jyare dil tutyu Tara premma - 24 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 24

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 24

રવિન્દના ગયા પછી ઘણું બદલાઈ ગયું હતું. ત્રણ વર્ષની સફર એમ જ પુરી થઈ ગઈ પણ આ આખરી વર્ષ થોડું વધારે મુશકેલ હતું. જે વાતનો રીતલને ડર હતો આખરે તો તે જ થયું. જે સમાજ બે લોકોની જોડીને સજાવે છે તે જ સમાજ આજે રવિન્દ અને રીતલને અલગ કરવા તુલ્યો હતો.

હવાની માફક રવિન્દની વાતો સમાજમાં ફેલાતા ફેલાતા રીતલના કાન સુધી પહોંચી હતી. કોઈ કહેતું કે રવિન્દે બીજી છોકરી સાથે લગન કરી લીધા,તો કોઈ કહેતું કે ત્યાં જઈને રવિન્દ બગડી ગયો ભણવાનું મુકી તે કોઈ અવળા રસ્તે ચડી ગયો. તે હવે કયારે પણ અમદાવાદ પાછો નહીં આવે ને આવશે તો પણ ખાલી તેના પપ્પાના પૈસા ખાતર આવશે. વિદેશ ગયાં પછી કયો છોકરો જેવો છે તેવો જ વાપસ ઘરે આવે. ઘરમાં પણ આ એક જ વાત ને બહાર પણ આ એક જ વાત. રીતલનું મન હવે તુટવા લાગયું હતું. તે પોતાના મનને સમજાવે કે સમાજના લોકોને જે તેની જિંદગી રસ્તા પર લાવવાં ઊભા છે.

દિલના વિશ્વાસે તેના મનને બાધી તો રાખ્યું હતું. પણ, લોકોની વાતો તેના વિચારોને ધુમાવી રહી હતી. જે રીતે સગાઈ માટે તેનો પરિવાર તેને સમજાવી રહ્યો હતો તેવી જ રીતે આજે રવિન્દની ખિલાપ તેને ભડકાવી રહયો હતો.

"રીતું, સમજાવાની કોશિશ કર તું, રવિન્દ હવે તારો નથી રહયો તે ત્યાં જ્ઈને બદલી ગયો છે. લોકો એમ જ ખોટી વાતો ના કરે, તું પણ જાણે છે ને છેલ્લા બે મહિનાથી તેના કોઈ ન્યુઝ નથી. શું તારી સાથે તેની કોઈ વાતચીત થાય છે?? " પિયુષના આવા સવાલ પર તે વિચારવા મજબુર બની ગઈ.

વિચારો વચ્ચે ખોવાયેલ રીતલનુ મન માનવાં તૈયાર ન હતું. તેનો રવિન્દ બીજા કોઈ સાથે !! જે રવિન્દે તેની જિંદગી આખી બદલી નાખી તે ખરાબ સોબતમાં કેવી રીતે હોય શકે? પણ જેટલીવાર તે તેને કોલ કરતી તેટલી વાર ફોન અન્ય કોલ પર વ્યર્થ બતાવતા હતા. મન બેહાલ હતું ને દિલ એક જ વાત પર મકકમ હતું કે રવિન્દ બધું છોડી દેઈ પણ તેને ના છોડે.

ઘરના બધા જ તેને સમજાવી સમજાવીને થાકી ગયા હતાં. પણ તે આ વાત સ્વીકાર કરવા તૈયાર ન હતી. તેને રવિન્દ સાથે કરેલી તે છેલ્લી વાતચીત હંમેશા યાદ આવતી હતી.

"રીતલ, આ છેલ્લો મોકો છે મારી પાસે કંઈક કરી બતાવવા માટે, તેમા મારે રાત અને દિવસ એક કરવી પડે તો હું કરીશ. પણ, આ આખરી સમયમાં કયારેક એવું પણ બને કે હું તારા કોલનો જવાબ ના આપી શકું તો પ્લીઝ તુ મને ગલત નહીં સમજતી. આઈ લવ યુ રીતલ" રવિન્દના આ શબ્દો હંમેશા તેના કાનમાં ગુજતાં જયારે, લોકોના મોઠે રવિન્દ વિશે ખરાબ વાતો નિકળતી.

ફરી એકવાર દિલ અને મન વચ્ચે રીતલની જિંદગી ફસાઈ ગઈ હતી. તેની રડતી આંખો ધણું કહેતી હતી. પણ, તે હવે સમાજથી હારી ગઈ હતી. તેનુ દિલ આ વાત માનવા તૈયાર ન હતું પણ આ સમાજ તેને જબરદસ્તી મનાવવા માગતો હતો. સમાજની વાતો તો અલગ હતી પણ તેનો પરિવાર પણ આજે સમાજ બનીને રવિન્દની ખિલાપ હતો. લોકોને સાબિત કરવા આજે તેની પાસે કંઈ જ ન હતું. ના રવિન્દના કોઇ સમાચાર હતા, ના તેની સાથે કોઈ વાતચીત હતી. તેના સસુરાલ વાળા રીતલની સાથે હતા પણ અત્યારે તેનો પરિવાર તેની વાત પણ માનવા તૈયાર ન હતા. આખરે કોણ પોતાની દિકરીની જિંદગી જાણી જોઈને ખરાબ કરે.

છેલ્લા બે મહિનાથી ચાલતી આ વાતથી રીતલ પણ થાકી ગઈ હતી. તેનામાં હવે વધારે હિમ્મત ન હતી તેના પરિવાર સામે થવાની. તેને બધાને બહું સમજાવ્યા કે રવિન્દ કયારે આવું ના કરી શકે. પણ સમાજની વાતોમાં ફસાયેલ તેનો પરિવાર આ વાત સમજી ન શકયો ને આખરે તે લોકોએ સંબધ તોડવાનો ફેસલો લઇ લીધો.

હમણા તો દિલે થોડું હસવાનું શરૂ કર્યું હતું. પ્રેમમાં પડયા પછી સપના જોવાનું શરૂ કર્યું હતું ને આમ જ સંબધ તુટી જશે તો દિલ ધબકવાનું ભુલી જશે. રીતલની આંખો આશુંથી છલકાઈ રહી હતી. જે સમાજને તે હંમેશા માનતી હતી તે સમાજે આજે સાબિત કરી બતાવ્યું કે કોઈની જિંદગી એક જ પળમાં વેરવિખેર કેવી રીતે કરવી. તેના વિચારોએ એક નવી દિશા પકડી લીધી હતી. બાલકનીમાં બેઠી તે આકાશ સામે મીડ માડી બેઠી હતીને વિચારો સાથે આંખોના આશું વહી રહયા હતા.' શું મે તે લોકોનું બગાડયું હતું કે તે લોકોએ મારી જિંદગી આજે આ રસ્તા પર લાવી દીધી. જે પરિવાર મારી વાત આખ મીસીને ભરોસો કરતો હતો તે જ પરીવાર આજે તે સમાજની વાતો સાચી માની મારા દિલને તોડી રહ્યું છે. રવિન્દ કોઈ તો રસ્તો હશે ના આ સંબધ બચાવા માટે નો તને ખબર છે ને કે હું તારા વગર હવે નહીં જીવી શકું તો પછી આ લોકોને સમજાવને કે તું હંમેશા મારો જ રહીશ. ' તેની લાગણી આખના આશું બનીને વહેતી હતી.

ઘરના એક પણ ખુણામાં તેનું મન માનતું ન હતું જયાં પણ નજર કરે ત્યાં રવિન્દની યાદ હતી. પહેલીવાર તેને આજ રૂમમાં પ્રપોઝ કરેલી, તેની સાથે કલોકો સુધી ફોન પર વાતો કરેલી તે બધુ જ તેની સામે તરવરતું હતું. આજની રાત હવે છેલ્લી હતી તેના સંબધની. પણ, તેનું દિલ તે સંબધને તોડવા નહોતું માગતું પોતાના મનને મનાવી તે તેના પપ્પા પાસે ગ્ઈ

રાતના નવ વાગ્યાં હતા. દિલીપભાઈની રૂમમાં જ્ઈ રીતલે તેના ખોળામાં માથું નાખી બેસી ગઈ એક બાજુ તેના મમ્મી બેઠા હતા ને બીજી બાજું તેના પપ્પા તે તેના આશું ને રોકી નહોતી શકતી પણ રવિન્દ સાથેના સંબધ બચાવવા આ તેને છેલ્લી કોશિશ કરવાની હતી.

"પપ્પા એક વાત પુછુ?? "

"હા બોલને બેટા, તું પરેશાન છો ને રવિન્દની આવી હરકતથી? પણ, સારુ થયું તેને અત્યારે આવું કર્યું લગન પછી કર્યુ હોત તો તારુ શું થાત ."

"તમને લાગે છે પપ્પા રવિન્દ આવું કરી શકે??"

"બેટા સમય બધાને બદલે છે ને તે વિદેશની ધરતી કહેવાય ત્યાં આ બધું જ થઈ શકે "

"તો આ વાત તમને પહેલા પણ ખબર હતી ને કે રવિન્દ વિદેશ જવાનો છે ! તો પછી ત્યારે તમે મને કેમ એમ કીધું હતું, કે બધા છોકરા એવા નથી હોતા આ તો રાજેશભાઈના સંસ્કાર છે તેમાં ખોટ ના હોય તો આજે તમને આ સમાજની વાતો સાંભળી કેમ તેનામાં ખોટ લાગે છે???" તેના પુછેલા સવાલ પર દિલીપ ભાઈ વિચારવા મજબુર બની ગયા હતાં.

"મમ્મી તમને હું એક વાત પુછું કોઈ તમારા પતિ વિશે કંઈ ખરાબ કહે તો તમે એમ સાંભળી લો ? શું તે સાચું કે ખોટું તે જાણયા વગર જ તેનાથી દુર થઈ જાવ???"

ફરી એજ સમજણ શરૂ થઈ ગઈ," ના બેટા તું ખોટું સમજે છે. તું તેના વિશે વિચારવાનું બંધ કરી દે જે છોકરાને તારી એકપણ વાત ની પરવા નથી તેના વિશે વિચારવું શું કામ જોઈએ. શું આ વાત તેના પરિવારે તેને કરી નહિ હોય? બે મહિના ઉપર કેટલા દિવસો ગયા આ વાત ને થવા આવ્યો એકવાર પણ તેનો ફોન તારા ઉપર કે બીજા કોઈ ઉપર આવ્યો કે આ બધું ખોટું છે. રીતું તે તને ભુલી ગયો છે. તું પણ ભુલી જા!"

''કેવી રીતે ભુલુ હું તેને હવે ? જેને મને એક નવી દિશા બતાવી, જેના થકી હું આટલી બદલી, જેને મને પ્રેમ કરતા શીખવ્યું, કોઈના પર વિશ્વાસ કરતા શીખવ્યું તો શું હું આજે તેનો જ વિશ્વાસધાત કરુ .....??? " તેના શબ્દો મનમાં જ રહી ગયાને ફરી તે આ લોકોથી હારી ગઈ.હંમેશા ની જેમ આજે તેની ખામોશી કોઈ પણ સાથે દલીલ ના કરી શકી.

તે ભાઈ-ભાભી પાસે ગઈ ત્યાં પણ આજ વાત તેને સમજવા મળી. તેને કઈ સમજાતું ન હતું. તે કોઈ ની સામે લડી શકતી ન હતી. કોઈને કઈ કહી શકતી ન હતી. આ જ તેની કમજોરી તેને ખોખલી કરી રહી હતી. તે પોતાની રૂમમાં ગઈ સુવાની કોશિશ કરી પણ નિંદર ના આવી. વિચારોથી ખોવયેલ તેનું મન ભારી હતું. તેને ક્યારે સપને પણ વિચાર્યું ન હતું કે તેની જિંદગી એક દિવસ આ મોડ પર આવી ને ઊભી રહેશે. તેનું દિલ એમ જ સમાજની ખોટી અફવાથી તૂટી ને વેરવિખેર થઇ ગયું હતું.

*********************

પ્રેમ અને પરિવાર વચ્ચે ફસાયેલ રિતલ નું દિલ હવે શું ફેંસલો લેશે ? શું એમજ તૂટતાં સબંધને તે તૂટવા દેશે કે તેને બચાવવા કંઈક કરશે ? શુ ખરેખર આ વાત સાચી હશે ? શું રવીન્દ આ વાત ને જાણતો હશે? દિલની કસ્મકશ વચ્ચે હારેલી રિતલ ની જિંદગી શું મોડ લેવાની છે જાણવા વાંચતા રહો જયારે દિલ તૂટ્યું તારા પ્રેમમાં ( ક્રમશ:)