Shivali - 18 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | શિવાલી ભાગ 18

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

શિવાલી ભાગ 18

પંડિતજી બોલ્યા, જેવી તમારી ઈચ્છા. બધા હવેલી આવી જાય છે.

આ બધી વાતો માં શિવ એક મુખ્ય વ્યક્તિ થઈ ઉપસ્યો હતો. બધા એ વાત થી પરેશાન હતા કે શિવ શુ કરી શકશે? ને શુ ખરેખર અઘોરી ની વાત સાચી હતી? ઘણા બધા પ્રશ્નો હતા બધા ના મનમાં, પણ જવાબો હજુ સુધી મળ્યા નહોતા કે મળવા મુશ્કેલ હતા.

શિવ ની હાલત બધા કરતા અલગ હતી. એ તો હજુ એજ વિચારમાં હતો કે શિવાલી શુ કરતી હશે? જો પોતે સમરસેન હોય તો તે કેવી રીતે શિવાલી ની મદદ કરશે? એનું મન એક અજાણ આંનદ થી ખુશ થયું હતું કે તે સમરસેન નો બીજો જન્મ છે. તેને માટે આ બીજો જન્મ કે સમરસેન મહત્વ ના નહોતા પણ શિવાલી મહત્વ ની હતી. તે કોઈપણ ભોગે શિવાલી ને રાજકુમારી ચન્દ્રપ્રભા ની આત્મા થી છોડાવવા માંગતો હતો. પણ હા જો પોતે ખરેખર સમરસેન હોય તો હવે તેની જવાબદારી વધી ગઈ હતી. તેનું મગજ આ વાત, પેલી વાત એમ અલગ અલગ વાતો માં ગોળ ગોળ ફરતું હતું. ત્યાં,

શિવ શિવ એમ બૂમ પડતા ચારુબેન તેના રૂમમાં આવી ગયા.

હા બા બોલો? શુ થયું?

કઈ નહિ જો હું આ લેપ લાવી છું. લાવ તને લગાવી દઉં. ને આ હળદરવાળું દૂધ પીલે તને આરામ લાગશે.

શિવે દૂધ પી લીધું. ને ચારુબેન તેના ઘા પર લેપ લગાવવા બેસી ગયા.

શિવ કોઈ દ્વિધામાં છે? અઘોરી ની વાતો વિશે વિચારે છે?

બા તમે મને કહો શુ ખરેખર આપણે સમરસેનના વંશજો છીએ? આપણા પૂર્વજો ચિતોડગઢ હતા?

હા શિવ આપણી જન્મભૂમિ તો ચિતોડગઢ જ છે. આપણા વંશજો અહીં વસી ગયા એટલે આપણે અહીંના થઈ ગયા.

પણ બા આપણે તો કયારેય ચિતોડગઢ ગયા નથી કે કોઈ ત્યાં છે આપણું તે પણ મને તો ખબર નથી.

જો શિવ જુના સબંધોતો મને પણ ખબર નથી. પણ હા એ વાત સાચી છે કે આપણે રાજઘરાના ના વંશજો છીએ.

બા આપણે ભલે કોઈ ના પણ વંશજો હોઈ એ અત્યારે તો શિવાલી ની મુક્તિ વધુ મહત્વ ની છે. કેટલા બધા દિવસ થયા. શુ કરતી હશે એ? એ શુ ખાતી હશે? એ બરાબર તો હશે ને?

શિવ એ બરાબર છે. એ તકલીફમાં છે પણ એ સલામત છે. ભગવાન ભોળાનાથ તેની સાથે છે. એ આત્મા તેનું કઈ નહિ બગાડી શકે.

બા સાચે જ એ સલામત હોય. મને એની ખૂબ ચિંતા થાય છે.

શિવ જાણું છું તારું મન શિવાલી માટે તડપે છે. હું અજાણ નથી એ વાત થી.

શિવ ચારુબેન સામે જોઈ નીચે જોઈ ગયો.

શર્માવાની કોઈ જરૂર નથી. જો ખરેખર અઘોરી ની વાત સાચી હોય તો અમે કોણ તમને છુટા પાડનાર. જયારે ભગવાન ભોળાનાથે જ તમને મેળવ્યા છે તો અમે તો માત્ર નિમિત્ત બનીશુ તમારા મેળાપનું. તું આરામ કર હું જાવ.

શિવાલી ની હાલત હજુ એવી જ છે. તે બહાર નીકળવા કઈ જ કરી શક્તી નથી. તેણે હવે નિરાશા ખંખેરી નાંખી અને ભગવાન શિવ ની આરાધનામાં મન પરોવ્યું. તે હવે સમજી ગઈ હતી કે માત્ર ભગવાન ભોળાનાથ સિવાય હવે કોઈ તેની મદદ કરી શકે તેમ નથી. ને જ્યાં સુધી તેના ગળામાં ગોમતી રત્ન અને મુખમાં ભોળાનાથ નું નામ છે ત્યાં સુધી રાજકુમારી ની આત્મા પણ તેનું કઈ બગાડી શકવાની નથી. તેને બાળપણમાં પંડિતજી પાસે થી શીખેલ વાતો યાદ આવી,

શિવાલી જીવનમાં ક્યારેય કોઈપણ પરિસ્થિતિ આવે પણ તેના થી ગભરાવા નું નહિ. દરેક તકલીફ થોડા સમય માટે જ હોય છે. જો આપણે તકલીફ થી ડરી જઈએ તો એ આપણ ને વધારે ડરાવે છે. માટે કોઈપણ પરિસ્થિતિમાં ડરવા કરતા તેનો મુકાબલો હિંમત થી કરવાનો. ને ક્યારેય ભગવાન ને નહિ ભૂલવાના. દરેક પરિસ્થિતિનું નિર્માણ ભગવાન કરે છે એટલે તેની પાસે હિંમત અને ધીરજ માંગવાની. જીત ચોક્કસ થઈ ને જ રહેશે.

તે મંદિરમાં થી નીકળી મહેલના ઉપરના ભાગમાં જાય છે. જ્યાં હજુ પણ બધી વસ્તુઓ સચવાઈ રહી હતી. ઉપરનો ભાગ હંમેશા બંધ હતો એટલે કોઈ ત્યાં ક્યારેય ગયું ન હતું. ને કોઈ વસ્તુ પણ લઈ શક્યું ન હતું. શિવાલી એ તેમાં થી પોતાની જરૂરિયાત ની વસ્તુઓ લઈ લીધી. ને પાછી મંદિરમાં આવી ગઈ. હવે તેણે ભક્તિમાં મન લગાવી કોઈ મદદ માટે આવે તેની રાહ જોવાની હતી. તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો.

બીજા દિવસે અઘોરી, પંડિતજી, ફકીરબાબા, રાઘવભાઈ અને શિવ મહેલ જાય છે.

बाबा सभालके उस आत्मा को पता लग जाएगा तो वो आ जाएगी, ફકીરબાબા બોલ્યા.

અઘોરી મહેલની બહાર દરવાજા આગળ બેસી ગયો. એમણે ધ્યાન લગાવી પોતાની શક્તિ થી આત્મા વિશે જાણવા પ્રયત્ન કર્યો. ત્યારે ફકીરબાબા અને બીજા લોકો ભગવાન ને યાદ કરી રહ્યા હતા.

થોડીવાર પછી અઘોરી ત્યાં થી ઉભો થઈ ગયો. ચાલો મંદિર જઈએ અઘોરી એ કહ્યું.

બધા મંદિર આવી ગયા.

પંડિતજી રાજકુમારી એ હજુ સુધી શિવાલી ને કઈ કર્યું નથી. શિવાલી સુરક્ષિત છે.

તો હવે શુ કરવું છે? પંડિતજી એ પૂછ્યું

પંડિતજી રાજકુમારી ચન્દ્રપ્રભા એક બહુ જ પહોંચેલી અને તંત્ર મંત્ર ની જાણકાર હતી. તેની પાસે એ જમાનાની શક્તિઓ છે જ્યાં તે વિદ્યા સચોટ શીખવવામાં આવતી. ને જેની સામે આપણે ટકી શકીશું નહિ. ને હું ત્યાં સુધી તમારી કોઈ મદદ નહિ કરી શકું જ્યાં સુધી કનકસુંદરી અને સમરસેન એટલે કે શિવ અને શિવાલી નું મિલન ના થઈ જાય. જ્યાં સુધી એ બન્ને ને પોતાનો પાછલો જન્મ યાદ ન આવે અને એકબીજા ને ના ઓળખે ત્યાં સુધી મારી શક્તિઓ કામ નહિ કરે.

ને મારી શક્તિઓ પાછી આવી જાય તો પણ હું રાજકુમારીની આત્મા ને નિયંત્રીત નહિ કરી શકું. તે મારા કરતા પણ વધારે શક્તિશાળી છે. તેમજ આટલા વર્ષો ના તેના ગુસ્સા એ તેને વધારે ક્રૂર બનાવી દીધી હશે. તેને કાબુમાં કરવી અસંભવ છે.

તો હવે શુ કરી શકાય? શિવ ને પોતાનો પાછલો જન્મ યાદ નથી અને શિવાલી મહેલમાં છે. હવે? પંડિતજી એ પૂછ્યું.

तो हम शिव को महल के अंदर भेज देते है। शायद उसे अंदर जाने के बाद अपना पिछला जन्म याद आजाए? ફકીરબાબા એ કહ્યું.

ના એ શક્ય નથી. શિવ ને મહેલમાં મોકલવો એ એને જાણી જોઈ ને મોતના મુખમાં મોકલવા જેવું છે. ભલે શિવ ને પોતાનો પાછલો જન્મ યાદ નથી પણ રાજકુમારી ચન્દ્રપ્રભા તરત જ એને ઓળખી જશે. ને એ એને મારી નાંખશે, અઘોરી એ કહ્યું.

તો આપણે રાજકુમારી ની આત્મા ને બંધક બનાવી ના શકીએ? અથવા તો એનો અંત ના કરી શકીએ? પંડિતજી એ પૂછ્યું.

એ એટલું સહેલું નથી. રાજકુમારી ની આત્મા તાકતવર છે. એને તો માત્ર શાઉલ જ નિયંત્રીત કરી શકે છે અને તેને કેવી રીતે મોક્ષ મળશે તે પણ તે જ કહી શકે છે, અઘોરી એ કહ્યું.

પણ શાઉલ તો મૃત્યુ પામ્યો છે. એ કેવી રીતે આપણ ને કહી શકે? શિવે પૂછ્યું.

હા શાઉલ મૃત્યુ પામ્યો છે પણ એનો આત્મા હજુ મોક્ષ પામ્યો નથી. તે રાજકુમારી ને સાચા હૃદય થી પ્રેમ કરતો હતો. રાજકુમારીને કેદ કર્યા પછી એ ત્યાં થી જતો રહ્યો. પણ એને ક્યાંય ચેન પડતું નહોતું. તે સમરસેન અને કનકસુંદરી ને બચાવી ના શક્યો તેનો એને અફસોસ હતો. તેણે પોતાની કોઈ પણ શક્તિ નો ફરી ક્યારેય પછી ઉપયોગ કર્યો નહિ અને તે તપ કરવા બેસી ગયો. ને મૃત્યુ પામ્યો. એની આત્મા આજે પણ સોનગઢ ના જંગલો માં વસવાટ કરે છે. એ આપણ ને મદદ કરી શકે. પણ ત્યાં જવું અત્યંત કઠિન છે, અઘોરી એ કહ્યું.

પણ બાબા શાઉલ ની આત્મા ને આપણે મદદ માટે અહીં બોલાવી શકીએ ને? પંડિતજી એ પૂછ્યું.

ના એ શક્ય નથી. આપણા કોઈ ની પાસે એટલી શક્તિ નથી કે શાઉલ ની આત્માને આપણે અહીં બોલાવી શકીએ. શાઉલ એક પવિત્ર આત્મા છે. ને તે પોતાની મરજીની માલિક છે એ કોઈના બોલવા થી નહિ આવે.

તો પછી આપણે શુ કરીશું? શિવાલી ને કેવી રીતે છોડાવીશું? રાઘવભાઈ એ પૂછ્યું.

જ્યારે કનકસુંદરી ને રાજકુમારી એ કેદ કરી હતી ત્યારે સમરસેને શાઉલ ની મદદ લીધી હતી. ને શાઉલે પોતાના પ્રેમ ને સાચા રસ્તે લાવવા માટે સમરસેન ની મદદ કરી હતી. જો આજે પણ સમરસેન શાઉલ ની મદદ માંગશે તો તે રાજકુમારી અને પોતાના મોક્ષ માટે મદદ કરી શકે. ને પોતે ફરી સમરસેન અને કનકસુંદરી ને તેમનો પ્રેમ પામવા મદદ કરી તેનો તેને સંતોષ થશે.

પણ બાબા સમરસેન જો શિવ હોય તો એ કેવી રીતે એને શોધશે? ને શુ ખબર શાઉલ એને મળશે? રાઘવભાઈ એ પૂછ્યું.

આપણે શિવ ને શાઉલ ની આત્મા પાસે મદદ માંગવા મોકલવો જ પડશે. શિવ સમરસેન છે તે શાઉલ ને ખબર પડી જશે. ને એ મદદ માટે તૈયાર થઇ પણ જાય. અત્યારે તો એક માત્ર આજ ઉપાય છે.

હું શાઉલ ની આત્મા ને શોધવા જઈશ. હું કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરીશ. પણ શિવાલી ને છોડાવી ને રહીશ, શિવ આવેશમાં બોલતો હતો.

એ એટલું સહેલું નથી. સોનગઢના જંગલો ખૂબ ગીચ છે. ને ત્યાં હિંસક પ્રાણીઓ પણ રહે છે. ને વળી શાઉલ ની આત્મા ત્યાં એક ગુફામાં છે. ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલીઓ આવી શકે છે. ને જંગલ ની પ્રકૃતિ થી આપણે અજાણ છીએ.

ભલે બાબા પણ હું ત્યાં જઈશ. દરેક મુશ્કેલી નો સામનો કરીશ. ને શાઉલ ની આત્માને વિનંતી કરીશ પણ હું તેને અહીં લઈ આવીશ. ભગવાન ભોળાનાથ જરૂર મારી મદદ કરશે. જો ભોળાનાથે આ પરિસ્થિતિ સર્જી છે તો એજ એમાં થી બહાર લાવશે.

ભોળાનાથ જરૂર મદદ કરશે. પણ શિવ આ કામ તારે એકલાએ કરવું પડશે. અમે તારી સાથે નહિ આવી શકીએ. તારે તારા સાહસ અને ધીરજ થી કામ લેવું પડશે. અમે અહીં તારી સફળતા માટે ભોળાનાથને પ્રાર્થના જરૂર કરીશું. કાલે સવારે બ્રહ્મમુહૂર્તમાં તું મંદિર આવી જજે. ભગવાન શિવ ની આરાધના કર્યા પછી તું આ યાત્રા શરૂ કરજે, અઘોરી એ કહ્યું.

બધાના મનમાં ઉચાટ છે., પ્રશ્ન છે, શિવ થી આ કામ થશે?

મગન તને શુ લાગે છે આપણો શિવ આ કામ કરી શકશે? ચારુબેને પૂછ્યું.

બા એતો મને પણ નથી ખબર. પણ આટલા દિવસોમાં જોયું કે શિવ મોટો થઈ ગયો છે. સમજદાર થઈ ગયો છે.

હા એતો મેં પણ જોયું. પણ મગન શાઉલ ની આત્મા ને જંગલમાં થી શોધવી સહેલી નથી. શિવ હજુ બાળક છે.

બા સમય માણસ ને મોટો બનાવી દે છે. શિવ નું પણ એવું જ થયું છે. માં નું મૃત્યુ અને શિવાલી ની જુદાઈ એ એને એક મજબૂત પુરુષ બનાવી દીધો છે. ને જો પુનઃજન્મ ની વાત સાચી હોય તો શિવ નું કર્તવ્ય બને છે કે શિવાલી ની રક્ષા કરે.

હા તારી વાત સાચી છે. ભગવાને પણ કઈ સમજી વિચારી ને જ આ ખેલ ખેલ્યો હશે.

આ બાજુ રાઘવભાઈ પણ આજ ચિંતામાં છે. બા શિવ શાઉલ ની આત્માને લઈ તો આવશે ને? એને કશું થશે તો નહિ ને?

એ જરૂર થી લઈ આવશે. મેં એની આંખોમાં શિવાલી માટે પ્રેમ જોયો છે. તે શિવાલી માટે કઈ પણ કરી શકે છે.

પણ બા શિવતો હજુ નાનો છે. એને ક્યાં આ બધી સમજ છે? રમાબેન બોલ્યા.

રમાવહુ સમય સૌથી બળવાન છે. એ કાયર ને પણ ભડવીર બનાવી દે છે. તો આ તો શિવ છે સાહસી અને નીડર. તમે ચિંતા ના કરો બધું સારું થઈ જશે.

સવારે બધા બ્રહ્મમુહૂર્ત માં મંદિર આવી જાય છે. ભગવાન શિવ ની આરાધના કર્યા પછી શિવ જવા માટે નીકળે છે.

શિવ આ લે. આ અઘોરી નું ઓઢણ છે. જ્યારે તું આને ઓઢી લઈશ ત્યારે તને કોઈ જોઈ શકશે નહિ. પણ આનો ઉપયોગ જરૂર હોય તો જ કરજે.

ધન્યવાદ બાબા.

પંડિતજી એ એક લોકીટ શિવના ગળામાં પહેરાવતા બોલ્યા, શિવ આ લોકીટને મારી અને ફકીરબાબા ની શક્તિઓ થી સિદ્ધ કરેલ છે. એ તને ખરાબ પરિસ્થિતિઓ અને બલાઓ થી બચાવશે. તું આને સાચવજે.

જી પંડિતજી. ધન્યવાદ.

શિવ બધાના આશીર્વાદ લઈ ને શાઉલ ની શોધમાં નીકળી જાય છે.

શિવ સોનગઢના જંગલો ને શોધતો સોનગઢ પહોંચી જાય છે. ત્યાં તે ગામના લોકો પાસે થી જંગલ માં જવાનો રસ્તો પૂછે છે. પણ કોઈ એને જવાબ આપતું નથી. એ જેને પૂછે છે તે તેની સામે અજુગતું જોઈ ને ચાલવા લાગે છે.

એ થાકી ગયો હોય છે એટલે ગામને પાદરે એક ઝાડ નીચે બેસે છે. ત્યાં એક ઘરડા વડીલ પણ બેસેલા હોય છે. તેમણે પૂછ્યું,

મુસાફર લાગો છો?

હા, વડીલ.

ક્યાં થી આવ્યા?

હું દેવગઢ થી આવ્યો છું. તમે....

મારુ નામ ધુળો. હું આ ગામમાં જ રહું છું. વૈદ્ય છું.

ઓહ. ધુળાકાકા મારે સોનગઢના જંગલમાં જવાનું છે. પણ અહીં જેને પણ પૂછું છું તે મારી સામે જોઈ રહે છે પણ જવાબ આપતા નથી.

હા તો જોઈ જ રહે ને, તમે ત્યાં જવાની વાત કરો છો જેનું નામ સાંભળી ને પણ અહીંના લોકો ડરી જાય છે.

કેમ કાકા એમાં ડરવા જેવું શુ છે? ત્યાં કઈ છે?

મને તો ખબર નથી પણ અમારા વડવાઓ જંગલમાં જડીબુટ્ટીઓ શોધવા જતા એટલે કહેતા કે એ જંગલો ખૂબ ખતરનાક છે. ત્યાં હિંસક પ્રાણીઓ રહે છે. ને ત્યાં ના આદિવાસીઓ ખૂબ ક્રૂર અને રિઢ છે. કોઈ જંગલમાં આવે એ એમને ગમતું નથી. આ આદિવાસીઓ તેને મારી નાંખે છે. આ જંગલ એમનું દેવવન છે. જંગલમાં અજબ ગજબ ઘટનાઓ ઘટે છે. આજ સુધી જે પણ ત્યાં ગયું છે તે પાછું આવ્યું નથી. હું પણ જડીબુટ્ટીઓ શોધવા જંગલમાં જાવ છું પણ થોડે શુધી જ. તમે પણ ત્યાં જવાનો વિચાર છોડી દો.

પણ કાકા મારે તો જવુંજ પડશે. ચાલે તેમ જ નથી. કોઈ ની જીંદગીનો સવાલ છે.

જુઓ તમારી જીંદગી દાવ પર લાગી જશે.

કઈ નહિ કાકા એમ પણ જીંદગી દાવ પર લાગેલી જ છે.

તો એક કામ કરો તમે મારે ઘરે ચાલો. મારો દીકરો તમને એ જંગલ વિશે વધુ જાણકારી આપશે. એ મહાવત છે. જંગલમાં હાથી લઈ ને લાકડા લેવાં જાય છે. ને ઘણીવાર જડીબુટ્ટીઓ લેવા પણ જંગલમાં દૂર સુધી જાય છે. એ તમારી મદદ કરશે.

શિવ ધૂળાકાકા સાથે એમના ઘરે જાય છે. ધુળાકાકા ની પત્ની તેમને સરસ આવકારે છે. ધુળાકાકા શિવ ને તેમના દીકરા ગોની સાથે મળાવે છે. ગોની હટ્ટોકટ્ટો, હૃષ્ટપુષ્ટ વીસ વર્ષનો જુવાન છે. એને જોઈને જ લાગે કે દશ માણસ ને એકલો ભારી પડે. ગોની ની માં બધા ને ખાવાનું બનાવી ખવડાવે છે. પછી શિવ અને ગોની બહાર આંગણમાં ખાટલો ઢાળી આડે પડખે થાય છે ત્યારે શિવ,

ગોની મારે સોનગઢના જંગલો માં જવાનું છે. તું મારી કોઈ મદદ કરી શકે?

તે શિવ ની સામે જોઈ રહે છે. કઈ કામ છે? આજ સુધી કોઈ ત્યાં થી પાછું નથી આવ્યું.

હા તારા બાપુએ કહ્યું મને પણ મારે તો જવું જ પડે તેમ છે. પછી શિવ તેને બધી વાત કરે છે.

તારી વાત સાંભળી લાગે છે કે કોઈ વાર્તા સાંભળી હોય. પણ આ જંગલો ખૂબ ગાઢ છે ને ત્યાંના આદિવાસીઓ ખૂબ ક્રૂર. કોઈ ને પણ જીવતા બહાર આવવા દેતા નથી.

જો ગોની પરિસ્થિતિ કોઈ પણ હોય હું તો જઈશ. કાલે સવારે નીકળી જઈશ.

હું આ જંગલો ને અંદર થી તો જાણતો નથી પણ મને જાણવા ની ઇચ્છા છે. થોડીઘણી ખબર મને છે. બાકી ની ખબર આપણે બન્ને મળી ને કાઢી લઈશું. હું આવીશ તારી સાથે.

શિવ ખુશ થઈ જાય છે. સવારે બન્ને જંગલમાં જવા માટે તૈયાર થઈ જાય છે. ગોની ની મા એમને થોડું ખાવાનું બનાવી આપે છે.

કાકા તમે મારી ખૂબ મદદ કરી. એટલે આ લો શિવ ધુળાકાકા ને થોડા પૈસા આપે છે. જે હા ના કરતા ધુળાકાકા લઈ લે છે.

દીકરા ધ્યાન રાખજો. ને વહેલા પાછા વળજો.

કાકા તમે બિલકુલ ચિંતા ના કરતા ગોની ને હું પાછો અહીં મૂકી ને જઈશ.

બન્ને જણ નવી સફર માટે નીકળી જાય છે. જંગલ ની અંદર હવે એમણે ચાલતા જ જવાનું છે. તે જરૂરી વસ્તુઓ લઈ ને જંગલ ની અંદર પ્રવેશે છે. શિવે આ પહેલા આવું કોઈ કામ કર્યું નહોતું. છતાં પણ તે જરા પણ ડરી નહોતો રહ્યો. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે શિવાલી ને રાજકુમારીની આત્મા પાસે થી છોડાવી છે. જંગલ ની કોઈ માહિતી તેની પાસે નહોતી. ને વળી શાઉલ ની ગુફા ક્યાં છે તે પણ તેને ખબર નહોતી. પણ ગોની નો સાથ તેને હૂંફ આપી રહ્યો હતા.


ક્રમશ................