Shivali - 23 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | શિવાલી ભાગ 23

Featured Books
Categories
Share

શિવાલી ભાગ 23

ઝુકીલા ના કબીલા પર બધા આવી જાય છે. ઝુકીલાના દાદા બધા ને જોઈ ને ખુશ થઈ જાય છે.

આવો, કેવી રહી મુસાફરી? દાદાજી એ પૂછ્યું.

એકદમ સરસ દાદાજી. ખૂબ મજા આવી, ઝુકીલા બોલી.

દાદાજી એ શિવ ને પૂછ્યું, તમે જે કામ માટે આવ્યા હતા તે થઈ ગયું? શાઉલ ની આત્મા સાથે મુલાકાત થઈ?

હા દાદાજી શાઉલ ની આત્મા સાથે મુલાકાત થઈ. એમણે મદદ કરવા ની હા કહી છે.

ખૂબ સરસ. તમે થાકી ગયા હશો થોડો આરામ કરો હું ભોજનની વ્યવસ્થા કરવું.

હા દાદાજી ઘણો સમય થઈ ગયો સારું ભોજન કર્યાનો. ચાલો હું મદદ કરું. મારે તમને બહુ બધું કહેવાનું છે.

ના ઝુકીલા તું આરામ કર થાકી ગઈ હશે તું?

ચાલો દાદાજી મને કોઈ થાક નથી લાગ્યો. ઝુકીલા દાદાજી ને લઈ ને જાય છે.

ગોની ભોજન પછી આપણે પણ ઘર તરફ નીકળી જઈશું.

સારું શિવ, હું સ્નાન કરી આવું.

આજે ભોજનમાં ઘણી બધી વાનગી હોય છે. ત્રણેય જણ પેટ ભરી ને જમે છે. જમ્યા પછી શિવ દાદાજી પાસે જવા ની રજા માંગે છે.

દાદાજી હવે અમે જઈએ. આ તમારી ઝુકીલા તમને સહીસલામત સોંપી દીધી. એણે અમારી ખૂબ મદદ કરી.

શિવ તમે રોકાઈ જાવ પછી આરામ કર્યા પછી જજો, દાદાજી એ કહ્યું.

ના દાદાજી હજુ ગોની ને એના ઘરે પણ જવાનું છે પછી હું દેવગઢ માટે નિકળીશ.

ત્યાં ઝુકીલા બોલી, દાદાજી શિવ નું કામ હજુ પૂરું નથી થયું. હું પણ એની સાથે જવા માંગુ છું.

ના ઝુકીલા તું હવે ક્યાંય નહિ જઈ શકે.

પણ દાદાજી મારે શિવ ની મદદ કરવી છે.

જો દીકરા પહેલા શિવ અજાણ્યો હતો આ જંગલ થી. ને તારે એને જંગલમાં મદદ કરવાની હતી. પણ હું તને આ જંગલ ની બહાર નહિ જવા દઉં. મને જંગલ પર ભરોસો છે પણ જંગલ ની બહારના લોકો પર ભરોસો નથી. તું એક જ મારો સહારો છે.

દાદાજી બહાર પણ આવા જ લોકો છે. મને કઈ નહિ થાય. હું શિવ ને શિવાલી મળી જશે પછી પાછી આવી જઈશ.

જો ઝુકીલા તું આમ હઠ ના કર હું કોના ભરોસે તને મોકલું. ને હું બહાર ની દુનિયા ને જાણતો પણ નથી. પછી આ કબીલા ના લોકો મને અહીં રહેવા પણ નહિ દે. તું હવે મોટી થઈ ગઈ છે. બહાર ની દુનિયા ના લોકો ને સમજી નહિ શકે અને તું એ લોકો સાથે સુમેળ નહિ કરી શકે. આ આપણી નાની દુનિયા સારી છે. બહાર નું દુઃખ તું નહિ સહી શકે. ને તને કઈ થઈ ગયું તો? ના દીકરા ના હું તને નહિ જવા દઉં.

તો ઝુકીલા ની જવાબદારી મને સોંપી દો હું એને આ બહાર ની દુનિયા સાથે સુમેળ કરતા શીખવીશ, ગોની બોલ્યો.

બધા એની સામે જોવા લાગ્યા.

ગોની આ શુ બોલે છે? શિવે પૂછ્યું.

હા શિવ હું ઝુકીલા ની જવાબદારી ઉઠાવવા તૈયાર છું. હું ઝુકીલા ની સાથે લગ્ન કરવા માંગુ છું.

શિવ અને ઝુકીલા તો આશ્ચર્ય સાથે તેની સામે જોવા લાગ્યા.
ગોની હું તારી વાત સમજી ગયો. પણ અમારા કબીલામાં લગ્ન માટે છોકરીનો હાથ માંગવાનો રિવાજ નથી. અમારા ત્યાં છોકરી જાતેજ પોતાનો જીવનસાથી નક્કી કરે છે અને એ કહે તેની સાથે તેના લગ્ન થાય છે. બસ શરત એટલી હોય છે કે છોકરી જે છોકરા ને પસંદ કરે તે કુંવારો હોવો જોઈએ. ને અમારા કબીલા ની છોકરીઓ કબીલાના છોકરા સાથે જ લગ્ન કરે છે. બહાર ના કોઈ છોકરા સાથે લગ્ન કરી શક્તી નથી.

દાદાજી ગોની સારો છોકરો છે. એ ઝુકીલાનું ધ્યાન રાખશે, અત્યાર સુધી શાંત રહેલ શિવ બોલ્યો.

શિવ ગોની સારો છે પણ અમારા રીતરિવાજો આ વાત ની પરવાનગી આપતા નથી. આવું કરવા થી અમને કબીલામાં થી બહાર કરી દેશે.

દાદાજી હું માનું છું કે તમારા રિવાજો આની પરવાનગી આપતા નથી. પણ ઝુકીલા ની ખુશી પણ મહત્વ ની છે, શિવ બોલ્યો.

જો શિવ હું તારી વાત ને માનું છું પણ કઈ જ મારા હાથમાં નથી. ઝુકીલાની ઇચ્છા પણ મહત્વ ની છે.

બધા ની નજર એકદમ શાંત ઉભેલી ઝુકીલા પર ગઈ. તે ચુપચાપ આ વાર્તાલાપ સાંભળી રહી હતી.

ઝુકીલા તારી શુ ઇચ્છા છે? શિવે પૂછ્યું.

ઝુકીલા એ ગોની સામે જોયું તે એકદમ શાંત ઉભો ઉભો તેને જોઈ રહ્યો હતો. હજુ તેને ગોની ની વાત નવાઈ જેવી લાગતી હતી. એણે આવું વિચાર્યું નહોતું.

શિવ ફરી બોલ્યો, ઝુકીલા તારી શુ ઇચ્છા છે?

શિવ દાદાજી મને ગોની સાથે વાત કરવી છે હું પછી તમને કહું.

દાદાજી અને શિવ ત્યાં થઈ બહાર ચાલ્યા ગયા.

બોલ ઝુકીલા શુ વાત કરવી છે?

તે આટલો મોટો નિર્ણય શુ વિચારી ને લીધો બસ એ જ પ્રશ્ન ન નો જવાબ આપી દે બીજું મારે કઈ નથી પૂછવું.

ઝુકીલા તું મને ગમે છે. તારા અને મારા લગ્ન જંગલના લોકો અને જંગલની બહારના લોકો માટે એક નવી શરૂઆત થશે. ને આ શરૂઆત બન્ને માટે લાભદાયક થશે. ને હું તારી બરાબર સંભાળ રાખીશ. તને કોઈ તકલીફ નહિ પડવા દઉં.

આ સાંભળી ઝુકીલા ત્યાં થી ચાલી જાય છે ને દાદાજી અને શિવ ને લગ્ન માટે હા પાડી દે છે.

તો હવે આ માટે કબીલા ના લોકો ને ભેગા કરવા પડશે, મારે કબીલાના મુખીયા ની સહમતી લેવી પડશે, દાદાજી બોલ્યા.

બીજા દિવસે કબીલાના લોકો અને મુખીયા બધા ભેગા થાય છે. ત્યાં દાદાજી, ઝુકીલા, શિવ અને ગોની પણ હોય છે.

દાદાજી ઝુકીલા ની ગોની સાથે વિવાહ ની વાત બધા વચ્ચે કરે છે.

પૂજારીજી આપણા કબીલા નો આ રિવાજ નથી. આપણી દીકરીઓ કબીલા સીવાય ના પુરુષ સાથે લગ્ન ના કરી શકે.

હા મુખીયાજી મને ખબર છે પણ ઝુકીલા એ ગોની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. બન્ને એકબીજા ને પસંદ કરે છે.

પણ એ આપણા કબીલા નો નથી. ને એ આ જંગલ નો પણ નથી. એ જંગલ બહાર થી આવેલો છે જે લોકો ને આપણે ઓળખતા નથી તેમને આપણી દીકરી કેવી રીતે આપીએ?

ભલે એ કબીલાનો ના હોય પણ હું એની સાથે જ લગ્ન કરીશ. હું એને ઓળખું છું અને સમજુ પણ છું, ઝુકીલા બોલી.

ઝુકીલા એ શક્ય નથી. એ આપણા કબીલાનો માણસ નથી. ને જો તું એની સાથે લગ્ન કરીશ ને પછી કોઈ તકલીફ થઈ તો? આપણે આ લોકો વિશે શુ જાણીએ છીએ? આજ સુધી આવું ક્યારેય બન્યું નથી.

અત્યાર સુધી શાંત ઉભેલો શિવ બોલ્યો, મુખીયાજી તમારી વાત સાચી છે. પણ બહારના લોકો ને જાણવાનો પણ પ્રયત્ન તો કરવો પડશે ને? આજે આ સમસ્યા ઉદભવી છે તે ફરી પણ ઉદ્દભવી શકે? જો આજે તમે આ વાત ને સ્વીકારી લેશો તો તમને લોકોને જંગલની બહાર શુ છે? કેવું છે? તે જાણવાનો મોકો મળશે. ને ઝુકીલા જાતે આ લગ્ન કરવા માંગે છે. જો એના લગ્ન જીવનમાં કોઈ સમસ્યા આવે કે બીજું કઈ પણ થાય તો ભવિષ્યમાં તમે આવા લગ્નો ને રોકી શકો છો. ને જો બધું બરાબર ચાલે તો તમને પણ નવો અનુભવ અને ઘણું બધું જાણવાનો, સમજવાનો મોકો મળશે. તમે પણ જંગલની બહાર જઈને લોકો સાથે સબંધો બનાવી શકશો. ઝુકીલા અને ગોનીના લગ્ન બન્ને પક્ષના લોકો માટે એક નવી શરૂઆત બની શકશે.

બધા લોકો શાંતિ થી શિવ ની વાત ને સાંભળી રહ્યા હતા. ને સમજવાનો પ્રયત્ન પણ કરી રહ્યા હતા.

ને આજે નહિ તો કાલે તમે આ જંગલ ની બહાર તો જશો ને? જો આ સબંધ જોડાય જશે તો કબીલા ના લોકો માટે બહાર ની દુનિયામાં નવી તકો પણ ઉભી થશે. ક્યારેક તો શરૂઆત કરવી પડશે ને તો આજ થી કેમ નહિ?

પૂજારીજી શિવની વાત સાચી છે. જો બન્ને પોતાની મરજી થી લગ્ન કરવા માંગતા હોય તો કોઈ મુશ્કેલી નથી. ઝુકીલા ને પોતાનો સાથી નક્કી કરવાનો પૂરો હક્ક છે. આ લગ્ન થી જો કબીલાના લોકો ને ફાયદો થવાનો હોય તો મને કોઈ વાંધો નથી.

બધા લોકો ખુશ થઇ જાય છે. ગોની અને ઝુકીલા એકબીજાને જોઈ ને શરમાઈ જાય છે.

પૂજારીજી લગ્ન ક્યારે કરવા છે? મુખીયા એ પૂછ્યું.

મુખીયાજી કાલે જ. આ મુસાફરો ને હજુ આગળ મુસાફરી કરવાની છે. ને ઝુકીલા પણ એમની સાથે જવા માંગે છે.

જરૂર તમે તૈયારી કરો.

દાદાજી કાલે અમે લગ્ન પછી તરત ગોની ના ઘરે જવા નીકળી જઈશું, શિવે કહ્યું.

કઈ વાંધો નહિ શિવ. જેવી તમારી ઈચ્છા. પણ ગોની શિવ નું કામ પુરુ થઇ જાય પછી તું અને ઝુકીલા, શિવ અને શિવાલી બધા જ અહીં આવજો.

જી દાદાજી, ગોની એ કહ્યું.

બીજા દિવસે ગોની અને ઝુકીલાના લગ્ન કબીલાના રીતરિવાજ પ્રમાણે થઈ ગયા. ને પછી એ ત્રણેય ગોનીના ઘરે સોનગઢ જવા નીકળ્યા. સાંજ સુધીમાં એ લોકો ગોનીના ઘરે આવી જાય છે.

ધુળાકાકા આ જુઓ હું ગોની ને સહીસલામત પાછો લઈ આવ્યો, શિવે બૂમ પાડતા કહ્યું.

ઘરમાં થી ધુળાકાકા અને તેમની પત્ની બહાર આવ્યા. બન્ને જણ આ લોકો ને જોઈ ખુશ ખુશ થઈ ગયા. બધા ને ખૂબ સરસ આવકાર આપ્યો. ગોની અને ઝુકીલા બન્ને ના ચરણ સ્પર્શ કર્યા. એટલે ધુળાકાકા એ શિવ ની સામે જોયું.

શિવે ઝુકીલા ની ઓળખ કરાવી અને શુ થયું તે કહ્યું.

બન્ને પતિ પત્ની ખુશ થઈ ગયા અને ઝુકીલા અને ગોની ને આશીર્વાદ આપ્યા.

બધાએ ભોજન પછી ખૂબ વાતો કરી. શિવે જંગલમાં કેવી રીતે શાઉલ ના આત્મા ની મુલાકાત થઈ, કેવી મુશ્કેલીઓ આવી ને તેની સામે કેવી રીતે ઝઝૂમ્યા, ઝુકીલા ના કબીલા ના લોકો ને કેવી રીતે મનાવ્યાં એ બધી વાત ધુળાકાકા ને કરી. એ લોકો એ સવારે દેવગઢ જવાની વાત પણ કરી દીધી.

શિવ તારા લીધે આજે જંગલના લોકો અને અમારા વચ્ચે નવો સબંધ વિકસ્યો. એક નવી શરૂઆત થઈ. ખૂબ ખૂબ આભાર દીકરા, ધુળા કાકા બોલ્યા.

અરે એમાં શું આભાર કાકા? ગોની એ મારી કેટલી મદદ કરી છે. આ બન્ને એ તો મારો જીવ બચાવ્યો છે. મારા માટે મોત સામે લડ્યા છે આ લોકો. તો હું એક નાનકડું કામ પણ એમનું ના કરી શકું? ને કાકા આ ઝુકીલા આપણ ને વરદાન ના રૂપ માં મળી ગઈ તો હવે આપણે તેને સાચવવી પડશે, શિવ મઝાક માં બોલ્યો.

ને બધા હસી પડ્યા .

એ રાત્રે બધા ખૂબ આનંદમાં હતા. ઝુકીલા અને ગોની પોતાના લગ્ન થી, ધુળાકાકા ને તેમની પત્ની ગોનીના લગ્ન થી અને શિવ હવે પાછો ઘરે જવાનો તે વાત થી. રાત ક્યારે પુરી થઈ ને સુરજદાદા ક્યારે પધરામણી કરી રહ્યા તેની કોઈ ને ખબર જ ના પડી.

સવારે શિવ, ગોની અને ઝુકીલા દેવગઢ જવા માટે રવાના થઈ ગયા. હવે રસ્તો શિવ માટે મુશ્કેલ નહોતો બસ પેલી પાંચ શક્તિઓ ની તેને ચિંતા હતી.


ક્રમશ...............