ નહી આવે. રિતલ ક્યાં છે ?" રિતલ ના દેખતા મનન તેને બોલવા અવાજ લાગવ્યો. રિતલ રવિન્દ સાથે વાતો માં મશગુલ હતી.

મનનનો અવાજ સાંભળતા તે પણ નીચે ઉતરી તેનો ફોન હજુ શરૂ જ હતો. આખો હવે રડતી ન હતી પણ દિલ ધબકતું જરૂર હતું. તે બધાની વાતો સાંભળતી ચુપચાપ ત્યાંજ ઉભી રહી. દિલ રવિન્દ ની સાથે વાત કરતુ હતું ને મન આ લોકોની વાતો સાંભળી વિચારતું હતું કે હવે શું થવાનું છે.

"રીતલ આ બને ફોટા તું જો, અને પછી કેજે કે આ કોના ફોટા છે"

"રૉબિતા દીદી છે. પણ, આ તમારી પાસે જે ફોટો છે તેમાં તો તે એકદમ જ અલગ જ લાગે છે. તે લંડન જ્ઈ ને જ એટલા બદલી ગયા કે પહેલાથી જ છે??? રીતલના જવાબ થી તો એ સાબિત થઈ ગયું હતું કે તે રોબિતા ને જાણે છે પણ તે રવિન્દ સાથે કેવી રીતે. રીતલના સવાલને રિંકલે તરત જ પકડી લીધો હોય તેમ તે બોલી,

"રીતલ જેવી રીતે રવિન્દે તને બદલી તેવી રીતે જ રૉબિતાએ રવિન્દ ને બદલ્યો તે લોકો જ્યારથી જન્મ્યા ત્યારથી જ હંમેશા સાથે રહ્યા એટલે જ તો તેને રવિન્દ ને ત્યાં ભણવા બોલાવાયો કે તે ત્યાં સાથે રહી શકે. ફુવાને ગુજરી ગયાં પછી ફુઈની જિદગીમાં તે એક જ હતી. આટલી નાની ઉંમરે જ તેને બધું સારી રીતે સભાળયું ને અત્યારે લંડનમાં તે કામયાબ બિઝનેસ વુમન છે.

"આટલું બધું તો રવિન્દે કયારે મને નથી બતાવ્યું....!!!!"

"રીતલ તે બધી વાતો આપણે ફૂરસદમાં કરીશું પણ અત્યારે તારો સંબધ બચાવો જરૂરી છે. તું આ બધું જાણતી હોવા છતાં પણ ચૂપ બેઠી. તને ખબર છે તારી એક છુપી તારા સંબધને તોડી ને વેરવિખેર કરી દેવાની હતી. એ તો સારું થયું કે રવિન્દે મને કાલે ફોન કરી આ વાત જાણવી કે તું કોઈ તકલીફમાં છે. મને નો'તી ખબર કે મારો મિત્ર કઈ પણ વિચાર્યા વગર એમ જ સંબંધને તોડી દેવા માગે છે. પણ, પિયુષ એટલું બધું બની ગયુ તો પણ તે મને એકવાર પણ ન પૂછ્યું કે વાત શું છે ?? બસ લોકો એ કહ્યું કે રવિન્દ ત્યાં બીજી છોકરીને લઇ ને ફરી રહ્યો છે ને તમે માની લીધું. કોઈએ કહ્યું કે રવિન્દે ત્યાં જ્ઈને બીજા લગન કરી દીધા તો તમને લાગયું કે લોકોની વાતો ખોટી ના હોય. પણ રીતલની વાત..!! "

"મનન, એવું ન હતું કે અમે રવિન્દને ફોન કરવાની કે તેના વિશે જાણવાની કોશિશ નહોતી કરી. રીતું રોજ તેને ફોન લગાવતી, હું પણ રોજ તેનો ફોન ટાર્ઈ કરતો પણ હંમેશા તેનો ફોન વ્યસ્ત જ બતાવતા."

" મતલબ, તમે એમ માની લીધું કે લોકોની એ વાત સાચી છે? રવિન્દનો ફોન ન ઉપાડવાનું કારણ પણ સાયદ રીતલ જાણતી હશે. કેમ રીતલ બરાબર ને???"

"હા, મારે તેની સાથે છેલ્લી વાર વાત થઈ ત્યારે તેને મને બતાવ્યું હતું કે તે એક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે એટલે ફોન નહીં ઉપાડી શકે."

" સાંભળ્યુ પિયુષ, મને ખબર જ હતી રીતલ આ વાત જાણતી જ હશે. તેને આ વાત તમને સમજાવી પણ હશે પણ તમે તેની વાતનો વિશ્વાસ કેવી રીતે કરો કેમકે, તમારે સબુત જોઈએ ? તે તેની પાસે ન હતું. કેમ રીતલ બરાબર ને..??" રીતલ કંઈ જવાબ આપ્યા વગર એમ જ ત્યાં ઊભી રહી.

સંબધોની મયાજાળમાં ગૂંચવાઈ ગયેલો રીતલનો પરીવાર ખરેખર આજે એક ભુલથી બચી ગયો હતો. જો મનન સમય પર મુંબઈ થી અમદાવાદ ન આવ્યો હોત તો અત્યારે આ સંબધ પુરો થઇ ને એક અલગ રસ્તે નિકળી ગયો હોત. એકવાતનું દુઃખતો હંમેશા રહેવાનું હતું દિલીપભાઈ ને કે તેને રીતલની વાત ન સમજી પણ આ સંબધ બચી ગયો તેની તેને ખુશી પણ હતી.

રીતલે ફોન કટ કર્યો ને બધા સાથે વાતો કરવા તે પણ બેસી ગઈ. રોબિતાની વાત મનનને ફરી શરૂ કરી તેની લાઈફ પહેલા અલગ હતી ને તે અત્યારે કેવી રીતે બદલી. તેના લગન પછીની જિંદગી એક અલગ રીતે શરૂ થઈ હતી. તેના પતિના સાથથી તે તેના સપનાને સાકાર પણ કરી શકી ને આજે આ ક્ષેત્રમાં આગળ પણ વધી રહી છે. રીતલને તેના વિશે જાણવાની વધારે તમનના હતી પણ સમય ધણો નિકળી ગયો હતો એટલે આજે વધારે વાત થાય તેમ ન હતી.

ફરી એકવાર રીતલની જિંદગી ખીલી ઉઠી હતી. તેના વિશ્વાસની તેના, પ્રેમની આજે જીત થઈ હતી. કેહવાઈ છે ને જો કોઈ ને દિલથી પ્રેમ કરો તો તેને મળાવા પુરી કાયનાત એક થઈ જાય છે. તેમ રીતલ અને રવિન્દ પણ આજે એક કસોટીમાથી બહાર નિકળી ગયાં હતાં.

ફરી તે જ સવાર ને તે જ રાત પણ હવે રવિન્દ દિવસમાં એકવાર તેને ફોન જરૂર કરતો હતો. જેમ રવિન્દનું સપનું ઉડાન ભરવા જ્ઈ રહ્યું છે તેમ રીતલનું સપનું પણ ઉડાન ભરવાની તૈયારીમાં જ હતું. રવિન્દને ઈન્ડિયા આવવાના ગણતરીના દિવસો જ જયારે હવે બાકી રહ્યાં ત્યારે રીતલ રોજ એક દિવસ તેના આવવાની રાહ જોતી હતી. ચાર વર્ષમાં ઘણું બદલાઈ ગયું હતું ને હજુ ધણું બદલાવાનું હતું.

રવિન્દ અને રીતલના લગનની આજે તારીખ આવતા તે બહુજ ખુશ હતી. આ ખુશખબરી તે રવિન્દની સાથે શેર કરી મનાવા માગતી હતી. પણ, આ સમય ફોન કરવાનો ન હતો. વિચારો ફરી શરૂ થયાને રીતલનું દિલ રવિન્દ સાથે સપના સજાવવાં લાગયું.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

આખરે પ્રેમની જીત પણ થ્ઈને તેના લગનનાં મૂહર્ત પણ લેવાઈ ગયા ત્યારે શું ખરેખર રીતલ અને રવિન્દ લગ્ન ગ્રંથિમા જોડાઈ શકશે? શું તેમનો પ્રેમ આમ જ હંમેશા વિશ્વાસ પર જીતતો રહશે કે પછી ફરી કોઈ સમાજ તેને તોડવા માટે ઊભો રેહશે?? કેવી હશે તેની આવનારી જિંદગી ને કેવો હશે તેમનો પ્રેમ તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં... (ક્રમશઃ)